ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂજી અને શિષ્યો વચ્ચે રહેવાની તક મળે એનાથી રૂડું બીજું શું?
ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપૂર્ણિમાનો મહિમાગાન કરવાની તક મેળવતાં હું આનંદ અને ગૌરવ અનુભવું છું.
ગુરૂ કોને કહેવાય?
ચાલો ગુરૂજીઓની યાદી બનાવીએ.
આ યાદીમાં તમે તમારા જીવનમાં જ્ઞાનના પ્રકાશ પાથરનારના નામ ઉમેરી લેશો.
પેલા મોબાઈલ- ઈન્ટરનેટ અને ગુગલને ગુરૂ ગણવા જોઈએ.
વેદવ્યાસ એટલે,
જૈન ધર્મ:
ભાવિક લોકો, આ દિવસે ગુરૂપૂર્ણિમાના દિને,
ખરેખર,
ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપૂર્ણિમાનો મહિમાગાન કરવાની તક મેળવતાં હું આનંદ અને ગૌરવ અનુભવું છું.
હું આજની વાત ગુરૂજી, પૂર્ણિમા અને પૂજન વિધિ એમ ત્રણ ભાગમાં કહેવાનો છું.
પણ, શરૂઆત ગુરૂપૂર્ણિમા જેને લીધે છે તે શિષ્યો-વિદ્યાર્થીઓની વાતથી કરીશ તે જ યોગ્ય છે.
વર્તમાન સમયમાં ટીવી, ઇન્ટરનેટ, મોબાઈલ ને ગુગલ દ્વારા અને બીજી વિવિધ રીતેથી જ્ઞાન પામેલ બાળકો ખૂબ હોશિયાર (intelligent) અને ખૂબ જ જાણકાર (knowledgeable) છે. જરા પણ અતિશયોક્તિ વગર કહી શકું કે તમે તમારા બાળપણના મા-બાપો કરતાં સો ગણા અને દાદા-દાદી કરતાં તેનાથી પણ વધારે જ્ઞાની નાની ઉંમરથી જ છો.
ત્યારે, મા-બાપ અને ગુરુજી સાથેના વર્તનમાં ક્યાંક અવિવેક ન થઈ જાય, અપમાનજનક વર્તન ન થઈ જાય તેની સાવચેતી માટે આવી વાતો-ચર્ચા ખાસ જરૂરી છે.

ગુરૂ એટલે કોણ?
તેથી જ બુદ્ધ ભગવાનને કહ્યું:
અપ્પ દીપો ભવઃ તમારું જ્ઞાન જાતે મેળવો. પોતાનો દીવો પોતે બને.
ગુચવાયેલા શિષ્ય અર્જુનને વિગતવાર ભગવદ્ ગીતાના વચનોથી સમજાવનાર કૃષ્ણને શિષ્ય અર્જુન છેલ્લે કહે છે:

- આપણને જ્ઞાન આપનાર ભગવાનનું સ્વરૂપ તે ગુરૂ
- ભગવાન પ્રત્યક્ષ નથી - ગુરૂજી છે - ગુરૂજી આપણી વચ્ચે રહે છે
- ગુરૂ આપણે ત્યાં આવી શકે અને આપણે ગુરૂના આશ્રમે કે નિવાસસ્થાને જઈ શકીએ
- ગુરૂ પાસે શંકાનું સમાધાન મેળવી શકાય
- ગુરૂ આપણને સંતાનવત્ પ્રેમ અને વાત્સલ્ય આપી કૃતાર્થ કરે છે
- ગુરૂને પોતાની વિદ્યા સુપાત્રને પ્રદાન કર્યાના પરિતોષ રહેતો તેથી શિષ્ય સામે હારી જવાની કામના કરતા ગુરૂ કરતાં શિષ્ય દોઢો થાય તેનો ગર્વ કરે છે
- સાચો ગુરૂ કયારેય પોતાની વાત મનાવવા શિષ્ય ઉપર ખાટુ દબાણ કરતા નથી
અપ્પ દીપો ભવઃ તમારું જ્ઞાન જાતે મેળવો. પોતાનો દીવો પોતે બને.
ગુચવાયેલા શિષ્ય અર્જુનને વિગતવાર ભગવદ્ ગીતાના વચનોથી સમજાવનાર કૃષ્ણને શિષ્ય અર્જુન છેલ્લે કહે છે:
કરિશ્લે વચનમ્ તવ.
નદી પાર કરાવનાર નાવિકની જેમ ભવસાગર પાર કરાવે તે સદ્ગુરૂ!
વાર્તા
નદી પાર કરાવનાર નાવિકની જેમ ભવસાગર પાર કરાવે તે સદ્ગુરૂ!
વાર્તા
જંગલની ઝુંપડીમાં ચિત્તા ઘૂસીને બાળકને પકડે છે તો મા તરત જ ભયભીત થયા વગર જોરથી લાકડી મારીને ચિત્તાને ભગાવે છે. જેથી બાળકને છોડીને ચિત્તો ભાગી જાય છે. આમ મા વડીલ સ્વરૂપ બની શકે છે. પણ તરત જ રડતા બાળકને હૃદય સાથે ચાંપતી મા કોમળ-પ્રેમાળ સ્વરૂપ બને છે. ગુરૂનું કાર્ય મા જેવું છે - સંસારના દુર્ગુણોથી શિષ્યને બચાવી પ્રેમથી ગળે વળગાડે છે.
ગુરૂ કોને કહેવાય?
૧) પહેલા ગુરૂ: માતા-પિતા - જન્મ આપી-ખાતાં-બોલતાં-ચાલતા શીખવનાર. દરરોજ સવારે અને ગુરૂપૂર્ણિમાએ ખાસ માબાપનો ચરણસ્પર્શ કરવો.૨) બીજા ગુરૂ: જ્ઞાન ગુરૂ - શિક્ષક - શાળા/કોલેજમાં અકારઆનથી શરૂ કરી કળા-હુન્નર- આર્થિક બાબતો શિખવનાર.૩) ત્રીજા ગુરૂ : સદ્ગુરૂ - દિક્ષાગુરૂ : સંસાર ત્યાગી રહેનાર, માત્ર ધર્મ અને સેવાકાર્ય કરનાર. તેમની કંઠી બાંધી-દીક્ષા લેવાય. અહીં લાલબતી - સાવધાન! કપટી + ધૂર્ત + કામી ગુરૂઓથી દુર રહેવું.4) પરબ્રહ્મ ગુરૂ: આ સદ્ગુરૂઓ આધ્યાત્મિક માર્ગ બતાવી પ્રભુમય થઈ- ભગવાન પામવાનો રસ્તો બતાવે છે. તેઓ કોઈ અપેક્ષા રહિત હોવાથી ગુરૂદક્ષિણા માંગતા નથી.
ચાલો ગુરૂજીઓની યાદી બનાવીએ.
| વેદવ્યાસ
વિશ્વામિત્ર કૃષ્ણના ગુરૂ સાંદી પનિ પરશુરામ દ્રોણાચાર્ય રામના ગુરૂ વસિષ્ઠ ધ્રુવના ગુરૂ નારદ દત્તાત્રયના ૨૪ ગુરૂઓ શિવાજી ના ગુરૂ સ્વામી રામદાસ મીરાંબાઈના ગુરૂ સત રવિદાસ કબીરના ગુરૂ ગુરૂ રામાનંદ | સર્વપલ્લી રાધા કૃષ્ણન એ.પી.જે. કલામ | આપણાં ઘરદીવડાઓ: પ્રિ. શ્રીમતી જયશ્રીબેન દેસાઈ પ્રિ. શ્રીમતી . વિદ્યાબેન દેસાઈ પ્રિ. ઇશ્વરચંદ્ર દેસાઈ . પ્રિ. ડી. જી. વશી પ્રિ. સુમનભાઈ જોષી ડૉ. શિવાની દેસાઈ |
આ યાદીમાં તમે તમારા જીવનમાં જ્ઞાનના પ્રકાશ પાથરનારના નામ ઉમેરી લેશો.
પેલા મોબાઈલ- ઈન્ટરનેટ અને ગુગલને ગુરૂ ગણવા જોઈએ.
અષાઢી પૂર્ણિમા
મુનિશ્રેષ્ઠ આદિગુરૂ મહર્ષિ વેદવ્યાસનું પ્રાગટ્ય પર્વ છે.વેદવ્યાસ એટલે,
અઢાર પુરાણોના રચયિતા અને મહાભારતના લેખક વેદોનુ વિભાજન કરી સંપાદનકરનાર = વ્યાસમત્સ્યગંધાની કૂખે જન્મેલ પરાશરપુત્ર = પારાશર્યબોરડીના પાંદડા ખાઈને તપ કરનાર = બાદરાયણ
જૈન ધર્મ:
૧) ભગવાન મહાવીરે અષાઢી પૂનમના દિવસે ગાંધારના ઈન્દ્રભૂતિ ગૌતમને પ્રથમ શિષ્ય બનાવ્યા હતા.
૨) લીલાં તૃણાંક્રૂરને પગ નીચે છૂંદાતા બચાવવા જૈન ધર્મગુરૂઓ ચાતુર્માસ દરમ્યાન દેરાસરમાં સ્થિર થતા હોય છે. શ્રાવકો તેમના સત્સંગ અને પ્રવચનો સાંભળવા જાયછે.
બૌધ્ધ ધર્મ:
૨) લીલાં તૃણાંક્રૂરને પગ નીચે છૂંદાતા બચાવવા જૈન ધર્મગુરૂઓ ચાતુર્માસ દરમ્યાન દેરાસરમાં સ્થિર થતા હોય છે. શ્રાવકો તેમના સત્સંગ અને પ્રવચનો સાંભળવા જાયછે.
બૌધ્ધ ધર્મ:
બુધ્ધ ભગવાને આ દિવસે જ્ઞાન પ્રાપ્તિ પછી પ્રથમ ઉપદેશ સારનાથ ખાતે આપેલો.
શીખ ધર્મ:
શીખ ધર્મ:
શીખો આ દિવસે દસ ગુરૂઓને યાદ કરી કિર્તન-સત્સંગ અને ધામિઁક પ્રવચનો સાંભળે છે.
કબીર પંથ:
કબીર પંથ:
કબીરના પ્રિય શિષ્ય સંત ધીસારામનો જન્મદિવસ. ગુરૂપરંપરા અનુસરી કબીરપંથીયો કબીર મંદિરોમાં મહંતો - આચાર્યોને ગુરૂવંદના કરી, મંદિરોમાં રોશની કરી ઉજવણી કરે છે.
કબીરે ખરું જ કહ્યું છે,
કબીરે ખરું જ કહ્યું છે,
ગુરૂ ગોવિંદ દોનો ખડેકાકો લાગું પાયબલિહારી ગુરૂ આપકી-ગોવિંદ દીયો બતાય.
ઈશ્વાર કૃપા, ઈશ્વર ઈચ્છા અને ઈશ્વરની લીલામાં શ્રધ્ધા રાખનાર આપણે માટે ગુરૂ-શિષ્ય પરંપરા સંસ્કૃતિનું મૂળ તત્વ છે.
ગુરૂ પ્રત્યે શ્રધ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ, ગુરુને પ્રણામ કરવાનો વિશિષ્ઠ દિવસ તે ગુરૂપૂર્ણિમા!
ગુરૂપૂર્ણિમાની ઉજવણી
- સવારે સ્નાનવિધિ કરી પહેલાં માતા-પિતાને ચરણસ્પર્શ કરવા
- ત્યાર પછી, ગુરૂઓને રૂબરૂ મળી શ્રધ્ધાભાવ અને ભક્તિપૂર્વક ગુરૂનું પૂજન કરવું; માર્ગદર્શન, જ્ઞાન પ્રદાન માટે ૠણસ્વીકાર કરવું
- આ દિવસે આજની જેમ - સભાનું આયોજન કરી ગુરૂજીનો મહિમા સમજવું.
ભાવિક લોકો, આ દિવસે ગુરૂપૂર્ણિમાના દિને,
- નદીએ સ્નાન વિધિ કરે છે,
- સત્યનારાયણ કથાનું આયોજન કરે છે,
- જમણા હાથની તર્જનીમાં પોખરાજ રત્ન પણ ધારણ કરે છે - તેનાથી ગુરૂકૃપા, હકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ મળે છે.
- દર ગુરૂપૂર્ણિમાએ મારા જીવનના માર્ગદર્શક એવા બધા જ ગુરૂજીઓને યાદ કરી પહેલાં પત્રલેખન, પછી ટેલીગ્રામ અને હાલમાં ફોનથી આશિર્વાદ મેળવું છું.
- મારી આંખની હોસ્પિટલમાં દરેક શિક્ષણકાર્ય કરનાર શિક્ષકોનું માનપૂર્વક સ્વાગત કરી એમની આંખની મફત સારવાર કરૂં છું.
ખરેખર,
ગુરૂ બ્રહ્મા,
ગુરૂ વિષ્ણુ,
ગુરૂર્દેવો મહેશ્વર.
ગુરૂસાક્ષાત પરબ્રહ્મ,
તસ્મશ્રી ગુરૂવે નમઃ

0 comments
Thank you for your comment!