આ પુસ્તક મારા મિત્ર સુરેશભાઈની આત્મકથા છે. આત્મકથા લેખનનો તદ્દન નવીન પ્રયોગ હોવા ઉપરાંત શરૂઆત કર્યા પછી એકધારું વાંચ્યા જ કરવાનું મન થાય એવું આ પુસ્તક છે. આત્મષ્લાઘા અને પારકાની ટીકા દ્વારા પોતાની મહાનતા બતાવવાનું જોખમ દરેક આત્મકથામાં હોય છે. એટલે કે પોતાની વાત કરતાં કરતાં બીજાનું ચરિત્રહનન લગભગ સ્વાભાવિક મનાતું હોય છે. સરળ હ્રદયના લેખક આ બંને દોષોથી મુક્ત રહી શકયા છે. આત્મકથાનું શીર્ષક જ કથાનકનો પાયો છે. અજવાળું-પ્રકાશ-રોશનીના ઉદ્દગમસ્થાનમાં સૌથી નાનું પ્રાપ્તિસ્થાન આગિયાને યાદ કરીને લેખકની નમ્રતાનું આપણને પ્રથમદર્શન થાય છે. કોઈ મહાનતાના દાવા વગર જ આપણા મનસપટલ ઉપર પોતાની મહાનતા દેખાય આવે છે. લેખક શ્રી સુરેશભાઈ દેસાઈને હું ઓળખતો થયો એમના ચર્ચાપત્રોથી અને ત્યારપછી એમના સંપાદિત સાપ્તાહિક “પ્રિયમિત્ર” થી છેલ્લા વીસ વર્ષથી એમ કહું તો ચાલે, પણ આ આત્મકથા ત્યાં પૂરી થાય છે. એટલે કે એમના જીવનના પહેલા 54 વર્ષોની મારે માટે અજાણવાતો અહીં મને મળી. હું એમને ચર્ચાપત્રોનો પ્રતીભાવ પત્રથી લખતો. એમનું સાપ્તાહિક “પ્રિયમિત્ર” માં જીવનદર્શન આધ્યાત્મ–રેશનાલિઝમ અને ચિંતન-હ્રદયસ્પર્શી રીતે તંત્રીલેખમ...