આપણા અમદાવાદના ગુજરાતી મનોરોગ નિષ્ણાત (Neurologist) મગજનો અભ્યાસ કરતાં કરતાં જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કરે છે અને સુખી થવાના ઉપાયો ખાલી બતાવીને બેસી ન રહેતાં, વૈજ્ઞાનિક સાધનો દ્વારા પ્રયોગો સહિત (Clinical Neurological Investigations like MRI, SPECT, MEEG, MRI etc.) આપણને મગજની રચના અને કાર્યો સમજાવે છે. તેમણે આપણે માટે સુંદર પુસ્તક લખ્યું છે. આવા વિદ્વાન - ધાર્મિક પ્રકૃતિના - આધુનિક વિચારધારાને વરેલા (Rationalist) - તબીબ ડો. સુધીર વી. શાહ - M.D. (Neurology), FRCP (London), FAAN (USA), D.M. (Neurology) અને D.N.B. (Neurology) પોતે વેદાંત - પ્રાચીન જૈનશાસ્ત્રો અને મગજ - જ્ઞાનતંતુના રોગ નિષ્ણાત આપણને સરળ ગુજરાતીમાં સુખી જીવનની ચાવી બતાવે ત્યારે, તે વાંચી જીવનમાં ઉતારવું જ રહ્યું. ભગવાન શ્રીકૃષ્ણ, પૈગંબર સાહેબ, અશોજરથુષ્ટ્ર, ગુરુ નાનક અને જિસસ બધાએ જ સૌને માટે સુખી થવાના રસ્તા શોધ્યા છે અને બતાવ્યા છે. સચોટ રહસ્યો શોધીને જ્ઞાન-ભક્તિ-કર્મ-યોગ ધ્યાન અને મોક્ષ દ્વારા સુખી કેમ થવાય તે સમજાવ્યું છે. પુસ્તક પરિચય લખનારે 232 પાનાનાં પુસ્તકનો સાર જ નહિ સાથે વિચારનો અર્ક બતાવવાનો છે, બાકી તો...