ચાલો, જાણીએ દક્ષિણ ગુજરાતના અનાવિલોને

અનાવિલ સમાજનો પરિચય
  • વાપીથી તાપી અથવા કહોકે ઉંમરગામથી કોસંબા સુધી વિસ્તરેલા અનાવિલો, હકીકતમાં વિશ્વના દરેક ખૂણે પથરાયેલા છે.
  • અપરિણિત રહેવું- મોડાં લગ્નો અને એક કે તેથી ઓછા બાળકો ધરાવતા અનાવિલો ધીરે ધીરે કુલ બે લાખથી પણ ઓછી વસ્તી વિશ્વમાં ધરાવે છે.
આપણો ઈતિહાસ
  1. આપણે કહી શકીએ કે આપણો ઈતિહાસ કમસેકમ 5000 વર્ષ જુનો છે. દક્ષિણ ગુજરાતના અનાવલ (ત્યારે અનાદિપુર તરીકે પ્રખ્યાત) ખાતે ભગવાન રામને રાવણ જેવા બ્રાહ્મમણના વધના પ્રાયશ્ચિત માટે પાપ ધોવા માટે મહાયજ્ઞ કરવાની જરૂર પડી ત્યારે હનુમાન આપણા પૂર્વજોને આયોધ્યાથી અનાવલ લાવ્યા હતા ત્યારથી આપણે અજાચક્ર બ્રાહ્મમણો કે અનાવિલ તરીકે ઓળખાઈએ છીએ. હકીકતમાં, આપણે અફઘાનિસ્તાનથી આવેલા આર્યો છીએ.
  2. બિહારના મગધ રાજ્યના રાજ્યકર્તા તરીકે પણ આપણા પૂર્વજો ઓળખાયા છે. અનાવિલ રાજા “પૂત્રક” નાગકન્યા “પાટલી” સાથે લગ્ન કર્યા પછી રાજધાની તરીકે “પાટલીપૂત્રક” શહેર વસાવે છે જે આજે પટના તરીકે ઓળખાય છે. તેથી જ આપણા જેવા બુદ્ધિશાળી અને નેતા ચાણકય ઉર્ફે કૌટિલ્ય પણ અનાવિલ હોવાનું મનાય છે.
  3. અનાવલ રાજ્ય જે વ્યારા, મહુવા, વાંસદા, અને ચીખલી તાલુકા સુધી વિસ્તરેલું હતું તેના રાજા અનાવિલ હતા. જેના આપણે વંશજો છીએ. બૌદ્ધ ધર્મના લોકોને વૈદિક ધર્મ પ્રત્યે તિરસ્કાર હોવાથી તેમણે ભીલ લોકોનો સાથ લઈ વાંસિયાભીલ સાથે મળી આપણે યજ્ઞકાર્ય માં વ્યસ્ત હતા ત્યારે યુદ્ધમાં હરાવ્યા હતા. 1186 માં અનાવિલ રાજા સંમધર વશીએ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની મદદથી વાંસિયા ભીલને હરાવ્યો હતો પછી તેને રાજયમાં રસ ન હોવાથી રાજપૂત રાજાઓને સોપ્યું હતું જે વાંસદા રાજ્ય તરીકે ઓળખાતું હતું.
સતીમાતા મંદિર

ગણદેવીના 400 વર્ષથી પ્રખ્યાત અનંત વશી પરિવારના ગોપાળજી દેસાઈના પુત્રી ઈચ્છાબેને પતિના મૃત્યુબાદ તેમની ચિતા ઉપર બેસી અગ્નિસ્નાન કર્યું હતું. સતી બન્યા છે અનાવિલ સમાજના “ગણદેવી ના દેસાઈજી પરિવારે” એકમાત્ર સતીની યાદમાં એક મંદિર બનાવ્યું છે તેમના પરિવારની ટેકરી ઉપર તળાવકિનારે ગણદેવી ચાર રસ્તા ખાતે એમને યાદકરીને પ્રણામ-સન્માન પાઠવવા દર વર્ષે કાળીચૌદશે ત્યાં મેળો ભરાય છે.

મામાદેવ મંદિર, પૂણી

ધાડપાડુઓથી બહેનને બચાવવા અને ચોરોને લૂંટતા રોકવા પૂણી ખાતે યુવાઓની મદદથી અનાવિલે ધાડપાડુઓનો સફળ સામનો કરી બહેનને લૂંટાતી બચાવી હતી પણ ભાઈ આ પ્રસંગે મૃત્યુ પામ્યો હતો. તેની યાદમાં પૂણી ખાતે આ “મામાદેવ મંદિર” આવેલ છે.

સુરત

તમને જાણીને નવાઈ લાગશે પણ સુરતમાં અનાવિલો છવાયેલા હતા. મોટાભાગની સુરતની જમીન અનાવિલોની માલીકીની હતી. તેમણે અનાવિલ વસ્તીવાળા ફળિયાઓ જેને પરાં કહેતા તે વસાવ્યા હતા.

નં અનાવિલ નામ જમીન પરાનું નામ
1 સગરામ વશી 20 એકર સગરામપુરા
2 રઘુનાથ ઉર્ફે રઘનાથ 46 એકર રઘુનાથપુરા
3 રામભાઈ 47 એકર રામપરા
4 હરિભાઈ હરિપુરા
5 રૂદ્રજી રુદ્રપુરા
6 મહિધર 57 એકર મહિધરપુરા
7 સામજી સામપરા
8 ગોપી નાયક ગોપીપુરા
9 ઈંદરજી 25 એકર ઈંદરપુરા

અનાવિલો રાજયમાં સત્તા અને ધનવાળા હોવાથી ઉપરાંત અજાચક પૈસા ન લેનાર હોવાથી “બાદશાહ” કહેવાતા.

મહાનુભાવો

અનાવિલ સમાજના દરેક વ્યક્તિ મહાન એટલે અનાવિલ મહાનુભાવો એટલે ફક્ત મોરારજી દેસાઈ, ભૂલાભાઈ દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, કે ડી.એ.દેસાઈ નહિ અનાવિલ સમાજનો એકેક વ્યક્તિ આપસૌ મહાનુભાવો.


અનાવિલ સમાજના વારસાગત લક્ષણો (Genetic Characters)

અનાવિલ એટલે હોંશિયાર
Clever
ખુલ્લા દિલના
Frank
સહનશક્તિવાળા
Tolerant
શાંત
Quiet
આનંદી
Cheerful
વૈભવી જીવન ચાહકો
Luxury Loving
નેતા
Leader
વહીવટકર્તા
Administrator

આ બધા સાથે બે મુખ્ય લક્ષણો એટલે આપવડાઈ અને હમ સચ્ચાઈ.
  1. આપવડાઈ: (Superiority complex  - thinking of oneself to be the greatest) આપડવાઈ એટલે હું સર્વશ્રેષ્ઠ એટલું જ નહિ, મારાથી વધારે ઊંચાઈએ કોઈ નહિ, દુનિયામાં સૌથી મહાન એટલે હું. દરેક અનાવિલના આ લક્ષણે આપણી એકતાને રોકી છે.
  2. હમ સચ્ચાઈ: (Whatever I say is the final truth and my truth is the only truth - no arguments.) હું જે કહું તે જ સાચ્ચું કોઈ વાદવિવાદ નહિ. હું કહું તેમ જ કરો એવો આગ્રહ તે હમ સચ્ચાઈ.
આપણી મહાન જાતિ અનાવિલમાં થોડા સુધારા કરવાની જરૂર છે. ચોકકસ આપણે મહાન છીએ જ.


Related articles:
Anavils - An Endangered Community
More Anavil articles

Image courtesy: bruhadanavil.org

Post a Comment

1 Comments

  1. સંક્ષિપ્ત માં સચોટ માહિતી મળી. મને પારડી તાલુકા ના અનાવિલો કેમ અને કયા સંજોગો ને કારણે શેષ અનાવિલ સમાજ થી દુર થઈ ગયા એ જાણવાની ઘણા સમય થી જીજ્ઞાશા છે. કોઈ માહિતી /પુસ્તક હોય તો જણાવશો.

    ReplyDelete

Thank you for your comment!