છૂટાછેડા (Divorce): છૂટાછેડા એટલે કાનુની રીતે થયેલ લગ્નનો અંત (Divorce is the termination of a legal marriage)
ભારતીય ન્યાયાલયોમાં છૂટાછેડા બહુ સહેલાઈથી મળતા નથી. બન્ને પક્ષોએ માનસિક ત્રાસ વર્ષો સુધી ભોગવવો પડતો હોય છે. જેને કારણે આર્થિક શારીરીક તેમજ માનસિક રીતે ખૂબ મોટું નુકશાન ભોગવે છે.
પરસ્પર સંમતિ (Mutual Consent) એ સહેલાઈથી છૂટાછેડા મેળવવાનો એકમાત્ર રસ્તો છે. જે માટે બન્ને પક્ષ (થાકયા સિવાય, હાર્યા સિવાય) વહેલા તૈયાર થતાં નથી. અને ભારતીય ન્યાયાલયોમાં કાયદાકીય રીતે છૂટાછેડા મેળવવું અશક્ય છે. તે સમજે છે.
કાયદાકીય પ્રશ્નો
લગ્નને કારણે ઊભી થતી સમસ્યાઓ આ પ્રમાણે છે:
આપણે વાત કરી તે મુજબ છૂટાછેડા કે લગ્નજીવનની તકલીફ રોકવાનો એકમાત્ર ઉપાય લગ્ન પહેલાની સાવચેતી અને કાળજી છે.
લગ્ન ન થતાં હોવાથી અથવા લગ્નની ઉતાવળમાં, જે કોઈ પહેલી લગ્નની ઓફર આવે તેને આંધડુક્રિયા કરીને હા પાડવું ભયજનક-ખતરનાક છે. ચાલો, સમજીએ.
લગ્નની હા પાડતા પહેલા નીચેના પ્રશ્નો વિગતે સમજો ચર્ચા કરો અભિપ્રાય જાણો પરસ્પર સંમત થાવ.
જન્માક્ષર જોવડાવતાં ન અચકાતાં આપણે મેડિકલ ચેકઅપ માટે તૈયાર થતાં નથી અને પછી લગ્નમાં ભેરવાયા છીએ AIDS, હ્રદય રોગ, કે ખેંચ જેવા લગ્ન પહેલાના રોગો લગ્નને નિષ્ફળ બનાવી શકે છે. બન્નેની વિગતવાર મેડિકલ ચેકઅપ કરાવી તંદુરસ્તીની ખાત્રી કરો. આંખના, લોહીના, માનસિક કે શરીરના વારસાગત રોગો બાળકોમાં આવતા જીવવું મુશ્કેલ બનાવી દે છે.
પુત્રી પોતાની મરજીથી માબાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે, ત્યારે માબાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે.
કારણો
- Without marriage, there is no divorce
- Marriage can be easily done but not divorce
- Marriage is not decided in heaven; marriage is a result of one’s hurriedly made mistake
- Life is more important than marriage. So, if you are convinced about the failure of a marriage, end the marriage, but not the life.
- Financial Crisis: નાણાં કમાવાની અશક્તિ ને કારણે નાણાનો અભાવ
- Domestic Violence: ઘરેલુ ઝગડાઓ અને મારામારી. પતિ કે પત્ની દ્વારા અપમાનજનક વર્તન
- Denied (refusal) of a Sexual Relationship: શરીર સંબંધ ની મનાઈ અથવા વિરોધ
- Lack of Mutual Respect: પરસ્પર માન-સન્માનનો અભાવ
- Lack of Love: પરસ્પર પ્રેમ
- Extramarital Relationship: લગ્ન બહારનો શરીર સંબંધ
- ભણેલી, કમાતી અને આર્થિક રીતે સ્વાવલંબી સ્ત્રી (Feminism and Women Empowerment): લગ્ન જીવનનાં પાયામાં રહેલાં Adjustment and Compromise ભુલીને સાધારણ નાની-નાની તકલીફો પણ અસહ્ય બતાવીને લગ્નજીવનનો અંત લાવવા તૈયાર થઈ જાય છે.
- Communication gap and Ego: પોતપોતાના સ્વભાવના અહંકારને લીધે અને પરસ્પર વાતચીતના સમયના અભાવે વાર્તાલાપ કે ચર્ચા બંધ થઈ જતાં-પ્રશ્નોના કારણો અને નિરાકરણની ચર્ચા થતી નથી, તેથી પણ છૂટા પડી જવાય છે.
- Lack of Commitment: લગ્નજીવનમાં ભંગાણ અને છૂટાછેડા સમાજમાં હવે ખરાબ ન ગણાતા હોવાથી છૂટાછેડાની સ્થિતિ ને સમાજે સ્વીકારી લીધી છે, જેથી હવે છૂટાછેડાનો કોઈ છોછ રહ્યો નથી તેથી લગ્નજીવનની વીધીમાં આપેલા વચનોની ગંભીરતા રહી નથી (No Social Taboo). પરસ્પર માટે પ્રેમ કે લાગણી અને પરસ્પર માટે બધુ જ કરી છુટવાની ભાવના જતી રહી છે-મરી પરવારી છે.
- Family Interference: સંયુક્ત કુટુંબની ભાવના અને સંયુક્ત રહેવાનું ન હોવાથી પતિ-પત્નીનું એકલા રહેવું જોખમી બન્યું છે. નાનામોટા ઝગડાઓએ કાયમી સ્વરૂપ પકડ્યું છે અને સમાધાન શક્ય રહ્યું નથી.
- Mobile Connectivity and Parents Interference. મોબાઈલ ફોને મોકાણ મંડી છે. કે ડાટ વાળ્યો છે એમ કહીયે તો ચાલે એ ખોટું નથી. સવાર-સાંજ ફોન દ્વારા માબાપની ચર્ચા લગ્નજીવનમાં ખલેલ પહોંચાડે છે અને વખત જતાં લગ્નો તોડે છે.
- Dowry - વાંકડો
- Modern Lifestyle: Hectic complex lifestyle causing high ambitions, expectations leading to anger, frustrations and confrontations.
છૂટાછેડાની અસરો
- કૌટુંબિક અસર: છૂટાછેડા જીવનનો અકુદરતી વણાંક છે તેથી છૂટા પાડનાર પાત્રો પતિ- પત્ની, તેના માબાપો, ભાઈબહેન અને કુટુંબીજનો માટે એક અસહ્ય આઘાત અને માનસિક હતાશા-નિરાશા લાવે છે. લગ્નજીવનની આ નિષ્ફળતા વૈવાહિક જીવનનો અંત તો લાવે જ છે પણ સાથે સાથે અસહ્ય વેદના અને સાધારણ દૈનિક જીવનને પણ ખલેલ પહોંચાડે છે. આ નામોશીને કારણે તેઓ બધા સાથે કુદરતી રીતે હળીમળી શકતા નથી અને જીવનની નિષ્ફળતાના વિચારોને લીધે આરોગ્યની સમસ્યા પણ લાવે છે.
- એકબીજાથી છૂટા પડવું લગ્નનો અંત લાવી એકબીજાથી જુદા રહેતા પાત્રોને છૂટાછેડા સહેલાઈથી મળતા નથી. આથી ફરીથી લગ્ન શક્ય બનતા નથી ઉપરાંત ન કુંવારા-ન પરણેલા જેવી વિપરીત સ્થિતિમાં આ પાત્રો લાંબા સમય સુધી જીવન જીવવા ધકેલાઈ જાય છે.
ભારતીય ન્યાયાલયોમાં છૂટાછેડા બહુ સહેલાઈથી મળતા નથી. બન્ને પક્ષોએ માનસિક ત્રાસ વર્ષો સુધી ભોગવવો પડતો હોય છે. જેને કારણે આર્થિક શારીરીક તેમજ માનસિક રીતે ખૂબ મોટું નુકશાન ભોગવે છે.
પરસ્પર સંમતિ (Mutual Consent) એ સહેલાઈથી છૂટાછેડા મેળવવાનો એકમાત્ર રસ્તો છે. જે માટે બન્ને પક્ષ (થાકયા સિવાય, હાર્યા સિવાય) વહેલા તૈયાર થતાં નથી. અને ભારતીય ન્યાયાલયોમાં કાયદાકીય રીતે છૂટાછેડા મેળવવું અશક્ય છે. તે સમજે છે.
કાયદાકીય પ્રશ્નો
લગ્નને કારણે ઊભી થતી સમસ્યાઓ આ પ્રમાણે છે:
- ભરણપોષણ: Code of criminal procedure 1973 મુજબ લગ્નજીવન પર આધારિત વ્યક્તિ કોઈ પણ પુરુષ, સ્ત્રી અને બાળક ઉપરાંત તેના માતા-પિતા ભરણપોષણનો હક્ક મેળવે છે. તે આવક રજુઆત અને ન્યાયાધીશની વિવેકબુદ્ધિ પ્રમાણે મળે છે. ઉંમર, આવક, માંદગી વગેરે પ્રમાણે નક્કી થાય છે. આવક ન ધરાવતો પતિ પણ પત્ની પાસે થી ભરણપોષણ મેળવી શકે છે.
- બાળક: બાળકનો કબ્જો, તેનું લાલનપાલન અને તેની સાથે બન્નેના સંબંધો ખૂબ મુશ્કેલ બની જાય છે. પરસ્પરની સમજુતી પછી કોર્ટના હુકમને આધારે તેને દર મહિને ભરણપોષણ અને તેની સાથે મુલાકાત ગોઠવી શકાય છે.
- માલમિલકતમાં ભાગ: પત્નીને ભરણપોષણ સિવાય કોઈ જાતનો ભાગ મળતો નથી. પત્નીનો પતિની મિલકતમાં સીધી રીતે કોઈ ભાગ હોતો નથી.
- સીધેસીધા છૂટાછેડા: સાત વર્ષ કે સિત્તેર વર્ષ (!) છૂટા રહેવાથી છૂટાછેડા મળતા નથી. પાત્રનું મરણ સાબિત કરવું અનિવાર્ય છે.
- દંપતી: છૂટાછેડાની નાની નાની બાબતોમાં ધમકી આપતા પાત્રોએ ગંભીરતા કેવળવી જરૂરી છે. લગ્ન એ સંપૂર્ણ જીવન દરમ્યાન સુખમાં, દુ:ખમાં, તકલીફમાં, આનંદમાં પરસ્પર સમજુતીથી (Compromise) અને એકબીજાની સાથે અનુકુળતા (Adjustment) સાધી જીવવાની પ્રક્રિયા છે. તે બન્ને માબાપોએ, કુટુંબીઓએ અને મિત્રોએ લગ્ન પહેલા લગ્ન જીવન દરમ્યાન અને છૂટા પડ્યા બાદ વિગતે સમજવાની જરૂર છે. Compromise and adjustment are the keys to success of marriage and life.
- સગાસંબંધી: લગ્નના ભંગાણને આરે આવી છૂટા રહેતા પત્રોને ગંભીરતાથી લેવાની જરૂર છે. માબાપો લગ્નમાં લાગત્ય વળગતા દરેક સગઓ અને મિત્રમંડળોએ સામૂહિક રીતે ભેગા મળી પ્રશ્નો સમજી તેનું નિરાકરણ લાવવાની કોશિષ કરવી જોઈએ. અંગત રીતે બન્નેને મળીને તકલીફો સમજી નાના નાના કારણોથી છૂટાછેડા ન થાય તે જોવાની આપણી ફરજ છે. કારણ જો બીજા લગ્નની ઈચ્છા હશે તો આનાથી પણ ખરાબ પાત્ર મળી શકે એ શક્યતા પણ ધ્યાન પર લાવવાની જરૂર છે.
આપણે વાત કરી તે મુજબ છૂટાછેડા કે લગ્નજીવનની તકલીફ રોકવાનો એકમાત્ર ઉપાય લગ્ન પહેલાની સાવચેતી અને કાળજી છે.
લગ્ન ન થતાં હોવાથી અથવા લગ્નની ઉતાવળમાં, જે કોઈ પહેલી લગ્નની ઓફર આવે તેને આંધડુક્રિયા કરીને હા પાડવું ભયજનક-ખતરનાક છે. ચાલો, સમજીએ.
લગ્નની હા પાડતા પહેલા નીચેના પ્રશ્નો વિગતે સમજો ચર્ચા કરો અભિપ્રાય જાણો પરસ્પર સંમત થાવ.
- બાળકો: લગ્ન પછી બાળકો લાવીશું? ક્યારે? કેટલાં? બાળકોને કોણ રાખશે, મા કે કામવાળી?
- આવક: બન્નેની આવકનો વહીવટ કેવી રીતે કરીશું? પૈસા ભેગા રાખીશું? સહિયારો વહીવટ કરીશું?
- ઘરકામ કોણ કરશે? અડધા- અડધાકામો વહેચીશું કે કામવાળી?
- મા-બાપ: બન્નેના માબાપની કાળજી કઈ રીતે લઈશું? સાથે રાખીશું? પૈસા મોકળીશું કે પછી વૃદ્ધાશ્રમ?
જન્માક્ષર જોવડાવતાં ન અચકાતાં આપણે મેડિકલ ચેકઅપ માટે તૈયાર થતાં નથી અને પછી લગ્નમાં ભેરવાયા છીએ AIDS, હ્રદય રોગ, કે ખેંચ જેવા લગ્ન પહેલાના રોગો લગ્નને નિષ્ફળ બનાવી શકે છે. બન્નેની વિગતવાર મેડિકલ ચેકઅપ કરાવી તંદુરસ્તીની ખાત્રી કરો. આંખના, લોહીના, માનસિક કે શરીરના વારસાગત રોગો બાળકોમાં આવતા જીવવું મુશ્કેલ બનાવી દે છે.
આપણે સૌ અનાવિલ સમાજ કંઈ વિચારીશું?
દીકરીના અવિચારી લગ્ન અને માબાપ
પુત્રી પોતાની મરજીથી માબાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે, ત્યારે માબાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે.
કારણો
- એકવીસમી સદીમાં મળેલા ઈલેક્ટ્રોનિક સાધનો મોબાઈલ, ઇન્ટરનેટ, લેપટોપ, ટેલીવિઝન ને કારણે બાળકો ખૂબ હોંશિયાર બની જાય છે. અને તેથી અજાણપણે માબાપને મૂર્ખ માને છે.
- માબાપ એક જ બાળક હોવાથી બાળકને જોઈતી, માંગેલી ચીજો પરવડે કે નહીં તો પણ લાવી આપે છે. આમ સાઈકલ, મોપેડ, કપડાં કે બૂટ કે કોઈપણ ચીજ મેળવીને જ જંપતું બાળક ના સાંભળવા ટેવાયું જ નથી. તેથી ખોટા લગ્ન પણ પોતાની મરજી થી જ કરે છે.
- ચલચિત્રો, ઇન્ટરનેટ, ટેલીવિઝન ના યુગમાં ઉઘાડે છોગ બતાવતા શારીરક સંબંધો ને કારણે શારીરીક ઈચ્છાઓ વહેલી ઉંમરે જાગતા ખોટા પાત્ર સાથે જોડાઈ જાય છે.
- દુ:ખનું ઓસડ દહાડ ધીરજ ધરો સમયને સમયનું કામ કરવા દો. શાંતિ જાળવો. શોકાતુર ન બનો. ગુસ્સો ના કરો.
- દીકરીને તમારા અણગમાના કારણો સમજાવો.
- દીકરી સાથે સંપર્ક જાળવી રાખો.
- ભૂલ એ ભૂલ છે તે ભૂલીને, બાકીના સંબંધો અને જીવન યથાવત રાખો.
- આ પ્રશ્નનો ઉકેલ તમારે ત્રણે જ કાઢવાનો છે. સારો રસ્તો ચોક્કસ દેખાશે ગેરમાર્ગે દોરશો નહિ.
NOW IN NEW GENERATION BIG GAPE BETWEEN FATHER& MOTHER NOW MARRIAGE LADY NOT DEPEND ON HER HUSBAND NEW GENRATION BOTH ARE EARN MONEY THEY ARE NOT DEPEND UPONEACH OTHER. FASHION. GROUP PARTY. KITTY PARTY. CLUB. COPLE DANCE. GARBA. I AM SOMTHING. NOT TAKE REASPONSIBILITY BOTH OF FATHER& MOTHER&THAT IS WHY PROBLEM CREATED
ReplyDeleteAgreed.
DeleteThanks for response.
Sir mera ek question he
DeleteAgar pati ko divorce chahiye to uske liya kya karna padta he
Aur kese court me sabit karna padta he ??