આપણા અમદાવાદના ગુજરાતી મનોરોગ નિષ્ણાત (Neurologist) મગજનો અભ્યાસ કરતાં કરતાં જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કરે છે અને સુખી થવાના ઉપાયો ખાલી બતાવીને બેસી ન રહેતાં, વૈજ્ઞાનિક સાધનો દ્વારા પ્રયોગો સહિત (Clinical Neurological Investigations like MRI, SPECT, MEEG, MRI etc.) આપણને મગજની રચના અને કાર્યો સમજાવે છે. તેમણે આપણે માટે સુંદર પુસ્તક લખ્યું છે.
આવા વિદ્વાન - ધાર્મિક પ્રકૃતિના - આધુનિક વિચારધારાને વરેલા (Rationalist) - તબીબ ડો. સુધીર વી. શાહ - M.D. (Neurology), FRCP (London), FAAN (USA), D.M. (Neurology) અને D.N.B. (Neurology) પોતે વેદાંત - પ્રાચીન જૈનશાસ્ત્રો અને મગજ - જ્ઞાનતંતુના રોગ નિષ્ણાત આપણને સરળ ગુજરાતીમાં સુખી જીવનની ચાવી બતાવે ત્યારે, તે વાંચી જીવનમાં ઉતારવું જ રહ્યું.
ભગવાન શ્રીકૃષ્ણ, પૈગંબર સાહેબ, અશોજરથુષ્ટ્ર, ગુરુ નાનક અને જિસસ બધાએ જ સૌને માટે સુખી થવાના રસ્તા શોધ્યા છે અને બતાવ્યા છે. સચોટ રહસ્યો શોધીને જ્ઞાન-ભક્તિ-કર્મ-યોગ ધ્યાન અને મોક્ષ દ્વારા સુખી કેમ થવાય તે સમજાવ્યું છે.
પુસ્તક પરિચય લખનારે 232 પાનાનાં પુસ્તકનો સાર જ નહિ સાથે વિચારનો અર્ક બતાવવાનો છે, બાકી તો પુસ્તક જાતે વાંચવું જ રહ્યું. મેં આ પુસ્તક ત્રણ-ચાર વખત વાંચીને સમજવાની કોશિષ કરી છે.
સુખના પ્રકારો
૧) મોજમજા (Pleasure) ઈન્દ્રિયજન્ય આનંદ - તમસ
પાંચ ઈન્દ્રિયોના વિષયો - જેવા કે સ્વાદિષ્ટ ભોજન, ફરવા જવું, શરીર સંબંધ, સુગંધી પદાર્થ કે સંગીતથી ખૂબ મજા આવે છે.
આમ, માનવ જીવનને સાર્થક બનાવવા ઠીક લાગે તેવા પ્રયત્ન કરતા રહીએ.
૩) નિજાનંદ - Bliss - સત્વ
શારીરિક રીતે, મનના એક-એક વિચારો દ્વારા કે વાણીનું દરેક વાક્ય મારા દ્વારા આચરાયેલ કર્મ ફળ આપે છે - બંધનકારક બને છે.
As you sow, so shall you reap. જૈસી કરની વૈસી ભરની. કર્મ પર તારો અધિકાર છે - સત્કર્મો કરો - પણ કર્તાભાવ ન રાખો. નિષ્કામ કર્મ - ફળની અપેક્ષા વગર કરો - સાચો આનંદ ત્યાં જ મળશે.
કર્મના સિદ્ધાંત મુજબ, કર્મનું ફળ અવશ્ય - યોગ્ય સમયે - યથાયોગ્ય પ્રકારે મળ્યા વગર રહેવાનું નથી. તેથી નિષ્કામ ભાવે સત્કર્મ કરતા રહો.
૫. સંલગ્નતાનો - સંયોજનનો નિયમ (Law of Interconnectedness)
ધ્યાન (Meditation)
મનની એકાગ્રવૃત્તિ દ્વારા ધ્યેય (ધ્યાનનો વિષય) અને ધ્યાતા (ધ્યાન કરનાર વ્યક્તિ) ને જોડવું તે ધ્યાન.
ધ્યાનની રીત: સ્નાન કરીને, શુદ્ધ વસ્ત્રો પહેરીને, મોં (મુખ) ચોખ્ખું કરીને, બેસવાની ચોખ્ખી કરેલી જગ્યાએ ધ્યાન માટે બેસવું.
સમય: ધ્યાન કરવા ઉત્તમ સમય સૂર્યોદય પહેલાની વહેલી સવાર (બ્રાહ્મ મુહૂર્ત) અથવા રાત્રિની નીરવ શાંતિનો સમય છે. 48 મિનિટ (એક પ્રહર) નું ધ્યાન ઉત્તમ કહેવાયું છે.
ધ્યાનના પ્રકાર
૧. સાતત્ય
પોતાના મનની રોગી અવસ્થા મનની કાળજીથી દૂર કરવી.
૬. પ્રેક્ષા ધ્યાન (Contemplation)

धर्मोदयं सुखमांशसमाना (મહાભારત) ધર્મથી પ્રાપ્ત થતા સુખની કામના કરીએ.ચાલો, પણ થોડી વિગતે વાત સમજીએ.
Happiness is a choice: You can choose to be happy.
निमित्तमात्रं भव सव्यसाची (ભગવત્ગીતા) - તું આ જગતમાં માત્ર નિમિત્તમાત્ર છે.
સુખના પ્રકારો
૧) મોજમજા (Pleasure) ઈન્દ્રિયજન્ય આનંદ - તમસ
પાંચ ઈન્દ્રિયોના વિષયો - જેવા કે સ્વાદિષ્ટ ભોજન, ફરવા જવું, શરીર સંબંધ, સુગંધી પદાર્થ કે સંગીતથી ખૂબ મજા આવે છે.
આ સુખ ઇન્દ્રિયજન્ય હોવાથી તત્કાળ મળે છે - તેનું આયુષ્ય ટૂંક સમયનું હોય છે. તે ઉડતા પતંગિયા જેવું છે, જેમ એને પકડવા જઈએ તેમ એ દૂર ભાગે છે.
ફરી-ફરીને એ જ મેળવવાની તીવ્ર ઈચ્છા - વધારે ને વધારે મેળવવાની આકાંક્ષાથી ક્ષણિક સુખ ન મળે તો, દુઃખની પરંપરા સર્જનાર બને છે.
૨) સફળતા-સંતોષ-ખુશી (Joy): માનસિક સ્તર - રજસ
૨) સફળતા-સંતોષ-ખુશી (Joy): માનસિક સ્તર - રજસ
સમાજસેવાની ભાવના, સફળતાની ઈચ્છા, સર્જનાત્મકતા, સામાજિક સંવાદિતા, પોતાનું માન-સન્માન વધારવું, સંપત્તિ સર્જનની એષણા, ઔદ્યોગિક ગૃહો / કોલેજો સ્થાપવા કે નેતૃત્વ કરવું જેવી ઈચ્છાઓ આ સ્તરે આવે છે.
એ કશુંક આપવા ચાહતો હોય છે, એ કશુંક સર્જન કરવા મથામણ કરતો હોય છે.
એ કશુંક આપવા ચાહતો હોય છે, એ કશુંક સર્જન કરવા મથામણ કરતો હોય છે.
અહીં જીંદગીને સાર્થક કર્યાનો સંતોષ મળે છે. આમ સંતોષ એટલે જે મળ્યું તેમાં સુખી રહેવું - ખુશ રહેવું, વધુ લોભ ન કરવો - એ સુખનો સાચો રસ્તો છે - સંતોષી નર સદા સુખી.
મોટા સુખ કે આનંદની રાહ જોવામાં આજના જીવનની નાની-નાની કેટલી ખુશીઓ ગુમાવી દઈએ છીએ.
ચાલો, ખુશી મેળવવા પ્રયત્ન કરીએ:ચાલવા નીકળી પડો.બાગકામ કરોરમતો રમો.મિત્રને પત્ર લખો કે ફોન કરો કે સાથે જમવા જાવ.સંગીત શીખો - ગાઓ - ડાન્સ કરો.પ્રાર્થના કરો.માનવસેવા પ્રવૃત્તિ કરો.મિત્રો કે કુટુંબ સાથે જમવા-ફરવા કે નાટક જોવા જાવ.પુસ્તક વહેંચો - સત્સંગી બનો.
આમ, માનવ જીવનને સાર્થક બનાવવા ઠીક લાગે તેવા પ્રયત્ન કરતા રહીએ.
૩) નિજાનંદ - Bliss - સત્વ
નિજાનંદની સ્થિતિમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. ઉપરાંત દિવ્ય પ્રેમની લાગણી મળે છે.
સાધનાના રસ્તે - પ્રાર્થના, સત્સંગ, જપ, ભક્તિ, યોગ, તપ અને ધ્યાન જરૂરી છે.
સાધનાના રસ્તે - પ્રાર્થના, સત્સંગ, જપ, ભક્તિ, યોગ, તપ અને ધ્યાન જરૂરી છે.
નિજાનંદ સ્થિતિમાં વ્યક્તિ હરહંમેશ આનંદમાં જ રહે છે, કારણ નિજાનંદ સ્વ પર આધારિત હોય છે.
અહીં પરમ સમાધિ અવસ્થા મળે છે અને આપણે મહાન અસ્તિત્વનો ભાગ છીએ એમ લાગશે.
સુખપ્રાપ્તિ માટેના નિયમો
જીવન એ એક ખેલ છે, તેના નિયમો છે. જે વ્યક્તિ આ ખેલના નિયમો સારી રીતે જાણી લે છે, તે સુખપૂર્વક જીવન જીવે છે અને તેની નિરાશા, ખિન્નતા, આવેશ કે ચિંતા-એ બધું જ મહદઅંશે જતું રહે છે.
૧. આકર્ષણનો નિયમ (Law of attraction)
આપણું મન ગજબનું યંત્ર છે. એની પાસે આપણે જે વસ્તુની તીવ્ર આકાંક્ષા કરીએ, તે મળ્યા વગર રહે નહીં. Like attracts like - જે જે આપણે સાચા દિલથી ઇચ્છીએ તે વાત-ઘટના આપણા જીવનમાં ચોક્કસપણે મૂર્ત બને છે.
શ્રેષ્ઠ વસ્તુઓની પરિકલ્પના કરો અને દૃઢતાથી તેને મનમાં ઘૂંટો. તેને લાયક બનો. બસ, છેવટે તે પ્રાપ્ત થશે જ. આપણે શ્રેષ્ઠતમ માટે સર્જાયા છીએ. સર્વશ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓ મળી શકે છે. વિશ્વ કેટલોગ છે. ઓર્ડર કરો અને પામો.
શ્રેષ્ઠતમની સાધના -> દૃઢ શ્રદ્ધા -> સંપૂર્ણ વિકાસની દિવ્ય ચેતના પાસે જાય છે.
The Secret -> The power of subconscious mind -> Miracles of thoughts: Peace and Prosperity
૨. ક્ષણિકતાનો સિદ્ધાંત (Law of Impermanence) - અશાશ્વતતાનો સિદ્ધાંત
જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે યાદ રાખો કે જીવનમાં કોઈ વસ્તુ અવિચળ કે શાશ્વત નથી. દુઃખ, સંકટ કે બીમારી એ કોઈ કારણસર આવેલી ક્ષણિક આપત્તિ જ છે, તે પણ જતી રહેશે. કેમકે કશું પણ ક્યારેય લાંબુ ટકતું નથી, ટકી શકે જ નહીં. આ અફર નિયમ સમજશો તો વિહવળ થયા વગર, સમતાપૂર્વક જીવશો.
દુઃખની અવગણના કરવાની જરૂર નથી, પણ કારણો શોધી દૂર કરવાની જરૂર છે.
દુઃખની વેદનાએ જગતને કેટલાય મહાન સર્જનો આપ્યા છે. દા.ત. ભગવદ્ગીતા, શ્રીમદ્ ભાગવતમ્, રામાયણ.
૩. પ્રારબ્ધનો સિદ્ધાંત (Law of Destiny)

- જાગૃત મન - Conscious Mind - ઇન્દ્રિયો દ્વારા માહિતીની નોંધ થાય છે.
- અર્ધજાગૃત મન - Subconscious Mind - અગાધ શક્તિઓનો ભંડાર હોવાથી તીવ્ર અનુભવો કે કલ્પના આ મનમાં કાયમ માટે સંગ્રહિત થાય છે.
- પરજાગૃત મન - Pre-conscious Mind - દૈવીમન. પરમતત્વ સાથે સંબંધ ધરાવતું મન છે. જેટલી દૃઢતાથી તમારી ઇચ્છાને તેમાં કંડારશો, તેટલું જ શક્ય બનશે હા, તે તમારે સ્વયં કરવાનું છે, પરજાગૃત મન પાસે.
શ્રેષ્ઠ વસ્તુઓની પરિકલ્પના કરો અને દૃઢતાથી તેને મનમાં ઘૂંટો. તેને લાયક બનો. બસ, છેવટે તે પ્રાપ્ત થશે જ. આપણે શ્રેષ્ઠતમ માટે સર્જાયા છીએ. સર્વશ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓ મળી શકે છે. વિશ્વ કેટલોગ છે. ઓર્ડર કરો અને પામો.
શ્રેષ્ઠતમની સાધના -> દૃઢ શ્રદ્ધા -> સંપૂર્ણ વિકાસની દિવ્ય ચેતના પાસે જાય છે.
The Secret -> The power of subconscious mind -> Miracles of thoughts: Peace and Prosperity
૨. ક્ષણિકતાનો સિદ્ધાંત (Law of Impermanence) - અશાશ્વતતાનો સિદ્ધાંત
જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે યાદ રાખો કે જીવનમાં કોઈ વસ્તુ અવિચળ કે શાશ્વત નથી. દુઃખ, સંકટ કે બીમારી એ કોઈ કારણસર આવેલી ક્ષણિક આપત્તિ જ છે, તે પણ જતી રહેશે. કેમકે કશું પણ ક્યારેય લાંબુ ટકતું નથી, ટકી શકે જ નહીં. આ અફર નિયમ સમજશો તો વિહવળ થયા વગર, સમતાપૂર્વક જીવશો.
દુઃખની અવગણના કરવાની જરૂર નથી, પણ કારણો શોધી દૂર કરવાની જરૂર છે.
દુઃખની વેદનાએ જગતને કેટલાય મહાન સર્જનો આપ્યા છે. દા.ત. ભગવદ્ગીતા, શ્રીમદ્ ભાગવતમ્, રામાયણ.
૩. પ્રારબ્ધનો સિદ્ધાંત (Law of Destiny)
- નસીબ કે પ્રારબ્ધ બહુ જ ગજબ ચીજ છે.
- જીવનમાં આવતાં સુખ-દુઃખનું એક કારણ આપણું પ્રારબ્ધ છે.
- કોઈને નસીબથી વધારે કે સમયથી પહેલાં ક્યારેય કશું મળતું નથી.
- સમય ખરાબ ચાલતો હોય ત્યારે, ટેકો ઊખડ્યો હોય ત્યારે વધુ ધમપછાડા - ગધ્ધા વૈતરું કે અવિચારી પ્રયત્નો કરવાને બદલે સ્વસ્થતાથી નિયતિનો સિદ્ધાંત સમજવો.
- યોગ્ય સમયની રાહ જોવામાં જ સાર છે. યોગ્ય સમયે આનાથી વધુ સારું આપવાની કુદરતની યોજના હશે.
- જે થાય છે તે સારા માટે એમ યોગ્ય રીતે સમજવાની જરૂર છે.
- આ વખતે પ્રભુભક્તિ, પ્રાર્થના, યોગ, ધ્યાન જેવા ઉપકરણો વધારી દેવા - યોગ્ય આયોજન કરવું - સંપર્કો વધારવા અને યોગ્ય સમયની શાંતિથી રાહ જોવી.
શારીરિક રીતે, મનના એક-એક વિચારો દ્વારા કે વાણીનું દરેક વાક્ય મારા દ્વારા આચરાયેલ કર્મ ફળ આપે છે - બંધનકારક બને છે.
As you sow, so shall you reap. જૈસી કરની વૈસી ભરની. કર્મ પર તારો અધિકાર છે - સત્કર્મો કરો - પણ કર્તાભાવ ન રાખો. નિષ્કામ કર્મ - ફળની અપેક્ષા વગર કરો - સાચો આનંદ ત્યાં જ મળશે.
કર્મના સિદ્ધાંત મુજબ, કર્મનું ફળ અવશ્ય - યોગ્ય સમયે - યથાયોગ્ય પ્રકારે મળ્યા વગર રહેવાનું નથી. તેથી નિષ્કામ ભાવે સત્કર્મ કરતા રહો.
૫. સંલગ્નતાનો - સંયોજનનો નિયમ (Law of Interconnectedness)
- વિશ્વના એકે-એક અણુ બીજા અણુ સાથે તેમજ વિશ્વનો એકે-એક જીવ બીજા સાથે સંલગ્ન છે.
- એકનું જીવન બીજા ઉપર આધારિત છે.
- વ્યક્તિની વ્યક્તિ ઉપરની અસર, તેના વિચારોથી કે તેના આભામંડળ (Aura) થી જે થાય છે - તે સચોટ અને અસરકારક હોય છે. સામાવાળી વ્યક્તિને અજાણી ગૂઢ રીતે લાગણી - ગમો અણગમો કે મંતવ્ય ખબર પડી જાય છે.
- આમ દરેક વ્યક્તિ દ્વારા થતું આંદોલન અનુકૂળ હોય તો વ્યક્તિનો મનમેળ સારો બેસે છે, ભલે પછી પ્રથમ વાર કેમ ન મળ્યા હોય.
ધ્યાન (Meditation)
મનની એકાગ્રવૃત્તિ દ્વારા ધ્યેય (ધ્યાનનો વિષય) અને ધ્યાતા (ધ્યાન કરનાર વ્યક્તિ) ને જોડવું તે ધ્યાન.
ધ્યાનની રીત: સ્નાન કરીને, શુદ્ધ વસ્ત્રો પહેરીને, મોં (મુખ) ચોખ્ખું કરીને, બેસવાની ચોખ્ખી કરેલી જગ્યાએ ધ્યાન માટે બેસવું.
સમય: ધ્યાન કરવા ઉત્તમ સમય સૂર્યોદય પહેલાની વહેલી સવાર (બ્રાહ્મ મુહૂર્ત) અથવા રાત્રિની નીરવ શાંતિનો સમય છે. 48 મિનિટ (એક પ્રહર) નું ધ્યાન ઉત્તમ કહેવાયું છે.
ધ્યાનના પ્રકાર
૧. સાતત્ય
- કોઈ વસ્તુ, જ્યોતિ, બિંદુ, મૂર્તિ, ફોટો કે કંઈ પણ રાખીને તેના પર સાતત્યથી એકીભાવે એકાગ્ર થઈ ધ્યાન કરી શકાય.
- શરૂઆતમાં આંખ ખુલ્લી રાખીને એ પદાર્થ પર એકાગ્ર થવું. પછી થોડી સ્થિરતા અને અનુભવ પ્રાપ્ત થતાં આંખ બંધ કરીને એ પદાર્થને ચિત્તમાં કે બે આંખ ભ્રમરની વચ્ચે કપાળમાં (આજ્ઞાચક્ર), તે બિંદુ પર અથવા હૃદયમાં કે નાભિમાં ધારણ કરી શકાય.
- સાતત્યથી આ ઘ્યેય પર ઘ્યાન કરનાર દ્વારા ચિત્તની એકાગ્રતાથી ઘ્યાન કરતા રહેવું. મનને મિત્ર બનાવવાનું છે, શત્રુ નહીં. જો બીજો વિચાર કે વિકાર આવે તો સહજતાથી ધ્યેય ઉપર તરત પાછા ફરવું.
- અહીં અવાજ-નાદનું ધ્યાન કરવાનું છે.
- મુખથી મંત્ર-ધ્વનિ કરી શકાય.
- ઓમકાર (ૐ) બોલીને કે કોઈ મંત્ર - જેમ કે ૐ નમઃ શિવાય, ૐ નમો નારાયણાય, શ્રી કૃષ્ણ શરણં મમ: કે ૐ હ્રીં અર્હમ્ નમઃ બોલતાં બોલતાં ધ્યાન કરવું.
- બહારથી આવતા મંત્રોચ્ચારના અવાજ કે દૂર સુદૂરથી આવતા કુદરતી અવાજો પર નીરવ શાંત વાતાવરણમાં ધ્યાન કરી શકાય.
- મંત્રના ઉચ્ચારણ કે શ્રવણ કરતી વખતે તેના આંદોલનો કે તેના અર્થ તેના અધિષ્ઠાયક દેવ ઉપર ધ્યાન-મગ્ન થવાનું છે.
- મનને નાકના દરવાજે પ્રતિષ્ઠિત કરીને, નાકમાંથી અંદર આવતા એકે-એક શ્વાસને જોવાનો અને બહાર આવતા એક-એક શ્વાસને જોવો અને જાણવો (To see and observe).
- મનનો સ્વભાવ એવો હોય છે કે શ્વાસ પર મન ટકે કે તરત જ કાળ, સ્થળ, વ્યક્તિ એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ, આ જગ્યા કે પેલી જગ્યાના વિચારોમાં ખોવાઈ જાય છે. આથી કૂદકા મારતા મર્કટ મનને સ્થિરતાથી, ધૈર્યથી અને સભાન પ્રયત્ન પૂર્વક રોકવાનું છે.
- આ માટે જાગૃત ચિત્તની યોગાવસ્થા (Alert and attentive mind), શાંત (Calm) અને સમતાયુક્ત (Equanimous mind) અવસ્થા પ્રયત્નપૂર્વક જાળવવી જરૂરી છે. શ્વાસની પાંખ ઉપર ઉડી આવતા વિકરારો કે વૃત્તિથી સાવધાન રહેવું જરૂરી છે.
- શ્વાસ હરપળ આપણી સાથે છે, માટે તેની સાધના કયારેય કરી શકાય.
- શ્વાસ જીવનનો મુખ્ય આધાર (Vital force) હોવાથી શ્વાસ પરનું ધ્યાન સૌથી મહત્ત્વનું છે.
- કોઈ સદ્વિચારને પકડીને તેના પર સાતત્યપૂર્વક ધ્યાન કરવું. જેમ કે: "આખા વિશ્વનું મંગલ થાઓ" કે "સૌનું કલ્યાણ થાઓ". આવા એક જ વિચારને દ્રઢ કરતા જવું.
- વિચારોને શાંત ચિત્તે, સ્વસ્થ ચિત્તે, સમતાભર્યા ચિત્તે માત્ર જુઓ - મૂલવો નહીં - માત્ર જુઓ અને જાણો. વિચારોનું સ્વરૂપ તેનો આદિ, મધ્ય અને અંત જુઓ (સાક્ષીભાવ).
- વિચારોને નિર્લેપ ભાવે જોવાથી એ સમજાશે કે વિચારો જ આપણા દુઃખનું કારણ બને છે. તે સાવ ખાલી અને નિરર્થક હોય છે. મોટાભાગના વિચારો તો વિરોધાભાસી હોય છે. વિચારો મન અને મગજને થકવી નાંખે છે. તેમાં રાગ-દ્વેષ ન રાખતાં તેની માયાજાળમાંથી નીકળી જવાનું શીખી જવાય.
પોતાના મનની રોગી અવસ્થા મનની કાળજીથી દૂર કરવી.
- શ્વાસ પ્રેક્ષા (આનાપાન સતિ) : શ્વાસોશ્વાસ કરનું ઘ્યાન.
- શરીર પ્રેક્ષા: શરીરમાં પ્રત્યેક ક્ષણે પ્રગટ થતી ઠંડી-ગરમ, સ્નિગ્ધ-રૂક્ષ, મીઠી-પીડાકારક, ઘન-પ્રવાહી સંવેદનાઓને સાક્ષીભાવે જોવું - પણ તેમાં લોપાવું નહીં. રાગદ્વેષ કે મમતાભાવ કરવાનો નથી. શરીરની સંવેદનાઓ ક્ષણિક છે. અને ક્ષણે-ક્ષણે બદલાય છે. રાગ-દ્વેષ જતાં રહે, હર્ષ-શોક જતા રહે અને વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં દુઃખોનો સર્વનાશ થાય છે.
- વિચાર પ્રેક્ષા: વિચારો ઉપર પ્રભુત્વ મેળવવાથી વિચારો આપણને કનડતા બંધ થાય છે.
૬. પ્રેક્ષા ધ્યાન (Contemplation)
સહજ ભાવે જોવું - નિરીક્ષણ, પણ કોઈ રીતે મૂલ્યાંકન ન કરવું. જોનારને જોવો.
૧. સંબંધો (Relations):
- શુભ વિચારો કરવા
- ધર્મના વિચારો કરવા - ધર્મ ઘ્યાન.
- કલ્યાણના વિચારો કરવા.
- ગુમાવેલી વસ્તુનો શોક ન કરવો.
- પ્રિયના વિયોગ કે અપ્રિય ચીજોનો સામનો કરવાથી થતા દુ:ખના આર્ત ઘ્યાનમા ન રહેવું.
- કોઈને લીધે દુ:ખ થયું હોય તો કે નુકશાન થતું હોય તો દ્વેષ ન કરવો.
- શારીરિક - મનોદૈહિક (Psychosomatic) રોગો અને જીવનશૈલીના વિકારોથી થતા રોગો (Lifestyle diseases) માં ધ્યાન મહત્ત્વનું કામ કરે છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, સંધિવાત, એલર્જીના રોગો, કમર-ગરદનના દુઃખાવા, પેટની ગરબડો, એસિડિટી, હૃદયરોગ, લકવા, પક્ષઘાત, અનિદ્રા, દમ, વ્યસનો, હતાશા, ચિંતા, ક્રોધ, વર્તણૂંકની સમસ્યા, તનાવ (સ્ટ્રેસ) આ બધા રોગોમાં ધ્યાન-યોગકરલાથી વત્તે-ઓછે અંશે ફાયદો થાય છે.
- ધ્યાનથી બુદ્ધિ, મેધા, સ્મૃતિ અને પ્રજ્ઞાનો વિકાસ થાય છે. વ્યકિત-વ્યકિતઓ વચ્ચે સંવાદ સધાય છે. કુટુંબમાં મનમેળ સ્થપાય છે. આખી માનવજાત ધ્યાન કરે તો વિશ્વશાંતિ સ્થપાય. બુદ્ધિ, વિવેકબુદ્ધિ, નિર્ણયશકિત, વાક્પટુતા પ્રખર બને છે.
- ધ્યાનની સાધનામાં આગળ વધનારને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનું વ્યક્તિત્વ ચુંબકીય અને શાંતિપૂર્ણ બને છે.
- ધ્યાન કરવાથી ધીમે ધીમે કષાયો મનુષ્યનાં ઈચ્છા, વિચારો, વૃત્તિઓ, કષાયો (= ક્રોધ, અભિમાન, માયા, લોભ) નો નાશ થાય છે. દેહ છતાં દેહાતીત અવસ્થામાં આવી જાય છે. મનમાંથી અ-મન થવું, સમાધિ અવસ્થા પ્રાપ્ત થવી અને છેવટે નિર્વાણ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
૧. સંબંધો (Relations):
- સંબંધો એ જીવનનું હૃદય છે. માનવી પોતાના જીવનમાં સંબંધોને લીધે ઉષ્મા પામે છે અને અનેક મુશ્કેલીઓના આઘાતો જીરવી શકે છે.
- પતિ-પત્નીના સંબંધો વિશ્વાસ અને પ્રેમના પાયા પર રચાયેલી ઈમારત છે. પવિત્રતા-પારદર્શકતા-સાહજિકતા અને સંવાદિતા સાથે સહન કરવાની અને જતું કરવાની કળા જરૂરી છે. પરસ્પર પ્રત્યે પ્રેમની સાધના જીવનને આનંદિત અને સુખી બનાવે છે.
- બાળકોને તમારો સમય આપો - સંસ્કાર અને યોગ્ય શિક્ષણ આપો. તેમને કળા-સાહિત્ય-સંગીતમાં રસ લેતા કરો. પણ પૈસાની રેલમછેલ બતાવી બગાડો નહીં.
- પોતાના માતાપિતા અને સાસુ-સસરાનું સન્માન કરો. તેમની જરૂરિયાતો પૂરી કરો અને તેમની સાથે પૂરતો સમય ગાળો.
- મિત્રો જીવનની મૂડી છે. નિઃસ્વાર્થ મિત્રો સાથે આપણે નિર્દોષ આનંદમાં પૂરતો સમય કાઢવાથી જીવન આનંદિત બની જાય છે.
- એવી જ રીતે ધંધા-વ્યવસાયના માણસો અને અડોશી-પડોશી સાથે હળીમળીને પ્રેમથી તેમનું દિલ જીતવું જોઈએ.
- દરેક વ્યક્તિને સુમધુર સ્મિત આપવું : સારા વાકયોથી અભિવાદન કરવું. જેમ કે-સુપ્રભાત-શુભરાત્રિ-સ્વાગતમ્ - મને તમારે માટે ખૂબ લાગણી છે - આભાર - ક્ષમા કરશો - મારી ભૂલ થઈ ગઈ.
- ખૂબ હસો : હૃદયના ઊંડાણથી હસો. સાચા દિલથી હસો. પોતાની ભૂલ પર હસો. હા, બીજાની ભૂલ કે નબળાઈ પર નહીં.
- નામથી પ્રેમથી સંબોધન કરો.
- બીજાની વાત સાંભળતા શીખો - મૃદુભાષી - મિતભાષી બનો. બીજામાં સાચો રસ લો - બીજાની સારી વતની સાચા દિલથી પ્રશંસા કરો.
- જરૂર ન હોય ત્યાં માત્ર સાંભળો, મૌન રહો.
- પોતાના શોખ અને સર્જનાત્મકતા જીવનને અર્થસભર બનાવશે અને જીવનનો અનેરો આનંદ આપશે. આપની રૂચિ અનુસાર વાંચન, લેખન, સંગીત સાંભળવું, નૃત્ય, બાગકામ, ફોટોગ્રાફી, રમતગમત, નાટયકળા - જે ગમે તે શોખ કેળવો. તે તમને સંતોષ, આનંદ, પ્રસિદ્ધિ અને પૈસા અપાવશે. હા, સાધના જીવંત રાખો-ચાલુ રાખો.
- મિત્રો, સગા-સંબંધીઓ, આડોશી-પાડોશીઓ સાથે હળતા-મળતા રહો ઉત્સવ સાથે ઉજવો.
- વ્યસનો (તમાકુ, દારૂ, ડ્રગ્સ, ધુમ્રપાન, જુગાર)થી સર્વદા દૂર રહો.
૪. સમય સંચાલન (Time Management):
સમયનું આયોજન આગવી કુશળતા છે, તે સિદ્ધ કરવી જ રહી. ધ્યાન રાખો-ફાલતુ વાતો, ગપસપ-નિંદા કે નકામી ચીજોમાં સમય ન વેળફો.
કારણ વગર, અણગમતા, ગમે તેવા લોકોને તમારી જીંદગીમાં ન પ્રવેશવા દો. હા સમય પાલન-દિવસનું, અઠવાડિયાનું, મહિનાનું અને જીવનના વર્ષોનુ આયોજન ચોક્કસપણે કરો.
૫. નેતૃત્વ (Leadership):
નેતાગીરી શીખવી મરજિયાત છે, પણ તેનાથી પણ જીવન સમૃદ્ધ અને હેતુસભર બને છે. તેનો પ્રભાવ અને શકિતઓ મહાન હોય છે.
આમ, બધી જ રીતો અજમાવી નિજાનંદ માટે સક્રિય રીતે પ્રયત્નશીલ રહીએ.
આ બધી વાતનો સાર કહીએ તો:

- સ્વાસ્થ્ય જાળવો.
- સ્મિત કરો - દિલથી હસો.
- સારી રીતભાત કેળવો.
- સ્પર્ધાભાવથી દૂર રહો.
- ક્ષમા કરો.
- સર્જનાત્મક બનો - શોખ કેળવો.
- સંબંધોની જાળવણી માટે પ્રયત્નશીલ રહો.
સુખોપનિષદ
| ![]() |