કાર્તિકેય

કાર્તિકેયના જન્મની વાત

તારક નામ ના અસૂરે દાનવે દેવોને હરાવ્યા હતા. તેને મારવા માટે દેવોએ શું-કરવું તે વિચાર્યું તેને તારક ને મળેલા વરદાન મુજબ તેને ફક્ત નાનું બાળક દ્વારા બનેલું અને માર્ગદર્શિત લશ્કર જ મારી શકે એમ હોવાથી તેઓએ બ્રમ્હાનો સંપર્ક કર્યો. બ્રમ્હાના કહેવા મુજબ ફક્ત શિવ-પુરુષ દ્વારા ફક્ત એકલાથી પેદા થયેલ બાળક – ફક્ત ભગવાન શંકર જ આપી શકે ભગવાન શંકર ને મોહિત કરવા “કામ” ને મોકલ્યો પરંતુ શિવ તેને “ત્રીજી આંખ” ખોલી ને ભશ્મ બનાવી દીધો. ત્યારે તેમણે શક્તિ પાર્વતિ ને આજીજી કરી. પરંતુ આ ભગવાન શિવને પાર્વતિ મનાવી શક્તિ નથી. પરંતુ પછીથી દેવો અને પાર્વતિ ની વિનંતી ગ્રાહ્ય રાખી શિવ છ ચમકારા જેવા અગ્નિ રૂપે બીજ એટલે કે વીર્ય આપે છે તેથી કાર્તિકેય ને સ્કંધ (વીર્ય દ્વારા જીવીત) પણ કહે છે.

આવા શક્તિશાળી અને ઉષ્ણ બીજને અગ્નિને દેવો આપે છે. અગ્નિ બીજને ગરમ હોવાથી સાચવી શક્તિ નથી, ત્યારે પવનને આપે છે. જે વાયુ- પવન ગંગામાં પધરાવે છે ત્યાં પાણી ઉકાળવા માંડે છે અને બારું ના જંગલમાં આ વીર્યમાથી આગ લગતાં,બચેલા અંગારામાથી છ બાળકો ઉદભવે છે. માં માટે રડતાં તડપતા છ બાળકો માંથી છ માથાવાળું એક બાળક બનાવે છે અને છેલ્લે જે એક માથાવાળું એક બાળક બનાવે છે. કાર્તિકેય જન્મ પામે છે તો પહેલાજ દીવસે કાર્તિકેય શસ્ત્રો માંગે છે અને સાતમા દિવસે યુદ્ધ માં લડવા તૈયાર થાય છે તેથી તેને કુમાર બાળ સ્વરૂપ ભગવાન કુમાર કહેવાય છે.

  • અગ્નિ માથી પેદા થયા હોવાથી આગ્નેય કહેવાય છે
  • વાયુ માંથી પેદા થયા હોવાથી ગુહા તરીકે ભેદી બાળક ઓળખાવાય છે
  • છ મુખ સાથે જન્મેલા હોવાથી કાર્તિકેય ને શન્મુગ્ન પણ કહેવાયા છે
  • છ દિવસના બાળયોદ્ધાને કુમાર પણ કહે છે

યુદ્ધ માં થઈ સાત દિવસનો કુમાર કાર્તિકેય તારકને બરછીથી મારી નાખે છે. તારકના બે ભાઈઓ સિંહામુખન અને સુરપદમન યુદ્ધ ચાલુ રાખે છે.મરૂગન આ બન્ને હરાવે છે. ત્યારે માફી માંગતા સિંહમુખનને પાર્વતી માતાના વાહન તરીકે સિંહ બનાવે છે. અને હારેલા સુરપદમન ને પર્વત બનવાનુ સુઝયું ત્યારે મુરૂગન તેનાં બે ફાડચા કરી ડે છે અડધા પર્વતને મરઘો બનાવીને તેને પ્રતીક સંજ્ઞા તરીકે વાપરે છે અને અડધા પર્વત ને મોર બનાવીને પોતાનું વાહન બનાવે છે આમ કાર્તિકેય દેવનું તારક અને બધા દાનવો નું મારવાનું કામ કરે છે

શરતમાં હાર

ગણપતિ અને કાર્તિકેય વચ્ચે કોણ ઝડપથી પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કરી શકે એવી શરત નારદમુની લગાવે છે ત્યારે ગણેશજી માતપિતાની ફરતે ત્રણ ફેરા પતાવીને એનેપોતાની લાગણીરૂપ દુનિયા તરીકે ઓળખાવે છે, જ્યારે કાર્તિકેય મોરની પીઠ પર પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કરે છે અને તેને ખરું બાહ્ય જગત જણાવે છે. આમાં નારદ ગણપતિ ને વિજેતા જણાવે છે તેનાથી ગુસ્સે થેયલ કાર્તિકેય પિતાનું ઘર છોડી દક્ષિણ ભારત ના વીંધ્ય પર્વતની દક્ષિણે રહે છે.

કાર્તિકેય ના લગ્ન

ઉત્તર ભારતના કહેવા પ્રમાણે, તેને દરેક સ્ત્રી ક્યાંતો માં જેવી, કે વિધવા લાગે છે તેથી લગ્ન કરતો નથી. ઉત્તર ભારત માં કાર્તિકેયને બ્રમહચારી મનાય છે.

દક્ષિણ ભારત ના લોકો તેણે બે સ્ત્રી જોડે લગ્ન કરેલા હોવાનું કહે છે.

બીજા મત પ્રમાણે તેણે લગ્ન કરીને સ્ત્રીને યુદ્ધ ની વિધવા નહોતી બનાવવી તેથી પોતાની ચામડી માં પાર્વતી ને આપી હતી, જેથી ચામડી વગરના કાર્તિકેય ને સ્ત્રી પરણી ન શકે. દક્ષિણ ભારતમાં તેના લગ્ન બે સ્ત્રી સાથે થયા હોવાનું મનાય છે.

દેવસેના કે સેના

કાર્તિકને તારકને હરાવવાના બદલારૂપે, ઉપકૃત થયેલા ઇન્દ્ર ભગવાને, પોતાની પુત્રી દેવસેના (ભગવાનનું લશ્કર-સેના) સાથે સામાજિક રિવાજ મુજબ પરણાવે છે.


વાલી

બીજા લગ્ન લાગણી અને પ્રેમને લીધે વાલી સાથે થાય છે. ખેતર નું રક્ષણ કરતી બહાદૂર છોકરી નારદના કહેવાથી ત્યાં આવેલ કાર્તિકે ને મારવા જાય છે ત્યારે કાર્તિકેય યોદ્ધા સ્વરૂપ ધારણ કરે છે. તેનાથી બીધેલી વાલીની સામે જંગલી હાથી (સ્વરૂપે ગણપતિ) આવે છે જેનાથી બીકથી દોડતા કાર્તિકેયના હાથમાં આવે છે અને આકર્ષાય છે અને આ આકર્ષણ લગ્નમાં પરિણમે છે
આમ કાર્તિકેય યુદ્ધ શક્તિ અને રોમાંચિતતા દ્વારા શિવનો સંદેશો આપણે પહોચાડે છે.તો, હવે આપણે ભગવાન શંકર – ભોલેનાથ અને તે વિષે લગભગ બધું જાણીએ છીએ. તેથી “ઓમ નમઃ શિવાય” મંત્રોચ્ચાર સાથે શિવભક્તિ સંપૂર્ણ થશે.


ડો. ભરત એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

Post a Comment

1 Comments

Thank you for your comment!