વર્તમાન સમયમાં લોકોને ઉજવણી કરવાનો ખાસ શોખ
જાગ્યો છે એટલે નાનામાં નાના કારણોમાં પણ ભભકાદાર - ખર્ચાળ અને મોટા મેળાવડા જેવી
પ્રસંગોની ઉજવણી કરતા હોય છે. લગ્ન - જન્મદિવસ - ઉપનયન સંસ્કાર - શ્રીમંત વિધિ -
ઘરનું વાસ્તુ - લગ્નના કે પોતાના ૨૫-૫૦ કે ૭૫
વર્ષ - નોકરીમાં પ્રમોશન - પરદેશગમન - પરીક્ષામાં સફળતાથી માંડીને મરણ પછીની ભોજન
જેવા કારણોસર પ્રસંગો બનાવાતા હોય છે.
પ્રસંગોમાં આમંત્રણનો જ વિષય હોવાથી ઉજવણીમાં
સાદાઈ - ઓછા વ્યક્તિને જોડવા કે સમૂહઆયોજન દ્વારા ખર્ચની બચત વિષયની ચર્ચા દરેકના વિવેકાધિન માની છોડીએ
છીએ.
અહીં આપણે આમંત્રણ આપવાની રીતની વિવિધતા જેવી કે
રૂબરૂ - ફોનથી - વોટ્સએપના સંદેશાથી કે પોસ્ટ/કુરિયર દ્વારા મોકલાતા આમંત્રણની અસર
વિશે એટલું કહી શકાય કે હવેથી રૂબરૂ આમંત્રણની અનિવાર્યતા રહી નથી. કોઈપણ રીતે
આમંત્રણ આમંત્રિતને પહોંચવા સાથે કમસેકમ ફોન દ્વારા આમંત્રણ મળે એવી અપેક્ષા વધારે
પડતી ન કહેવાય ખરુંને?
મારી અંગત વાત એટલા માટે કરું છું કારણ કે આપણે
પ્રસંગના આમંત્રણની અપેક્ષા કોની પાસે રાખી શકીએ તે વિચારવાનું છે. આપણને કોણ
આમંત્રણ ન આપે તો ખોટું લગાડવાનું નથી તે વિશે મનોમંથન કરવાનું છે. આમંત્રણ ન
આપીને સંબંધી કે મિત્રને અપમાનિત કરવાનો ઈરાદો કેટલે અંશે યોગ્ય છે. પ્રસંગની
સફળતા આમંત્રિતોની હાજરીથી છે- એ તો હકીકત છે. તો આમંત્રણમાં વિવેક- માનમર્યાદા-
સન્માન જળવાય એ ખાસ જરૂરી છે. આમંત્રણ આપવામાં કે ન આપવામાં કોઈ મહાનતા નથી-
આમંત્રણ વ્યવસ્થિત રીતે, કાળજીપૂર્વક રીતભાત વર્તનની તકેદારી સાથે અપાય તે મહત્વનું
છે.
મારી દીકરીના લગ્નમાં સાતસો (૭૦૦) કંકોત્રી
વહેંચી હતી. સગાંસંબંધી- જાનપક્ષ-
મિત્રમંડળ ઉપરાંત રહેઠાણની સોસાયટીના વ્યક્તિઓ- મેડિકલ એસો.- આંખના ડોક્ટર મિત્રો-
લાયન્સ ક્લબ સંસ્થાઓ- દવાવાળાઓ- ચશ્માની દુકાનવાળાઓ- બીજા બધા સંપર્કને આમંત્રિત
કર્યા હતા. હવે એ બધા પાસે તેમને ત્યાં પ્રસંગમાં આમંત્રણની અપેક્ષા રાખી શકાય કે
નહીં? આપણે જેમને અંગત સ્વજન-સ્નેહી ગણતા હોય તેવાને આમંત્રી સંબંધ હોવાની સાબિતી
આપ્યા પછી- તેઓ ન બોલાવે ત્યારે ખોટું લગાડવું કે નહીં?
આમંત્રણમાં એક વ્યક્તિ - બે વ્યક્તિ કે સપરિવાર
લખેલ હોય ત્યારે? એક વ્યક્તિ કે બે વ્યક્તિ વાળું આમંત્રણ આપણા સંબંધ દૂરનો
હોવાનું કે બિનમહત્ત્વનો હોવાનું દર્શાવે છે. તેમાં ગેરહાજર રહી શકાય - એવા
આમંત્રણ ન આપીએ તે વધારે યોગ્ય રહેશે - બધા ખાસ-નિકટના-અંગત સગા સંબંધીઓ -
મિત્રોને જ બોલાવો - બાકીનાને મોકૂફ કરો તે વધારે સારું.
આમ આમંત્રણ મળી ગયા પછી વિચારવાનું એ રહે છે કે
જવું કે નહીં? આપણે જો આમંત્રણ ન મળે ત્યારે ખોટું લગાડતા હોઈએ તો મળે
ત્યારે આમંત્રણને માન આપી અવશ્ય જવું જોઈએ. સંબંધની ઘનિષ્ટતા - તેમના દ્વારા
ભૂતકાળમાં આપણી સાથે વર્તન - આ બધું વિચારીને પ્રસંગોમાં હાજરી આપવી જોઈએ.
પ્રસંગો ઘણા બધા વ્યક્તિઓને સમૂહમાં મળવાનો -
આનંદ કરવાનો અને સંબંધને મજબૂત કરવાની તકો છે. તો અંગત લાગતા સ્નેહી/મિત્રોને
ત્યાં હાજર રહેવાની કોશિશ કરવી જ જોઈએ. બાકી જો- બીજા અનિવાર્ય રોકાણો - માંદગી -
પ્રવાસો જેવાં કારણોસર ગેરહાજર રહેવાના હો તો - આમંત્રણ આપનારને પહેલાંથી જણાવી
માફી માંગી શુભેચ્છા પાઠવવી જ જોઈએ.
આમ - આપણે આમંત્રણની રીત - સંખ્યા અને તેનો
પ્રત્યુત્તર સમજ્યા પછી - પોતાની રીતે મનોમંથન કરીએ અને પ્રસંગો માણીએ.
ડો. ભરતચંદ્ર
દેસાઈ, બિલીમોરા.
૬-૦૩-૨૦૨૬
Imagine staring at a computer screen during a high-stakes deadline, your heart racing as stress builds - unbeknownst to you, this invisible tension is quietly raising pressure in your eyes, potentially fuelling glaucoma’s silent advance. Science now reveals how mind and body are locked in a delicate dance, where psychological states profoundly influence biological processes, and vice versa.
The Mind-Body Link in Glaucoma
Psychological stress can trigger two key hormonal pathways:
- HPA Axis: Stress prompts the hypothalamus to release CRH (corticotropin-releasing hormone). CRH stimulates the pituitary gland to release ACTH (adrenocorticotropic hormone), which in turn prompts the adrenal glands to release cortisol. Elevated cortisol levels can increase intraocular pressure (IOP).
- SAM Axis: Stress activates the sympathetic nervous system, stimulating the adrenal medulla to release adrenaline and noradrenaline. This elevates IOP and causes vasoconstriction in retinal and optic nerve vessels, leading to visual damage.
Thus, stress acts as both a cause and contributing factor for glaucoma. As glaucomatous optic neuropathy worsens, it sparks fear of blindness, which exacerbates stress and further elevates cortisol—creating a vicious cycle of damage.
Ageing itself also contributes to optic nerve damage and blindness. No medicine can fully cure these issues.

Why Mind-Body Therapies Matter
Repetitive or chronic stressors overwhelm the body’s coping mechanisms, leading to allostatic overload. This can trigger mental health issues, diabetes, hypertension, and more. Mind-body therapies are essential to counter stress.
- Pranayama (Slow, Controlled Breathing)
- 3-6-5 Technique: Take 6 breaths per minute for 5 minutes, 3 times a day. This practice reduces IOP effectively.
- Mindful Meditation Focused on Breath: Meditation trains attention and awareness to foster emotional calm, clarity, and well-being. Use breath awareness or mantra recitation.
- Find a quiet place.
- Sit comfortably with a straight back, close your eyes, and focus on the tip of your nose or between your eyebrows.
- Observe your natural breath while inhaling and exhaling slowly.
- Start with 5–10 minutes, building to 30–45 minutes.
Regular practice lowers IOP and improves health-related quality of life.
Break the vicious cycle today - start with just 5 minutes of pranayama or meditation, and reclaim control over your eye health through the power of your mind.
Reference: Dada T. The emerging science of psycho-neuro-endocrinology-immunology and glaucoma management. Indian J Ophthalmol. 2025;73:1705-1710.
ડુંગરી (તા. પારડી વાયા: ઉદવાડા) ગામે દયાળજી (ચુનીભાઈ) નાગરજી દેસાઈ પરિવાર તા. ૫-૬ અને ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના ત્રણ દિવસ (શુક્ર-શનિ-રવિ) ભેગો થયો હતો. ૨૦૧૩થી લગભગ દર વર્ષે અનુકૂળતા મુજબ ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આ પરિવારના સદસ્યો "કુમુદ ફાર્મ" ખાતે નિયમિત ભેગા મળી સ્નેહસંમેલન કરે છે. આ રીતનું તેમનું આ તેરમુ સમૂહજીવન હતું.
દયાળજી (ચુનીભાઈ) નાગરજી પરિવારના લગભગ ૮૦ જેટલા સદસ્યો છે. તેઓની પાંચ પેઢીના લગભગ ૬૦-૬૫ સભ્યો દર વર્ષે આવે છે. તે માટે તેઓ અમેરિકા - દક્ષિણ આફ્રિકા જેવા પરદેશથી ઉપરાંત ભારતમાં મુંબઈ - પુના - અમદાવાદ - સુરત - બીલીમોરા - વાપી જેવાં શહેરોમાંથી અહીં નિયમિતપણે આવે છે.
તેઓને રહેવા માટે કાયમી ધોરણે તેમણે તંબુઓ (Tents) વસાવ્યા છે. ઉપરાંત કુમુદફાર્મની વાડીમાં ડો. હિરેનભાઈ દેસાઈનો બંગલો પણ વાપરે છે. અહીં ૮૫ વર્ષથી માંડીને ૩-૪ વર્ષના બાળકો સહિત બધા જ આવે છે. આ વર્ષે લગભગ ૫૫ વ્યક્તિઓ હાજર હતા. ભાઈઓ અને બહેનો તેમના સમગ્ર પરિવાર સાથે હોંશે હોંશે ભાગ લે છે. ત્રણ-ચાર વેવાઈઓ પણ આ વખતે જોડાયા હતા.
ભોજન વ્યવસ્થા: મુકેશભાઈ - મેહુલભાઈ - નીતિનભાઈ - ડો. હિરેન તથા ચારુબેન સાથે મળીને આ વહીવટ સંભાળે છે. ત્રણ દિવસ અનાવિલ સ્વાદના દાળ-ભાત-લાપસી-ભજીયા ઉપરાંત ખાતા ધરાઈ જવાય એટલી વાનગીઓ પીરસે છે. નાળિયેર પાણી, કુલ્ફી, ઉબાડિયું - પોંક - પાણીપુરી - ભેળ - સેવપુરી - બિરયાની - લસણિયું ચવાણું - ચણા દાળ ઉપરાંત ગાજરનો હલવો જેવી અસંખ્ય વાનગીઓ આવતી જ રહેતી હોય તો ખાવામાં ભૂલ ન પડે તો જ નવાઈ!
રમતગમત: યુવાવર્ગ ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, સાપસીડી, કબડ્ડી, પાના જેવી રમતો આખો દિવસ થાક્યા વગર રમતા હોય છે. તે માટે ગ્રાઉન્ડ – નેટ – બોલ – સ્ટમ્પ – બધી જ કાર્યવાહી અને વ્યવસ્થા ડૉ. હિરેનભાઈનો સ્ટાફ અગાઉથી જ કરી રાખતો હોય છે.
મનોરંજન: ત્રણ દિવસમાં મનોરંજનની વ્યવસ્થા દેવાંગભાઈ અને જિજ્ઞા સંભાળે છે. બોલાવેલા પ્રખ્યાત કલાકારો દ્વારા અને કુટુંબના સભ્યો દ્વારા રજૂઆત ખૂબ આનંદદાયક હોય છે. કોઈવાર ઘેરૈયા – તો કોઈવાર ઘોડેસવારી – અંતાક્ષરી – દેવાંગભાઈ દ્વારા સંગીતખુરશી જેવી વિવિધ રમતો અનુકૂળતા મુજબ ગોઠવાતી હોય છે.

ત્રણ દિવસમાં કુટુંબભાવના – પરસ્પરનો ગાઢ સંપર્ક – મિત્રતા અને પ્રેમભાવ અવશ્ય થતો જ હોય છે. વર્તમાન સમયમાં આવી કુટુંબભાવના જોવી – અનુભવવી એ એક નસીબની વાત છે. પછી છૂટા પડવું વિશાદપ્રેરક જ હોય શકે. અનાવિલ સમાજમાં એકતા – ભ્રાતૃભાવ – અન્યોઅન્ય માટે સન્માન ફક્ત અહીં જ જોવા મળે છે. જે કદાચ અપવાદરૂપ છતાં નમુનેદાર અને અનુકરણીય છે.
આપણે કંઈ પ્રેરણા લઈશું?
ડો. ભરત દેસાઈ, બીલીમોરા.
તા.: ૦૮-૧૨-૨૦૨૫
ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ
૧. રક્તદાન
દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્મર સુધી કોઈ પણ તંદુરસ્ત વ્યક્તી આપી શકે છે. રક્તદાતાની હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીઝ તથા હીમોગ્લોબીન ઉપરાંત એઈડ્ઝ, હીપેટાઈટીસ બી અને સી તથા અન્ય જાતીય સંક્રામક રોગો માટે તપાસ કરવામાં આવે છે, પછી જ દાતાનું લોહી લેવામાં આવે છે, જેથી લોહી મેળવનાર વ્યક્તીના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું ન થાય. આથી દાન કરનારને લોહી આપ્યા પછી પોતાને કોઈ મુશ્કેલી અથવા રોગ થશે તેની જરાયે ચીંતા કરવાની જરુર નથી. દર ત્રણ મહીને જરા પણ ડર્યા વીના રક્તદાતા પોતાનું લોહી આપી શકે છે. દરેક તંદુરસ્ત વ્યક્તીએ આ દાન અચુક જ કરવું જોઈએ અને કોઈની જીંદગી બચાવ્યાનો સંતોષ લેવો જોઈએ. આપણે ત્યાં 100થી વધુ વખત ‘રક્તદાન’ કરનાર અનેક લોકો છે જે ખુબ જ તંદુરસ્ત જીવન જીવે છે; આથી ‘રક્તદાન’ કરનારાએ ડરવાની જરુર નથી.
૨. અંગદાન
હવે તો વીજ્ઞાને એક વ્યક્તીના શરીરનાં અંગો, બીજી વ્યક્તીના શરીરમાં પ્રત્યારોપણ કરવાની અને એવા દર્દીઓને નવી જીંદગી આપવાની શોધ કરી છે. દરેક જણ એ જાણે છે કે મૃત્યુ પામ્યા બાદ નશ્વરદેહ લાંબો સમય રાખી શકાતો નથી. કુટુંબીજનોએ એમના કૌટુંબીક રીવાજ પ્રમાણે મૃતદેહનો અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર/દફનવીધી કરે છે. ત્યારબાદ આશ્વાસન રુપે મળતી રાખ(અસ્થી)ને ગંગા નદી કે અન્ય નદીમાં પધરાવવામાં આવે છે. મરણ પછી વ્યક્તીનું શું થાય છે એની હજી સુધી આપણને ખબર નથી. આત્માનું હોવું વીવાદાસ્પદ છે, વીજ્ઞાન દ્વારા એની કોઈ સાબીતી મળી નથી; પરન્તુ વીજ્ઞાનની નવી શોધોએ મૃત વ્યક્તીનાં શરીરનાં વીવીધ અંગોને અન્ય વ્યક્તી કે જેને આ અંગો/અવયવોની જરુર છે તેમના શરીરમાં પ્રત્યારોપણ કરીને એ દર્દીને નવું જીવન આપવાની સંભાવના ઉભી કરી છે.
અંગદાન ત્રણ રીતે થઈ શકે છે:
૧. જીવીત વ્યક્તી: જેવી રીતે જીવીત વ્યક્તી ‘રક્તદાન’ કરી શકે છે તેવી જ રીતે કોઈ વ્યક્તી પોતાની એક કીડની (મુત્રપીંડ), લીવર (યકૃત)નો ભાગ, સ્વાદુપીંડ (પેન્ક્રીયાસ)નો ભાગ તેના નજીકના સગાંને દાનમાં આપી શકે છે. તંદુરસ્ત વ્યક્તી આ અવયવનું દાન કર્યા બાદ તંદુરસ્ત જીવન જીવી શકે છે અને દાન લેનારને નવું જીવન મળે છે. બન્ને એક જ કીડનીથી જીવી શકે છે. મનુષ્યના શરીરમાં યકૃત જ એક એવો અવયવ છે જે ફરીથી આપેલ ભાગને નવો ઉત્પન્ન કરી શકે છે. 70 વર્ષના આયુષ્ય સુધી ‘અંગદાન’ દાન કરી શકે છે; પરન્તુ તે દાતાને કૅન્સર, ચેપી રોગો જેવા કે, ઝેરી કમળો, એઈડ્સ જેવા રોગો ન હોવા જોઈએ.
૨. બ્રેઈનડેડ વ્યક્તી: ઘણીવાર વાહનનાં અકસ્માત કે હાઈ બ્લડપ્રેશરને લીધે મગજમાં હેમરેજ થાય છે, જેને લીધે વ્યક્તીનું મગજ કામ કરતું બંધ થાય છે. આવી વ્યક્તીની ખુબ ઝીણવટથી તબીબ તપાસ કર્યા બાદ મગજના રોગોના નીષ્ણાત તબીબ એને બ્રેઈનડેડ હોવાનો રીપોર્ટ આપે છે. જો વ્યક્તી બ્રેઈનડેડ હોય તો ફરી જીંદગી જીવી શકે નહીં, ક્યાં તો એનું મૃત્યુ થઈ જાય અથવા અન્ય પર પરાવલંબી થઈને એને જીવવું પડે. જો કારની બેટરી ઉતરી ગઈ હોય તો ધક્કા મારીને કાર ચાલુ કરી શકાય; પરન્તુ કાયમ માટે કાર ચાલુ રાખવી હોય તો નવી બેટરી નાખવી જ પડે. એ જ રીતે જે વ્યક્તીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તેના મગજનો મરી ચુકેલો ભાગ બદલી નાખવો પડે, પણ આવું શક્ય નથી. મગજ વગર શરીરનાં કોઈ પણ અંગો કે અવયવ કામ કરી શકતાં નથી, આથી આવી વ્યક્તી ફરીથી તંદુરસ્ત થઈને હરતીફરતી થાય એવી શક્યતા રહેતી નથી. આ સંજોગોમાં જો દર્દીનાં નજીકનાં સગાં તરફથી ‘અંગદાન’ કરવાની સંમતી મળે તો તેના શરીરમાં કાર્યરત અવયવોને કૃત્રીમ તબીબી સાધનો દ્વારા તબીબો થોડા કલાક માટે હૉસ્પીટલમાં તેનાં અંગોને સજીવ રાખી શકે છે. આ સમય દરમીયાન આ અંગોને કાઢી લઈને બીજા જરુરીયાતવાળા દર્દીમાં તાત્કાલીક પ્રત્યારોપણ કરવામાં આવે છે. દર્દીના શરીરમાંથી જીવીત અને કાર્યરત અંગ કાઢી લઈને એને બીજા દર્દીના શરીરમાં નાખવાની આખી શસ્ત્રક્રીયા ખુબ જ ગણતરીના કલાક (4થી 8 કલાક)માં પુર્ણ કરી દેવામાં આવે છે. આ માટે પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર, વાહન, વીમાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે, હાલમાં બ્રેઈનડેડ વ્યક્તી નીચેનાં અંગો/અવયવોનું દાન કરી શકે છે.
|
ક્રમ
|
દાન કરી શકાય તેવા અંગોના નામ
|
કેટલા કલાકમાં
અંગ આપી શકાય
|
અંગદાન કરનાર વ્યક્તીની વય
|
|
બ્રેઈનડેડ વ્યક્તી :
|
|
1.
|
હૃદય અને ફેફસાં
|
4થી 6 કલાક
|
40થી 50 વર્ષ સુધી
|
|
2.
|
યકૃત
|
6થી 12 કલાક
|
70 વર્ષ સુધી
|
|
3.
|
મુત્રપીંડો
|
30 કલાક
|
70 વર્ષ સુધી
|
|
4.
|
આંતરડાં
|
6 કલાક
|
40થી 50 વર્ષ સુધી
|
|
5.
|
સ્વાદુપીંડ
|
6 કલાક
|
70 વર્ષ સુધી
|
|
મૃત વ્યક્તી :
|
|
|
|
1.
|
ચક્ષુદાન, અસ્થીમજ્જાદાન (હાડકાં)
|
4થી 6 કલાક
|
100 વર્ષ સુધી
|
|
2.
|
ચામડી
|
6 કલાક
|
100 વર્ષ સુધી
|
આ દાન કોણ ન કરી શકે?
કૅન્સર, ચેપી રોગો જેવા કે એઈડ્સ (AIDS), ઝેરી કમળો (હીપેટાઈટીસ એ અને બી)થી પીડીત દર્દીઓ અંગદાન ન કરી શકે. ભારત દેશમાં અત્યારે દોઢથી બે લાખ કીડની, લીવર, તેમ જ ચક્ષુદાનની જરુરીયાત છે, જો આવાં દાન કરવામાં આવે તો અન્ય વ્યક્તીને નવું જીવન મળે તથા દર્દીના આપ્તજનોને પોતાના સ્નેહી મૃત વ્યક્તી બીજાના શરીર દ્વારા જીવતો જોવાનો સંતોષ મળી શકે.
સુરતમાં ‘Donate Life’ સંસ્થા કાર્યરત છે.
https://www.donatelife.org.in/ વેબસાઈટ પર સઘળી માહીતી ઉપલબ્ધ છે. પોતાના મરણ પછી ‘અંગદાન’ કરવાની ઈચ્છા હોય તો અંગદાનનો ‘સંકલ્પ પત્ર’ ભરી, તેની નોંધણી કરાવીને પોતાની સાથે કાયમ રાખવો જરુરી છે. જેથી આકસ્મીક મૃત્યુ બાદ ‘અંગદાન’ માટે જરુરી કાર્યવાહી તાત્કાલીક કરી શકાય. વધુ માહીતી અને Donor Card માટે
https://sotto.nic.in/StateHome.aspx વેબસાઈટ પર નોંધણી કરી ને Donor Card મેળવી શકાય છે.
3. દેહદાન
દરેક સજીવનું મૃત્યુ નીશ્ચીત છે, એ જ રીતે દરેક મનુષ્ય પણ મૃત્યુ પામે છે, એનો સમય, સ્થળ કે કારણ અગાઉથી જાણ થતી નથી; પરન્તુ નશ્વરદેહ લાંબો સમય રાખી શકાતો નથી. ફક્ત થોડા સમય માટે મોર્ગ (શબઘર)માં તેને રાખી શકાય છે. આપ્તજનોને એને માટે ભાવનાત્મક અનુરાગ કે લગાવ રહે છે. વધુ સમય જો રાખવામાં આવે તો મૃતશરીરમાં સડો લાગુ પડીને તે દુઃર્ગંધ મારવા લાગે છે અને રોગ પણ ફેલાવી શકે છે. દરેક ધર્મમાં, શાસ્ત્રોમાં આત્મા અને પુનર્જન્મ વીષેની ખુબ માન્યતાઓ છે; પરન્તુ આ નશ્વરદેહનો સત્વરે અંતીમસંસ્કાર અથવા ભુમીસંસ્કાર/દફનવીધી કરવો જ પડે છે અને ફક્ત એનાં અસ્થી કે રાખ ભેગાં કરીને એને ગંગા નદી કે અન્ય નદીમાં પધરાવી દઈ સંતોષ માનવામાં આવે છે.
જો મેડીકલ કૉલેજમાં અભ્યાસ કરતા વીધાર્થીઓ માટે આ નશ્વરદેહનું દાન કરવામાં આવે તો ભવીષ્યમાં ડૉક્ટર થનારને શરીરરચના સીધી નજર સમક્ષ અંગવીચ્છેદ કરીને જોવા મળે છે, જે એના ભવીષ્યમાં સર્જન બનવા માટે ખુબ ઉપયોગી છે. આ નશ્વરદેહને મેડીકલ કૉલેજના ઍનેટોમી વીભાગમાં રાસાયણીક પ્રકીયા કરી લાંબો સમય રાખવામાં આવે છે. અભ્યાસ બાદ બાકી રહેલાં અંગો/અવયવોની મૃત વ્યક્તીના ધાર્મીક રીવાજ મુજબ વીધીસર અંતીમ ક્રીયા કરવામાં આવે છે. ‘દેહદાન’ કોઈ પણ વ્યક્તી એની ઈચ્છા મુજબ કરી શકે છે અને એના મૃતશરીરના વૈજ્ઞાનીક ઉપયોગ વડે પુણ્યનું કામ કર્યાનો સંતોષ આપ્તજનો મેળવી શકે છે. આ ઈચ્છા ધરાવનાર વ્યક્તીએ પોતાની હયાતીમાં પોતાના વસીયતમાં અને એને માટેનું ‘સંકલ્પ પત્ર’ ભરીને નજીકની મેડીકલ કૉલેજમાં નોંધણી કરાવવી જોઈએ. અને મેડીકલ કૉલેજમાં નોંધણી કર્યાની પહોંચ પણ આપવામાં આવે છે.
‘દેહદાન’ અંગે નીયમો:
- સૌથી નજીકના સગાં પતી/પત્ની/મા/બાપ/ભાઈ/બહેન/પુત્ર/પુત્રવધુ/પુત્રીજમાઈ/પૌત્ર/ પૌત્રી તરફથી આ વીભાગને મૃત દેહદાન (ડેડબોડી ડોનેશન) આપવા માટેની લેખીત અરજી કરવી. અરજી પત્ર દેહદાન સમયે એનાટોમી વીભાગમાંથી મળશે. આ અરજીમાં બે સાક્ષીની સહી પણ કરાવવી.
- વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો કે જે પોતાના કટુંબીજનો સાથે સંબંધ ધરાવતા ન હોય તેમણે પણ પોતાના સગાંઓને જાણ કરવાની રહેશે. તમારા સગાંવહાલાંઓને તમારી દેહદાન અંગેની ઈચ્છાની જાણ હોવી જ જોઈએ.
- બહારથી ડેડબોડી આવવાની હોય તો લાગુ પડતાં પોલીસ સ્ટેશનનું ‘નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ’ (‘ના વાંધા પ્રમાણપત્ર’) સાથે રાખવું જેથી અત્રે બોડી પહોચાડવામાં રસ્તે કોઈ તકલીફ ન પડે.
- મૃત્યુ થયા પછી વહેલામાં વેહલી તકે મેડીકલ કૉલેજમાં જાણ કરવી. (એનાટોમી વીભાગનો રુબરુ અથવા ફોનથી સંપર્ક કરવો.) જેથી ડેડબોડી જાળવણી કરવા અંગેની તૈયારી કરી શકાય.
- એનાટોમી વીભાગનો સમય સવારે 9.00થી સાંજે 5.00 (રીસેશ સમય બપોરે 1.00થી બપોરે 2.00 કલાક) સુધીનો છે. શનીવારે સવારે 9.00થી બપોરે 1.00 સુધીનો છે.
- સાંજે અથવા રાત્રે મૃત્યુ થાય તો સવારે 9.00 સુધીમાં લાવી શકાય. સવારમાં અથવા બપોરે મૃત્યુ થાય તો સાંજે 5.00 વાગ્યા સુધીમાં લાવી શકાય. શનીવારે બપોરે 1.00 વાગ્યા સુધી બોડી લાવી શકાય.
- મૃત વ્યક્તીના ‘દેહદાન’ માટે સંમતી આપવાનો અધીકાર ધરાવતા મૃતકના નજીકના સગાં દુર કે ભારતની બહાર રહેતા હોય અને તે વ્યક્તી દેહદાન વખતે હાજર રહેવાની ઇચ્છા રાખે, તો ત્યાં સુધી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજ (મોર્જ)માં રાખવાનો રહેશે. તે નજીકના સગાંના આગમન પછી તાત્કાલીક મેડીકલ કોલેજમાં મૃતદેહને સુપ્રત કરી ‘દેહદાન’ કરી શકાય
- શનીવારે બપોર પછી અથવા રવીવારે અથવા રજાના દીવસે બોડી પહોચાડવાની હોય તો નીચે જણાવેલ નંબર ઉપર ફોન દ્વારા સંપર્ક સાધી બોડી લાવવા અંગેની જાણ કરવી.
- જે બોડી અને એનાટોમી વીભાગમાં દાન માટે લાવવામાં આવે તે બોડીનું મૃત્યુના એક અઠવાડીયાના સમયગાળામાં કોઈ ઑપેરેશન થયેલ હોય તો તે ડેડબોડી સ્વીકારવામાં આવશે નહીં.
- એનાટોમી વીભાગ તરફથી દેહદાન મળ્યા અંગેનું પ્રમાણપત્ર નજીકના સગાંને આપવામાં આવશે.
- મરનારનું મૃત્યુ થયાની નોંધ મ્યુનીસીપલ કોર્પોરેશન/નગરપાલીકા/ગ્રામપંચાયતમાં ‘દેહદાન’ કરનારના સગાંએ જાતે કરાવવાની રહેશે.
- સાથે લાવવાના સર્ટીફીકેટ્સનું લીસ્ટ (તમામ ફરજીયાત) :
- કુદરતી મૃત્યુ થયા અંગેનું મેડીકલ સર્ટીફીકેટ (ઓછામાં ઓછા એમ.બી.બી.એસ. ડૉક્ટરનું) – મેડીકલ સર્ટીફીકેટમાં મરનાર વ્યક્તીની ઉમ્મર, આખુ નામ, સરનામું, મૃત્યુનું કારણ, મૃત્યુની તારીખ અને ચોક્કસ સમય, વ્યક્તીની ઓળખ વગેરે દર્શાવવું જોઈએ. મેડીકલ સર્ટીફીકેટ ડૉક્ટરના લેટરપેડ ઉપર સહી સીક્કા સહીતનું જરુરી છે.
- મૃત્યુ પામનારના પાસપોર્ટ સાઈઝના બે ફોટા.
- મૃત્યુ પામનારના ઓળખપત્રની ઝેરોક્ષ કોપી.
- મૃત્યુ પામનારની સાથે આાવનાર તેના સૌથી નજીકના સગાંના ઓળખપત્રની કોપી.
- બે સાક્ષીઓના ઓળખપત્રની કોપી
- દેહદાન કર્યાં બાદ સ્વજનોને ડેડબોડી જોવા દેવામાં આવશે નહીં.
- મેડીકલ કૉલેજમાં ડેડબોડી પહોચાડવાની વાહનવ્યવસ્થા મૃતકનાં સગાંઓએ જાતે કરવાની રહેશે.
નીચે જણાવ્યા પ્રમાણેની ડેડબોડી સ્વીકારી શકાશે નહીં:
- મૃત્યુ થયાના ચોક્કસ સમયના 6 કલાક પછીની ડેડબોડી (જે તે દીવસના તાપમાન મુજબ).
- પોસ્ટમોર્ટમ કે ઑપરેશન કરેલી ડેડબોડી.
- ઍક્સીડન્ટમાં મૃત્યુ થયેલ હોય એવી ડેડબોડી.
- વધારે વજનવાળી ડેડબોડી (ફેટી).
- ચેપી રોગ, ટીબી, ન્યુમોનીયા. લોહીમાં ચેપ (સેપ્ટીસેમીયા) અથવા એઈડ્સ રોગવાળી ડેડબોડી.
- ચાંદા પડી ગયેલા હોય એવી ડેડબોડી. (બેડસોર્સ, ડાયાબીટીક અલ્સર, ગેંગરીન)
- શંકાસ્પદ મૃત્યુવાળી ડેડબોડી.
- કુદરતી મૃત્યુ થયા અંગેના મેડીકલ સર્ટીફીકેટ વગરની ડેડબોડી.
- કૌટુંબીક વીવાદાસ્પદ ડેડબોડી.
- દુર્ગંધ મારતી ડેડબોડી.
- કેન્સરથી મૃત્યુ પામેલ વ્યક્તીની ડેડબોડી.
- મૃત્યુ પછી અંગદાન કરેલ હોય એવી ડેડબોડી.
- ડૉક્ટરએ એન્ટીકોએગ્યુલન્ટ આપેલ ડેડબોડી.
- કોરોના ચેપવાળી ડેડબોડી.
Mandatory documents: (મેડીકલ કૉલેજમાં ડેડબોડી લઈ જાઓ ત્યારે)
- Death certificate. (Original)
- Photo ID. (Deceased)
- Two passport sized photographs. (Deceased)
- Photo ID of Donor.
- Photo ID of two witnesses.
મૃત્યુ બાદ નશ્વરદેહ પણ ઉપયોગમાં આવી શકે તે માટે દરેક તંદુરસ્ત વ્યક્તીએ ‘અંગદાન’ની માફક ‘દેહદાન’ માટે પણ સંકલ્પ કરવો જોઈએ.
‘દેહદાન’ માટે સ્થાનીક મેડીકલ કૉલેજનો સમ્પર્ક :
૧. નવસારી મેડીકલ કૉલેજ, નવસારી
ફોન નંબર : (02637) 299633
eMail:
dean.navsari.mc@gmail.com અને
dean@gmersnavsari.com૨. વલસાડ મેડીકલ કૉલેજ, વલસાડ ફોન નંબર : (02632) 255566, 252844, 251744
eMail:
gmersmcvalsad@gmail.com ૩. ‘SMIMER’ સુરત મ્યુનીસીપલ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ ઍડ્યુકેશન એન્ડ રીસર્ચ, સુરત ફોન નંબર : (0261) 2368040, 2368041, 2368042, 2368043, 2368044
eMail:
deansmimer@gmail.comલેખક–સમ્પર્ક: ડૉ. અશ્વીન શાહ, સ્થાપક તથા મેનજીંગ ટ્રસ્ટી, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ – 396 430 તા. ગણદેવી જી. નવસારી (ગુજરાત) ફોન : +91-2634-246248 અને +91-2634-246362 ઈમેલ:
gstkharel@yahoo.com અને
gram_seva@yahoo.com વેબસાઈટ :
www.gramsevatrust.org
તા.ક. : આ લેખ પ્રગટ થયા પછી લેખકમીત્ર ડૉ. અશ્વવીનભાઈ તરફથી લખેલ અંગ્રેજી કૉમેન્ટ/પુરક માહીતીનો આ ભાવાનવાદ છે.
હિન્દુ
વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે.
હિન્દુ પુરુષ મૃતક
- CLASS-I LEGAL HEIRS:
- પુત્ર / પુત્રી
- વિધવા / વિધુર
- મા
- મૃતકના પુત્રનો દીકરો / દીકરી
- મૃતકની પુત્રીનો દીકરો / દીકરી
- મૃતક પુત્રની વિધવા
- મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી)
- મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા
- CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):
- પિતા
- પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી
- ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી
- દાદા (Father’s Father)
- દાદી (Father’s Mother)
- પિતાની વિધવા
- પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન
- માતાના પિતા (આજા) / મા (આજી)
- માતાનો ભાઈ / બહેન
પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.

હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.
- પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી
- પતિના વારસદારો
- માતા, પિતા
- પિતાના વારસદારો
- માતાના વારસદારો
હિન્દુ સ્ત્રીના પિયરમાં માતા-પિતા દ્વારા મળેલ મિલકતોમાં તેના પુત્ર કે પુત્રી ન હશે, તો પિયરમાં તેણીના પિતાના સગાને મિલકતમાં ભાગ મળશે અને પતિ કે સસરા તરફથી મળેલ મિલકતમાં પુત્ર કે પુત્રી નહીં હોય તો, પત્નીના સગાને ભાગ મળશે.
કુંવારી હિન્દુ મૃતક સ્ત્રી ઉત્તરતા ક્રમમાં ગણવું.
- માતા પિતા
- પિતાના વારસદારો
- માતાના વારસદારો.
ખ્રિસ્તી ધર્મના મૃતક વસિયતનામું ન કર્યુ હશે, તો નીચે મુજબ મિલકતમાં ભાગ અપાશે.
- વિધવા- ત્રીજા ભાગની મિલકત વિધવાને અને બાકીની મિલકત પુત્ર-પુત્રીને સરખે ભાગે વહેંચાશે.
- પુત્ર-પુત્રી ન હશે તો, વિધવાને અડધી મિલકત અને બાકીની અડધી મિલકત સગાંને વહેચાશે.
- વિધવા જીવિત ન હશે તો, લાઈનમાં આવતા સગાંને નીચે મુજબ મળશે.
- પિતા
- પિતા ન હોય તો, માતા -ભાઈ -બહેનને સરખે ભાગે
- પિતા-ભાઈ –બહેનની ગેરહાજરીમાં માતાને સંપૂર્ણ મિલકત મળશે.
- માતા પિતાની ગેરહાજરીમાં ભાઈઓ –બહેનો- મૃતકભાઈઓ અને મૃતક બહેનોના બાળકોને સરખે ભાગે વિધુરને વિધવાને મળતા બધા લાભો આપાશે.
- માતા અને ભાઈઓનો ભાગ દીકરી કરતાં બમણો ગણાશે.
પારસી ધર્મના મૃતક મૃતક પુરુષની મિલકત: વિધવા- બાળકો અને માં કે બાપ જીવિત હોય તો જીવિત પિતાને મૃતકના પુત્ર કરતાં અડધી અને જીવિત માતાને મૃતકના પુત્રી કરતાં અડધી મિલકત મળશે.
મૃતક પારસી સ્ત્રીની મિલકત - વિધુર અને દરેક બાળક (પુત્ર-પુત્રીને) સરખો ભાગ મળશે.
- ફક્ત બાળકો જીવિત હશે તો, દરેકને સરખો ભાગ મળશે.
ઇસ્લામ ધર્મ (કુરાનને આધારે) - એક છોકરાનો હિસ્સો બે છોકરીના હિસ્સા બરાબર છે.
- ઓલાદમાં એક જ છોકરી હોય તો, અડધી માલ મિલકત મળશે.
- બે છોકરીઓ હશે તો, બંને થઈ ૨/૩ ભાગ મળશે.
- બાળક જ ન હોય તો, માને ૧/૩ ભાગ અને બાકીનો બાપને મળશે.
- જો મરનારને એકથી વધુ ભાઈ/ બહેન હોય તો, વસિયત મુજબ કર્યા ઉપરાંત દેવું ચૂકવ્યા પછી, માને છઠ્ઠો ભાગ મળશે અને બાપને બાકીનું મળશે.
- જો ઓરતને કોઈ ઓલાદ ન હોય તો, તે જ મૂકી જાય તેમાંથી તમારું ૧/૨ અડધું છે. પણ જો ઓલાદ હોય તો, તમારો ૧/૪ ચોથો ભાગ છે. જો પુરુષ ઓરત વગર મરે તો ઔરતને ૧/૪ ચોથો ભાગ મળશે, ઓલાઇ હોય તો આઠમો ભાગ છે. દરેક પત્નીનો ૧/૮ આઠમો ભાગ હોય છે.
- જે પુરુષની મીરાસ છે તે અથવા સ્ત્રી બાપ કે દીકરા વિનાના હોય તો, તેમના એક ભાઈ કે બહેનને દરેકને ૧/૬ છઠ્ઠો ભાગ મળશે. પણ વધારે ભાઈ-બહેન હશે તો દરેકને ત્રીજા ભાગમાંથી સરખો ભાગ મળશે.
ઉપરના બધા હુકમો અલ્લાહપાકના નક્કી કરેલા કાનૂનો છે.
Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007
મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭
ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.

I. વ્યાખ્યાઓની સમજૂતી - બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી
- ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.
- મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ
- મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)
- સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)
- વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો
- સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.
- સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.
II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ – રખરખાવ.
- કલમ-૫ મુજબ, પોતાની આવક અથવા મિલ્કતમાંથી પોતાનો જીવન નિર્વાહ ચલાવવા અક્ષમ (Unable) મા-બાપ કે વરિષ્ઠ નાગરિક
- મા-બાપ કે દાદા – દાદી પોતાના ઉમરલાયક(Major) એક કે વધુ બાળકો અને
- નિ:સંતાન મા-બાપોના કાયદેસર વારસ(Clause-G of Section 2) વિરુદ્ધ અરજી કરી શકશે.
- સંતાનો કે બીજા વારસદારોની ફરજ(Obligation) મા બાપ કે વરિષ્ઠ નાગરિક સગાં સાધારણ જીવન જીવી શકે જોવાની છે.
III. અરજી : Application for Maintenance પોતાની આવક કે માલમિલકતમાંથી સાધારણ જીવન (Normal Life) ન જીવી શકાતા માં-બાપ કે વરિષ્ઠ નાગરિક સમાજસેવી સંસ્થા (Voluntary Organisation) સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ, ૧૮૬૦ દ્વારા નોંધાયેલ સંસ્થા અથવા સરકારી ત્રિબ્યુનલ (Tribunal) ને અરજી કરશે.
- કેસ પતે ત્યાં સુધી, વચગાળાનું ભરણપોષણ (Interim Maintenance) આપવાનું ત્રીબ્યુનલ સમય-સમયે નક્કી કરી આપશે.
- કેસ નિકાલ: અરજી કાર્યથી ૯૦ (નેવું) દિવસની સમયમર્યાદામાં ત્રીબ્યુનલે કારણો જણાવ્યા પછી, વધારે ૩૦ (ત્રીસ) દિવસમાં ચુકાદો આપવાનો રહશે.
- સજા: બાળક ઉપરોક્ત ઠરાવેલ રકમ, માં-બાપને ન આપશે અથવા ન આપી શકશે અને ત્રીબ્યુનલ દંડ (fine) કરશે. અને ત્રીબ્યુનલ(Warrant) મોકલીને ખુલાશેા માંગી એક મહિનાની કે ચુકવણી કરે ત્યાં સુધી –જે વહેલું હોય તે મુજબ કેદ (Imprisonment) ની સજા કરશે.
આશા રાખીએ ઉપરોક્ત માહિતીનો ઉપયોગ કરવાની જરૂરિયાત આપણે ન પડે.