બધા કહે છે ભગવદ્દ ગીતાથી મારૂ જીવન ધન્ય બન્યું છે. મારા પ્રશ્નોનાં ઉત્તર મળે છે. અવારનવાર તે વાંચવાથી માનસિક શાંતિ-આનંદ અને શંકાનું સમાધાન થવા સાથે નવા નવા અર્થો મળે છે. તમારે ખાતરી કરવી હોય તો મહાભારતના 18 પર્વોમાંથી છઠ્ઠો ભીષ્મપર્વ શોધી તેમાંથી 26 થી 42 અધ્યાયો વાંચવા પડે. તેને ભગવદગીતા કહી છે. આમ 18 અધ્યાયમાં વહેંચાયેલા 700 ષ્લોક વાંચવા પડે. તમારા સહિત લગભગ મોટાભાગના હિન્દુઓ આવું કરતાં નથી, ત્યારે ભગવદગીતાનો સાર કહેવાનો અહીં ઉપક્રમ છે. જેનાથી આપસૌને ભગવદ્દ ગીતાના જ્ઞાનનો ભંડાર ટૂંકમાં મળી શકે. પછી વધુ ગૂંચવણો ન થાય એની મારી ખાત્રી છે. મહાભારતમાં વર્ણવેલ કુરુક્ષેત્રમાં થયેલા કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ અર્જુનને સામે પક્ષે પોતાના કાકા, દાદા, ગુરુજી, મામા, ભાઈ, પુત્રો, મિત્રો, અને બધા સગા જોઈને સ્વજનો પ્રત્યે મોહમાયા-વિષાદ થવાથી – કરુણા થવાથી- યુદ્ધ પ્રત્યે શોક અને વૈરાગ્ય થાય છે. યુદ્ધ છોડી જવા અર્જુન વિચારે છે ત્યારે તેના સારથિ કૃષ્ણ યુદ્ધની અનિવાર્યતા સમજાવવા જે વાત કરે છે તે ભગવદ્દગીતા. તેમાં જીવન જીવવા જડીબુટ્ટી પણ આવી જાય છે. (અર્જુન વીષાદયોગ-1) ભગવદ્દગીતામાં જી