અનાવિલ સમાજનો પરિચય વાપીથી તાપી અથવા કહોકે ઉંમરગામથી કોસંબા સુધી વિસ્તરેલા અનાવિલો, હકીકતમાં વિશ્વના દરેક ખૂણે પથરાયેલા છે. અપરિણિત રહેવું- મોડાં લગ્નો અને એક કે તેથી ઓછા બાળકો ધરાવતા અનાવિલો ધીરે ધીરે કુલ બે લાખથી પણ ઓછી વસ્તી વિશ્વમાં ધરાવે છે. આપણો ઈતિહાસ આપણે કહી શકીએ કે આપણો ઈતિહાસ કમસેકમ 5000 વર્ષ જુનો છે. દક્ષિણ ગુજરાતના અનાવલ (ત્યારે અનાદિપુર તરીકે પ્રખ્યાત) ખાતે ભગવાન રામને રાવણ જેવા બ્રાહ્મમણના વધના પ્રાયશ્ચિત માટે પાપ ધોવા માટે મહાયજ્ઞ કરવાની જરૂર પડી ત્યારે હનુમાન આપણા પૂર્વજોને આયોધ્યાથી અનાવલ લાવ્યા હતા ત્યારથી આપણે અજાચક્ર બ્રાહ્મમણો કે અનાવિલ તરીકે ઓળખાઈએ છીએ. હકીકતમાં, આપણે અફઘાનિસ્તાનથી આવેલા આર્યો છીએ. બિહારના મગધ રાજ્યના રાજ્યકર્તા તરીકે પણ આપણા પૂર્વજો ઓળખાયા છે. અનાવિલ રાજા “પૂત્રક” નાગકન્યા “પાટલી” સાથે લગ્ન કર્યા પછી રાજધાની તરીકે “પાટલીપૂત્રક” શહેર વસાવે છે જે આજે પટના તરીકે ઓળખાય છે. તેથી જ આપણા જેવા બુદ્ધિશાળી અને નેતા ચાણકય ઉર્ફે કૌટિલ્ય પણ અનાવિલ હોવાનું મનાય છે. અનાવલ રાજ્ય જે વ્યારા, મહુવા, વાંસદા, અને ચીખલી તાલુકા સુધી વિસ્તરેલું હતું તેન...