Skip to main content

Posts

[Video] “નરસૈયો” - આદિકવિ નરસિંહ મેહતાનું જીવન દર્શન

“નરસૈયો” - આદિ કવિ નરસિંહ મહેતાનું જીવન દર્શન   ગણદેવી તાલુકા સીનિયર સિટિજન વેલફેર ટ્રસ્ટ ખાતે ડૉ. ભરતચંદ્ર દેસાઈનું પ્રવચન નસિંહ મેહતા શ્રેણીના બીજા વ્યક્તવ્યો : આદિકવિ નરસિંહ મહેતા 

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

મહાન સિકંદર (Alexander - The Great)

Alexander III  356-323 BC Macedonia વિશ્વવિજેતા સિકંદર મહાન ફિલસૂફ ડાયોજેનીઝને મળવા જાય છે અને કહે છે : “બોલ તારી જે કંઈ ઈચ્છા હોય તે અબઘડી પૂરી કરી દઉં.” દરિયા કિનારે નિર્વસ્ત્ર આનંદ કરતો ડાયોજેનીઝને સિકંદરને જવાબ આપે છે જે આપણે સૌએ કાયમ સમજવા જેવો છે. ડાયોજેનીઝકહે છે “અરે મૂર્ખ, તારા જેવો દરિદ્વ મેં બીજો કોઈ જોયો નથી મને આપવા કરતા તુંજ તને સમય, આપ. ઘડીક બેસીને શાંતિથી ચિંતા કર છેલ્લી લડાઈ પૂરી કરીને પછી આપવાની વાત કરનાર સિકંદરને ડાયોજેનીઝ જ્ઞાન આપે છે તૃષ્ણા અને વાસનાની તારી આ યાત્રા કદી પૂર્ણ થવાની નથી તું ખાલી હાથ જગતમાંથી વિદાય થશે. જે આજે અને આ ક્ષણે પોતાનો ઉદ્ધાર નથી કરતો તેમની કાલ કદી પડતી નથી.” ભારતથી પરત ફરેલા સિકંદરની બેબીલોન આગળ તબિયત ખરાબ થઈ જતાં અંતિમ ઘડી આવે છે ત્યારે સિકંદર તેના સેનાપતિને પોતાની આખરી ઈચ્છા કહે છે: જે ડોક્ટરે આ મારી અંતિમ સારવાર કરી છે તેમને મારી શબ પેટી ને કબ્રસ્તાન લઈ જવા કહેશો, જેથી ડોક્ટર ફક્ત સારવાર આપી શકે, પણ જીવન લંબાવી શકતા નથી, તે લોકો સમજે. શબયાત્રા દરમિયાન મારી સંપત્તિનું પ્રદર્શન કરશો, જેથી લોકો સંપત્તિની નિરર્થકતા સમજે. શબપેટીની બહાર મા...

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

Expectations of a Cataract Surgery Patient

Aging brings loss of vision due to loss of transparency in the crystalline lens of the eye and the condition is known as Cataract . No medicine can cure it, so surgery to remove the opaque lens and replace it with an artificial lens is the only remedy. With the advent of microscopes and phaco machines, cataract surgery has become a miracle bringing great visual results. But surgery has its own challenges. Here, we as surgeons are afraid of infection leading to endophthalmitis and the second is intraoperative drownings of the crystalline lens in the vitreous chamber. Either of the two complications can lead to visual damage and phthisis - softening of the eyeball to the shrunken small eye. So though results are the best most of the time, it cannot be so each and every time and complications can occur. What are the expectations of a cataract patient going for surgery? Though this may sound to be a simple question, the answer is a bit complicated. I will start from the expectations. one b...

[Video] શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચન “સુખનું સરનામું”

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ - દ્વિવાર્ષિક મહાસંમેલનના અવસરે મુખ્ય વક્તા પ્રિન્સિપલ શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચન  “ સુખનું સરનામું ”  ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ બીલીમોરા વૃદ્ધાવસ્થા શ્રેણીના બીજા વ્યક્તવ્યો : દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ મહાસંમેલનના પ્રમુખનું વક્તવ્ય   વરિષ્ઠ નાગરિકનું જીવન દર્શન

[Video]: દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ મહાસંમેલનના પ્રમુખનું વક્તવ્ય

તારીખ 31/12/2023 મહા સંમેલનમાં પ્રમુખશ્રીનું સ્વાગત પ્રવચન  આજના સમારંભમાં યજમાન સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરાના પ્રમુખશ્રી ડૉ.પ્રી. નલીનીબેન, આજના પ્રસંગના મુખ્ય વક્તા પ્રિ. દક્ષેશભાઈ ઠાકર, તત્કાલીન પૂર્વ પ્રમુખ અને પેટ્રન શ્રી દિનેશભાઈ, પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ તથા શ્રી નટુભાઈ, મારા ત્રણ ટેકઓ-આધારસ્તંભો ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ, હરીશભાઈ અને જતીનભાઈ, મારા ડાબા-જમણા હાથ જેવા મંત્રીશ્રી હરીશભાઈ તથા ખજાનચીશ્રી અનંતભાઈ સહમંત્રી પ્રફુલ્લાબેન સંગઠનમંત્રી કિરણભાઈ સહખજાનચી ગિરીશભાઈ મિસ્ત્રી, સક્રિય કારોબારી સભ્યો-પ્રો. જયેશભાઈ પ્રિ. જીતેન્દ્રભાઈ, નલીનીબેન, કિરીટભાઈ આર.જે.પટેલ, રાજેન્દ્રભાઈ, અજીતભાઈ તથા ભાણાભાઈ આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનો અને જેમનો હું પ્રમુખ છું એવા 12000 સભ્યો અને 35 ક્લબોનું દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના 700 થી વધારે મારા સન્માનનીય સભ્યો, ધર્મપત્ની ડૉ. ભાવના, પુત્રી વૈશાલી, બહેનો અરુણા- કુમુદબેન, મિત્ર દેવવ્રત, કૌશિકભાઈ, ભત્રીજો દેવલ અને વહુ શિવાની. સાદર વંદન. આપ સૌનો નતમસ્તકે પૂરી નમ્રતા સાથે, હૃદયના ઉમળકા સાથે હું અને અમે સૌ આયોજકો દિલથી સ્વાગત કરીએ છીએ. આપણ...

[Video]: વૃદ્ધાવસ્થામાં જીવન

મને ખબર છે હું જેમની સાથે વાર્તાલાપ કરું છું તેઓ - વડીલ (Elderly) વરિષ્ઠ (Seniors) અને વયસ્કો (Aged) છે. મને ખબર છે તેઓ જીવનની તડકી-છાયડી જોઈ ચૂકેલા, અનુભવસિદ્ધ અને પ્રબુદ્ધ શિક્ષિત છે. ત્યારે સલાહ કે માર્ગદર્શનનો કોઈ અવકાશ નથી. હું ફક્ત વૃદ્ધાવસ્થામાં જીવન અને મૃત્યુનું મનોમંથન રજૂ કરીશ અને આ વિષયક મારા વિચારો અને પ્રશ્નો રજૂ કરીશ. આથી તમારી વૈચારિક પ્રક્રિયાને ધક્કો લાગશે અને જવાબ તો મને ખબર જ છે! સમૂહજીવન બહુ લાંબે ન જતા, કદાચ ૫૦-૬૦ વર્ષો પહેલા ફક્ત આપણા બાળપણમાં, આપણે સૌ આઠ-દસ-પંદર વ્યક્તિઓ જેમાં દાદા-દાદી, મા-બાપ, ભાઈ-બહેન, કાકા-કાકી જેવા સૌ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સમૂહજીવન આપણે માણ્યું છે. પરંતુ હવે પોતાના બાળકોથી જુદા રહેતા વૃદ્ધ માં બાપો હવે એકાકી જીવન જીવે છે. ત્યારે, એકલતા (Loneliness) હતાશા (Depression) અને દુ:ખની લાગણી (Unhappiness) સ્વાભાવિક છે. વર્તમાનમાં પોતાનાને પારકા માનવાની ટેવે આપણને એકલપેટા અને સ્વાર્થી બનાવી દીધા છે. શું આપણે કુટુંબના સભ્યોને કુદરતે આપેલ અણમોલ ભેટ માબાપ-ભાઈબહેન-સંતાનો સાથે એકરૂપ ન થઈ શકીએ શું? શું આપણે આડોશી-પડોશીઓને પ્રેમભાવ, ઉદારતા અને પ્...

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

[Video]: ગાંધીજીના જીવનની અજાણી વાતો

ગાંધી જયંતિ અંતર્ગત નિબંધ સ્પર્ધાના અવસરે  શેઠ નાનચંદ ચેલાજી માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રીમતી ગીતાબેન નીતિનભાઈ મેહતા રૉટરી હાયર સેકંડરી સ્કૂલ, બીલીમોરા, ૨૯/૦૯/૨૦૨૩