સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.