વૃદ્ધાવસ્થાની આરસી

August 21, 2018 , 0 Comments

થોડા વખત પહેલાં મેં “વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ” નામનું ડો. હિતેશકુમાર એન. પટેલ લિખિત સંશોધનાત્મક પુસ્તક વાંચ્યું. એ પુસ્તકમાં લેખકે જીવનના વિવિધ વિભાગો જેવા કે માનસિક સ્થિતિ, આર્થિક બાબતો, સામાજિક બાબતો, આરોગ્ય અને સમય પસાર કરવાની સમસ્યાઓ વિષયક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. તે ઉપરાંત આ વિષયમાં બીજા સંશોધનો સાથે સરખામણી કરી. તેમાંથી પ્રેરણા લઈ મેં બીલીમોરાના વૃદ્ધોની ખરેખર સ્થિતિનો અભ્યાસ કરવા વિચાર્યું અને તેના અભ્યાસના ફળ સ્વરૂપે આ લેખ લખ્યો છે.


પહેલાં મેં પ્રશ્નોત્તરી તૈયાર કરી - તેમાં મુખ્યત્વે વૃદ્ધોની વ્યક્તિગત માહિતી લીધા પછી તેમની માનસિક સ્થિતિ, આરોગ્ય અને આર્થિક બાબતોને લગતા સવાલો પૂછયા. ત્રણ પૃષ્ઠોની આ પ્રશ્નોત્તરીમાં શક્ય જવાબો પણ મૂકીને ફક્ત ખરું પાડીને (ટીક માર્ક) જવાબ આપવા સૂચવ્યું. ઉપલબ્ધ માહિતીના આધારે તેનો સાર અહીં રજૂ કરું છું. આશા છે આપને ખરેખર બીલીમોરામાં વસતા વૃદ્ધોની વૃદ્ધાવસ્થાની આરસી જોવા મળશે.

બીલીમોરા ખાતે છેલ્લાં થોડાક વર્ષોથી “સીનીયર સીટીઝન ક્લબ” નામની સંસ્થા ચાલે છે. તેમાંથી સો જેટલા વયસ્કોએ પ્રશ્નાવલિમાં આપેલા જવાબોનો આધાર લઈ મળેલ માહિતી અહીં પ્રસ્‍તુત છે.

જવાબ આપનારા સો (૧૦૦) વ્યક્તિઓએ પોતાનો પરિચય, નામ, સરનામું, ફોન નંબર સાથે આપ્યા પછી, અભ્યાસ, વ્યવસાય, લગ્નજીવન, કુટુંબની માહિતી અને વાર્ષિક આવક જણાવી.

. 9પ પુરૂષો અને ૩પ સ્ત્રીઓએ ભાગ લીધો, આમ, ટકાવારીની સરળતા માટે અભ્યાસ સો વ્યક્તિ સુધી મર્યાદિત રાખ્યો.

. અભ્યાસ: ૦૭ ધો. ૧ થી ૯, ૩૯ એસ.એસ.સી., રપ સ્નાતક, ૧૮ અનુસ્નાતક, પ ડોક્ટર ભણેલાનું સપ્રમાણ મિશ્રણ છે.

. લગ્નજીવન: ૮૦ વ્યક્તિ પરિણિત, ૪ અપરિણિત અને ૧૬ વિધવા/વિધુર છે.

. કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા લગભગ સરખા પ્રમાણમાં બે, બે થી પાંચ અને પાંચ થી વધુ વ્યક્તિઓ ઘરમાં રહે છે. દરેક ૩૩% હોય સરખા છે.

. આવક: લગભગ ત્રણ લાખ અથવા વધુ આવક ધરાવતા વ્યક્તિઓનો જ અહીં સમાવેશ થયો છે. પેન્સનરોની મોટી સંખ્યા કારણરૂપ છે. આમ, ગરીબો કે ગરીબી રેખાની નીચેના લોકો આ અભ્યાસમાં સમાવિષ્ટ નથી.

આ અભ્યાસ વૃદ્ધાવસ્થાની ત્રણ બાબતોને અનુલક્ષીને કર્યો છે: આર્થિક, શારીરિક અને સામાજિક સ્થિતિ.

તો શરૂઆત આર્થિક બાબતોથી કરીએ.

આર્થિક સ્થિતિ

આર્થિક બાબતોના માપદંડો તરીકે ઘરની માલિકી, ઘરમાં સગવડો અને વાહનોને ચર્ચામાં લીધા પછી આર્થિક નિર્ણયો અને હાલની મૂડીની વ્યવસ્થાથા પૂર્ણ કરીશું.

૧. રહેઠાણની માલિકી: સો ટકા વૃદ્ધો પોતાની માલિકીના ઘરમાં રહે છે. એટલે કે પોતાની અથવા સંતાનની છે. કોઈ ભાડૂઆત નથી.

. રહેઠાણમાં પોતાની જરૂરિયાતો સંતોષાય છે કે કેમ તે પ્રશ્નનો જવાબ એકમાત્ર અપવાદ સિવાય રહેઠાણમાં દરેકની જરૂરિયાત સંતોષાય છે જે નીચેના કોઠામાં સ્પષ્ટ થાય છે.

૩. રહેઠાશમાં સગવડો

ક્રમ સગવડો સ્ત્રીપુરુષકુલ
ટી વી  ૩૪ ૬૬ ૧૦૦
ફ્રિજ  ૩૩ ૬૪ ૯૭
એ સી  ૧૯ ૩૬ પપ
માઇક્રોવેવ  ૧૬ ર૬ ૪ર
 વોશિંગ મશીન  ર૩ ૪૬ ૬૯
ઘર ઘંટી  ૧૯ ૩પ પ૪
સ્કૂટર ર૬ પ૯ ૮પ
કાર ૧૬ ૩ર ૪૮

ટી.વી., ફ્રિજ અને સ્કૂટરની અનુક્રમે ૧૦૦%, ૯૭% અને ૮૫% સગવડનું પ્રમાણ છે.

ટી.વી. અને રેફ્રિજરેટર દરેક ઘરમાં છે. ક્યારે પચાસ ટકા ઘરમાં એસ.સી., માઈક્રોવેવ, વોશિંગ મશીન, ઘરઘંટી છે. કદાચ જરૂરી કે અનિવાર્ય ના લાગવાને કારણે ન ખરીધ્યું હોય એમ લાગે છે. કાર ૪૮% ક્યારે સ્કુટર ૮૫% વૃદ્ધો પાસે છે, તે સારી આર્થિક સ્થિતિની આરસી કહી શકાય.

. આર્થિક બાબતોનો નિર્ણય કોણ લે છે એ પ્રશ્નના જવાબમાં એકને અવગણના થતી લાગે છે. ચાર જગ્યાએ પુત્રવધુ અને ૯ (નવ) જગ્યાએ પુત્ર આર્થિક નિર્ણય લે છે એમ જણાયું. ૬૦% વ્યક્તિઓ પોતે નિર્ણય લે છે અને ૪૩% બધા સાથે માળાને આર્થિક નિર્ણયો લે છે.

. કમાણીનો ઉપયોગ: જીવનભરની કમાણીનો ઉપયોગ ૭૫% વ્યક્તિઓએ કુટુંબની જરૂરિયાત પુરી કરવામાં, ૪૩% બાળકોના શિક્ષણમાં અને ૪૦% મકાન બનાવવામાં કર્યો છે. પોતાના મોજશોખ, પોતાના રાષ્ટ્રીય કે આંતરાષ્ટ્રિય પ્રવાસોમાં કે પોતાની ગમતી પ્રવૃત્તિ પાછળ ખર્ચ કરવાનો તેમને વિચાર સુદ્ધાં આવ્યો નથી.

૬. મૂડી તથા બચતનો વ્યવસ્થા

ક્રમ  મૂડીની વ્યવસ્થા  સ્ત્રી  પુરુષ  કુલ 
હાલ પૂરતી પાસે રાખી છે. ૪૭ ર૧ ૬૮
બધી જ મૂડી સંતાનોને વહેંચી દીધી છે. ૦૧ ૦ર ૦૩
જરૂર પૂરતી પાસે રાખીને સંતાનોને વહેંચી દીધી છે. ૧૪ ૦૬ ર૦
જેઓ સંભાળ રાખશે તેમને આપીશું. ૦૭ ૦પ ૧ર
જનકલ્યાણ - દાનમાં આપવું છે. ૦૭ ૦૬ ૧૩
વસિયતનામું કર્યું છે. ૦૮ ૦૪ ૧ર

૬૮% વૃદ્ધોએ મૂડી હાલ પૂરતી પોતાની પાસે રાખી છે.

૬૮% વૃદ્ધોએ પોતાની બચતો અને મૂડી પોતાની પાસે રાખી છે અને ર૦% વૃદ્ધોએ જરૂર પૂરતી રાખીને સંતાનો વહેંચી દીધી છે. ક્યારે ૩% સાહસિકોએ બધી જ મૂડી સંતાનોને વહેચી દીધી છે. ૧૨% લોકો ઘડપણમાં સંભાળ રાખશે તેને આપશે. ક્યારે ૧૩% જનકલ્યાણ અને દાનમાં મૂડી વાપરવા ઈચ્છે છે. મરણ પછી મિલકતની વ્યવસ્થા ફક્ત ૧ર% લોકોએ વસીયતનામા દ્વારા કરી છે.

આરોગ્ય

આ અભ્યાસમાં અપવાદરૂપ કહી શકાય એમ લગભગ બધા જ તંદુરસ્ત છે. સામાન્ય રોગને બાદ કરતાં વૃદ્ધો પોતાના સ્વાસ્થ્ય માટે સભાન છે એવું જણાય છે.

ક્રમ  રોગ  સ્ત્રી  પુરુષ  કુલ 
દમ  ૦૦ ૦ર ૦ર
ડાયાબિટીસ  ૧૯ ૧ર ૩૧
બી. પી. રપ ૧૩ ૩૮
વા - સંધિવા  ૦પ ૦૮ ૧૩
કબજિયાત  ૦૦ ૦૧ ૦૧
અન્ય બિમારી  ૧૦ ૦૯ ૧૯
લકવો - હાર્ટ પ્રોબ્લેમ  ૦૦ ૦૦ ૦૦

કોલેસ્ટ્રોલ, થાઈરોઈડ, કમરનો દુ:ખાવો, બાયપાસ, સંધિવા, હાડકાનો દુઃખાવો, ઘૂંટણનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, કફ પ્રવૃતિ, પ્રોસ્ટેટ અને કેન્સર જેવી બીમારીનું પ્રમાણ પણ નહિવત છે.

૩૧% ડાયાબીટીશ, ૩૮% વધુ બ્લડપ્રેશર, ૧૩% સંધિવા અને ૧૯% નાની-મોટી અન્ય બિમારીઓથી પીડાય છે. તેમાંથી ૬ર% દવા નિયમિત લે છે, પરંતુ ૧૫% લોકો સારવારને અવગણે છે - કરતા નથી.

ઘર અને સમાજમાં સ્થાન

. કૌટુંબિક જીવનની વાત કરીએ તો ૯૦% સુખી છે. ફક્ત ૧ બહેન દુ:ખી છે. ક્યારે ૮% લોકો સામાન્ય રીતે ચલાવી લેવાય એવું સાધારણ જીવન જીવે છે.

. ૩૪% સંતાનો મા-બાપની કાળજી લેતા નથી. ૮૮% લોકો તેમના સંતાનોની કાળજીથી સંતુષ્ટ છે.

. સંતાનો તેમની સાથે વાતચીત કરે છે કે કેમ? ત્યારે ૬૮% લોકોએ 'હા' અને ૫% લોકોએ 'ના' કહી જવાબ વાળ્યો. રર% સંતાનો દરરોજ, ક્યારે ૮% બાળકો કોઈક કોઈકવાર વાત કરે છે.

. પુત્રવધુનું સાસુ-સસરા તરફનું વલણ ફકત ૫% ને સંઘર્ષમય અસ્વીકાર્ય લાગ્યું. ૭૧% ને સંતોષકારક લાગ્યું, પણ ર૪% લોકોએ જવાબ આપવાનું ટાળ્યું. આમ જોતાં ર9% વર્તમાન સમયમાં પુત્રવધુ-સાસુ-સસરા વચ્ચેના સંબંધો ૭૧% લોકોએ સંતોષકારક કહ્યા. તેમા પણ કદાચ અસત્યનો અંશ હોય શકે.

. વૃદ્ધાવસ્થામાં કેટલી સ્વતંત્રતા અનુભવો છો? એનો જવાબ ૩૭% પહેલા કરતાં વધારે અને ૬૩% પહેલાં જેટલી જ એમ જણાવ્યું. બંધન-પરાધીનતા કે અશાંતિ કોઈ અનુભવતું નથી, એ સાચું હોય તો, ખૂબ
પ્રશંસનીય છે.

૬. વૃદ્ધાવસ્થામાં મનોસ્થિતિ

ક્રમ અનુભૂતિ  સંખ્યા
લાચારી અનુભવે છે. ૦ર
એકલતા અનુભવે છે. ૧૦
હતાશા અનુભવે છે. ૦ર
કાલ્પનિક દુઃખ અનુભવે છે. ૦ર
લઘુતા/ગુરુતા ગ્રંથિથી પીડાય છે.  ૦૬
જીવન અર્થહીન લાગે/ મૃત્યુનો ડર લાગે ૦૧
માનસિક તાણ  ૦પ
આનંદ એન્ડ આત્મસંતોષ અનુભવે છે. ૯૮

આ પ્રશ્નનો જવાબ ૯૮% વૃદ્ધોએ આનંદ અને આત્મસંતોષ અનુભવતા હોવાનું જણાવ્યું, જે સારા સમાજના તંદુરસ્ત નિશાની છે. ર% લાચારી, ૧૦% એકલતા, ૨% હતાશા, ર% કાલ્પનિક દુઃખથી, ૬% લઘુતા/ગુરૂતા ગ્રંથિ, ૫% માનસિક તાણ અને ૧% જીવનને અર્થહીન માને છે. આમ, વૃદ્ધાવસ્થાનો માનસિક તાણનો અનુભવ ઓછા લોકોને થયેલ દેખાય છે.

૭. ફુરસદના સમયનો ઉપયોગ

ક્રમ  પ્રવૃત્તિ  સ્ત્રી  પુરુષ  કુલ 
કંઈ નહીં  ૦૦ ૦૧ ૦૧
ઘરકામ  ર૩ ર૪ ૪૭
બાળકોની સંભાળ  ૧૪ ૦૯ ર૩
ધાર્મિક કે અન્ય પુસ્તકોનું વાંચન  ૪૦ રપ ૬પ
રેડિયો સાંભળવો  ૧ર ૦પ ૧૭
ટી વી જોવું  ૩૮ ર૬ ૬૪
ફરવા જવું  ૩૮ ર૦ પ૮
મિત્રોની મુલાકાત  ૩ર ૧૭ ૪૯
મંદિરે જવું  ૩૧ ર૪ પપ
૧૦ કથા શ્રવણ  ૧૩ ૧૮ ૩૧
૧૧ બાગ કામ  ૦૮ ૧૧ ૧૯
૧ર વાતચીત - ગપ્પા મારવા  ૦૬ ૦૮ ૧૪
૧૩ પાર્ટી કરવી  ૦૯ ૦૪ ૧૩
૧૪ અન્ય  ૧ર ૦૭ ૧૯

અહીં વૃદ્ધો પોતાનો ફરસદનો સમય ૬૫% પુસ્તકોનું વાંચન કરવામાં, ૬૪% ટી.વી. જોવામાં, ૫૮% ફરવામાં, ૪૯% મિત્રો સાથે, ૫૫% કથા શ્રવણમાં વાપરે છે. આમ, સમગ્રતયા બધાએ સમય વ્યવસ્થાપન યોગ્ય અને આનંદદાયી રીતે કરી લીધું છે.
આમ, સમગ્રતયા જોતાં, બીલીમોરાના ૬૦ થી ૯૦ વર્ષની વયના લોકો તંદુરસ્ત છે, આર્થિક રીતે નિશ્ચિન્ત છે. અને સામાજિક વ્યવસ્થાપનમાં આદર્શ રીતે સ્વયં સ્થાપિત છે. વર્તમાનપત્રો અને સર્વત્ર થતી ચર્ચાથી વિપરિત, તેઓ સુખી છે - યુવા પેઢી માટે ખાસ કોઈ ફરિયાદ ધરાવતા નથી. હા, અપવાદરૂપ ફરિયાદો-દુ:ખ છે, પણ તે કદાચ નગણ્ય છે.
અંતમાં કહી શકાય કે અભ્યાસમાં સમાવિષ્ટ બધાં વયસ્કો વૃદ્ધાવસ્થા આનંદથી માણે છે. આત્મસંતોષી છે. ઘડપણમાં પાનખરના બદલે વસંતનો વૈભવ માણે છે અને શેષ આયુષ્ય આનંદથી ગુજારે છે જે પ્રશંસનીય અને નોંધપાત્ર છે. દરેક વૃદ્ધોની દશા અને દિશા ઉપર મુજબ થાય તો ઘડપણ પણ આશોર્વાદરૂપ બની શકે છે.
આભાર
  • ૧. માર્ગદર્શન અને મદદ માટે ડો. પ્રવીણચંદ્ર ગીલીટવાળા અને ડો. નલીનીબેન ગીલીટવાળા
  • ર. માહિતી આપી સહકાર આપવા બદલ સિનિયર સીટીઝન ક્લબ, બીલીમોરાના સર્વ સભ્યોનો

ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
(M) 99240 63045

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

0 comments:

Thank you for your comment!