હિન્દુત્વ

સિંધુ નદી કિનારે વસેલા આર્યોનો દેશ ‘આયાવર્ત’ તરીકે ઓળખાતો – લોકોઆર્યો અથવા સિંધુ પણ કહેવાતા. પરદેશીઓ સિંધુને બદલીને ‘હિન્દુ’ કહેવા લાગ્યા અને તેમનો ધર્મ હિન્દુ ધર્મ કહેવાયો હકીકતમાં વૈદિક પરંપરામાં સનાતન ધર્મ હતો, તે હિન્દુ બન્યો.

વર્તમાન ધાર્મિક અસહિષ્ણુતા ના વાતાવરણમાં ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મો પોતાના અલગ ચોકા બનાવી ટોળાં શાહી અને અરાજકતા તરફ વળ્યા ત્યારે જીવન જીવવાની સર્વમાન્ય શૈલી ધરાવતા અને સિંધુ નદી કિનારે થી અરબી સમુદ્ર સુધી વિસ્તરેલ ભૂમિના લોકો – હિન્દુ કહેવાયા – તેમના વિચારો તે 'હિન્દુત્વ'!

હિન્દુ એ સર્વમાન્ય – આદર્શ જીવનશૈલી છે. તે ઈસ્લામ કે ખ્રિસ્તી વિરોધી નથી કે એ કોઈપણ ધર્મ સામે નથી. વનસ્પતિ, પ્રાણી અને સર્વને સમાન જણાવી – દરેક ને કાળજી લઈ સહજીવનની પ્રણાલી તે હિન્દુત્વ. બધા ભગવાનને સ્વીકારી સર્વધર્મ સમભાવ અને કોમી એક્તા શીખવે તે હિન્દત્વ.

ચાલો સરળ ભાષામાં લેખક રામસ્વરૂપે કહેલી હિન્દુત્વની વિગતો બરાબર જાણીએ – સમજીએ.

હિન્દુ ધર્મ, હિંદુઓ અને ભારત

ભારતની ભૂમિ ઉપર સનાતન ધર્મ ઉત્તપન્ન થયો. અહીના લોકો હિંદુઓ કહેવાયા અને ધર્મને હિન્દુ ધર્મ કહ્યો આ ધર્મમાં ચાર પુરૂષાર્થ, ચાર વર્ણ અને ચાર આશ્રમોની વ્યાખ્યા આપી ને સમજાવ્યા.

વર્ણ: વર્ણાશ્રમ ધર્મ સમાજ જીવનની જવાબદારી સાથે સંકળાયેલો હતો. કેટલાક પૂજારી અને શિક્ષકો હતા (બ્રાહ્મણ), કેટલાક યોધ્ધાઓ અને રક્ષકો હતા (ક્ષત્રિય), તો કેટલાક સંપત્તિનું ઉપાર્જન અને સાચવણીમાં જોડાયેલા હતા (વૈશ્ય), તો બાકીના લોકો રોજીંદી સામાન્ય જરૂરિયાતો – જેવી કે પાણી લાવવું, લાકડા કાપવાં – સાફ સફાઈ કરવી સાથે કાર્યરત હતા (શુદ્ર). આ ફક્ત કાર્યોનું વિભાજન હતું, તેમાં અસમાનતા કે અશ્યપૃશ્યતા હતી જ નહીં. દરેક સભ્ય અહીં પ્રમાણિકપણે કામ કરી પોતાની આવડત મુજબ પોતાનો ધર્મ બજાવી સંપતિનું ઉપાર્જન કરતો હતો. ભારતમાં કોઈપણ તબક્કે ગુલામી પ્રથા હતી જ નહીં. એ તો સુવિદિત છે. જુદા-જુદા કાર્યો કરતાં અને જુદી જુદી પરંપરા નિભાવતા લોકો હિન્દુ આધ્યાત્મિકતા અને આદર્શવાદમાં માને છે.

આશ્રમ: ચાર આશ્રમો મનુષ્ય જીવનકાળ ના ચાર તબક્કાઓ છે. વિદ્યાર્થી અવસ્થામાં તે દરેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે (બ્રહ્મચર્યશ્રમ), ત્યારપછી સંસારીના સ્વરૂપમાં અર્થોપાર્જન સહજીવન અને સંતતિ ઉત્પન્ન કરે છે (ગૃહસ્થાશ્રમ), પ્રોઢવયમાં નિવૃતિ લઈ આંતર શોધમાં જોડાય છે (વાનપ્રસ્થાશ્રમ) અને છેલ્લે સન્યાસી બની સમાજ શિક્ષણ આપે છે (સન્યાસાશ્રમ) અહી ગૃહસ્થાશ્રમ કે સાંસારિક જીવનને સૌથી વધુ મહત્વનું ગણવામાં આવ્યું છે.



હિંદુઓ

એક સમયે હિંદુઓ સમૃદ્ધ હતા. તેમના અન્નભંડારો ભરેલા રહેતા. તેઓ જ્ઞાની, સારા વ્યવસ્થાપકો અને સારા વેપારી હતા. તેમના ચરિત્રમાં તેજ અને બળ હતું. તેઓ શોષણ કરતાં નહીં અને શોષિત થતાં નહીં. એ લોકો વિજ્ઞાન અને કલામાં નિષ્ણાંત હતા. હિન્દુ ધર્મ અનેક ધર્મોની આદિમાતા સામો હતો. દાન-દક્ષિણા અને સેવાના આદર્શો હતા. 
  • અતિ શાંતિપ્રિયતા ને કારણે પોતાની રક્ષણાત્મક સજ્જતા ગુમાવી બેઠા. હિન્દુ ધર્મ આત્મવિશ્વાસ ગુમાવી ક્ષમાપર્થ થઈ બેઠો. હિંદુત્વ શબ્દ શરમ અને અવમાનવાનું કારણ બની ગયો. એક એવા વર્ગનો ઉદ્દભવ થયો જે હિન્દુ હોવા છતાં આચાર-વિચાર અને ભાવથી હિન્દુ વિરોધી હતા. આપણે વિવાદ ટાળવા ગમે તે સ્વીકારવા તૈયાર થઈ ગયા. સંઘર્ષની તૈયારી ન હોવાથી, આપણે પોતાનું રક્ષણ ન કરી શક્યા. 
  • હિંદુઓ પોતાના જ દેશમાં દ્વિતીય કક્ષાના નાગરિકો કે શરણાગતો બની ગયા. કટ્ટરવાદી અને નકારાત્મક તાકતો વારંવાર હુમલા કરતી રહી ત્યારે સ્વરક્ષણમાં હિંદુવાદ કે રાષ્ટ્રવાદની ઓળખ જરૂરી બની ગઈ. પોતાના અસ્તિત્વ માટે અને આધ્યાત્મિક ચિંતન જાળવવા પ્રતિકાર જરૂરી બની ગયો. 
હિંદમાં, ભારતમાં મહાન સંતો અને શિક્ષકો દ્વારા સનાતન ધર્મ શીખવાયો અને હિંદુત્વની ઓળખ પાકી થઈ.
  • સનાતન ધર્મ વિશ્વના ઘણા ધર્મોની આદિમાતા છે. 
  • મનુષ્યની અંદર વિશાળ આંતરિક જીવનસ્ત્રોત અસ્તિત્વ ધરાવે છે. 
  • આંતરિક ઊર્જા જે આત્મા સ્વરૂપે પ્રવર્તમાન હતી એ વૈશ્વિક ચેતના કે અવિનાશી બ્રહમનો અંશ હતી. 
  • સનાતન ધર્મ “સત્યનો હંમેશા વિજય થાય છે” એ માને છે. સત્ય જેને કોઈ ભય નથી – કોઈ અધૂરપ નથી. 
ઈશ્વર

ઈશ્વર સ્વયંમની અંદર છે - સ્વયંમમાં સ્થાપિત ઈશ્વર બ્રાહ્ય સ્થૂળ જગતમાં વિસ્તરે છે. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત, સંપૂર્ણ સ્થિર અને શ્રેષ્ઠ સ્વરૂપ છે.

ઈશ ભક્તિ

ઈશ્વરને અનેક રીતો દ્વારા પૂજવામાં આવે છે. કોઈ તેને યોગ દ્વારા, કોઈ ભક્તિ માર્ગે કે કોઈ ઈશ્વરને સરળતા માટે મનુષ્ય સ્વરૂપ સમજે છે. સનાતન ધર્મોમાં એક દેવને ચાહવા બીજાનો ધિક્કાર અનિવાર્ય નથી. હા, ઈશ્વરને પોતે પોતાની રીતે પ્રત્યક્ષ સ્વયં જ અનુભવવો પડે છે.

નૈતિક માપદંડ

સારા બનવું કે સારપ આપણી પ્રકૃતિ છે. સહનશક્તિ અને ક્ષમા-સમય અને સંજોગો પ્રમાણે બદલાય છે. જે વ્યક્તિ ક્ષમાને પાત્ર નથી તેને સજા કરવું એ ન્યાયનું વિજ્ઞાન છે.

પાડોશી

તમામ મનુષ્યો, જીવો (વનસ્પતિ જીવન અને પ્રાણી જગત) અને તમામ તત્વો (હવા, પાણી, આકાશ, નદીઓ, સમુદ્રો) ઈશ્વર અને દેવદૂતો આ બધા પાડોશી સાથે સહજીવન ની જવાબદારી અદા કરી ઋણમુક્ત થવાનું છે.

ધર્મ

દરેક વ્યક્તિ આત્મિક વિકાર સાથે આધ્યાત્મિક વિકાસ સાધે તે માટે ના દસ નિયમો :- સંતોષ, ક્ષમા, સ્વમાન, સૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ઘી, વિદ્યા, સત્ય, અને આક્રોધ.

વ્યક્તિગત ક્ષમતા - જીવનની ક્ષમતા અલગ-અલગ (અનેક જીવન, અનેક સ્તર, વિવિધ લોક, મોક્ષ)

સનાતન ધર્મ અનેક જીવનની જ નહીં પરંતુ અનેક સ્તરની અનેક વિવિધ લોકોની વાત વર્ણવે છે. જીવનના નીચલા સ્ટાર સાથે જોડી રાખતા તમામ ગુણો, સ્નેહ, ઋણાનુબંધ, કલેશ, રાગ વિગેરેથી મુક્ત થનાર જળકમળવત બને છે અને તે નિર્વેદ ધારણ કરે છે. પછી જીવ મોક્ષ પામે છે – જેને ફરીથી સ્થૂળ જગતમાં જન્મ લેવાનો નથી.

આમ જીવનયાત્રા એ આત્મશોધ અને આત્મવિકાસની પ્રક્રિયા છે જેનું અંતિમ ધ્યેય મોક્ષ છે.

આધુનિક વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિને લીધે અને ટેક્નોલોજીના વિકાસને લીધે કેટલાક અપ્રકાશિત તથ્યો પ્રચલિત થયાં છે. તે દર્શાવે છે કે સ્થૂળ વિશ્વમાં એક સૂક્ષ્મ શક્તિ કામ કરી રહી છે, જે આપણા મસ્તિષ્ક અને ઈન્દ્રિયો સાથે જોડાયેલી છે. આ શક્તિ સમગ્ર બ્રહમાંડ માં ફેલાયેલી છે.

ઈતિહાસ

માનવ ઈતિહાસ એટલો જૂનો છે કે તેણે અનેક સભ્યતાઓ પાંગરતા અને નષ્ટ થતાં જોઈ છે. અફાર ઈતિહાસના સર્જનની પ્રક્રિયા દરેક ક્ષણે અવિરત ચાલુ છે. હિન્દુ ધર્મ બોધકા, પ્રકાશકા અને વાચકા છે એટલે કે તે જ્ઞાન આપે છે, આત્મતેજ પ્રગટાવે છે અને જ્ઞાનપ્રવાહ આગળ ધપાવવાની દિશા આપે છે.

શરણાગતિ

હું સનાતન ધર્મમાં શરણ થાઉં છું. આ ધર્મમાં ઉર્ધ્વગામી જીવન નો હેતુ છે. આ શરણગતિ દ્વારા સમગ્ર સૃષ્ટિ અને મનુષ્યત્વને અખંડ બનાવી – જે આસપાસ છે તે, ઈશ્વર સાથે એકત્વ કેળવી શકું.

હિંદુત્વના પતનના કારણો

હિંદુવાદ કે હિન્દુ ધર્મ કેટલાક ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે જેમ કે હિન્દુઓમાં ૧) વૈચારિક સમાનતા નો અભાવ, ૨) નૈતૃત્વનો અભાવ, ૩) હિન્દુ ધર્મની ચર્ચા – સમસ્યા સમજવા કોઈ નિશ્ચિત કેન્દ્ર કે સ્થળ નથી, ૪) આર્થિક રીતે સદ્ધર નથી, ૫) નાતીઓ અને પેરાજાતિઓમાં વિભાજિત હોવાથી બાહ્ય પરિબળોનો સામનો કરવા સંગઠન શક્તિ ધરાવતો નથી. તેની સામે ઈસ્લામ અને ક્રિસ્ટીયાનીતિ માં આવું નથી – તેઓ અંતિમવાદી – તીવ્ર અને નિશ્ચિત માળખાવાળા છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મજબૂત છે – આર્થિક રીતે અને માળખાકીય રીતે પણ ઈસ્લામ તેના ધર્મને – નિયમોને ન માનનારને કાફિર કહીને ધિક્કારે છે અને તેની સામે જિહાદનું એલાન કરે છે. ત્યારે હિન્દુઓમાં દેશની ધર્મભાવના કે વલણમાં ક્યાંક બેદરકારી કે સ્વ-ઓળખનો અભાવ જોવા મળે છે. ક્રિશ્ચિયન્સ સમગ્ર વિશ્વમાં મિશનરી પ્રવુતી દ્વારા અનેક શિક્ષણકેન્દ્રો ચલાવે છે – સેવા કરતાં કરતાં આદિવાસી – વનવાસી કે હરિજનોને મદદરૂપ થઈ વટાળ પ્રવુત્તિ – ધર્મપરિવર્તન વર્ષો થી બેરોકટોક ચલાવે છે. ૧૯૮૦ માં અધિકૃત આંકડા મુજબ ૪૩૮૦૦ કરોડ રૂપિયા ખુલ્લેઆમ ભારતમાં જ ઠલવાયા હતા. ઘણી બધી જમીનો અને સંપતિ ખ્રિસ્તી અને મુસ્લિમો એ ભારતમાં ખરીદી લીધી છે. વિરોધીઓ સાધનસંપન્ન અને આયોજન બદ્ધ છે. તો હિંદુઓ પોતાનું સ્વરક્ષણ કરવા અક્ષમ છે. મુસ્લિમો દર-અલ-હર્બ (એટલે કે ઈસ્લામ માટે યુદ્ધ) અને દર-અલ ઈસ્લામ (એટલે કે ઇસ્લામનું શાસન) માં માને છે. તેમનું ઇલ્સામીકરણ નું ધ્યેય નિશ્ચિત છે.
  • હિંસાપૂર્ણ ઈતિહાસ એ અકસ્માત નથી – ધાર્મિક કટ્ટરવાદનું પરિણામ છે. 
  • વર્તમાનમાં બાંગ્લાદેશના લાખો ઘુસણખોરો અને રોહિંગ્યા ભારતમાં પગપેસારો કરી રહ્યા છે આસામ, લદ્દાખ, અરુણાચલ, કેરલ, કશ્મીર, પશ્ચિમ બંગાળ જેવા અનેક રાજ્યોમાં વિભાજન અને ધર્મપરિવર્તન ની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ સંજોગોમાં પરિસ્થિતી લાગણીશીલ બનીને નહીં, પરંતુ વ્યવહારુ દ્રષ્ટિકોણ થી ઉકેલવી પડશે. આ કરવા દીર્ધદ્રષ્ટિ અને ઊંડાણ સાથે શ્રદ્ધા અને સાતત્યની જરૂર છે. આ આદર્શવાદી યાત્રા માટે લાંબેગાળે ધ્યેયપ્રાપ્તિ માટે નિશ્ચિત પ્રયાસો જરૂરી છે.
હિન્દુકરણ

આપણે સૌ પ્રથમ ભય કે લાલચને લીધે ધર્મ પરીવર્તન કરેલ લોકોને પ્રાચીન મૂળ તરફ પાછા વાળવા અને વાસ્તવિક હિન્દુ ધર્મમાં પાછા ફરે તે માટે વાતાવરણ પૂરું પાડવું પડશે.

તાલીમકેન્દ્રો

મંદિરો-ધર્મસ્થળો કે તાલીમ કેન્દ્રો સ્થાયી પાયાની વિચારધારા, ધર્મનું જ્ઞાન, હિન્દુ મૂલ્યો અને પરંપરાનો પ્રચાર કરવો પડશે. જેથી બાહ્ય વિરોધો નકારાત્મકતા સામે આપણી હિન્દુ મૂલયવ્યવસ્થા ટકી રહે. સૌ આત્મશિક્ષણ મેળવે અને અન્યને પણ શિક્ષિત કરે.

સામાજિક દૂષણોથી મુક્તિ

લગ્ન પ્રસંગો અને તહેવારોની ઉજવણી બીભત્સ ન બને તેની કાળજી લેવી પડશે. ફિલ્મો, સાહિત્ય, જાહેરાતો–પ્રચાર વિગેરે અશ્લીલતા અને ગુનાખોરી રોકવી પડશે. તો જ અર્થહિનતા-ધ્યેયહીનતા-સ્થૂળ સિદ્ધિઓની દોડમાં જીવનનો મૂળ ધ્યેય ચૂકી ન જવાય.

આમ, હિન્દુત્વમાં આપણી માન્યતાઓને આપણે સ્પષ્ટ કરી લઈએ. ખોટા તર્ક અને દૂષિત વાતાવરણથી બુદ્ધિપૂર્વક મુક્તિ મેળવીએ. તાર્કિકતા-શાણપણ અને ધાર્મિકતાને ફરીથી સમજીએ. આપણી ખોવાયેલી મહાનતાને ફરીથી પ્રસ્થાપિત કરીએ.

ડો. ભરત દેસાઈ 
બીલીમોરા


Post a Comment

1 Comments

Thank you for your comment!