Dr. Bharat Desai's Blog
Dr. Bharat Desai's Blog
  • Home
  • Anavils
  • History
  • Religions
    • Hinduism
    • Islam
    • Chritianity
    • Sikhism
    • Jainism
    • Buddhism
    • Taoism
  • Book Reviews
  • Videos
  • ગુજરાતી લેખો
Last year I wrote an article describing my year-round activities. It covered gross points of major activities and events in the year 2018. Then I thought why not write something about my day-to-day activities once in a while and the result is this article!

I am a practising ophthalmologist for 40+ years. Activities other than eye disease treatment is at the cost of professional practice. But I do not mind losing practice nowadays because that is my concept of stepwise, gradual retirement.


છૂટાછેડા (Divorce): છૂટાછેડા એટલે કાનુની રીતે થયેલ લગ્નનો અંત (Divorce is the termination of a legal marriage)
  1. Without marriage, there is no divorce
  2. Marriage can be easily done but not divorce
  3. Marriage is not decided in heaven; marriage is a result of one’s hurriedly made mistake
  4. Life is more important than marriage. So, if you are convinced about the failure of a marriage, end the marriage, but not the life.
કારણો
  • Financial Crisis: નાણાં કમાવાની અશક્તિ ને કારણે નાણાનો અભાવ
  • Domestic Violence: ઘરેલુ ઝગડાઓ અને મારામારી. પતિ કે પત્ની દ્વારા અપમાનજનક વર્તન
  • Denied (refusal) of a Sexual Relationship: શરીર સંબંધ ની મનાઈ અથવા વિરોધ
  • Lack of Mutual Respect: પરસ્પર માન-સન્માનનો અભાવ
  • Lack of Love: પરસ્પર પ્રેમ
  • Extramarital Relationship: લગ્ન બહારનો શરીર સંબંધ
આ પરંપરાગત કારણો સિવાયના હાલનાં કારણો
  • ભણેલી, કમાતી અને આર્થિક રીતે સ્વાવલંબી સ્ત્રી (Feminism and Women Empowerment): લગ્ન જીવનનાં પાયામાં રહેલાં Adjustment and Compromise ભુલીને સાધારણ નાની-નાની તકલીફો પણ અસહ્ય બતાવીને લગ્નજીવનનો અંત લાવવા તૈયાર થઈ જાય છે.
  • Communication gap and Ego: પોતપોતાના સ્વભાવના અહંકારને લીધે અને પરસ્પર વાતચીતના સમયના અભાવે વાર્તાલાપ કે ચર્ચા બંધ થઈ જતાં-પ્રશ્નોના કારણો અને નિરાકરણની ચર્ચા થતી નથી, તેથી પણ છૂટા પડી જવાય છે.
  • Lack of Commitment: લગ્નજીવનમાં ભંગાણ અને છૂટાછેડા સમાજમાં હવે ખરાબ ન ગણાતા હોવાથી છૂટાછેડાની સ્થિતિ ને સમાજે સ્વીકારી લીધી છે, જેથી હવે છૂટાછેડાનો કોઈ છોછ રહ્યો નથી તેથી લગ્નજીવનની વીધીમાં આપેલા વચનોની ગંભીરતા રહી નથી (No Social Taboo). પરસ્પર માટે પ્રેમ કે લાગણી અને પરસ્પર માટે બધુ જ કરી છુટવાની ભાવના જતી રહી છે-મરી પરવારી છે.
  • Family Interference: સંયુક્ત કુટુંબની ભાવના અને સંયુક્ત રહેવાનું ન હોવાથી પતિ-પત્નીનું એકલા રહેવું જોખમી બન્યું છે. નાનામોટા ઝગડાઓએ કાયમી સ્વરૂપ પકડ્યું છે અને સમાધાન શક્ય રહ્યું નથી.
  • Mobile Connectivity and Parents Interference. મોબાઈલ ફોને મોકાણ મંડી છે. કે ડાટ વાળ્યો છે એમ કહીયે તો ચાલે એ ખોટું નથી. સવાર-સાંજ ફોન દ્વારા માબાપની ચર્ચા લગ્નજીવનમાં ખલેલ પહોંચાડે છે અને વખત જતાં લગ્નો તોડે છે.
  • Dowry - વાંકડો
  • Modern Lifestyle: Hectic complex lifestyle causing high ambitions, expectations leading to anger, frustrations and confrontations.




છૂટાછેડાની અસરો

  • કૌટુંબિક અસર: છૂટાછેડા જીવનનો અકુદરતી વણાંક છે તેથી છૂટા પાડનાર પાત્રો પતિ- પત્ની, તેના માબાપો, ભાઈબહેન અને કુટુંબીજનો માટે એક અસહ્ય આઘાત અને માનસિક હતાશા-નિરાશા લાવે છે. લગ્નજીવનની આ નિષ્ફળતા વૈવાહિક જીવનનો અંત તો લાવે જ છે પણ સાથે સાથે અસહ્ય વેદના અને સાધારણ દૈનિક જીવનને પણ ખલેલ પહોંચાડે છે. આ નામોશીને કારણે તેઓ બધા સાથે કુદરતી રીતે હળીમળી શકતા નથી અને જીવનની નિષ્ફળતાના વિચારોને લીધે આરોગ્યની સમસ્યા પણ લાવે છે.
Judicial Separation
  • એકબીજાથી છૂટા પડવું લગ્નનો અંત લાવી એકબીજાથી જુદા રહેતા પાત્રોને છૂટાછેડા સહેલાઈથી મળતા નથી. આથી ફરીથી લગ્ન શક્ય બનતા નથી ઉપરાંત ન કુંવારા-ન પરણેલા જેવી વિપરીત સ્થિતિમાં આ પાત્રો લાંબા સમય સુધી જીવન જીવવા ધકેલાઈ જાય છે.
થોડી છૂટાછેડાની અસરો વિષે

ભારતીય ન્યાયાલયોમાં છૂટાછેડા બહુ સહેલાઈથી મળતા નથી. બન્ને પક્ષોએ માનસિક ત્રાસ વર્ષો સુધી ભોગવવો પડતો હોય છે. જેને કારણે આર્થિક શારીરીક તેમજ માનસિક રીતે ખૂબ મોટું નુકશાન ભોગવે છે.

પરસ્પર સંમતિ (Mutual Consent) એ સહેલાઈથી છૂટાછેડા મેળવવાનો એકમાત્ર રસ્તો છે. જે માટે બન્ને પક્ષ (થાકયા સિવાય, હાર્યા સિવાય) વહેલા તૈયાર થતાં નથી. અને ભારતીય ન્યાયાલયોમાં કાયદાકીય રીતે છૂટાછેડા મેળવવું અશક્ય છે. તે સમજે છે.

કાયદાકીય પ્રશ્નો
લગ્નને કારણે ઊભી થતી સમસ્યાઓ આ પ્રમાણે છે:
  1. ભરણપોષણ: Code of criminal procedure 1973 મુજબ લગ્નજીવન પર આધારિત વ્યક્તિ કોઈ પણ પુરુષ, સ્ત્રી અને બાળક ઉપરાંત તેના માતા-પિતા ભરણપોષણનો હક્ક મેળવે છે. તે આવક રજુઆત અને ન્યાયાધીશની વિવેકબુદ્ધિ પ્રમાણે મળે છે. ઉંમર, આવક, માંદગી વગેરે પ્રમાણે નક્કી થાય છે. આવક ન ધરાવતો પતિ પણ પત્ની પાસે થી ભરણપોષણ મેળવી શકે છે.
  2. બાળક: બાળકનો કબ્જો, તેનું લાલનપાલન અને તેની સાથે બન્નેના સંબંધો ખૂબ મુશ્કેલ બની જાય છે. પરસ્પરની સમજુતી પછી કોર્ટના હુકમને આધારે તેને દર મહિને ભરણપોષણ અને તેની સાથે મુલાકાત ગોઠવી શકાય છે.
  3. માલમિલકતમાં ભાગ: પત્નીને ભરણપોષણ સિવાય કોઈ જાતનો ભાગ મળતો નથી. પત્નીનો પતિની મિલકતમાં સીધી રીતે કોઈ ભાગ હોતો નથી.
  4. સીધેસીધા છૂટાછેડા: સાત વર્ષ કે સિત્તેર વર્ષ (!) છૂટા રહેવાથી છૂટાછેડા મળતા નથી. પાત્રનું મરણ સાબિત કરવું અનિવાર્ય છે.
છૂટાછેડા બાબતે આપની ફરજો
  1. દંપતી: છૂટાછેડાની નાની નાની બાબતોમાં ધમકી આપતા પાત્રોએ ગંભીરતા કેવળવી જરૂરી છે. લગ્ન એ સંપૂર્ણ જીવન દરમ્યાન સુખમાં, દુ:ખમાં, તકલીફમાં, આનંદમાં પરસ્પર સમજુતીથી (Compromise) અને એકબીજાની સાથે અનુકુળતા (Adjustment) સાધી જીવવાની પ્રક્રિયા છે. તે બન્ને માબાપોએ, કુટુંબીઓએ અને મિત્રોએ લગ્ન પહેલા લગ્ન જીવન દરમ્યાન અને છૂટા પડ્યા બાદ વિગતે સમજવાની જરૂર છે. Compromise and adjustment are the keys to success of marriage and life.
  2. સગાસંબંધી: લગ્નના ભંગાણને આરે આવી છૂટા રહેતા પત્રોને ગંભીરતાથી લેવાની જરૂર છે. માબાપો લગ્નમાં લાગત્ય વળગતા દરેક સગઓ અને મિત્રમંડળોએ સામૂહિક રીતે ભેગા મળી પ્રશ્નો સમજી તેનું નિરાકરણ લાવવાની કોશિષ કરવી જોઈએ. અંગત રીતે બન્નેને મળીને તકલીફો સમજી નાના નાના કારણોથી છૂટાછેડા ન થાય તે જોવાની આપણી ફરજ છે. કારણ જો બીજા લગ્નની ઈચ્છા હશે તો આનાથી પણ ખરાબ પાત્ર મળી શકે એ શક્યતા પણ ધ્યાન પર લાવવાની જરૂર છે.
લગ્ન માટે ‘હા’ કહેતા પહેલા... (Before saying ‘yes’ for marriage...)

આપણે વાત કરી તે મુજબ છૂટાછેડા કે લગ્નજીવનની તકલીફ રોકવાનો એકમાત્ર ઉપાય લગ્ન પહેલાની સાવચેતી અને કાળજી છે.

લગ્ન ન થતાં હોવાથી અથવા લગ્નની ઉતાવળમાં, જે કોઈ પહેલી લગ્નની ઓફર આવે તેને આંધડુક્રિયા કરીને હા પાડવું ભયજનક-ખતરનાક છે. ચાલો, સમજીએ.

લગ્નની હા પાડતા પહેલા નીચેના પ્રશ્નો વિગતે સમજો ચર્ચા કરો અભિપ્રાય જાણો પરસ્પર સંમત થાવ.
  1. બાળકો: લગ્ન પછી બાળકો લાવીશું? ક્યારે? કેટલાં? બાળકોને કોણ રાખશે, મા કે કામવાળી?
  2. આવક: બન્નેની આવકનો વહીવટ કેવી રીતે કરીશું? પૈસા ભેગા રાખીશું? સહિયારો વહીવટ કરીશું? 
  3. ઘરકામ કોણ કરશે? અડધા- અડધાકામો વહેચીશું કે કામવાળી?
  4. મા-બાપ: બન્નેના માબાપની કાળજી કઈ રીતે લઈશું? સાથે રાખીશું? પૈસા મોકળીશું કે પછી વૃદ્ધાશ્રમ?
વારસાગત રોગો

જન્માક્ષર જોવડાવતાં ન અચકાતાં આપણે મેડિકલ ચેકઅપ માટે તૈયાર થતાં નથી અને પછી લગ્નમાં ભેરવાયા છીએ AIDS, હ્રદય રોગ, કે ખેંચ જેવા લગ્ન પહેલાના રોગો લગ્નને નિષ્ફળ બનાવી શકે છે. બન્નેની વિગતવાર મેડિકલ ચેકઅપ કરાવી તંદુરસ્તીની ખાત્રી કરો. આંખના, લોહીના, માનસિક કે શરીરના વારસાગત રોગો બાળકોમાં આવતા જીવવું મુશ્કેલ બનાવી દે છે.
આપણે સૌ અનાવિલ સમાજ કંઈ વિચારીશું?

દીકરીના અવિચારી લગ્ન અને માબાપ

પુત્રી પોતાની મરજીથી માબાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે, ત્યારે માબાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે.

કારણો
  1. એકવીસમી સદીમાં મળેલા ઈલેક્ટ્રોનિક સાધનો મોબાઈલ, ઇન્ટરનેટ, લેપટોપ, ટેલીવિઝન ને કારણે બાળકો ખૂબ હોંશિયાર બની જાય છે. અને તેથી અજાણપણે માબાપને મૂર્ખ માને છે.
  2. માબાપ એક જ બાળક હોવાથી બાળકને જોઈતી, માંગેલી ચીજો પરવડે કે નહીં તો પણ લાવી આપે છે. આમ સાઈકલ, મોપેડ, કપડાં કે બૂટ કે કોઈપણ ચીજ મેળવીને જ જંપતું બાળક ના સાંભળવા ટેવાયું જ નથી. તેથી ખોટા લગ્ન પણ પોતાની મરજી થી જ કરે છે.
  3. ચલચિત્રો, ઇન્ટરનેટ, ટેલીવિઝન ના યુગમાં ઉઘાડે છોગ બતાવતા શારીરક સંબંધો ને કારણે શારીરીક ઈચ્છાઓ વહેલી ઉંમરે જાગતા ખોટા પાત્ર સાથે જોડાઈ જાય છે.
માબાપને સલાહ
  1. દુ:ખનું ઓસડ દહાડ ધીરજ ધરો સમયને સમયનું કામ કરવા દો. શાંતિ જાળવો. શોકાતુર ન બનો. ગુસ્સો ના કરો.
  2. દીકરીને તમારા અણગમાના કારણો સમજાવો.
  3. દીકરી સાથે સંપર્ક જાળવી રાખો.
  4. ભૂલ એ ભૂલ છે તે ભૂલીને, બાકીના સંબંધો અને જીવન યથાવત રાખો.
  5. આ પ્રશ્નનો ઉકેલ તમારે ત્રણે જ કાઢવાનો છે. સારો રસ્તો ચોક્કસ દેખાશે ગેરમાર્ગે દોરશો નહિ.


Related Articles:
  • Anavils of South Gujarat
  • Before Saying "Yes" For Marriage
  • Before Saying "Yes" For Marriage - II
  • Marriage Workshop
  • When A Daughter Gets Married... Against Parents' Will...
  • દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ


Newer Posts Older Posts Home

POPULAR THIS WEEK

  • પવિત્ર કુરાન - સારાંશ
    દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્ત...
  • સીમંત - સીમંતોન્નયન સંસ્કાર
    હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું ...
  • અનાવિલ સમાજ અને લગ્નો
    લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા ...
  • [Video]: વરિષ્ઠ નાગરિકનું જીવન દર્શન
    સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપોરની 15મી વાર્ષિક સભાના અવસરે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ર્ડો ભરતચંદ્ર દેસાઇનું પ્રવચન (નવસારી કૃષિ ...
  • લગ્નજીવનની સમસ્યાઓ: કારણો, અસર અને મારા ઉપાયો
    છૂટાછેડા (Divorce) : છૂટાછેડા એટલે કાનુની રીતે થયેલ લગ્નનો અંત (Divorce is the termination of a legal marriage) Without marriage, there i...
  • વારસદાર (Legal Heir)
    હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિ...
  • Anavils - An Endangered Community
    After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around t...
  • Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai
    One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-writ...
  • મૃત્યુનું મનોમંથન
    ભારત માં જન્મને શુભ અને મૃત્યુ ને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની ...
  • શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
    યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવા છતાં પોતે કુળનો નાશ કરાવ્યો હોવાનું અને સગા સંબંધીઓની હત્યા કરાવી હોવાથી મનોમંથન અનુભવે છે અને જી...

Categories

addiction 7 ahmedabad 3 anavil 19 art 2 bangalore 2 behavior 8 biography 14 birthday 1 blindness 3 blogging 3 body 4 book 35 buddhism 4 camera 2 career 4 cataract 1 change 1 charity 1 childhood 3 children 25 china 1 christianity 5 city 4 cleanliness 1 commitment 1 communication 4 community 4 computer 4 conflict 1 courtesy 2 crime 1 culture 16 cyber world 3 daughters 6 death 16 dedication 1 devotion 1 diet 1 doctor 8 education 10 emotions 8 english 1 environment 1 ethics 1 exercise 3 expectations 3 eye 10 eye-bank 3 eye-care 9 eye-donation 5 facebook 12 family 42 Featured 1 festival 1 fiction 3 finance 4 fitness 6 food 3 formality 2 friendship 17 gadgets 3 God 6 gujarat 23 habit 7 happiness 4 hatred 1 health 16 help 1 hinduism 30 history 26 hospital 1 hospitality 1 human-eye 5 humanity 2 husband 1 india 36 inheritance 2 inspirational 1 internet 3 islam 5 jainism 1 japan 2 jealousy 1 karma 3 kashmir 1 language 2 law 3 legal 3 library 1 life 53 lifestyle 8 literature 4 loneliness 1 love 10 luck 2 manners 4 marriage 19 medical 7 meditation 6 mental 1 mind 23 money 10 mother 6 movie 1 mumbai 1 mythology 2 nationalism 2 nature 3 nostalgia 1 novel 2 old-age 21 opinion 3 pakistan 9 parents 27 Parsi 1 partition 1 parvati 1 patient 2 people 74 philosophy 1 photography 2 politics 6 power 3 prejudice 1 privacy 2 professionalism 4 pune 1 reading 3 relations 22 religion 34 respect 2 retirement 2 review 30 rituals 7 safety 3 school 1 security 2 service 3 shiva 4 sleep 1 social media 19 society 53 speech 11 spiritual 13 stress 5 success 1 taoism 2 technology 6 television 1 terrorism 1 testament 1 tradition 1 travel 17 twitter 2 unique 1 video 8 wedding 5 wife 4 will 1 women 6 work 5 writing 1 yoga 4 youth 3 ગુજરાતી 80
Powered by Blogger

ABOUT THE AUTHOR

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length.

ABOUT THE BLOG

When I started writing on my blog, I used to ask myself if I should write at all. If yes, why? I would like to share my views on this topic with you.
I write for myself. This may sound egoistic, but it is self-explanatory as well. Because I want freedom from my thought cycle, I get mental catharsis by just writing out whatever it is. While having some serious events with myself, say the death of my mother first and then father, writing down makes a record of my emotions at a given time which I’m never going to repeat.
I do write for my daughter Vaishali, son Rahul and their friends. I want to tell my experiences and let them know about me. I have done this in Life At 60 article series – it is my mini-autobiography, telling all about me. Article on Marriage, Parents in old-age homes, etc. are other such articles.

SUBSCRIBE & FOLLOW

Copyright © Dr. Bharat Desai's Blog. Designed by OddThemes