ભારત વિ. પાકિસ્તાન: આપણે મિત્રો કેમ નથી?
ભારત-પાકિસ્તાનના સંબંધો એટલી જટિલ સમસ્યા છે, તે વિષયક ૧૮૦ પાનાના પુસ્તકનો સાર કહેવા ખૂબ હોશિયારી માંગે છે. હું પ્રયત્ન કરીશ. આ વાત ત્રણ મુદામાં વહેંચીને સારી રીતે સમજાવી શકીશ.
૧૯૪૮ પ્રથમ યુદ્વ
શીત યુદ્વ
કે. કે. અઝીઝ નામના પાકિસ્તાની ઇતિહાસકારે નીચેના જૂઠાણાઓ બતાવ્યા.
જુઓ, પાકિસ્તાનની ઈતિહાસના પુસ્તકોમાં આવું લખ્યું છે:
ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
--------------------------------
પુસ્તકના લેખક પરિચય:
- ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધો,
- ભારત-પાકિસ્તાન અને વિશ્વના નેતા અને બીજાઓના મંતવ્યો કહીશ,
- છેલ્લે, આખી વાર્તાનો સાર-ઉપસંહાર કહીશ.
૧૯૪૮ પ્રથમ યુદ્વ
- પાકિસ્તાનના પ્રણેતા મહમદઅલી ઝીણા ભારત સાથે કાયમી યુદ્ધના પક્ષમાં નહોતા. તેમની ઈચ્છા કેનેડા-અમેરિકાની જેમ સંબંધો રાખવાની હતી.
- તો ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પરસ્પર સંપત્તિ અને સમજૂતીથી છૂટા પડેલ ભાઈઓના સંબંધો અને એકબીજા સાથે મિત્રતાના ભાવ ઈચ્છતા હતા.
- ભાગલા વખતે કોમી રમખાણોમાં પાંચ લાખ (500,000) મરણ અને ૧૦-૧૫ લાખ (~1,500,000) શરણાર્થીઓ બન્યા.
- ભારતના મુસલમાનો પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનથી હિન્દુ-શીખ ભારત આવ્યા. આ કારણે પરસ્પર ગુસ્સો, કડવાશ અને વિરોધ પેદા થયા.
- સરદાર વલ્લભભાઈ પટેલે કહેલું કે પાકિસ્તાને ભારત સાથે ફરીથી જોડાવું જ પડશે, કારણ તેની હાલત એકલા ટકી શકે એવી બિલકુલ નથી. આ વાતને લીધે પાકિસ્તાની માનતા હતા કે ભારત પાકિસ્તાનને ગળી જશે, સ્વતંત્ર છુટૂં રહેવા દેશે નહિ.
- ભાગલાને લીધે પાકિસ્તાનને ભાગે ૨૧% વસ્તી, ૧૭% પૈસા અને ૩૦% બ્રિટીશ લશ્કર આવ્યું. પણ પાકિસ્તાન પાસે રાજધાની, સરકાર કે આવકના સ્ત્રોત નહોતા.
- વિશ્વના ૭૫% શણ પકવતા પાકિસ્તાન પાસે શણની એક પણ મીલ ન હતી. રાજકીય યુદ્ધો અને અચૌક્કસતાને લીધે આર્થિક કટોકટી ખૂબ મોટી થઈ ગઈ.
- જમ્મુ-કાશ્મીરના મહારાજાની ઈચ્છા સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની હતી - ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાની નહિ. મુસ્લિમ નેતા શેખ અબ્દુલ્લા ભારતીય કોંગ્રેસ અને જવાહરલાલ નેહરૂના ખાસ પ્રિય મિત્ર હતા.
- પાકિસ્તાને રાજા હરિસિંહ કે શેખ અબ્દુલ્લા ને સમજાવવાને બદલે કબાઈલીઓ દ્વારા અવિચારી રીતે અને આયોજન વગર જમ્મુ-કાશ્મીર ઉપર આક્રમણ કર્યુ. તેનાથી ઘભરાઈને રાજા હરિસિંહ ભારત સાથે જોડાણ કર્યું અને લશ્કરી મદદ માંગી.
- ૧૯૪૮ યુદ્ધ પહેલાં ભારત-પાકિસ્તાન સમજૂતી પ્રમાણે પાકિસ્તાનને ૧૭.૫% અસ્ક્યામત અને જવાબદારી (દેવું), ૭,૫૦૦ લાખ રોકડા રૂપિપા અને ૧૬૫,૦૦૦ ટન લશ્કરી સરંજામ આપવાનો થતો હતો.
- સરદાર વલ્લભભાઈએ પાકિસ્તાનના યુદ્ધને કારણે ભાગ આપવાની ના પાડી હતી. પરંતુ મહાત્મા ગાંધીએ જાન્યુઆરી ૧૯૪૮માં ઉપવાસ કરીને પાકિસ્તાનને તાત્કાલિક ભાગ અપાવ્યો.
- ૧૯૪૮ યુદ્ધ પછી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનાં 3૫% જમીન પડાવી લીધી. ભારત પાસેથી ૧૯૬૨ યુદ્ધમાં ચીને ૧૭% જમીન ખૂંચવી એટલે છેલ્લે ૪૮% વિસ્તાર ભારત પાસે રહ્યો.
- ૧૯૫૧: પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલીખાનનું ખૂન થયું.
- ૧૯૫૮: જનરલ ઐયુબખાને લશ્કરી બળવો કરી સત્તા વડાપ્રધાન પાસે ખૂંચવી લીધી, કારણ કે વડાપ્રધાન ફીરોઝખાન નૂન યુદ્ધના ગેરફાયદા ગણાવતા હતા અને તેમનો પક્ષ જમાતે-ઈસ્લામી ભારત-પાકિસ્તાન સંબંધો સુધારવા પર ભાર મુકતો હતો.
- પાકિસ્તાને કાશ્મીરમાં ઘુસણખોરોને એ આશાએ ધકેલ્યા કે કાશ્મીરી મુસ્લીમો સાથ આપે તો ભારત સામે બળવો પોકારશે. પણ એવું કંઈ થયું નહિ, તેથી તેઓ હાર્યા.
- તાશ્કંડ, રશિયા ખાતે કરાર કરી બન્ને દેશો યુદ્ધ પહેલાંની સ્થિતિ પાછી લઈ લીધી.
- આ યુદ્ધ પછી બન્ને દેશોની એકબીજા પ્રતિ દુશ્મનાવટ ખૂબ વધી ગઈ.
- આ યુદ્ધમાં પાકિસ્તાનના 3,૦૦૦ - ૫,૦૦૦ વ્યક્તિનું મૃત્યુ, ૨૫૦ ટેન્કોનો અને ૫૦ યુદ્ધ વિમાંનોનો નાશ થયો. ૧,૬૦૦ ચો.માઈલ જમીન ભારતની કબજે કરી.
- તો ભારતની ૪,૦૦૦ - ૬,૦૦૦ વ્યક્તિ યુદ્ધમાં હોમાઈ ગઈ, 3૦૦ ટેન્કો અને ૫૦ યુદ્ધ વિમાંનોનો કચ્ચરઘાણ નીકળી ગયો. 3૫૦ ચો. માઈલ જમીન પાકિસ્તાનની કબજે કરી.
- આ યુદ્ધમાં પાકિસ્તાને ‘જીહાદ’ ના નામે ધર્મને વચ્ચે લાવી લોકોને લડવા ઉશ્કૈર્યા અને ભારતને યુદ્ધમાં હરાવીએ નહી ત્યાં સુધી શાંત નહીં બેસીએ એમ કહ્યુ.
- અયુબખાન કહેતા 'હિન્દુઓ બાયલા અને દંભી છે, જ્યારે એક મુસ્લિમ સૈનિક ભારતના પાંચ સૈનિકની બરાબર છે.' હકીકતમાં, બધી હોશિયારી અવળી નીકળી ગઈ અને યુદ્ધ હાર્યા.
- જનરલ યાહયાખાને ૧૯૭૦ના ડિસેમ્બરમાં પાકિસ્તાનમાં સીધી ચૂંટણી કરાવી. નવી ધારાસભામાં બંગાળની અવામીલીગને ચોખ્ખી બહુમતી મળી. આ અવામીલીગે જીત્યા પછી બંઞાળનો એટલે કે પૂર્વ પાકિસ્તાન વિભાગીય સ્વાયત્તા, ભારત સાથે સારા સંબંધો અને ધર્મ નિરપેક્ષતાની માંગ કરી. આ વાત સ્વીકારવાને બદલે સત્તા હેરફેરની જ ના પાડી દીધી. તેથી બંગાળી નેતાઓ બળવાખોર બન્યા. જેથી લશ્કરે સત્તા વાપરી બળવો કચડી નાખવાનો પ્રયત્ન કર્યો. યુદ્ધ ખેલાયું, ખૂબ મોટી સંખ્યામાં શરણાર્થીઓ ભારત ધસી આવ્યા ત્યારે ભારતે બંગાળી નેતાઓને સાથ આપી યુદ્ધમાં જંપલાવ્યું. આમ, થવાથી ઓછું સંખ્યાબળ અને ટેકા વગરનું એકલું હોવાથી પાકિસ્તાની લશ્કર હાર્યું.
- ૯3,૦૦૦ સૈનિકો સાથે પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી અને "બાંગ્લાદેશ"ની સ્થાપના થઈ.
- પાકિસ્તાને તેનો પૂર્વ ભાગ ગુમાળ્યો અને હાર્યું.
- પાકિસ્તાનના ભારતના સખત વિરોધી અને કાશ્મીર જીતવા યુદ્ધના વિચારવાળા વડાપ્રધાન ઝુલ્ફીકર અલી ભુટ્ટો અને ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ મંત્રણા કરી યુદ્ધમાં જીતેલા હોવાથી અને યુદ્વકૈદી તરીકે ૯3,૦૦૦ સૈનિકો આપણા કબજામાં હોવાથી જમ્મુ-કાશ્મીર વિવાદનો પતાવટ માટે આ સરસ તક હતી. ત્યારે ભુટ્ટોએ કાકલુદી કરી કે પાકિસ્તાનમાં ત્યાંનું રાજકારણ મને ના-યુદ્વ કરાર કે જમ્મુ-કાશ્મીર વિવાદનો પતાવટ કરશે તો જીવતો નહી રહેવા દે, માટે અત્યારે આ વાત બાજુએ મુકો. પછીથી, આપણે આનો ઉકેલ લાવીશું. એટલે ઈન્દિરા ગાંધી પલાવ્યા અને તક ચૂકયા. એટલે ફકત બે વાત નક્કી કરી : (૧) પરસ્પર શાંતિ મંત્રણા દ્વારા બન્ને દેશો પ્રશ્નોનો નિકાલ કરશે (ર) યુદ્ધવિરામ રેખાને જમ્મુ-કાશ્મીરનાં હાલમાં એલ.ઓ.સી. (LOC - લાઈન ઓફ કંટ્રોલ) સ્વીકારીશું. ઘરે પાકિસ્તાન જઈ ભુટ્ટોએ ઉંધી વાત કરી અને કાશ્મીર મુદ્દો પોતાની રીતે ઉકેલ્યાનો ગર્વ-શ્રેય લીધો.
- ફેબ્રુઆરી ૧૯૯૯: ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ નવી બસ શરૂ કરી, દીલ્હીથી લાહોર. પાકિસ્તાનની શુભેચ્છા મુલાકાતે ગયા. તેમણે ચિનારે-પાકિસ્તાન જઈ લખ્યું અને કહ્યું કે, “ભારત અને ભારતીયોએ પાકિસ્તાનનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે અને તેઓ પાકિસ્તાનને શુભેચ્છા પાઠવી ભલું ઈચ્છે છે."
- લાહોર કરાર ૧૯૯૯: વાજપાઇ અને નવાઝ શરીફે મંત્રણા કરી લાહોર કરાર કર્યો. તેમણે (૧) હિંસાનો ત્યાગ કરવો (ર) ૧૯૭૨ સીમલા કરારનો અમલ કરવો અને (3) 'વિશ્વાસ વધારતા પ્રયત્નો' તરીકે એકબીજાને મળીને વાર્તાલાપ કરવો.
- આ પહેલાં, ૧૯૮૯માં ત્યારના વડાપ્રધાનો રાજીવ ગાંધી અને બેનઝીર ભુટ્ટો કરાર પ્રમાણે વાર્ષિક અણુયુદ્ધોની માહિતી એકબીજાને આપવાનું નક્કી થયું હતું.
- નવાઝ શરીફની લાહોર સંધિને અવગણીને ત્યારના લશ્કરીવડા પરવેઝ મુશર્રફે કારગીલ ઉપર હુમલો કર્યો. શિયાળામાં બંધ રહેતી લાઈન ઓફ કંટ્રોલની અંદર આવેલી કારગીલની ભારતીય ચોકીઓ પર પાકિસ્તાની ટ્રુપના કમાન્ડો પહોંચીને કબજો કર્યો.
- આ પરાક્રમ-દુઃશાહસ પરવેઝ મુશરર્રફે શરીફ્ની જાણબહાર કે જણાવીને કર્યુ તે સ્પષ્ટ ખબર પડતી નથી.
- શરૂઆતની પાકિસ્તાનની સફળતા પછી ભારતે જોરદાર હુમલો કર્યો, જેનાથી પાકિસ્તાને ભારે નુકસાન સહેવાનું આવ્યું.
- ભારતે આ શક્યતાની જાણ હોવા છતાં ગેરકાળજી બતાવી, તેથી આવા ખરાબ દિવસ જોવાનો વારો આવ્યો.
- પાકિસ્તાનનો ઈરાદો એલ.ઓ.સી.ની આગળનું કાશ્મીર પચાવી પાડવાનો હતો, પણ તેના ખાંધિયાઓ જેવા કે, ચીન, અમેરિકા તથા વિશ્વના બીજા દેશોને આ મંજુર ન હોવાથી શક્ય ન બન્યું.
- ૧૯૪૮ની સ્થિતિએ ભારત-પાકિસ્તાનને જવું પડયું. માટે શ્રેય અમેરિકા પ્રમુખને મળ્યો.
- આ યુદ્વથી ભારતને પાકિસ્તાન કાયમ શંકાશીલ લાગવા માંડયું.
- કહેવાય છે કે, કદાચ ભારતે એલ.ઓ.સી. ક્રોસ ન કરી તેથી પાકિસ્તાને અણુંબૉમ્બ ન વાપર્યો.
- અમેરિકાને ખાત્રી થઈ ગઈ કે પાકિસ્તાન બિલકુલ બેજવાબદાર છે.
- છેલ્લા ૨૫ વર્ષથી ભારત પાકિસ્તાનના આતંકવાદનો શિકાર બનેલું છે. ભારત વિરોધી આતંકવાદીઓને પાકિસ્તાન પ્રશિક્ષણ, હથિયારો અને પૈસા પુરા પાડી રહ્યું છે. પાકિસ્તાનનો લવારો કે આતંકવાદીઓ કાશ્મીરી મુસ્લિમ કે બીજાઓ છે જેઓ ભારત વિરોધી છે. દુનિયામાં કોઈ માનતું નથી.
- આતંકવાદથી ૨૫ વર્ષમાં થયેલા મોત:
ભારત | પાકિસ્તાન | |
---|---|---|
24,688 | નાગરિક | 21,083 |
9,731 | લશ્કર | 6,484 |
30,497 | આતંકવાદી | 32,851 |
64,916 | કુલ | 60,338 |
શીત યુદ્વ
- પાકિસ્તાની લશ્કરી વડાઓને અઘોષિત યુદ્ધ કરવાનું સસ્તું અને સહેલું લાગે છે. એટલે અણધાર્યા સ્થળે અને ગમે તેની સામે હુમલો કરવા માંડયો છે.
- ૧૯૮૭ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં પાકિસ્તાન-તરફી મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ ૮ સીટ જીત્યો અને ૩૪% મત મેળવ્યા. આ સમયે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ISI એજંસીએ અસંતોષી કાશ્મીરી યુવકોને કાશ્મીરમાં ભારત વિરૂદ્ધ લડવા ઉશ્કૈર્યા. તેમાં પાછળથી પાકિસ્તાની જિહાદી યુવકોને જોતર્યા. આને પાકિસ્તાને કાશ્મીરના લોકોની આઝાદીની ચળવળ તરીકે ઓળખાવી. પાછળથી ISI સંસ્થાએ પોતાનો ટેકો પાછો ખેંચ્યો.
- કાશ્મીરી: (A) JKLF - જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ, (B) HM - હિઝબુલ મુજાહિદ્દીન
- પાકિસ્તાની જિહાદી: (C) HUA - હરકતે-ઉલ-અનસાર, (D) HUM - હરકત-ઉલ-મુજાહિદ્દીન, (E) LET - લશ્કરે તૈયબા, (F) JEM - જૈશે મોહમ્મદ
- અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રશિયાને ભીડવા પાકિસ્તાનના મુજાહિદ્દીનને તૈયાર કર્યા.
- અફઘાનમાં જિહાદી બનાવીને પાકિસ્તાનને ખૂબ મોટા પાયે પૈસા, શસ્ત્ર સરંજામ અને વિશ્વના આતંકવાદી લાવીને ટ્રેનિંગ આપી.
- આ લોકો નવા બોમ્બ બનાવવાની, બૉમ્બ વાપરવાની રીત અને ભાંગફોડ શીખ્યા. તેઓ ઘુષણખોર બન્યા.
- આ અમેરિકી-પાકિસ્તાની ઘુષણખોરી, ત્રાસવાદથી હારી, કંટાળી, રશિયાએ અફઘાનિસ્તાનમાંથી લશ્કર હઠાવી લેવું પડવું.
- અમેરિકી મદદથી બનાવેલ જીહાદીઓને ખાલીસ્તાન ચળવળ કરતા શીખોને મદદરૂપ થવા મોકલ્યા. ભારત પર પૂરતું દબાણ લાવી બાંગ્લાદેશની જેમ ખાલિસ્તાન રચવા જીહાદી મુસ્લિમ અને ખાલસાશીખોએ ખૂનામરકી ચલાવી. ભારત સરકાર તેમને પહોંચી વળી અને તેમનો ઈરાદો બર ન આવ્યો.
- ૧૯૯3: પશ્ચિમી નાગરિકનું અપહરણ
- ૧૯૯૯: ઈન્ડિયન એરલાઈન્સના વિમાનનું કંદહાર અપહરણ અને ખૂંખાર આતંકવાદીઓની મુક્તિ
- ડિસેમ્બર-૨૦૦૧ : લશ્કરે તોઈબા દ્વારા ભારતની પાર્લામેન્ટ પર આતંકવાદી હુમલો
- ૨૦૦૮: મુંબઈ તાજ હોટલ પર હુમલો
- આવી પ્રવૃત્તિઓને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં લોકમત પાકિસ્તાનની વિરૂદ્ધ ગયો. અમેરિકા, બ્રીટન અને મુસ્લિમ દેશો જેવા કે સાઉદી અરેબિયા અને દુબઈ પણ તેમના વિરોધી થઈ ગયા.
- ૨૦૦૧ હુમલા પછી અમેરિકાએ આતંકવાદી ઉપર મનાઈ હુકમ કરવા પરવેઝ મુશર્રફ્ને દબાણ કર્યુ. પણ મુશર્રફ્ના વચન છતાં પણ આવું કંઈ થયું નહિ.
- મુંબઈ હુમલા પછી ISI વડા લે. જન. અહમદ સુની પાસાએ જણાવ્યું કે, 'પાકિસ્તાની પોતે જ પોતાના લોકો ઉપર કાબુ ન ધરાવતા હોય, તો આપણું ભવિષ્ય શું છે?' આ સવાલનો કોઈ સાચો જવાબ નથી.
- ભારતે વિશ્વનેતા બનવાની હોડમાં પાકિસ્તાનના ન્યુક્લિયર બૉમ્બની વાતને અવગણી છે. ત્યાં સુધી કે તેની સાથે વાત કરવાનું પણ ભારતને જરૂરી લાગ્યું નથી. હકિકતમાં, આતંકવાદી સંગઠનોને આના ઉપયોગથી સંહાર કરવાનું ગમે ત્યારે સુઝી શકે છે.
- હાલમાં પાકિસ્તાન પાસે હિરોશિમા બૉમ્બ જેવા ૧૨૦ બોમ્બ છે, જે વધીને 3૫૦ થઈ શકે છે.
- સમાજસેવક પરવેઝ હુડભોય આ શરત્રો ફ્રાન્સ, ચીન કે બ્રીટન કરતાં ઘણાં જ વધારે છે. તે પસ્તાવો કરે છે, તેના અડઘાં શસ્ત્રો ભારત-પાકિસ્તાન વાપરશે તો તે બન્ને દેશો તો ભશ્મ થવાના જ છે. પણ તેની રાખ અને ધુમાડો દુનિયા માટે ખૂબ જ નુકશાનકર્તા બનશે.
- આમ, ભારત-પાકિસ્તાન વચ્ચે અણુયુદ્વ થશે, તો બન્ને જીતશે અને બન્ને સંપૂર્ણ પણે તારાજ થશે.
- પાકિસ્તાની બ્રિગેડીયર અમાનુલ્લાહ કહે છે કે પાકિસ્તાને અણુબૉમ્બ દ્વારા દીલ્હી-મુંબઈ-કલાકત્તાને નાશ કરવો જોઈએ, ભલે પછી તેઓ કરાંચી-લાહોરનો સફાયો કરે. તેમણે પાકિસ્તાનના પછાતપણાં માટે ભારતને જવાબદાર કહ્યુ.
- ૧૯૭૧ બાંગ્લા હાર પછી ડો. અબ્દુલ કયુ. ખાન (એ. કયુ. ખાન) નામના વૈજ્ઞાનિકે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ઉશ્કૈરીને પોતે નેધરલેન્ડથી શીખેલી અણુશક્તિ વિષે વાત કરી હતી. તેમણે 'ભારત માટે ભય અને તિરસ્કારની વાત' કહી હતી.
- ૧૯૮૦: પાકિસ્તાને ન્યુક્લીયર કેપેસીટી મેળવી.
- ૧૯૯૦: ન્યુક્લીયર ડીલીવરી સિસ્ટિમ બનાવી.
- ૧૯૯૮: ન્યુક્લીયર ટેસ્ટ કર્યો.
- ખાનને લશ્કર, પ્રજા, વેપારી, દાણચોરો, ગુંડાથી માંડીને દરેક સહકાર મળ્યો હતો.
- જાન્યુઆરી ૧૯૭૨ માં બાંગ્લાદેશની હાર પછી ઝુલ્ફીકર અલી ભુટ્ટોએ કહેલું "ઘાસ ખાઈશું, ભૂખે મરીશું પણ અણુંબૉમ્બ બનાવીને જ જંપીશ."
- પાકિસ્તાનની સરહદનો ઘણો મોટો ભાગ જીતી લેશે.
- પાકિસ્તાનને આર્થિક રીતે તદ્દન દેવાળોયું બનાવી દેશે.
- ભારત પાકિસ્તાનને પાયમાલ કરી દેશે, અથવા
- પાકિસ્તાનને ભારત રાજકીય અંધાઘૂંધીમાં ધકેલી દેશે.
કે. કે. અઝીઝ નામના પાકિસ્તાની ઇતિહાસકારે નીચેના જૂઠાણાઓ બતાવ્યા.
જુઓ, પાકિસ્તાનની ઈતિહાસના પુસ્તકોમાં આવું લખ્યું છે:
- પાકિસ્તાની પ્રજા મીલીટરી શાસનનો ટેકો આપે છે.
- ઈતિહાસમાં હિન્દુઓ માટે તિરસ્કાર
- પાકિસ્તાનને ભવ્ય અને જૂઠો તોડમરોડ કરીને બતાવ્યું.
- ઉલેમાઓને પાકિસ્તાનના વિચારના સ્થાપક બતાવ્યા.
- વિભાજન વખતની ખૂનામરકીને હિન્દુ-શીખનો બીનહથિયાર મુસ્લિમોના ખૂની ગણાવ્યા.
- પાકિસ્તાનને ૧૯૬૫ યુદ્ધ જીતેલું બતાવ્યું.
- મુલ્લાઓએ મસ્જીદમાં ઇસ્લામના નામે પોતાની સત્તા વધારી દીધી.
- LETએ પાકિસ્તાની યુવકોને જાહેરાત આપીને ધર્મની કહેવાતી જીહાદી લડાઈમાં પૂર્ણ સમય આપી કમ સે કમ આંશિક રીતે જોડાવા આહ્વાન આપ્યું. ખરેખર, તો તેઓ પાકિસ્તાન માટે જોખમરૂપ બન્યા.
- વેલેન્ટાઈન દિવસ ઉજવવા માટે સાબેર મહમ્મદ નામના કરાંચીના સ્વયંસેવક ખૂન કર્યું.
- મલાયા યુસુફાઈ નામની નોબેલ પારિતોષિક વિજેતાને કન્યા કેળવણી અપાવવા તાલીબાન વિરુદ્ધ કહેવા બદલ મારી નાખવાની કોશિશ કરી.
- યુવાકોને ભરતી કરવા 'હીન' છેલ્લા ધાર્મિક યુદ્ધની ધાર્મિક વાત કરી.
- પાકિંરતાનીઑના જીવનું જોખમ,
- કાયદા વગરનું ભયાનક પાકિસ્તાન અને
- દુનિયાયથી વિખુટું પડી ગયેલું લાગ્યું.
- ભારતે પાકિસ્તાનને વિશ્વમાં આતંકવાદના પાલક તરીકે પ્રખ્યાત કર્યું.
- ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ અને એકલું કરી દીધું. પણ એટલે પાકિસ્તાનને શીતયુધ્દ્વ ચાલુ રાખવાનું કારણ મળ્યું.
- હિલેરી કલીન્ટને (અમેરિકી સ્ટેટ સેક્રેટરી) ઓક્ટોબર ૨૦૧૧ માં કહ્યુ "વાડામાં સાપ ઉછેરીને, સાપ ફકત પાડૉશીને જ કરડે એવું નથી. એ તમને પણ કરડી શકે છે."
- ૧૯૯૧-૯૨ અમેરિકી સ્ટેટ સેક્રેટરી જેમ્સ એ. બેકર ત્રણ (III) શરીફને પત્ર લખીને પાકિસ્તાન દ્વારા પાકિસ્તાની, કાશ્મીર કે પંજાબના આતંકવાદીને પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ, શરત્રો, પૈસા કે ટેકો બીલક્રુલ બંધ કરવા કહ્યુ.
- ISIની માન્યતા મુજબ પાકિસ્તાની જીહાદી આતંકવાદ ભારતના R&AW ઓપરેશનનો એકમાત્ર જવાબ છે.
- અમેરિકી સ્ટેટ સેક્રેટરી કોન્ડોલીસા રાઇસે જણાવ્યું કે પાકિસ્તાની શક્તિને ભારતની કહેવાતી-મનોઘડીત ધમકી સામે વાપરવું એ પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ છે.
- તાવણકૌર - પાછળથી માન્ય
- ભોપાલ - હિન્દુ બહુમતી વસતીમાં મુસ્લિમ રાજા - જોડાયા
- જોધપુર - હિન્દુ બહુમતી વસતીમાં હિન્દી રાજા - ભારત અને પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા - જોડાયા
- જુનાગઢ - હિન્દુ બહુમતી વસતીમાં મુસ્લિમ રાજા - પાકિસ્તાનમાં જોડાવા ઇચ્છતા પરંતુ આરઝી હુકુમત અને લેવાયેલ પ્રજામત વિરૂદ્ધ હોવાથી પોતે પાકિસ્તાન ભાગી ગયા.
- હૈદ્રાબાદ - નીઝામ - મુસ્લિમ રાજા - ભારતનું સૌથી મોટું અને પૈસાદાર રાજ્ય. હિન્દુ + મુસ્લિમ પ્રજા - સ્વતંત્ર રહેવા પ્રયત્ન કર્મો - છેલ્લે માન્યા
- જમ્મુ અને કાશ્મિર - હિન્દુ રાજા - મુસ્લિમ બહુમત પ્રજા - પાકિસ્તાનના આક્રમણ પછી માન્યા .
- જમ્મુ-કાશ્મીર પર અફધાનીસ્તાની કબાઈલીઓ દ્વારા આક્રમણ થવાથી રાજા હરિસિંહે ભારત સાથે જોડાણા ખત પર સહી કરી. ગાંધી કે સરદારની મરજી વિરૂદ્ધ પાકિસ્તાન યુદ્ધ બાબતે જવાહરલાલ નહેરૂએ વડાપ્રધાન તરીકે માઉન્ટબેટનની મરજીથી, દબાણથી કે શહેશરમે યુનોમાં પાકિસ્તાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.
- ૨૧ એપ્રિલ, ૧૯૪૮: યુ.એન. સીકયુરીટી કાઉન્સિલે પ્રજામત માટે કહ્યું.
- ૧૯૫૨: જમ્મુ-કાશ્મીરનાં ધારાસભામાં સ્વીકાર્યું અને કાયદો પસાર કર્યો.
- ૧૯૫૭: ૮૨ સભ્યોએ યુનોમાંથી પ્રજામત માટે કહ્યુ.
- સપ્ટેમ્બર ૨૦૧૫: પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે યુનોમાં પ્રસ્તાવ મૂક્યો, પણ ૧૯3 સભ્યોએ તેનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો.
- બ્રીટનના કોમનવેલ્થ સભ્ય ડન્કન સેન્ડી અને અમેરિકી આસી. સેક્રેટરી ડબલ્યુ એ. વેરલે ભારત-પાકિસ્તાન વાતચીત માટે પ્રયત્ન કર્યો, પણ અયુબખાને નહેરૂ સાથે કોઈપણ વાતચીતની મનાઈ કરી.
- ૧૯૬૨: બ્રીટન અને અમેરિકાએ ત્રિપક્ષીય વાટાધાટનો પ્રસ્તાવ મૂક્યો, તેનો ભારતે અસ્વીકાર કર્યો.
- ૧૯૬3: પાકિસ્તાનના સંધિકાર ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને ભારતના પ્રધાન સ્વર્ણ સિંઘે ચર્ચા-વિચારણાની છ બેઠકો કરી, પણ તે અનિર્ણિત રહી. ભારતે હાલની નિયંત્રણ રેખા ઉપરાંત ૧,૫૦૦ ચો. માઈલ વિસ્તાર આપવાની વાત કરી, પણ પાકિસ્તાન ન માન્યુ. ભારતે ત્રણ જુદા-જુદા સરહદ પ્રાંતના નિર્ણયો સમજાવી જોયા પણ પાકિસ્તાન ફ્કા કઠુઆ નામના નાના ગામથી ઉપરાંત કાશ્મીરના કોઈ ભાગ આપવા તૈયાર ન થયુ.
- જનરલ પરવેઝ મુશર્રફે કહ્યુ: કાશ્મીર અમારા લાહીમાં છે.
- અલ્ત્તાફ્ ગૌહેઝ (પાકિસ્તાની સલાહકાર) ને મતે પાકિસ્તાની લશ્કર ભારતના લશ્કરને અવ્યવસ્થિત અને બાયલું માનતું હોવાથી તે પ્રતીકાર માટે બીનઅસરકારક લાગતું હતું.
- અયુબખાન (પાકિસ્તાની લશ્કરી વડા) ભારતને સહેલાઈથી હરાવી શકાય તેવું અને નામર્દ ગણતા હતા. તેમણે ભારતના શીખ, પારસી, મુસ્લિમ કે યહૂદીઓને ગણ્યા નહોતા.
- ૨૦૦૨: અમેરિકન સ્કોલર લીન્કલ બ્લુમ ફીલ્ડના મતે ભારત અને પાકિસ્તાન બન્ને ખોટા છે - ભારત કાશ્મીરીઓના હક્કને અવગણવા બદલ અને પાકિસ્તાન આતંકવાદ ફેલાવવા બદલ.
- ભારત સાથે કાશ્મીર વાત પતાવવા ઈચ્છતા કોઈપણ પાકિસ્તાનીને પાકિસ્તાનમાં 'દૈશદ્રોહી' કહેવાતો.
- સૌથી અગત્યની વાત એ હતી કે ભારત સાથે પાકિસ્તાને સૌથી સ્વીકાર્ય ઉકેલ વિષયક કોઈ વાતચીત કે વિચાર જ કર્યો નથી અને એટલે જ ઉકેલ અશક્ય છે.
- ૧૯૯૬માં ચીનના પ્રમુખ ઝીઆંગ ઝેમીને પાકિસ્તાનની ધારાસભામાં પ્રવચન કરીને કહ્યું હતું કે કાશ્મીર પ્રશ્વને બાજુ પર રાખીને પરસ્પર સંબંધો વિકસાવાવાથી જ ઉકેલ શક્ય બનશે.
- કાશ્મિર વિવાદ, આતંકવાદ અને અણુશરત્રોની હાજરીને લીધે બંને દેશો વચ્ચે હરિફપ્ઈ વધી ગઈ છે.
- ભારત પાકિસ્તાન સાથે સરખાપણું આગળ ધપાવવા ઈચ્છે છે, પણ પાકિસ્તાન ભડકે છે - બીક રાખે છે.
- આમ, પાકિસ્તાન જુદાપણાને આગળ વધારી અવિશ્વાસને પોષે છે.
- પાકિસ્તાન ઈસ્લામ અને ભારત વિરોધી લાગણીઓને ઉશ્કૈરે છે.
- ભારતે ચાર યુદ્ધ જીતવા છતાં પાકિસ્તાનને ઢીલો દોર આપ્યો છે અને નિર્ણાયક કે કડકાઈથી પાકિસ્તાનને તારાજ કર્યું નથી. એમ પ્રશ્નને પતાવવાની ચાર તકો કદાચ ખોટી રીતે ગુમાવી છે.
- અમેરિકી પ્રમુખ આઈસજ્હોવરે બરાબર જ કહ્યું છે કે, એવો કોઈ પ્રશ્ન ભારત-પાકિસ્તાન વચ્ચે મને દેખાતો નથી જેનો કોઈ ઉકેલ ન હોય. બસ ફક્ત સમજશક્તિ અને શુભભાવના હોય તો રસ્તો તરત જ નીકળી શકે.
- પાકિસ્તાન ભારતને બાલોચિસ્તાન, કરાંચી અને ખૈબર-પખ્તુખ્વાના આતંકવાદીઑને ટેકો આપતું હોવાનુ કહે છે.
- તો ભારત, પાકિસ્તાનને કટ્ટર આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ, હાફીઝ સૈઈદ, મન્સુદ અઝહર જેવાને છારાવતું હોવાનુ અને ટેકો આપતું હોવાનું કહે છે. ઉપરાંત જીહાદીઓ દ્વારા ભારત ઉપર આતંકવાદી હુમલા કરાવતું હોવાનું કહે છે.
- હાલમાં, અણુંશસ્ત્રો ધરાવતા પાકિસ્તાનનો ભારત વિષયક ભય કદાચ આદર્શવાદી અને માનસિક જ છે, એમાં જરા પણ તથ્ય નથી.
- કાશ્મીરી સમસ્યાને બાજુએ રાખીને બે દેશ વચ્ચેના સંબંધો વિકસાવવા જોઈએ.
- બન્ને દેશોએ પ્રવાસ, વેપાર, રમત-ગમત, સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવું જોઈએ.
- ભારતના સમકક્ષ થવાની મહેચ્છા ત્યજીને પરસ્પર રક્ષણ અને આર્થિક સહયોગ કરવો જોઈએ.
- અમેરિકા-કેનેડાના પરસ્પર સંબંધોની જેમ ભારત-પાકિસ્તાને આરોગ્ય, વિદ્યાર્થીઓનું શિક્ષણનો સહયોગ અને હિમાલય પર્વતના પીગળતા બરફ, સિંધ-રાજસ્ચાનના રણ જેવા પ્રશ્નો ઉકેલવા જોઈએ.
- આમ, પરસ્પર સહયોગ કરવાથી અવિશ્વાસ ધટતો જશે અને દુશ્મનાવટ ભાંગશે, ત્યારે કોઈ પ્રશ્ન મોટો નહિ રહે તો પાકિસ્તાન જિહાદી, ત્રાસવાદી પ્રવૃત્તિઓ બંધ કરશે, ભારત કોમવાદી વલણ-જુસ્સો નહી રાખે.
- આમ,સમજણ અને શુભભાવના વિકસાવીને દરેક પ્રશ્ન સુલઝાવી શકાશે. ભારત સાથે બરાબરી-કાઢાકાઢી પાકિસ્તાન બંધ કરશે અને ભારત મુસ્લિમોને દેશદ્રોહી કે દુશ્મન બનાવવાનું છોડશે, તો સારા દિવસો દૂર નથી.
એકવીસમી સદીમાં વિભાજનની યથાર્થતા કે બીનઉપયોગીપણાની ચર્ચા અસ્થાને છે. પરસ્પર વાતચીત, સમજુતી અને શુભેચ્છા એ જ રસ્તો છે.
ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
--------------------------------
પુસ્તકના લેખક પરિચય:
|
Read this article in English: Who Is At Fault: India, Pakistan, Or Both? |
Image source: deccanchronicle.com
0 comments:
Thank you for your comment!