શ્રી પરિમલ પટેલનું પોતાની ૮૦ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રવચન સ્નેહી-સ્વજનો, મહાન સૃષ્ટિના સર્જનહાર, સનાતન પરમકૃપાળુ, ઈશ્વરપિતા, ત્રિએક પરમેશ્વર, બાપ, પુત્ર, અને પવિત્ર-આત્માનો આભાર માનતા અને માનતા, સ્તુતિની આરાધના કરતાં કરતાં, આનંદ અને આનંદ, ખુશી જ ખુશી અનુભવતા પરિમલ પટેલ અને પરિવાર આપ સૌ આત્મીય જનોનું સ્વાગત કરતાં આનંદની લાગણી અનુભવું છું. અનાદિકાળથી, સનાતન પિતા અને શાંતિના સરદાર પરમેશ્વર પરમાત્માએ, અહીં, ઉપસ્થિત તમામ વ્યક્તિ વિશેષને સામાજિક અને નૈતિક, ભૌતિક અને આર્થિક, તથા તેથી પણ સૌથી વિશેષ, આધ્યાત્મિકક્ષેત્રે પવિત્ર આતમાથી ભરપૂર અનંત કાલીન સ્વર્ગીય (મોક્ષ) સુખના વારસદાર બનાવી તેમના ભર્યાપુર ભંડારમાંથી નીત-નવીન વિવિધ તાલંતોના આશીર્વાદની વૃષ્ટિ વરસાવી છે. આથી જ આપણને મળેલા અન્યોન્ય તાલંતોનો સાચા અર્થમાં સારા કામો કરીએ, જેથી આપણાં બધાના ઉત્પન્નકર્તા અને તારણહાર-ઉત્પન્નકર્તાને – માન મહિમા અને ગૌરવ મળે એજ મારી અભિલાષા અને અંત:કરણની મારી પ્રાર્થના. આમેન... આમેન... અર્થાત તથાસ્તુ. મારી પ્રભુ-પરમાત્મા-ઈશ્વર પરના વિશ્વાસની મુસાફરીમાં અનેકવાર પડી ગયો - થાકી ગયો. તારણ...