ઈતિહાસમાં આપણને બાબર-હુમયું-અકબર-જહાંગીર-ઔરંઝેબ અથવા વિલિયમ હેસ્ટિંગ્સ-રોબર્ટ ક્લાઈવ-લોર્ડ માઉન્ટબેટન ભણાવીને શાસકોએ ગેરમાર્ગે દોર્યા છે. તેથી ભારતીય-હિન્દુ-કોઈ મહાનુભાવ કે ભારતીય સંસ્કૃતિ જેવું કઈ હતું જ નહિ એવી ખોટી છાપ આપણાં મન ઉપર ઉપસી છે, ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી-રામકૃષ્ણ પરમહંસ વિગેરે વિષે કઈ જ ન જાણતા હોય એ સ્વાભાવિક છે. ભારતીય સંસ્કૃતિ ની નબળાઈઓને કારણે આપણે નમાલા બન્યા ત્યારે આપણી સુધારણા કરવા-ગુલામ મુક્ત થવા શું કરવું જોઈએ-તે બતાવનાર માનાં એક તે સ્વામી દયાનંદ સરસ્વતી. મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી નો જન્મ ઓક્ટોબર, 1825 માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. જન્મ સમયે પિતા કરસનજી ત્રિવેદીએ બાળકનું નામ મૂળશંકર રાખ્યું હતું. બાળ મૂળશંકરને આઠમા વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો. તેને સંસ્કૃત-વેદ અને યજુર્વેદ ઘરે જ ભણાવવાની વ્યવસ્થા થઈ. ચૌદ વર્ષે મૂળશંકરે સંપૂર્ણ યજુર્વેદ અને બીજા કેટલાક વેદોનો પાઠ પૂરો કરી દીધો. તેમણે વેદ સાથે વ્યાકરણ પણ ભણી લીધું. પિતા ના આગ્રહથી શિવ...