આપણે સમાચાર તરીકે જમ્મુ-કાશ્મીરની વાતો રોજ સાંભળીએ છીએ, પણ વિગતવાર ઊંડાણપૂર્વકની માહિતીના અભાવે વાત ખાસ સમજાતી નથી. ચાલો, પહેલાં મૂળ વાતો બરાબર સમજીયે. જમ્મુ-કાશ્મીરનો ઈતિહાસ ૧૮૨૨: મહારાજા ગુલાબસિંહ જમ્મુની ગાદીએ બેઠા. ૧૮૪૬: જમ્મુ અને કાશ્મીર બન્ને એક રાજ્ય બન્યા. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મહારાજા ગુલાબસિંહ વચ્ચે અમૃતસર સંધિ થઈ. ૧૮૫૭: સ્વતંત્રતાની પહેલી લડાઈ… મહારાજા ગુલાબસિંહનું મરણ. ૧૯૪૭: ભારત વિભાજન સાથે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગમાં સ્વતંત્ર થયું. રર-૧૦-૪૭: જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને કબાલીયો વડે આક્રમણ કર્યું અને ૧/૩ ભાગ કબજે કર્યો. ૨૬-૧૦-૪૭: મહારાજા હરિસિંહ ભારત જોડાણ પત્ર પર સહી કરી… જમ્મુ-કાશ્મીરનું ભારતમાં જોડાણ. ૩9-૧૦-૪૭: શેખ અબ્દુલ્લા આપાત પશાસક નીમાયા. ૧૭-૧૧-૪૭: પ્રજા પરિષદ પક્ષની સ્થાપના.