Skip to main content

Posts

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

મા પાર્વતી

ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ. ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ. પર્વતપુત્રી તે પાર્વતી પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેય   પુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.

મોરારજી દેસાઈ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ આપણી વચ્ચે જીવ્યા અને મર્યા. તેમને માટે આપણને સૌને ગર્વ છે. કારણ તેઓ ગુજરાતી હતા. આપણી જેમ અનાવિલ હતા અને ગરીબ પરિવારના સભ્ય હતા. તો પણ ભારતના રાજકિય સર્વોચ્ચ પદ વડાપ્રધાન પદે સ્વબળે પહોચ્યા હતા. તેઓ આપણા હતા આપણી સાથે હતા જીવ્યા હતા. આપણે તેમને સરળતાથી મળીને વાતચીત કરી શકતા હતા. છતાં તેમનો પરિચય મને કહેવા દો. મોરારજી દેસાઈનો સ્વભાવ સાચો પરિચય ખૂબ ઓછા લોકોને હતો. આથી તેમના વિષે ઘણી ગેરસમજો પ્રવર્તતી હતી. તેમના વિષે પૂર્વગ્રહથી લખાતી માહિતીઓ દ્વારા આપણે તેમને ઓળખતા થયા હતા. ત્યારે તેમનો સ્વભાવ જીદ્દી, તુંડમિજાજી, અભિમાની કે ખૂબ જ કડક હોવાની ખોટી માન્યતા હતી. તે દૂર કરવાનો અને સાચી રીતે તેમને ઓળખાવવાનો પ્રયત્ન અહી મેં કર્યો છે. મોરારજી દેસાઈના સ્વભાવનો પરિચય કરાવવા અને તેમને થતો અન્યાય નિવારવા હું તેમની આત્મકથામાંથી દેખાતા અને ઉદભવતા તેમના સ્વભાવની વાત કરીશ. ચાલો, પહેલા ટૂંકો પરિચય જાણીએ. ટૂંકો જીવન પરિચય ૨૯.૦૨.૧૮૯૬ વલસાડ જીલ્લાના ભદેલી ગામે મોસાળમાં જન્મ પ્રાથમિક શિક્ષણ : ભદેલી અને સાવરકુંડલા માધ્યમિક શિક્ષણ : શેઠ આર.જે.જે.હાઈ સ્...

ભગવાન શિવ શંકર – ભોલેનાથ

શિવ – શંકર – ભોલેનાથ તરીકે ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ. ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.

વૃદ્ધાવસ્થાની આરસી

થોડા વખત પહેલાં મેં “વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ” નામનું ડો. હિતેશકુમાર એન. પટેલ લિખિત સંશોધનાત્મક પુસ્તક વાંચ્યું. એ પુસ્તકમાં લેખકે જીવનના વિવિધ વિભાગો જેવા કે માનસિક સ્થિતિ, આર્થિક બાબતો, સામાજિક બાબતો, આરોગ્ય અને સમય પસાર કરવાની સમસ્યાઓ વિષયક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. તે ઉપરાંત આ વિષયમાં બીજા સંશોધનો સાથે સરખામણી કરી. તેમાંથી પ્રેરણા લઈ મેં બીલીમોરાના વૃદ્ધોની ખરેખર સ્થિતિનો અભ્યાસ કરવા વિચાર્યું અને તેના અભ્યાસના ફળ સ્વરૂપે આ લેખ લખ્યો છે. પહેલાં મેં પ્રશ્નોત્તરી તૈયાર કરી - તેમાં મુખ્યત્વે વૃદ્ધોની વ્યક્તિગત માહિતી લીધા પછી તેમની માનસિક સ્થિતિ, આરોગ્ય અને આર્થિક બાબતોને લગતા સવાલો પૂછયા. ત્રણ પૃષ્ઠોની આ પ્રશ્નોત્તરીમાં શક્ય જવાબો પણ મૂકીને ફક્ત ખરું પાડીને (ટીક માર્ક) જવાબ આપવા સૂચવ્યું. ઉપલબ્ધ માહિતીના આધારે તેનો સાર અહીં રજૂ કરું છું. આશા છે આપને ખરેખર બીલીમોરામાં વસતા વૃદ્ધોની વૃદ્ધાવસ્થાની આરસી જોવા મળશે.

ભારત વિ. પાકિસ્તાન: આપણે મિત્રો કેમ નથી?

ભારત-પાકિસ્તાનના સંબંધો એટલી જટિલ સમસ્યા છે, તે વિષયક ૧૮૦ પાનાના પુસ્તકનો સાર કહેવા ખૂબ હોશિયારી માંગે છે. હું પ્રયત્ન કરીશ. આ વાત ત્રણ મુદામાં વહેંચીને સારી રીતે સમજાવી શકીશ. ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધો, ભારત-પાકિસ્તાન અને વિશ્વના નેતા અને બીજાઓના મંતવ્યો કહીશ, છેલ્લે, આખી વાર્તાનો સાર-ઉપસંહાર કહીશ.

દોસ્તાર - સુખનું સરનામું

દોસ્તાર - સુખનું સરનામું લેખક: જય વશી  પુસ્તક પરિચય - પ્રતિભાવ અને વિવેચન (ડૉ. ભરત દેસાઈ) પુસ્તક પરિચય ( Book Review ) લખતી વખતે લખનારે પોતાનો પરિચય કે પરાકમોની વાત નથી કરવાની. ઉપરાંત લેખકના પુસ્તક દ્વારા જે વિચારો પોતે માણ્યા છે તેની વાત જ ટૂંકમાં કહેવાની હોય છે. પુસ્તક વાંચ્યું હોવું ફરજિયાત છે!? પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કઠા જાગે ત્યાર પછી થોડી વાતો વાચકને પુસ્તકમાંથી જ મળે તે માટે બાકી પણ રાખવાની હોય છે... મેં બાંઘેલી આ મર્યાદામાં રહીને પ્રતિભાવ રજૂ કરીશ.