ભારતીય વિચાર મંચ – પરિચય

ભારત એક જમીન ધરાવતો પ્રદેશ છે - તે આપણને ખબર છે. પણ ભારત એ એક દેશ છે, જેમાં જીવંત-વિચારશીલ અને દેશપ્રેમ ધરાવતા લોકો સમુહમાં રહે છે, જેઓ ભારતીય તરીકે પોતાને ઓળખાવે છે અને ભારત દેશ માટે દેશપ્રેમ અને દેશભક્તિ ધરાવે છે. તે બરાબર જાણવાની જરૂરિયાત છે.
  
ભારતીય સંસ્કૃતિ-ભારતની અસ્મિતા એક છે એ કેંદ્રવર્તી વિચાર સંસ્કૃતિની દરેક બાબતોમાં પ્રાણશક્તિની જેમ વ્યાપેલો છે. આ વિચાર વૃક્ષના બીજ જેવો છે. આ વિચાર જ પ્રજાનું માનસ ઘડે છે. આ વિચાર જ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રભાવિત કરે છે. આમ ભારતીય વિચાર - એ નીતિ, રાજકારણ, ધર્મ, મર્યાદા, વ્યક્તિ અને સમાજનો સંબંધ, પરસ્પર વ્યવહાર જેવી દરેક બાબતમાં નિશ્ચિત સિદ્ધાંતો અને ધોરણો પ્રમાણેની જીવનપદ્ધતિ દર્શાવે છે. 

આ ભારતીય વિચારનો પ્રચાર-પ્રસાર કરનાર વૈચારિક આંદોલન તે “ભારતીય વિચાર મંચ.” 


ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ હોવા છતાં એકતાનો અભાવ, પરસ્પરને મદદરૂપ થવાની ભાવનાનો હ્રાશ, સદ્દગુણોનો વિવેકહીન અતિરેક અને સ્વાભિમાનવિહીન વર્તનને કારણે છેલ્લાં હજાર વર્ષ મુગલ અને બ્રિટીશ લોકો આપણને ગુલામ-પરાધીન બનાવી રાજ અને લૂંટ ચલાવી શક્યા. હિન્દુ સમાજની વિકૃતિ અને સારાસારના વિવેકના અભાવે અસહ્ય પીડ પરતંત્રતા-ગુલામી-અપમાન સહેવાનો વખત આવ્યો. કમસેકમ હવે જાગવાની જરૂર છે.

ભારતીય સંસ્કૃતિના કેન્દ્રવર્તી વિચારો જાણીએ.

આપણે ત્રણ ઘટકો સ્વીકાર્યા છે.
  • ૧. સ્વહિત 
  • ૨. સર્વહિત અને
  • ૩. સ્વહિત અને સર્વહિતનો સાપેક્ષ સંબંધ
સ્વહિત:

ગમે તે મેળવવું અને તે ભોગવવું તે સુખ છે. આ પ્રક્રિયામાં બાકીના સૌના વિચારને જોડવું તે અને તેને અનુકૂળ ઉપાય યોજવો તે હિત છે.

સર્વહિત:

કેવળ માનવ જાતિની જ નહીં, સમગ્ર પશુસૃષ્ટિ, વૃક્ષો અને પર્યાવરણ સહિતના વાતાવરણના હિતની વાત કરવું તે સર્વહિત કહેવાય છે. સ્વહિત અને સર્વહિત વચ્ચેનું સામંજસ્ય જેટલું સારું રહે એટલો સમાજ સ્વસ્થ રહે છે.

આ વિચાર ભૂલાયો ન હોત તો, મુસ્લીમો ભયથી અને અંગ્રેજો લાલચથી આપણને હરાવી શક્યા તે ન બન્યું હોત.

સ્વતંત્રતા પછી પણ, મુડીવાદ, ઉપભોગતાવાદ, સામ્રાજ્યવાદ, અને સામ્યવાદને કારણે રાષ્ટ્રવાદનો મૂળભૂત વિચાર વિસારે પડ્યો છે. અનૈતિક ઉપરાંત જીવનમૂલ્યોના અપમાન ધરાવતી વિચારધારા કહેવાતા બુદ્ધિજીવીઓ અને સર્વસામાન્ય ભારતીયને આકર્ષી ગયા. તેથી ફરીથી અધ:પતન લાવનારી સ્વકેન્દ્રી જીવનશૈલી વિકસી છે. ભારતીય વિચાર મંચ આ દિશામાં સુધારા માટે પ્રવૃત્તિશીલ છે.

ચાર અગત્યના માર્ગદર્શક સિદ્ધાંતો:

૧. જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી

ભારત દેશની ભૂમાતા એ જ આપણું સ્વર્ગ છે, આ સાદી વાત સમજીને સ્વીકારવું અનિવાર્ય છે. માતૃભૂમિના ચરણે સર્વસ્વ સમર્પણનો સંકલ્પ કરનારા લાખો દેશભકતોની સાથે આપણી કર્મયાત્રા જોડીને ભારતભક્તિ જગાવવાની છે.

૨. આ નો ભદ્રા: ક્રત્વો યન્તુ વિશ્વતઃ

વિશ્વભરમાંથી આવતા શુભ વિચારોનું સ્વાગત છે. આ રીતે વૈચારિક વિવિધતાને સ્વીકારી, અંતે સર્વદેવ નમસ્કાર કેશવ પ્રગતિ ગચ્છતિ કરીને ઈશ્વરના કોઈપણ સ્વરૂપને નમસ્કાર છેવટે તે પરમતત્વના ચરણોમાં પહોંચે છે. આમ એકાત્મદ્રષ્ટિ અને એકત્વને સ્પષ્ટ કરી અજ્ઞાનને કારણે થતાં સંઘર્ષો ટાળવાની સમજ કેળવો.

૩. ગુણા પૂજાસ્થાન મ ગુણિષુ, ન ચ લિંગ ન વયં 

જાતિ, ફળ, લિંગભેદને બદલે જ્ઞાન, તપ, યોગ્યતા જ પૂજનીય માન્યા છે.

૪. ન ત્વહં કામયે રાખ્યા ન સ્વર્ગ ન પુનરભવ કામયે દુ ખ ત પત્તાના પ્રાણીનામરતી નાશનમ

મને રાજ્ય, સ્વર્ગ કે પુનર્જન્મની આકાક્ષાં નથી. હું તો માત્ર દુ:ખિત, પીડિતજનો ના દુ:ખ-દર્દ દૂર કરવા માંગું છું. આમ ધર્મ, અર્થ, કામ, મોક્ષ જેવા ચાર પુરુષર્થો ને આધારે સર્વસ્પર્શી એકાત્મક વિચાર પ્રસ્થાપિત કરો.

આ રીતે, ભારતીય વિચાર મંચમાં જોડાઈ વિશ્વકલ્યાણ, વિશ્વબંધુત્વ અને વિશ્વપરિવારની ભાવનાને ચરિતાર્થ કરવા લાગી પડીએ.

ભારતીય વિચાર મંચ - પરિચય

ભારત નવોત્થાન અને સર્વક્ષેત્રોમાં ભારતીયતાની પુન:પ્રતિષ્ઠા જ મંચનું જીવનકાર્ય છે. તે સિવાય મંચની કોઈ સંસ્થાગત મહત્વકાંક્ષા નથી.

મંચ સાથે જોડાવા માટે કોઈ ઔપચારિક સદ્દસ્યતા કે સદ્દસ્યતા શુલ્ક (સભ્ય ફી) નથી.

કોઈ ચોક્કસ સંસ્થા કે વિચારધારા સાથેનું જોડાણ પણ અનિવાર્ય નથી. દરેક બાબતે સો ટકા સહમતી પણ આવશ્યક નથી.

પ્રશિક્ષણ, પ્રબોધન, જાગરણ, પ્રકાશન, અને સંશોધનતા ના આધારે આવશ્યક સાહિત્યનું પ્રકાશન અને કાર્યકર્તા પ્રશિક્ષણ એ મંચની પ્રવૃત્તિ છે. પરિસંવાદ (Seminars), વિચારગોષ્ઠિઓ, વ્યાખ્યાનો, પ્રકાશનો વિગેરે મંચના ઉપકરણો છે.

આપણે શું શું કરી શકીએ?
  • ૧. ભારતીયતા વિષયક સંશોધન કાર્ય કરી શકીએ
  • ૨. વિચારપ્રવર્તક લેખન અને પ્રકાશનમાં સહયોગી થઈ શકીએ
  • ૩. ઉપલબ્ધ સાહિત્ય આપણાં મિત્રો, પરિચિતો, અને સ્વજનો સુધી પહોંચાડી શકીએ
  • ૪. પોતે વ્યાખ્યાન દ્વારા જ્ઞાન આપી શકે
  • ૫. શક્ય આર્થિક સહાય કરી કે કરાવી શકાય
આમ સહિયારા પ્રયાસોથી સાચો, પાકો, આગ્રહી જાગ્રત ભારતીય તૈયાર કરી ભારતનો સાંસ્ક્રુતિક દિગ્વિજય કરી વિશ્વમાનવતાનો વિનાશ રોકીએ. 


તા. ૦૧-૦૧-૨૦૨૧ 

ડો. ભરત દેસાઈ
અધ્યક્ષ, ભારતીય વિચાર મંચ બીલીમોરા 
મો. : ૯૯૨૪૦ ૬૩૦૪૫ 

Post a Comment

4 Comments

  1. Deep process of Thinking.
    Spellbound!
    Thanks

    ReplyDelete
  2. Very good thought we are with you khud ke liye jie to kya khak jie jina use kehte hai jo auro ke liye jile jayshree
    A Desai

    ReplyDelete

Thank you for your comment!