Skip to main content

Posts

નેત્રયજ્ઞો અને હું

૧૯૭૫માં મેં પહેલું મોતીયાનું ઓપરેશન કર્યા પછી ૨૦૨૫ સુધી પચાસ વર્ષ દિવસ-રાત આંખના સર્જન તરીકે સમાજસેવા કરી. ત્યાર પછી ૨૦૨૫માં સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી ત્યારે મારી કારકીર્દી વિષેનો હિસાબ લખવો મારા પોતાના સંતોષ માટે જરૂરી હોવાથી અહીં અહેવાલ આપું છું. બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદનો આંખ વિભાગ “એમ. એન્ડ જે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓફથેલમોલોજી સંસ્થા સમગ્ર ભારતની અગ્રગણ્ય સંસ્થા હતી. ત્યાં ડૉ. આર. પી. ઢાંડા, ડૉ. વી. કાલેવર, ડૉ. નાગપાલ, ડૉ. નારંગ, ડૉ. ભીખુભાઇ પટેલ અને ડૉ. આર. એન. માથુર જેવા સંનિષ્ઠ અને સર્વશ્રેષ્ઠ નિષ્ણાતો આંખના શિક્ષકો તરીકે સેવા આપતા હતા. દર છ મહિને એક વિભાગ રેટિના, ઝામર, ત્રાંસી આંખ, કોર્નિયા જેવા વિભાગોમાં વારાફરતી કામ કરતાં વિદ્યાર્થી આંખનો ઉત્તમ નિષ્ણાંત તરીકે બહાર પડતો. વળી, ડૉ. આર. એન. માથુર જેવા સેવાને વરેલા - સાદગીવાળા અને ઉત્તમ માનવ વિદ્યાર્થીઓને માનવતાના પાઠો ભણાવતા. ૧૯૭૮માં બીલીમોરા ખાતે આંખની હોસ્પિટલ શરૂ કરી ત્યારે આંખના બધા જ રોગોની સેવા હું કરતો. મોતીયા, ઝામર, ત્રાંસી આંખ, નાસુર, પાંપણના રોગો અને આંખના કેન્સર સહિત દરેક ઓપરેશનો હું નજીવાદરે કરતો. વિસ્તારમાં એકમાત્ર આં...

પૈસા કમાવા ભણતર નહી, ગણતર જરૂરી છે

પૈસા કમાવા ભણતર નહી, ગણતર જરૂરી છે. મારી જીવનયાત્રા (આત્મકથા) - ગોવિંદ ધોળકિયા Diamonds are forever. So are morals.  From nothing to everything.. a divine journey.  ૭૫ વર્ષ વિતાવી ચુકેલ ગોવિંદ ધોળકિયા ની આત્મકથાનું પુસ્તક વાંચ્યા પછી વ્યક્તિપરિચય માટે પુસ્તક પરિચય લખવાનું મન થાય એ સ્વાભાવિક છે, ત્યારે પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કંઠા થાય એટલી જ મર્યાદિત માહિતી આપવું યોગ્ય છે. વર્તમાન મા-બાપો બાળકના અભ્યાસ માટે ખૂબ ખર્ચ અને ખૂબ ફિકર રાખતા હોય ત્યારે આ પુસ્તક તેમને માર્ગદર્શક બની શકશે. પૈસા કમાવા માટે ફકત ભણતર નથી ચાલતું તેટલું જાણશો, તો ગોવિંદ ધોળકિયા (સ્વભાવને કારણે ગોવિંદભગત કહેવાતા)નું પુસ્તક સફળ ગણાશે. છઠ્ઠા ધોરણમાં નાપાસ થઇ ભણવાનું માંડી વાળનાર વિદ્યાર્થી “ઓનરરી ડૉકટર”ની પદવી શી રીત મેળવે કે પછી તાલીમાર્થી તરીકે છ મહિના કોઇ પણ જાતનું વળતર વગર, ત્યારપછી પ્રથમ મહિને રૂ. ૧૦૩ કમાઇ અને આજે ૬,૦૦૦ લોકોને રોજીરોટી આપવા છતાં અબજોપતિ શી રીતે બની શકે તે જાણવા ૩૬૮ પાનાનું પુસ્તક વિગતે વાંચવું જ રહ્યું. પુસ્તકનો સાર છેલ્લે કહેવાને બદલે હું પહેલાં જ કહીશ. એમના જીવનના ત્રણ સિદ્ધાંતો શાંતિ...

How Stress Fuels Glaucoma: The Vicious Cycle and Simple Mind-Body Fixes

Imagine staring at a computer screen during a high-stakes deadline, your heart racing as stress builds - unbeknownst to you, this invisible tension is quietly raising pressure in your eyes, potentially fuelling glaucoma’s silent advance. Science now reveals how mind and body are locked in a delicate dance, where psychological states profoundly influence biological processes, and vice versa. The Mind-Body Link in Glaucoma Psychological stress can trigger two key hormonal pathways: HPA Axis : Stress prompts the hypothalamus to release CRH (corticotropin-releasing hormone). CRH stimulates the pituitary gland to release ACTH (adrenocorticotropic hormone), which in turn prompts the adrenal glands to release cortisol. Elevated cortisol levels can increase intraocular pressure (IOP). SAM Axis : Stress activates the sympathetic nervous system, stimulating the adrenal medulla to release adrenaline and noradrenaline. This elevates IOP and causes vasoconstriction in retinal and optic nerve vessel...

અનાવિલ કુટુંબનું વાર્ષિક સ્નેહસંમેલન

ડુંગરી (તા. પારડી વાયા: ઉદવાડા) ગામે દયાળજી (ચુનીભાઈ) નાગરજી દેસાઈ પરિવાર તા. ૫-૬ અને ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના ત્રણ દિવસ (શુક્ર-શનિ-રવિ) ભેગો થયો હતો. ૨૦૧૩થી લગભગ દર વર્ષે અનુકૂળતા મુજબ ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આ પરિવારના સદસ્યો "કુમુદ ફાર્મ" ખાતે નિયમિત ભેગા મળી સ્નેહસંમેલન કરે છે. આ રીતનું તેમનું આ તેરમુ સમૂહજીવન હતું. દયાળજી (ચુનીભાઈ) નાગરજી પરિવારના લગભગ ૮૦ જેટલા સદસ્યો છે. તેઓની પાંચ પેઢીના લગભગ ૬૦-૬૫ સભ્યો દર વર્ષે આવે છે. તે માટે તેઓ અમેરિકા - દક્ષિણ આફ્રિકા જેવા પરદેશથી ઉપરાંત ભારતમાં મુંબઈ - પુના - અમદાવાદ - સુરત - બીલીમોરા - વાપી જેવાં શહેરોમાંથી અહીં નિયમિતપણે આવે છે. તેઓને રહેવા માટે કાયમી ધોરણે તેમણે તંબુઓ (Tents) વસાવ્યા છે. ઉપરાંત કુમુદફાર્મની વાડીમાં ડો. હિરેનભાઈ દેસાઈનો બંગલો પણ વાપરે છે. અહીં ૮૫ વર્ષથી માંડીને ૩-૪ વર્ષના બાળકો સહિત બધા જ આવે છે. આ વર્ષે લગભગ ૫૫ વ્યક્તિઓ હાજર હતા. ભાઈઓ અને બહેનો તેમના સમગ્ર પરિવાર સાથે હોંશે હોંશે ભાગ લે છે. ત્રણ-ચાર વેવાઈઓ પણ આ વખતે જોડાયા હતા. ભોજન વ્યવસ્થા : મુકેશભાઈ - મેહુલભાઈ - નીતિનભાઈ - ડો. હિરેન તથા ચારુબેન સાથે મળીને આ વહી...

[Video]: દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના વિદાય થતા પ્રમુખ ડો. ભરતચંદ્ર દેસાઈનું સન્માન પ્રવચન

સીનિયર સિટિઝન ક્લબ બીલીમોરા દ્વારા દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના વિદાય થતા પ્રમુખ ડો. ભરતચંદ્ર દેસાઈ નું સન્માન  ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫  સીનિયર સિટિઝન ક્લબ બીલીમોરા

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...