યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવા છતાં પોતે કુળનો નાશ કરાવ્યો હોવાનું અને સગા સંબંધીઓની હત્યા કરાવી હોવાથી મનોમંથન અનુભવે છે અને જીતીને પણ હાર્યો હોવાની લાગણી અનુભવે છે. યુધિષ્ઠિર વિષાદ-વૈરાગ્ય થવાથી ગૃહત્યાગ-સંસારત્યાગ કરીને વનમાં જવાની તૈયારી કરે છે. ખરેખર તો રાજધર્મ સંસારત્યાગમાં નથી અને જીતેલા રાજાની ફરજ રાજ્યાભિષેક કરાવી પ્રજાની કાળજી રાખવામાં જ છે. એ વાત સમજાવવામાં નારદજી, વ્યાસ, માતા કુંતિ, ભીમ અને અર્જુન નિષ્ફળ જાય છે. રાજધર્મ અને ક્ષાત્રધર્મ યુદ્ધ દ્વારા રાજ્યપ્રાપ્તિ કર્યા પછી રાજાની દંડનીતિ અને રાજા જ ન હોય તો આખો દેશ પાયમાલ થઈ જશે એમ સમજાવવા માટે દ્રૌપદી-નકુળ અને સહદેવ ત્રણે નિષ્ફળ પ્રયત્ન કરે છે. નિરાશ અને હતાશ એવા યુધિષ્ઠિર કોઈ વાતથી સમજતા નથી ત્યારે શ્રીકૃષ્ણ તેમને બાણશૈયા પર સૂતેલા જ્ઞાની ભીષ્મપિતામહને મળવા સમજાવે છે. ભીષ્મ ત્રણ-ચાર દિવસ દરરોજ યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણ સાથે બોલાવી રાજધર્મ-ક્ષાત્રધર્મ-જીવનની ફરજો- ઉપરાંત લગભગ દરેક વિષય ઉપર વિગતવાર જ્ઞાન આપે છે અને ત્યારે છેલ્લે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે સંમત થાય છે. શાંતિપર્વ મહાભારતનો બારમો અધ્યા...