વર્તમાન સમય કલિયુગ તરીકે ઓળખાય છે તેમાં દરેક લોકો – પૈસાદાર-ગરીબ, પુરુષ-સ્ત્રી, હિન્દુ-મુસ્લિમ, યુવાન-વરિષ્ઠ કોઈપણ કારણસર કે વગર કારણો માનસિક તણાવથી પીડાય છે- ત્યારે ભગવાન- ધર્મગુરુ કે મંદિરોના શરણે જઈ તેનો ઉપાય શોધે છે – શાંતિ શોધે છે.
સમયે સમયે શ્રદ્ધા અને પૂજનના ભગવાન બદલાતા રહે છે – વર્ષો પહેલાં મા અંબાજી- શ્રી કૃષ્ણ – શ્રી રામ - શ્રી શંકર- સર્વ લોકોમાં ભજાતા હતા-પૂજાતા હતા. સમય બદલાયો નવું કે કંઈક જુદું શોધવાની ટેવને કારણે ભગવાન બદલાતા ગયા. વીરપુરના જલારામબાપા લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે વર્ષો સુધી રહ્યા. પણ જનસાધારણ એકવિધતાથી કંટાળે છે અને તેમને નવો ટેકો શિરડીના સાંઈબાબામાં મળ્યો. દરેક શુભકાર્ય પહેલાં – પરીક્ષા પહેલા કે પરિણામ પછી – લગ્ન પછી – કોઈ સાહસની શરૂઆતમાં લોકો શિરડી જઈને પગે લાગી આશીર્વાદ લેવા માંડ્યા. ત્યાંથી થાક્યા ત્યારે સારંગપુરના હનુમાન મળ્યા. મનની શાંતિ – પ્રશ્નનું સમાધાન – માનસિક તણાવનો ઉપાય આ રીતે મેળવ્યો. હવે છેલ્લા એક વરસથી ચારે બાજુ "ખાટુ શ્યામજી"નો જયજયકાર થઈ રહ્યો છે.
તો ચાલો, કલિયુગના દેવતા – હારે કા સહારા ગણાતા 'ખાટુ શ્યામજી' વિશે જાણીએ.

મહાભારતના જાણકારો આપણે સૌ ભીમને પાંડવોમાંના એક તરીકે જાણીએ છીએ. તેના પુત્ર "ઘટોત્કચ"નો પુત્રનું નામ બબરિક હતું. પિતા ઘટોત્કચ અને માતા કામકંટકટાનો પુત્ર બબરિક તે જ આપણી વાર્તાનો નાયક "ખાટુ શ્યામજી".
મહાભારતના કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે બબરિકને પોતાની પાસેના ત્રણ બાણોથી કોઈપણ લડાઈને જીતવાના આશીર્વાદ ધરાવતો હતો – તે મેદાનમાં ઉતરી પડ્યો હતો. તેની પ્રતિજ્ઞા હતી કે યુદ્ધમાં જે પક્ષ નબળો પડશે તેનો સાથ આપી જીતાડશે (હારે કા સહારા). આમ તે કૌરવોના પક્ષે હતો.
ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષે હતા. તેમને બબરિકની પોતાના ત્રણ બાણો વડે યુદ્ધ જીતવાની શક્તિની જાણ હતી. તેથી તેમણે પીપળાના બધા પાંદડાને બાણથી મારવાનું કહ્યું. કૃષ્ણે જાણી જોઈને એક પર્ણ પગ નીચે દબાવી રાખ્યું. પીપળાના બધા પાંદડામાં કાણાં પડ્યાં, પણ એક રહી જતાં બબરિકે કૃષ્ણને પગ હટાવવા કહ્યું. કૃષ્ણે પગ ન હટાવતા બાણ પગની આરપાર જઈ પર્ણને કાણું પાડ્યું. આનાથી કૃષ્ણને પાંડવોના હારવાની શક્યતા દેખાય.
ત્યારે, કૃષ્ણે બ્રાહ્મણના વેશે બબરિક પાસે જઈ ભિક્ષા માંગવા લાગ્યા. બબરિકે તેમને ભિક્ષામાં શું જોઈએ તેમ પૂછતા કૃષ્ણે બબરિકનું માથું માંગ્યું. બબરિકે તેમનો પરિચય માંગતા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના દિવ્ય સ્વરૂપમાં દર્શન આપ્યા. ભગવાન સ્વરૂપે જોતાં જ બબરિકે પોતાના માથાનું બલિદાન તરત જ આપ્યું.
ત્યારે શ્રી કૃષ્ણે બબરિકને વરદાન આપ્યું – કલિયુગમાં તમે મારા નામ 'શ્યામ'ના નામથી ઓળખાશો અને પૂજાશો. આ દિવસ ફાગણ સુદ બારસે બબરિકે બલિદાન આપ્યું હોવાથી આખો ફાગણ માસ "નિશાન યાત્રા" નીકળે છે. રાજસ્થાનના સીકર જીલ્લાના ખાટુ ગામ ખાતે મહાભારતના યુદ્ધ બાદ બબરિકનું માથું નદીમાં વહીને પહોંચ્યું. જ્યાંથી આ બબરિકનું માથું મળ્યું તે સ્થળે મંદિરનું નિર્માણ થયું. આમ, ખાટુ ગામ સ્થિત મંદિરમાં બિરાજતા આપણા બબરિકને લોકો "ખાટુ શ્યામજી" તરીકે પૂજે છે.
રાજસ્થાનના સીકર જીલ્લાના ખાટુ શહેરમાં કુરુક્ષેત્રના યુદ્ધક્ષેત્રથી નદીમાં વહેતું બબરિકનું માથું આવ્યું. તેથી 'ખાટુ શ્યામજી' મંદિરમાં ફક્ત માથું જ ધરાવતી મૂર્તિની પૂજા થાય છે.
નિશાન યાત્રા: ખાટુથી ૧૭ કિ.મી. દૂર આવેલ રીંગસ રેલ્વે સ્ટેશનથી પગપાળા પદયાત્રીઓ આખા ફાગણ માસ દરમ્યાન નીકળે છે. આ નિશાન યાત્રામાં ભગવા-લાલ રંગના ત્રિકોણીયા ધ્વજ લઈ લોકો શ્રદ્ધાભાવથી ચાલતા અંતર કાપી મંદિરે પહોંચે છે.
પહેલાં ઈ.સ. ૧૦૨૭ માં રાજા રૂપસિંહ ચૌહાણ અને તેમની ધર્મપત્ની નર્મદાકુંવરે ખાટુમાં મંદિર બંધાવ્યું. મુગલ બાદશાહ ઔરંગઝેબે તેને તોડાવ્યું પણ ઈ.સ. ૧૭૨૦ માં અભયસિંહે ફરીથી હાલનું મંદિર બંધાવ્યું.
"ખાટુ શ્યામજી"નું મંદિર સુરત ખાતે પણ છે. વર્તમાનમાં શ્રદ્ધાળુ લોકો ખાટુ શ્યામજી મંદિરના દર્શનની ચર્ચા અવારનવાર કરતા હોય છે.
એવી માન્યતા છે કે ખાટુ શ્યામજીના દર્શનથી ભક્તોને ઘણો લાભ થાય છે. જેમ કે – સાચા મનથી આરાધના કરનારના જીવનની બધી પરેશાનીઓ અને દુઃખ દૂર થઈ જાય છે – એમની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે – આર્થિક સ્થિતિ સુધરે છે – કેટલાક ભક્તો ખાતરી પૂર્વક માને છે કે તેમના કુંડનું પાણી પીવાથી ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ-શાંતિ વધે છે અને આધ્યાત્મિક વિકાસ થાય છે. 'ખાટુ શ્યામજી'ને સાચા હૃદયથી પ્રાર્થના કરી દર્શન કરવાથી નોકરી-લગ્ન-સંતાન સંબંધિત બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
હારે કા સહારા – ખાટુ શ્યામજી હારેલા-નિરાશ-નિષ્ફળ દરેકનો સહારો બની હિંમત આપે છે. જીત-આનંદ અને સફળતા આપે છે.
હકીકતમાં મજબૂત મનોબળ, ધ્યાન અને શ્વાસ પર ધ્યાન ઉપરાંત પ્રાણાયામથી બધા પ્રશ્નો હલ કરી શકે છે. પણ ભક્તિયોગમાં માનનાર શ્રદ્ધાળુ માટે કલિયુગમાં "ખાટુ શ્યામજી" છેલ્લો સહારો છે.

ડો. ભરતચંદ્ર દેસાઈ
બીલીમોરા