When I see someone, my senses form one opinion and accordingly, I start reacting.I start loving and respecting the said fellow without reasons or its opposite. The friend-circle gets formed this way. That is the reason why some of your contacts who are most of the time with you, are never your friends.
ડુંગરી (તા. પારડી વાયા: ઉદવાડા) ગામે દયાળજી (ચુનીભાઈ) નાગરજી દેસાઈ પરિવાર તા. ૫-૬ અને ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના ત્રણ દિવસ (શુક્ર-શનિ-રવિ) ભેગો થયો હતો. ૨૦૧૩થી લગભગ દર વર્ષે અનુકૂળતા મુજબ ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આ પરિવારના સદસ્યો "કુમુદ ફાર્મ" ખાતે નિયમિત ભેગા મળી સ્નેહસંમેલન કરે છે. આ રીતનું તેમનું આ તેરમુ સમૂહજીવન હતું. દયાળજી (ચુનીભાઈ) નાગરજી પરિવારના લગભગ ૮૦ જેટલા સદસ્યો છે. તેઓની પાંચ પેઢીના લગભગ ૬૦-૬૫ સભ્યો દર વર્ષે આવે છે. તે માટે તેઓ અમેરિકા - દક્ષિણ આફ્રિકા જેવા પરદેશથી ઉપરાંત ભારતમાં મુંબઈ - પુના - અમદાવાદ - સુરત - બીલીમોરા - વાપી જેવાં શહેરોમાંથી અહીં નિયમિતપણે આવે છે. તેઓને રહેવા માટે કાયમી ધોરણે તેમણે તંબુઓ (Tents) વસાવ્યા છે. ઉપરાંત કુમુદફાર્મની વાડીમાં ડો. હિરેનભાઈ દેસાઈનો બંગલો પણ વાપરે છે. અહીં ૮૫ વર્ષથી માંડીને ૩-૪ વર્ષના બાળકો સહિત બધા જ આવે છે. આ વર્ષે લગભગ ૫૫ વ્યક્તિઓ હાજર હતા. ભાઈઓ અને બહેનો તેમના સમગ્ર પરિવાર સાથે હોંશે હોંશે ભાગ લે છે. ત્રણ-ચાર વેવાઈઓ પણ આ વખતે જોડાયા હતા. ભોજન વ્યવસ્થા : મુકેશભાઈ - મેહુલભાઈ - નીતિનભાઈ - ડો. હિરેન તથા ચારુબેન સાથે મળીને આ વહી...