ઢળતી ઉંમરે તન-મનની માવજત

ઢળત્તી ઉમરે તન-મનના માવજત. (૨૦૧૬)

લેખક: પ્રો. ગણેશભાઈ કે. પટેલ
પુરત્તક પરિચય: ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ

પુરત્તક પરિચય આપનાર પાસે વાચક પુસ્તક કેવું છે, કયા વિષયની છણાવટ કરેલી છે, લેખક કોણ છે, જેવી માહિતીની અપેક્ષા રાખે છે. ઉપરાંત પુસ્તક કાગળ, છાપકામ, જોડણી અને ચિત્રોથી સજાવેલ છે કે કેમ તે પણ જાણવા ઈચ્છે છે.


ચાલો, લેખકના પરિચયથી વાત માંડીએ. સંબંધોમાં અતિ પરિચય ધણી વખત વ્યક્તિના બૌદ્ધિક કે લેખનશક્તિ વિષયક અવમૂલ્યન વહોરતો હોય છે. તે ન થાય એટલા માટે લેખક પ્રો. ગણેશભાઈ કચરાભાઈ પટેલને ઓળખવા જરૂરી છે. તેઓ ભૌતિકશાસ્ત્રમાં B. Sc., M. Sc. અને M. Phil. ડિગ્રી ધરાવતા બીલીમોરાનાં વી. એસ. પટેલ કોલેજમાં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે ૨૦૦૨માં નિવૃત્ત થયા છે. એન.સી.સી.ના તાલીમી, એન.એસ.એસ.માં તાલીમ આપનાર પ્રોગ્રામ ઓફિસર હોવા ઉપરાંત બ્રહ્માકુમારી, વિપશ્યના અને આર્ટ ઓફ લિવિંગના નિષ્ણાંત પણ છે. હાક્પ્રાયો (હાસ્ય, કસરત, પ્રાણાયામ અને યોગ) કલબ બીલીમોરાના સ્થાપક છે. સીનીપર સીટીઝન કલબ બીલીમોરાના સ્થાપક, આજીવન સભ્ય અને હાલમાં મત્રી છે.

એમની મહાનતા એમના પુસ્તક “અર્પણ” ના પાત્રમાં છલકે છે. આ પુસ્તક તેમણે ધર્મપત્ની શ્રીમતી રૂક્ષ્મણીબેનને અર્પણ કર્યું છે. એમણે નમ્રભાવે પોતાના લગ્નજીવન બદલ ધર્મપત્નીને બિરદાવી છે. કદાચ દક્ષિણ ગુજરાતના પુરૂષો માટે આ અપવાદરૂપ અને તેમ છતાં અનુકરણીપ ધટના કહેવાય.

ચાલો, ધીરે ધીરે પુસ્તક પરિચય કરવા માંડીએ.

૧૦-૯૭ : પ્રણવધ્વનિ  - ઓમ્

ઑમનું ઉચ્ચારણ મનને વિચારરહિત કરવામાં મદદરૂપ થાય છે. લંબાણપૂર્વક, મધુર અને કર્ણપ્રિય ઉચ્પારણને પ્રણવધ્વનિ કહે. છે. પ્રણવમુદ્રામાં બેસીને શ્વાસને અંદર ભર્યા પછી, રોકયા સિવાય ઓમના લાંબા ઉચ્ચાર સાથે ખુલ્લા ગળામાંથી મધુર ગુંજરવ સાથે બહાર કાઢવામાં આવે છે.

૯-૯૧: પ્રાણાયામ 

વૃવ્દ્વાવસ્થા ધીમી પાડવા, અનિંદ્રાથી મુક્ત થવા અને હતાશા, તાણ, નિરાશા, ચિંતા જેવી નકારાત્મક લાગણીઑથી છૂટવા પ્રાણાયામ ખૂબ યોગ્ય કસરત છે.

સહજ પ્રાણાયામ 
  1. સાવધાન સ્થિતિમાં ઉભા રહીને કે બેસીને મનને શ્વાસ સાથે રાખીને, ઊંડો પૂરક શ્વાસને અંદર ભરતા જઈ, શ્વાસને સહન થાય ત્પાં સુધી રોકી રાખીને (કુંભક) ત્યાર પછી શ્વાસને ધીમે ધીમે બહાર કાઢતા જઈ પૂર્ણ રેચક કરવાનો હોય છે. ત્યાર પછી શ્વાસને બહાર રોકવાનને હોય છે.
  2. ડુંટીને ઝાટકાથી અંદર ખેંચવાની પ્રક્રિયા તે કપાલભાતી.
  3. લુહારની ધમણની જેમ છાતી ફૂલાવીને પૂરક અને સંકોચીને રેચક કરવાના પ્રાણાયામને ભિસ્ત્રિકા પ્રાણાયામ કહે. છે.
  4. અનુલોમ-વિલોમ પ્રાણાયામમાં વારાફરતી જમણા અને ડાબા નાકને બંધ કરીને શ્વાસ લેવાનો હોય છે.
૮-૮૯: મૌન 

(૧) મુખ બંધ રાખી વાણીવિહીન બનવાથી અને મુખથી કોઈપણ પ્રકારનો શબ્દોચ્ચાર ન કરવો તે વાણીનુ' મૌન છે. (૨) પાંચે કર્મેન્દ્રિયો દ્વારા કોઈપણ પ્રકારનું કાર્ય ન કરવાની અકર્તા સ્થિતિ એ કર્મથી પળાતું મૌન છે. (3) માનસિક મૌન એટલે કોઈપણ બાબતની માનસિક પ્રતિક્રિયા પેદા ન થવા દેવી, એટલે કે ફક્ત સાક્ષીભાવ કેળવવું. (૪) આમ ત્રણે રીતે મન જ્યારે તરંગવિહિન શાંત બને ત્યારે આપણામાં રહેલા ચૈતન્યનું અનંત સાથે અનુસંધાન થાય છે.

૧૩-૧૦૫: સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર મૂળભૂત રીતે સૂર્યની ઉપાસના, સૂર્યની સામે મોં રાખી, નમસ્કારની મુદ્રામાં બન્ને હથેળીઓ ભેગી કરી "ૐ સૂર્યાય નમઃ" મંત્રનું ઉચ્ચારણ કરી શ્વાસ રોકો. આ રીતે શરૂ કરી સૂર્યનમસ્કારની બાર વિધિ સ્થિતિઓ (મુદ્રાઓ) દ્વારા કરવામાં આવે છે.

૧૨-૧૦૨: શવાસન

શવ + આસન = મડદું જેવી શરીરની ચોકક્સ પ્રકારની સ્થિતિ
  • Lie Down - સપાટ જમીન ઉપર બન્ને પગ વચ્ચે આશરે એક કે દોઢેક ફૂટનું અંતર રહે તેટલા પહોળા કરી, બન્ને હાથને બાજુએ પ્રસારી, પીઠ ઉપર, આરામદાયક સ્થિતિમાં ચત્તાપાટ સૂઈ જવું.
  • Relaxation - શરીરના દરેક અવયવને વારાફરતી સહેજ ખેંચાણ આપી એટલે કે સખત કરી, કે સહેજ અધ્ધર ઉપાડી પછી નીચે મૂકીને તેમનામાં સ્નાયુઓની ઢીલાશ પેદા કરવાની હોય છે. જીવંત શરીર ચોકક્સ સમય માટે મરી જઈ લાશ જેવું ઢીલું ઢસ થઈ જવું જોઈએ.
  • Respiration - શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર મનને કેન્દ્રિત કરવાનું હોય છે. શ્વાસ લેતી વખતે પ્રાણશક્રિત અંદર આવતી હોય અને કાઢતી વખતે પીડા બહાર જતી હોય એવો સાક્ષીભાવ કેળવવો જોઈએ.
૧૧-૧૦૦: ઝડપી ચાલ (Brisk Walk)

સૂર્યોદય સમયે, ખાલીપેટે અથવા હૂંફાળું કે લીબુવાળું પાણી પીને, બૂટ પહેરીને (દસ મિનિટમાં એક કિલોમીટર અંતર કાપવાની ચાલથી) ઉનાળામાં ખૂલ્લાં કપડાં અને શિયાળામાં ગરમ કપડાં પહેરીને ચાલવું. ચાલતી વખતે મૌન પાળવું જરૂરી છે. ચાલતી વખતે મનને ચાલવાની પ્રક્રિયામાં પરોવવાથી મન ધ્યાનની પાપ્તિનો આનંદ અનુભવી શકે છે.

૩-૨૬: સમતોલ આહાર (Balanced Diet)

શર્કરા, ચરબી અને પ્રોટીન જેવા મુખ્ય ધટકો અને સાથે વિટામીન, ક્ષાર અને પાણી એ સમતોલ આહારમાં જરૂરી છે. હંમેશાં થોડા ભૂખ્યા રહીને ખાવું જોઈએ. ખૂબ ચાવીને ધીમે ધીમે ખાવું જરૂરી છે. તાજાં ફળો, સૂકામેવા તથા છાશ, લીંબુ સરબત કે મગનું પાણી જેવા પ્રવાહી લેવા જોઈએ. રંગબેરંગી ખોરાક અવશ્ય લો.

વિરૂદ્વ આહાર: દૂધ નાંખીને બનાવેલ ફળો (મિલ્કશૅક), ફુટસલાડ, બાસુંદી કે દૂધપાક સાથે કઢી, દહીંવડા પછી આઈસ્ક્રીમ.

જંકફુડ: સોફ્ટડ્રીંક્સ, કેક, બ્રેડ, બિસ્કીટ, બટાકાવડા, સમોસા, કચોરી, પીઝા, બર્ગર, દાબેલી, પાઉભાજી, રાગડા પેટીસ, પાણીપુરી.

વૃદ્ધાવસ્થામાં વિરૂદ્ધ આહાર અને જંકફુડ ત્યાગવા જરૂરી છે.

૫-૪૫: ઊંઘ

પહેલાં શરૂઆતમાં મગજના તરંગો ધીમા અને એકસરખા થવાની શરૂઆત થાય છે. બીજા અને ત્રીજા તબક્કામાં હૃદયના ધબકારા, શરીરનું તાપમાન અને લોહીનું દબાણ ઘટે છે. આ ત્રણે તબક્કા ૩૦ મિનિટ ચાલે છે. ચોથો ગાઢ નિદ્રાનો તબક્કો ૨૦૦ મિનિટ અને હળવી નિદ્રાનો પાંચમો છેલ્લો તબક્કો ૧૦૦ મિનિટ ચાલે છે.
  • મેલા ટોનીન (Melatonin) નામનું હોર્મોન ઉંઘ લાવવા માટે જરૂરી છે. જૈવિક ઘડિયાળ જાળવવા રાતે નવ પછી મેલાટોનીનનો સ્ત્રાવ વધે છે. તે મળશ્કેથી પછી ધટવા માંડે છે અને કોર્ટીસોલ મળસ્કે ત્રણથી વધે છે જે જાગવા માટે જરૂરી છે.
  • સીધા સૂઈ, શરીર શિથિલ કરી ઉંડા શ્વાસ લેવાની શરૂઆત કરવાથી ગાઢ નિદ્રા આવે છે. આરામદાયક પથારી અને તેની સ્વચ્છતા, શાંતિદાયક વાતાવરણ તથા રૂમમાં યોગ્ય હવા ઉજાસ ઉંધ માટે જરૂરી છે.
૭-૭૧: મન (Mind)

ચોવીસ કલાકમાં ૬૦ હજાર વિચાર કરતું આપણું મન જાગૃત (Conscious), અર્ધજાગૃત મન (Subconscious), અજાગ્રત મન (Unconscious) અને બેહોશી (Coma) ની ચાર અવસ્થા ધરાવે છે.
  1. જાગૃત મન = IQ હોંશિયાર।... બુદ્ધિ પાંચ કર્મેન્દ્રિયો દ્વારા હલનચલન-સંવેદના અને તર્કશક્તિ ધરાવે છે.
  2. અર્ધજાગૃત મન = EQ અને SQ ધરાવે છે. તે અંતસ્ત્રાવો, શરીરના બધાં જ કાર્યો, રોગપ્રતિકારક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ ધરાવે છે.
ધ્યાન (Meditation)

સંતોષની પરિતૃપ્તિની ક્ષણોમાં જ્યારે મન નિર્વિચાર એટલે વિચારશૂન્ય બની જાય છે ત્યારે મનમાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તે છે. ધ્યાન દ્વારા વ્યક્તિ સમય અને સ્થળની મર્યાદા વટાવી વિશ્વચેતના સાથે ઐક્ય અનુભવે છે. શાંત, એકાંત સ્થળે, બેસીને કે સૂઈને, પીઠ-ગરદન-માથાંને સીધા રાખીને, આંખો બંધ રાખી, શરીરને બિલકુલ શિથિલ (Relax) રાખીને ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી ધ્યાન થઈ શકે છે. માનસિક તણાવ, બી.પી., ડાયાબીટીશ અને સાંધાના રોગોમાં પણ ધ્યાન ખાસ ફાયદાકારક છે.

આ પુસ્તક વૃદ્ધત્વને બિરદાવવાના રસ્તાઓ બતાવે છે. વૃદ્ધાવસ્થામાં શું કરવું એ તો સમજાવ્યું જ છે, પણ શું ન કરવું એ ખાસ બતાવ્યું છે.
  1. ધરમાં કે બહાર વણગામી સલાહ આપવી નહી.
  2. મનની શાંતિ હરી નાંખે એવી ચર્ચા કે વાદ-વિવાદમાં કદાપિ ન પડો.
  3. ગમા-અણગમા ટાળવા, પોતાના કામ જાતે કરવા.
  4. પોતાને માટે ખોટી કરકસર કે કંજુસાઈ ન કરશો.
  5. સાવ લધર-વધર ન રહો.
હવે શુ કરવું તે જોઇએ...
  1. સવાર-સાંજ ફરવા જવું. ચાલવા માટેના ખાસ જૂતા પહેરો, જાહેર રસ્તા પર જમણી બાજુ ચાલો.
  2. ગમતાં પુસ્તકો અને સદ્વિચારી મિત્રોનો સંગ કરો.
  3. માનવીય સેવાઓ, સામાજિક સેવાઓ કે આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે દાન આપતા રહો, સદા પ્રવૃત રહો.
  4. સ્વચ્છ, સુધડ, ઈસ્ત્રીબંધ ખુલ્લા વસ્ત્રો પહેરો.
  5. નાની ટોર્ચ રાત્રે હાથવાગી રાખો.
  6. ચશ્માની બે જોડ રાખવી.
  7. સ્ટૂલ પર બેસીને સ્નાન કરો.
  8. હયાતિમાં વીલ બનાવવાનું ભૂલાશો નહી. તેમાં આર્થિક બાબતો વારસદારોને લગતી નોંધો, ત્યાર પછી સામાજિક ઋણ ચૂકવવા દાનની નોંધ કરો. બ્રેન ડેડ થયા પછી સારવાર ન લેવા બાબત તથા અંગદાન, ચક્ષુદાન અને દેહદાન વિશે લખો.
  9. ખુશીમાં રહો અને બીજાને ખુશ કરતા રહો.
હજુ પુસ્તકમાંની ધણી બધી બાબતો જેવી કે શરીરના કેટલાક રોગો અને તેના ઉપચારો, પ્રસન્ન વૃદ્ધત્વ, પાણીનું મહત્ત્વ, વગેરેની ચર્ચા મેં હેતુપૂર્વક નથી કરી. કારણ કે છેલ્લે તો આ પુસ્તક પરિચય છે અને સંપૂર્ણ વિગતો માટે તો પુસ્તક ખરીદવું અને વાંચવું પડે.

આ રીતે પુસ્તકનો થોડો પરિચય કરાવવાનો મેં નમ્ર પ્રયત્ન કરી જોયો છે. આપને થોડો ધણી ઉપયોગી કે ફાયદાકારક લાગશે તો મને સંતોષ થશે.

તમને પુસ્તકનું મહત્ત્વ હું સમજાવી શકયો હોઉ તો ખુશી મનાવીશ.

આભાર.

ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા


Image Courtesy: helpageindia.org

Post a Comment

0 Comments