હરીહર અને બુકકા નામના બે યાદવવંશી ભાઈઓ વરંગલના રાજા પ્રતાપરુદ્ર કાક્તિયા રાજ્યમાં નોકરી કરતા હતા. 1323 માં મુસલમાનોએ વિનાશ સર્જાતા હૈદરાબાદ રાજ્યમાં રાયચૂર જિલ્લામાં તુંગભદ્રા નદીને કિનારે આવેલું ગુંદીના હિન્દુ રાજ્યમાં પહોંચ્યા- ત્યાં ધીરે ધીરે પ્રધાનો બનવા સુધી પહોંચ્યા-1327 માં સુલતાન મોહમ્મદ તુઘલકે તે જીત્યું ત્યારે, બંનેને કેદી તરીકે દિલ્હી લઈ ગયો. - દિલ્હીની મહંમદ તુઘલકની જેલમાં તેમણે જોયું કે “બહારથી આવેલ તેમના માલિક થઈ બેઠા છે અને ઘરના મૂળ માલિકોએ તેમની દયા પર જીવવું પડે છે.” ત્યારે હિન્દુઓની આ દશા માંથી મુક્તિ માટે અનેક યોજનાઓ તેમણે વિચારી. તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરતા મહમદ તુઘલકે તેમને મુક્ત કરી, ગુંદીના ખંડિયા શાસક તરીકે વહીવટ સોપ્યો. - ત્યારે તેમને શંકરાચાર્યના સૂંગેરી મઠના અધિપતિ વિધ્વાન સન્યાસી માધવ વિદ્યારણ્ય મળ્યા – પરદેશીઓની ઘુંસરી નીચે છુંદાતા, હડધૂત તથા ક્ષીણ થતા હિન્દુઓ માટે વિદ્યારણ્યે દેશને પરદેશીઓની ઘુંસરીમાંથી મુક્ત કરવાની પ્રેરણા આપી. 1336 માં વિદ્યારણ્યે બંને ભાઈઓ હરીહર અને બુકકાને ધર્મ પલટો કરવી હિન્દુ ધર્મમાં પાછા લેવાની વિધિ કરાવી. તે જ દિવસે તુંગભદ્રા ન...