Skip to main content

Posts

મહર્ષિ દયાનંદ સરસ્વતી

ઈતિહાસમાં આપણને બાબર-હુમયું-અકબર-જહાંગીર-ઔરંઝેબ અથવા વિલિયમ હેસ્ટિંગ્સ-રોબર્ટ ક્લાઈવ-લોર્ડ માઉન્ટબેટન ભણાવીને શાસકોએ ગેરમાર્ગે દોર્યા છે. તેથી ભારતીય-હિન્દુ-કોઈ મહાનુભાવ કે ભારતીય સંસ્કૃતિ જેવું કઈ હતું જ નહિ એવી ખોટી છાપ આપણાં મન ઉપર ઉપસી છે, ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી-રામકૃષ્ણ પરમહંસ વિગેરે વિષે કઈ જ ન જાણતા હોય એ સ્વાભાવિક છે. ભારતીય સંસ્કૃતિ ની નબળાઈઓને કારણે આપણે નમાલા બન્યા ત્યારે આપણી સુધારણા કરવા-ગુલામ મુક્ત થવા શું કરવું જોઈએ-તે બતાવનાર માનાં એક તે સ્વામી દયાનંદ સરસ્વતી. મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી નો જન્મ ઓક્ટોબર, 1825 માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. જન્મ સમયે પિતા કરસનજી ત્રિવેદીએ બાળકનું નામ મૂળશંકર રાખ્યું હતું. બાળ મૂળશંકરને આઠમા વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો. તેને સંસ્કૃત-વેદ અને યજુર્વેદ ઘરે જ ભણાવવાની વ્યવસ્થા થઈ. ચૌદ વર્ષે મૂળશંકરે સંપૂર્ણ યજુર્વેદ અને બીજા કેટલાક વેદોનો પાઠ પૂરો કરી દીધો. તેમણે વેદ સાથે વ્યાકરણ પણ ભણી લીધું. પિતા ના આગ્રહથી શિવ...

આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

હિંદુત્વ - સનાતન ધર્મ - ભારતીય સંસ્કૃતિ જેવા ભારેખમ શબ્દોથી પ્રભાવિત વર્તમાન ભારતમાં ધર્મ-ધાર્મિકતા અને જીવનનો હેતુ જેવા વિષયો તદ્દન અસ્પષ્ટ છે. ત્યારે મેં ‘આર્યસમાજ’ નો સહારો લીધો. તે વિષયના પુસ્તકો વાંચ્યા-સમજ્યો-ફરીથી વાંચ્યા અને અહીં કઈંક સમજાય એવી સરળ વાતોની નોંધ બનાવી. ચાલો, વિગતો જાણીએ. પુસ્તકો મહર્ષિ દયાનંદ સરસ્વતી – લે. સ્વામી સચ્ચિદાનંદ (૨૦૧૩)  સ્વામી દયાનંદ – શ્રી નાથુભાઈ ડોડિયા (૨૦૨૦)  સત્યાર્થ – પ્રકાશક: મહર્ષિ દયાનંદ સરસ્વતી રચિત સત્યાર્થ પ્રકાશક ના અંશો – સંપાદક અને અનુવાદક ભાવેશ મેરજા (૨૦૧૮)  કુમાર સત્યાર્થ પ્રકાશ (બાળકો માટે સત્યાર્થ પ્રકાશની સમજૂતી) પ્રયોજક વલ્લભદાસ રત્નસિંહ મહેતા (૧૯૩૫) અને  વેદાર્થ – ભૂમિકા: સ્વામી વિદ્યાનંદ સરસ્વતી (૨૦૧૩)  હવે, આ વિષય ઉપર ખૂબ ગહન વિચારણા માંગે એવો હોવા છતાં, વેદો – આર્યસમાજ – આધ્યાત્મ એવા ભારે ભરખમ શબ્દોથી, જરાપણ ગુંચવણ વગર, સરળ રીતે કહેવાનો હું પ્રયત્ન કરું છું. કહે છે ને- આકાશ અનંત છે, તેનો પાર ગરુડ પણ પામી શકતું નથી. છતાં સામર્થ્ય અનુસાર ઉડાન ભરી લે છે અને જુએ છે. બસ આ જ ન્યાયથી મારાથી જેટલું અને જેવુ બન...

અનાવિલ જ્ઞાતિ

અનાવિલ જ્ઞાતિ - લેખક સુરેશભાઈ દેસાઈની નજરે    સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે કે સજજનો, માણસના દુર્ગુણો જોવાને બદલે એના સદ્દ્ગુણો જ જૂએ છે, જ્યારે દુર્જનો, માણસમાં રહેલા સદ્દ્ગુણો જોવાને બદલે એના દુર્ગુણોને જ જૂએ છે, જો કે માત્ર દુર્ગુણો ભર્યા હોય એવી વ્યક્તિને જોવા માટે સજજનોનો માપદંડ કેવો હોય છે એનો આ સુભાષિતમાં ઉલ્લેખ નથી. ખેર, માત્ર દોષો જોતાં દુર્જન કહેવડાવવાનું જોખમ વહોરીને અસંખ્ય અવગુણોથી ભરેલી મારી અનાવિલ જ્ઞાતિ વિષે મારે થોડી વાત કહેવી છે. અનાવિલ આખાબોલા હોય છે. એની દ્રષ્ટિ ટૂંકી હોય છે. સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતા એ ખચકાતો નથી. આખાબોલાપણું એ કદાચ વિચારદુર્બળતા કે વિચારશૂન્યતાની બહુ નજીકની માનસિક પરિસ્થિતી છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આખાબોલા કહેવડાવવું એ અનાવિલોની વિચારદુર્બળતા ઉપર ઢાંકપિછોડો છે. અનાવિલો પોતાને ટેકીલી પ્રજા તરીકે ઓળખાવે છે. અનાવિલોનું ટેકીલાપણું એ બહુધા એનું મિથ્યાભિમાન છે, હું એટલે કોણ ? મારું ખાનદાન કેવું છે! હું ભૂખ્યો મરી જાઉં પણ મારા સ્ટેટસને યોગ્ય નહીં હોય એવું કામ હું નહીં કરું! આવું છે અનાવિલોનું ટેકીલાપણું. આ મિથ્યાભિમાનને લીધે અન...

મારા સંસ્મરણો - પુસ્તક પરિચય

આ પુસ્તક અનાવિલની આત્મકથા છે. જીવનનાં ૬૫ વર્ષોનો નિચોડ રજૂ કરવાનો પ્રામાણિક પ્રયત્ન લેખક ડો. પ્રિ. જયંતભાઈ ટી.દેસાઈ ના ૧૪૫ પૃષ્ટોમાં ચમકે છે. તેઓ ખરું જ કહે છે કે યાદશક્તિ જતી રહે તે પહેલાં ( Before memory fades ... - Fali. S. Nariman) જીવનનાં અનુભવોને આધારે પામેલા જ્ઞાનનો સાર વ્યવસ્થિત રીતે કહી દઈએ-એટલે આપણે જવાબદારી અદા કરીને છૂટા. મિત્રોને, સમાજને કે રાષ્ટ્રને જરૂરી માર્ગદર્શન અનુભવસિદ્ધ રીતે મળે. જયંતભાઈને મેં તેમનો સંપર્ક માટે મોબાઈલ નંબર અને સરનામું માંગ્યા, ત્યારે તેમને જરા આશ્ચર્ય થયું કે મારી આત્મકથામાં તમને આટલો બધો રસ કેમ ? તો જવાબમાં લખવાનું કે અનાવિલ સાહિત્યના અભ્યાસી એવા મને - દરેક ભણેલા - તકલીફો અને પારાવાર મુશ્કેલીઓ વેઠીને નોંધપાત્ર સ્થાને પહોંચેલા - દરેકમાં રસ હોવાથી આ ઉત્સાહ છે. ૪૯૭૦ Facebook Friends માનો એક હું એમનો ક્યારેય મળ્યો નથી-ફક્ત એમના Facebook લેખનો જેટલો પરિચય-પણ મને આ અપરિચય ગમે છે, કારણ કે પરિચિત વ્યક્તિ પ્રત્યે આપણને પૂર્વગ્રહ-તિરસ્કાર કે સન્માન હોવાથી આપણે કદાચ પક્ષપાતપૂર્ણ વાંચન કરીએ, જ્યારે અહીં તો એમની રજૂઆત નિષ્પક્ષભાવે-માણી શકાય. આ અનાવિલની ...

વિદુર નીતિનો ઉપદેશ (ઉદ્યોગ પર્વ - મહાભારત)

મહાભારત વાંચનારે જીવનનું ભાથુ - જીવન જીવવાની જડીબુટ્ટી - શ્રીકૃષ્ણ પાસે અર્જુન વિષાદયોગમાં ભગવદગીતા દ્વારા શરૂઆતમાં - કુરુક્ષેત્રના યુદ્ધ રોકવા રાજા ધૃતરાષ્ટ્રને પાંડવોને ભાગ આપવાનું સમજાવનાર વિદુરના પ્રવચન, વિદુરનીતિમાં અને યુદ્ધ જીત્યા પછી વૈરાગ્ય થવાથી વનવાસ કરવા તૈયાર થયેલા યુધિષ્ઠિરને રાજધર્મ કહેતા ભીષ્મપિતામહ પાસે શાંતિપર્વ માં મળે છે. તેર વરસના વનવાસ પછી પાછા ફરેલા પાંડવોને તેમનું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય પરત આપવા દુર્યોધન ના પાડે છે ત્યારે પુત્રપ્રેમ અને પોતાની મહેચ્છા દ્વારા પીડિત રાજા ધૃતરાષ્ટ્ર તેને સંમતિ આપે છે. આ સમયે વિદુર ધૃતરાષ્ટ્ર ને અનીતિ છોડવા અને ન્યાયિરીતે વરત્વ સમજાવતી વખતે જે ઉપદેશ આપે છે-તે વિદૂરનીતી.  ચાલો મુદ્દાસર દરેક વાત સમજીએ. અનિન્દ્રા : દુર્બળ-બળવાન સાથે સંઘર્ષ કરે છે ત્યારે, વ્યભિચારીને-ચોરને-દેવાદારને-વધારે પુત્રીના પિતાનેઅને દ્રવ્યના લાલચીને ઊંઘ આવતી નથી. પંડિત : જેને પોતાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન છે, જેની ધર્મમાં સ્થિરતા છે, જેની દુ:ખ સહન કરવાની શક્તિ છે, જે નિત્ય કંઈનેકંઈ ઉધ્યોગ કરે છે, પોતાના ગુણોની અભિવૃદ્ધિ કરે છે, જે કોઈનો દોરવ્યો દોરાતો નથી. જે...

શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા

યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવા છતાં પોતે કુળનો નાશ કરાવ્યો હોવાનું અને સગા સંબંધીઓની હત્યા કરાવી હોવાથી મનોમંથન અનુભવે છે અને જીતીને પણ હાર્યો હોવાની લાગણી અનુભવે છે. યુધિષ્ઠિર વિષાદ-વૈરાગ્ય થવાથી ગૃહત્યાગ-સંસારત્યાગ કરીને વનમાં જવાની તૈયારી કરે છે.  ખરેખર તો રાજધર્મ સંસારત્યાગમાં નથી અને જીતેલા રાજાની ફરજ રાજ્યાભિષેક કરાવી પ્રજાની કાળજી રાખવામાં જ છે. એ વાત સમજાવવામાં નારદજી, વ્યાસ, માતા કુંતિ, ભીમ અને અર્જુન નિષ્ફળ જાય છે. રાજધર્મ અને ક્ષાત્રધર્મ યુદ્ધ દ્વારા રાજ્યપ્રાપ્તિ કર્યા પછી રાજાની દંડનીતિ અને રાજા જ ન હોય તો આખો દેશ પાયમાલ થઈ જશે એમ સમજાવવા માટે દ્રૌપદી-નકુળ અને સહદેવ ત્રણે નિષ્ફળ પ્રયત્ન કરે છે.  નિરાશ અને હતાશ એવા યુધિષ્ઠિર કોઈ વાતથી સમજતા નથી ત્યારે શ્રીકૃષ્ણ તેમને બાણશૈયા પર સૂતેલા જ્ઞાની ભીષ્મપિતામહને મળવા સમજાવે છે. ભીષ્મ ત્રણ-ચાર દિવસ દરરોજ યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણ સાથે બોલાવી રાજધર્મ-ક્ષાત્રધર્મ-જીવનની ફરજો- ઉપરાંત લગભગ દરેક વિષય ઉપર વિગતવાર જ્ઞાન આપે છે અને ત્યારે છેલ્લે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે સંમત થાય છે.  શાંતિપર્વ મહાભારતનો બારમો અધ્યા...

ભગવદ્દ ગીતા

બધા કહે છે ભગવદ્દ ગીતાથી મારૂ જીવન ધન્ય બન્યું છે. મારા પ્રશ્નોનાં ઉત્તર મળે છે. અવારનવાર તે વાંચવાથી માનસિક શાંતિ-આનંદ અને શંકાનું સમાધાન થવા સાથે નવા નવા અર્થો મળે છે. તમારે ખાતરી કરવી હોય તો મહાભારતના 18 પર્વોમાંથી છઠ્ઠો ભીષ્મપર્વ શોધી તેમાંથી 26 થી 42 અધ્યાયો વાંચવા પડે. તેને ભગવદગીતા કહી છે. આમ 18 અધ્યાયમાં વહેંચાયેલા 700 ષ્લોક વાંચવા પડે. તમારા સહિત લગભગ મોટાભાગના હિન્દુઓ આવું કરતાં નથી, ત્યારે ભગવદગીતાનો સાર કહેવાનો અહીં ઉપક્રમ છે. જેનાથી આપસૌને ભગવદ્દ ગીતાના જ્ઞાનનો ભંડાર ટૂંકમાં મળી શકે. પછી વધુ ગૂંચવણો ન થાય એની મારી ખાત્રી છે. મહાભારતમાં વર્ણવેલ કુરુક્ષેત્રમાં થયેલા કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ અર્જુનને સામે પક્ષે પોતાના કાકા, દાદા, ગુરુજી, મામા, ભાઈ, પુત્રો, મિત્રો, અને બધા સગા જોઈને સ્વજનો પ્રત્યે મોહમાયા-વિષાદ થવાથી – કરુણા થવાથી- યુદ્ધ પ્રત્યે શોક અને વૈરાગ્ય થાય છે. યુદ્ધ છોડી જવા અર્જુન વિચારે છે ત્યારે તેના સારથિ કૃષ્ણ યુદ્ધની અનિવાર્યતા સમજાવવા જે વાત કરે છે તે ભગવદ્દગીતા. તેમાં જીવન જીવવા જડીબુટ્ટી પણ આવી જાય છે. (અર્જુન વીષાદયોગ-1)  ભગવદ્દગીતામા...