Skip to main content

Posts

Showing posts with the label ગુજરાતી

વિદુર નીતિનો ઉપદેશ (ઉદ્યોગ પર્વ - મહાભારત)

મહાભારત વાંચનારે જીવનનું ભાથુ - જીવન જીવવાની જડીબુટ્ટી - શ્રીકૃષ્ણ પાસે અર્જુન વિષાદયોગમાં ભગવદગીતા દ્વારા શરૂઆતમાં - કુરુક્ષેત્રના યુદ્ધ રોકવા રાજા ધૃતરાષ્ટ્રને પાંડવોને ભાગ આપવાનું સમજાવનાર વિદુરના પ્રવચન, વિદુરનીતિમાં અને યુદ્ધ જીત્યા પછી વૈરાગ્ય થવાથી વનવાસ કરવા તૈયાર થયેલા યુધિષ્ઠિરને રાજધર્મ કહેતા ભીષ્મપિતામહ પાસે શાંતિપર્વ માં મળે છે. તેર વરસના વનવાસ પછી પાછા ફરેલા પાંડવોને તેમનું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય પરત આપવા દુર્યોધન ના પાડે છે ત્યારે પુત્રપ્રેમ અને પોતાની મહેચ્છા દ્વારા પીડિત રાજા ધૃતરાષ્ટ્ર તેને સંમતિ આપે છે. આ સમયે વિદુર ધૃતરાષ્ટ્ર ને અનીતિ છોડવા અને ન્યાયિરીતે વરત્વ સમજાવતી વખતે જે ઉપદેશ આપે છે-તે વિદૂરનીતી.  ચાલો મુદ્દાસર દરેક વાત સમજીએ. અનિન્દ્રા : દુર્બળ-બળવાન સાથે સંઘર્ષ કરે છે ત્યારે, વ્યભિચારીને-ચોરને-દેવાદારને-વધારે પુત્રીના પિતાનેઅને દ્રવ્યના લાલચીને ઊંઘ આવતી નથી. પંડિત : જેને પોતાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન છે, જેની ધર્મમાં સ્થિરતા છે, જેની દુ:ખ સહન કરવાની શક્તિ છે, જે નિત્ય કંઈનેકંઈ ઉધ્યોગ કરે છે, પોતાના ગુણોની અભિવૃદ્ધિ કરે છે, જે કોઈનો દોરવ્યો દોરાતો નથી. જે...

શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા

યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવા છતાં પોતે કુળનો નાશ કરાવ્યો હોવાનું અને સગા સંબંધીઓની હત્યા કરાવી હોવાથી મનોમંથન અનુભવે છે અને જીતીને પણ હાર્યો હોવાની લાગણી અનુભવે છે. યુધિષ્ઠિર વિષાદ-વૈરાગ્ય થવાથી ગૃહત્યાગ-સંસારત્યાગ કરીને વનમાં જવાની તૈયારી કરે છે.  ખરેખર તો રાજધર્મ સંસારત્યાગમાં નથી અને જીતેલા રાજાની ફરજ રાજ્યાભિષેક કરાવી પ્રજાની કાળજી રાખવામાં જ છે. એ વાત સમજાવવામાં નારદજી, વ્યાસ, માતા કુંતિ, ભીમ અને અર્જુન નિષ્ફળ જાય છે. રાજધર્મ અને ક્ષાત્રધર્મ યુદ્ધ દ્વારા રાજ્યપ્રાપ્તિ કર્યા પછી રાજાની દંડનીતિ અને રાજા જ ન હોય તો આખો દેશ પાયમાલ થઈ જશે એમ સમજાવવા માટે દ્રૌપદી-નકુળ અને સહદેવ ત્રણે નિષ્ફળ પ્રયત્ન કરે છે.  નિરાશ અને હતાશ એવા યુધિષ્ઠિર કોઈ વાતથી સમજતા નથી ત્યારે શ્રીકૃષ્ણ તેમને બાણશૈયા પર સૂતેલા જ્ઞાની ભીષ્મપિતામહને મળવા સમજાવે છે. ભીષ્મ ત્રણ-ચાર દિવસ દરરોજ યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણ સાથે બોલાવી રાજધર્મ-ક્ષાત્રધર્મ-જીવનની ફરજો- ઉપરાંત લગભગ દરેક વિષય ઉપર વિગતવાર જ્ઞાન આપે છે અને ત્યારે છેલ્લે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે સંમત થાય છે.  શાંતિપર્વ મહાભારતનો બારમો અધ્યા...

ભગવદ્દ ગીતા

બધા કહે છે ભગવદ્દ ગીતાથી મારૂ જીવન ધન્ય બન્યું છે. મારા પ્રશ્નોનાં ઉત્તર મળે છે. અવારનવાર તે વાંચવાથી માનસિક શાંતિ-આનંદ અને શંકાનું સમાધાન થવા સાથે નવા નવા અર્થો મળે છે. તમારે ખાતરી કરવી હોય તો મહાભારતના 18 પર્વોમાંથી છઠ્ઠો ભીષ્મપર્વ શોધી તેમાંથી 26 થી 42 અધ્યાયો વાંચવા પડે. તેને ભગવદગીતા કહી છે. આમ 18 અધ્યાયમાં વહેંચાયેલા 700 ષ્લોક વાંચવા પડે. તમારા સહિત લગભગ મોટાભાગના હિન્દુઓ આવું કરતાં નથી, ત્યારે ભગવદગીતાનો સાર કહેવાનો અહીં ઉપક્રમ છે. જેનાથી આપસૌને ભગવદ્દ ગીતાના જ્ઞાનનો ભંડાર ટૂંકમાં મળી શકે. પછી વધુ ગૂંચવણો ન થાય એની મારી ખાત્રી છે. મહાભારતમાં વર્ણવેલ કુરુક્ષેત્રમાં થયેલા કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ અર્જુનને સામે પક્ષે પોતાના કાકા, દાદા, ગુરુજી, મામા, ભાઈ, પુત્રો, મિત્રો, અને બધા સગા જોઈને સ્વજનો પ્રત્યે મોહમાયા-વિષાદ થવાથી – કરુણા થવાથી- યુદ્ધ પ્રત્યે શોક અને વૈરાગ્ય થાય છે. યુદ્ધ છોડી જવા અર્જુન વિચારે છે ત્યારે તેના સારથિ કૃષ્ણ યુદ્ધની અનિવાર્યતા સમજાવવા જે વાત કરે છે તે ભગવદ્દગીતા. તેમાં જીવન જીવવા જડીબુટ્ટી પણ આવી જાય છે. (અર્જુન વીષાદયોગ-1)  ભગવદ્દગીતામા...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

આગિયાનું અજવાળું - પુસ્તક પરિચય

આ પુસ્તક મારા મિત્ર સુરેશભાઈની આત્મકથા છે. આત્મકથા લેખનનો તદ્દન નવીન પ્રયોગ હોવા ઉપરાંત શરૂઆત કર્યા પછી એકધારું વાંચ્યા જ કરવાનું મન થાય એવું આ પુસ્તક છે.  આત્મષ્લાઘા અને પારકાની ટીકા દ્વારા પોતાની મહાનતા બતાવવાનું જોખમ દરેક આત્મકથામાં હોય છે. એટલે કે પોતાની વાત કરતાં કરતાં બીજાનું ચરિત્રહનન લગભગ સ્વાભાવિક મનાતું હોય છે. સરળ હ્રદયના લેખક આ બંને દોષોથી મુક્ત રહી શકયા છે. આત્મકથાનું શીર્ષક જ કથાનકનો પાયો છે. અજવાળું-પ્રકાશ-રોશનીના ઉદ્દગમસ્થાનમાં સૌથી નાનું પ્રાપ્તિસ્થાન આગિયાને યાદ કરીને લેખકની નમ્રતાનું આપણને પ્રથમદર્શન થાય છે. કોઈ મહાનતાના દાવા વગર જ આપણા મનસપટલ ઉપર પોતાની મહાનતા દેખાય આવે છે. લેખક શ્રી સુરેશભાઈ દેસાઈને હું ઓળખતો થયો એમના ચર્ચાપત્રોથી અને ત્યારપછી એમના સંપાદિત સાપ્તાહિક “પ્રિયમિત્ર” થી છેલ્લા વીસ વર્ષથી એમ કહું તો ચાલે, પણ આ આત્મકથા ત્યાં પૂરી થાય છે. એટલે કે એમના જીવનના પહેલા 54 વર્ષોની મારે માટે અજાણવાતો અહીં મને મળી. હું એમને ચર્ચાપત્રોનો પ્રતીભાવ પત્રથી લખતો. એમનું સાપ્તાહિક “પ્રિયમિત્ર” માં જીવનદર્શન આધ્યાત્મ–રેશનાલિઝમ અને ચિંતન-હ્રદયસ્પર્શી રીતે તંત્રીલેખમ...

ભારતીય વિચાર મંચ – પરિચય

ભારત એક જમીન ધરાવતો પ્રદેશ છે - તે આપણને ખબર છે. પણ ભારત એ એક દેશ છે, જેમાં જીવંત-વિચારશીલ અને દેશપ્રેમ ધરાવતા લોકો સમુહમાં રહે છે, જેઓ ભારતીય તરીકે પોતાને ઓળખાવે છે અને ભારત દેશ માટે દેશપ્રેમ અને દેશભક્તિ ધરાવે છે. તે બરાબર જાણવાની જરૂરિયાત છે.   

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...