Dr. Bharat Desai's Blog
Dr. Bharat Desai's Blog
  • Home
  • Anavils
  • History
  • Religions
    • Hinduism
    • Islam
    • Chritianity
    • Sikhism
    • Jainism
    • Buddhism
    • Taoism
  • Book Reviews
  • Videos
  • ગુજરાતી લેખો
આપણા અમદાવાદના ગુજરાતી મનોરોગ નિષ્ણાત (Neurologist) મગજનો અભ્યાસ કરતાં કરતાં જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કરે છે અને સુખી થવાના ઉપાયો ખાલી બતાવીને બેસી ન રહેતાં, વૈજ્ઞાનિક સાધનો દ્વારા પ્રયોગો સહિત (Clinical Neurological Investigations like MRI, SPECT, MEEG, MRI etc.) આપણને મગજની રચના અને કાર્યો સમજાવે છે. તેમણે આપણે માટે સુંદર પુસ્તક લખ્યું છે.

આવા વિદ્વાન - ધાર્મિક પ્રકૃતિના - આધુનિક વિચારધારાને વરેલા (Rationalist) - તબીબ ડો. સુધીર વી. શાહ - M.D. (Neurology), FRCP (London), FAAN (USA), D.M. (Neurology) અને D.N.B. (Neurology) પોતે વેદાંત - પ્રાચીન જૈનશાસ્ત્રો અને મગજ - જ્ઞાનતંતુના રોગ નિષ્ણાત આપણને સરળ ગુજરાતીમાં સુખી જીવનની ચાવી બતાવે ત્યારે, તે વાંચી જીવનમાં ઉતારવું જ રહ્યું.

ભગવાન શ્રીકૃષ્ણ, પૈગંબર સાહેબ, અશોજરથુષ્ટ્ર, ગુરુ નાનક અને જિસસ બધાએ જ સૌને માટે સુખી થવાના રસ્તા શોધ્યા છે અને બતાવ્યા છે. સચોટ રહસ્યો શોધીને જ્ઞાન-ભક્તિ-કર્મ-યોગ ધ્યાન અને મોક્ષ દ્વારા સુખી કેમ થવાય તે સમજાવ્યું છે.  

પુસ્તક પરિચય લખનારે 232 પાનાનાં પુસ્તકનો સાર જ નહિ સાથે વિચારનો અર્ક બતાવવાનો છે, બાકી તો પુસ્તક જાતે વાંચવું જ રહ્યું. મેં આ પુસ્તક ત્રણ-ચાર વખત વાંચીને સમજવાની કોશિષ કરી છે.
धर्मोदयं सुखमांशसमाना (મહાભારત) ધર્મથી પ્રાપ્ત થતા સુખની કામના કરીએ.

Happiness is a choice: You can choose to be happy.

निमित्तमात्रं भव सव्यसाची (ભગવત્‌ગીતા) - તું આ જગતમાં માત્ર નિમિત્તમાત્ર છે.
ચાલો, પણ થોડી વિગતે વાત સમજીએ.

સુખના પ્રકારો

૧) મોજમજા (Pleasure) ઈન્દ્રિયજન્ય આનંદ - તમસ

પાંચ ઈન્દ્રિયોના વિષયો - જેવા કે સ્વાદિષ્ટ ભોજન, ફરવા જવું, શરીર સંબંધ, સુગંધી પદાર્થ કે સંગીતથી ખૂબ મજા આવે છે.

આ સુખ ઇન્દ્રિયજન્ય હોવાથી તત્કાળ મળે છે - તેનું આયુષ્ય ટૂંક સમયનું હોય છે. તે ઉડતા પતંગિયા જેવું છે, જેમ એને પકડવા જઈએ તેમ એ દૂર ભાગે છે.

ફરી-ફરીને એ જ મેળવવાની તીવ્ર ઈચ્છા - વધારે ને વધારે મેળવવાની આકાંક્ષાથી ક્ષણિક સુખ ન મળે તો, દુઃખની પરંપરા સર્જનાર બને છે.

૨) સફળતા-સંતોષ-ખુશી (Joy): માનસિક સ્તર - રજસ

સમાજસેવાની ભાવના, સફળતાની ઈચ્છા, સર્જનાત્મકતા, સામાજિક સંવાદિતા, પોતાનું માન-સન્માન વધારવું, સંપત્તિ સર્જનની એષણા, ઔદ્યોગિક ગૃહો / કોલેજો સ્થાપવા કે નેતૃત્વ કરવું જેવી ઈચ્છાઓ આ સ્તરે આવે છે.
એ કશુંક આપવા ચાહતો હોય છે, એ કશુંક સર્જન કરવા મથામણ કરતો હોય છે.

અહીં જીંદગીને સાર્થક કર્યાનો સંતોષ મળે છે. આમ સંતોષ એટલે જે મળ્યું તેમાં સુખી રહેવું - ખુશ રહેવું, વધુ લોભ ન કરવો - એ સુખનો સાચો રસ્તો છે - સંતોષી નર સદા સુખી.

મોટા સુખ કે આનંદની રાહ જોવામાં આજના જીવનની નાની-નાની કેટલી ખુશીઓ ગુમાવી દઈએ છીએ.

ચાલો, ખુશી મેળવવા પ્રયત્ન કરીએ:
ચાલવા નીકળી પડો.
બાગકામ કરો
રમતો રમો.
મિત્રને પત્ર લખો કે ફોન કરો કે સાથે જમવા જાવ.
સંગીત શીખો - ગાઓ - ડાન્સ કરો.
પ્રાર્થના કરો.
માનવસેવા પ્રવૃત્તિ કરો.
મિત્રો કે કુટુંબ સાથે જમવા-ફરવા કે નાટક જોવા જાવ.
પુસ્તક વહેંચો - સત્સંગી બનો.

આમ, માનવ જીવનને સાર્થક બનાવવા ઠીક લાગે તેવા પ્રયત્ન કરતા રહીએ.

૩) નિજાનંદ - Bliss - સત્વ

નિજાનંદની સ્થિતિમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. ઉપરાંત દિવ્ય પ્રેમની લાગણી મળે છે.
સાધનાના રસ્તે - પ્રાર્થના, સત્સંગ, જપ, ભક્તિ, યોગ, તપ અને ધ્યાન જરૂરી છે.

નિજાનંદ સ્થિતિમાં વ્યક્તિ હરહંમેશ આનંદમાં જ રહે છે, કારણ નિજાનંદ સ્વ પર આધારિત હોય છે.
અહીં પરમ સમાધિ અવસ્થા મળે છે અને આપણે મહાન અસ્તિત્વનો ભાગ છીએ એમ લાગશે.

સુખપ્રાપ્તિ માટેના નિયમો

જીવન એ એક ખેલ છે, તેના નિયમો છે. જે વ્યક્તિ આ ખેલના નિયમો સારી રીતે જાણી લે છે, તે સુખપૂર્વક જીવન જીવે છે અને તેની નિરાશા, ખિન્નતા, આવેશ કે ચિંતા-એ બધું જ મહદઅંશે જતું રહે છે.

૧. આકર્ષણનો નિયમ (Law of attraction)

આપણું મન ગજબનું યંત્ર છે. એની પાસે આપણે જે વસ્તુની તીવ્ર આકાંક્ષા કરીએ, તે મળ્યા વગર રહે નહીં. Like attracts like - જે જે આપણે સાચા દિલથી ઇચ્છીએ તે વાત-ઘટના આપણા જીવનમાં ચોક્કસપણે મૂર્ત બને છે.
  • જાગૃત મન - Conscious Mind - ઇન્દ્રિયો દ્વારા માહિતીની નોંધ થાય છે.
  • અર્ધજાગૃત મન - Subconscious Mind - અગાધ શક્તિઓનો ભંડાર હોવાથી તીવ્ર અનુભવો કે કલ્પના આ મનમાં કાયમ માટે સંગ્રહિત થાય છે.
  • પરજાગૃત મન - Pre-conscious Mind - દૈવીમન. પરમતત્વ સાથે સંબંધ ધરાવતું મન છે. જેટલી દૃઢતાથી તમારી ઇચ્છાને તેમાં કંડારશો, તેટલું જ શક્ય બનશે હા, તે તમારે સ્વયં કરવાનું છે, પરજાગૃત મન પાસે.
શ્રેષ્ઠ વસ્તુની ઇચ્છા કરો - હકારાત્મક રીતે રોજરોજ ઇચ્છાને ઘૂંટ્યા કરો. પરમ સત્તા પાસે તીવ્રતાથી માગણી કરો. તે તમને મળશે જ એવો આત્મવિશ્વાસ કેળવો અને એ રીતે જીવવાનું શરૂ કરો.

શ્રેષ્ઠ વસ્તુઓની પરિકલ્પના કરો અને દૃઢતાથી તેને મનમાં ઘૂંટો. તેને લાયક બનો. બસ, છેવટે તે પ્રાપ્ત થશે જ. આપણે શ્રેષ્ઠતમ માટે સર્જાયા છીએ. સર્વશ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓ મળી શકે છે. વિશ્વ કેટલોગ છે. ઓર્ડર કરો અને પામો.

શ્રેષ્ઠતમની સાધના ->  દૃઢ શ્રદ્ધા -> સંપૂર્ણ વિકાસની દિવ્ય ચેતના પાસે જાય છે.

The Secret -> The power of subconscious mind -> Miracles of thoughts: Peace and Prosperity 

૨. ક્ષણિકતાનો સિદ્ધાંત (Law of Impermanence) - અશાશ્વતતાનો સિદ્ધાંત

જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે યાદ રાખો કે જીવનમાં કોઈ વસ્તુ અવિચળ કે શાશ્વત નથી. દુઃખ, સંકટ કે બીમારી એ કોઈ કારણસર આવેલી ક્ષણિક આપત્તિ જ છે, તે પણ જતી રહેશે. કેમકે કશું પણ ક્યારેય લાંબુ ટકતું નથી, ટકી શકે જ નહીં. આ અફર નિયમ સમજશો તો વિહવળ થયા વગર, સમતાપૂર્વક જીવશો.

દુઃખની અવગણના કરવાની જરૂર નથી, પણ કારણો શોધી દૂર કરવાની જરૂર છે.

દુઃખની વેદનાએ જગતને કેટલાય મહાન સર્જનો આપ્યા છે. દા.ત. ભગવદ્ગીતા, શ્રીમદ્ ભાગવતમ્, રામાયણ.

૩. પ્રારબ્ધનો સિદ્ધાંત (Law of Destiny)
  • નસીબ કે પ્રારબ્ધ બહુ જ ગજબ ચીજ છે.
  • જીવનમાં આવતાં સુખ-દુઃખનું એક કારણ આપણું પ્રારબ્ધ છે.
  • કોઈને નસીબથી વધારે કે સમયથી પહેલાં ક્યારેય કશું મળતું નથી.
  • સમય ખરાબ ચાલતો હોય ત્યારે, ટેકો ઊખડ્યો હોય ત્યારે વધુ ધમપછાડા - ગધ્ધા વૈતરું કે અવિચારી પ્રયત્નો કરવાને બદલે સ્વસ્થતાથી નિયતિનો સિદ્ધાંત સમજવો.
  • યોગ્ય સમયની રાહ જોવામાં જ સાર છે. યોગ્ય સમયે આનાથી વધુ સારું આપવાની કુદરતની યોજના હશે.
  • જે થાય છે તે સારા માટે એમ યોગ્ય રીતે સમજવાની જરૂર છે.
  • આ વખતે પ્રભુભક્તિ, પ્રાર્થના, યોગ, ધ્યાન જેવા ઉપકરણો વધારી દેવા - યોગ્ય આયોજન કરવું - સંપર્કો વધારવા અને યોગ્ય સમયની શાંતિથી રાહ જોવી.
૪. કર્મનો સિદ્ધાંત (Law of Karma)

શારીરિક રીતે, મનના એક-એક વિચારો દ્વારા કે વાણીનું દરેક વાક્ય મારા દ્વારા આચરાયેલ કર્મ ફળ આપે છે - બંધનકારક બને છે.

As you sow, so shall you reap. જૈસી કરની વૈસી ભરની. કર્મ પર તારો અધિકાર છે - સત્કર્મો કરો - પણ કર્તાભાવ ન રાખો. નિષ્કામ કર્મ - ફળની અપેક્ષા વગર કરો - સાચો આનંદ ત્યાં જ મળશે.

કર્મના સિદ્ધાંત મુજબ, કર્મનું ફળ અવશ્ય - યોગ્ય સમયે - યથાયોગ્ય પ્રકારે મળ્યા વગર રહેવાનું નથી. તેથી નિષ્કામ ભાવે સત્કર્મ કરતા રહો.

૫. સંલગ્નતાનો - સંયોજનનો નિયમ (Law of Interconnectedness)
  • વિશ્વના એકે-એક અણુ બીજા અણુ સાથે તેમજ વિશ્વનો એકે-એક જીવ બીજા સાથે સંલગ્ન છે.
  • એકનું જીવન બીજા ઉપર આધારિત છે.
  • વ્યક્તિની વ્યક્તિ ઉપરની અસર, તેના વિચારોથી કે તેના આભામંડળ (Aura) થી જે થાય છે - તે સચોટ અને અસરકારક હોય છે. સામાવાળી વ્યક્તિને અજાણી ગૂઢ રીતે લાગણી - ગમો અણગમો કે મંતવ્ય ખબર પડી જાય છે.
  • આમ દરેક વ્યક્તિ દ્વારા થતું આંદોલન અનુકૂળ હોય તો વ્યક્તિનો મનમેળ સારો બેસે છે, ભલે પછી પ્રથમ વાર કેમ ન મળ્યા હોય.
આમ, સુખપ્રાપ્તિ માટે ઉપરના પાંચ નિયમો સમજી જીવનમાં ઉતારવા જરૂરી છે.

ધ્યાન (Meditation)

મનની એકાગ્રવૃત્તિ દ્વારા ધ્યેય (ધ્યાનનો વિષય) અને ધ્યાતા (ધ્યાન કરનાર વ્યક્તિ) ને જોડવું તે ધ્યાન.

ધ્યાનની રીત: સ્નાન કરીને, શુદ્ધ વસ્ત્રો પહેરીને, મોં (મુખ) ચોખ્ખું કરીને, બેસવાની ચોખ્ખી કરેલી જગ્યાએ ધ્યાન માટે બેસવું.

સમય: ધ્યાન કરવા ઉત્તમ સમય સૂર્યોદય પહેલાની વહેલી સવાર (બ્રાહ્મ મુહૂર્ત) અથવા રાત્રિની નીરવ શાંતિનો સમય છે. 48 મિનિટ (એક પ્રહર) નું ધ્યાન ઉત્તમ કહેવાયું છે.

ધ્યાનના પ્રકાર 

૧. સાતત્ય
  • કોઈ વસ્તુ, જ્યોતિ, બિંદુ, મૂર્તિ, ફોટો કે કંઈ પણ રાખીને તેના પર સાતત્યથી એકીભાવે એકાગ્ર થઈ ધ્યાન કરી શકાય.
  • શરૂઆતમાં આંખ ખુલ્લી રાખીને એ પદાર્થ પર એકાગ્ર થવું. પછી થોડી સ્થિરતા અને અનુભવ પ્રાપ્ત થતાં આંખ બંધ કરીને એ પદાર્થને ચિત્તમાં કે બે આંખ ભ્રમરની વચ્ચે કપાળમાં (આજ્ઞાચક્ર), તે બિંદુ પર અથવા હૃદયમાં કે નાભિમાં ધારણ કરી શકાય.
  • સાતત્યથી આ ઘ્યેય પર ઘ્યાન કરનાર દ્વારા ચિત્તની એકાગ્રતાથી ઘ્યાન કરતા રહેવું. મનને મિત્ર બનાવવાનું છે, શત્રુ નહીં. જો બીજો વિચાર કે વિકાર આવે તો સહજતાથી ધ્યેય ઉપર તરત પાછા ફરવું.
૨. નાદ ધ્યાન
  • અહીં અવાજ-નાદનું ધ્યાન કરવાનું છે.
  • મુખથી મંત્ર-ધ્વનિ કરી શકાય.
  • ઓમકાર (ૐ) બોલીને કે કોઈ મંત્ર - જેમ કે ૐ નમઃ શિવાય, ૐ નમો નારાયણાય, શ્રી કૃષ્ણ શરણં મમ: કે ૐ હ્રીં અર્હમ્ નમઃ બોલતાં બોલતાં ધ્યાન કરવું.
  • બહારથી આવતા મંત્રોચ્ચારના અવાજ કે દૂર સુદૂરથી આવતા કુદરતી અવાજો પર નીરવ શાંત વાતાવરણમાં ધ્યાન કરી શકાય.
  • મંત્રના ઉચ્ચારણ કે શ્રવણ કરતી વખતે તેના આંદોલનો કે તેના અર્થ તેના અધિષ્ઠાયક દેવ ઉપર ધ્યાન-મગ્ન થવાનું છે.
૩. શ્વાસ પર ધ્યાન (આનાપાન સતિ = શ્વાસોચ્છવાસનું સત્વ)
  • મનને નાકના દરવાજે પ્રતિષ્ઠિત કરીને, નાકમાંથી અંદર આવતા એકે-એક શ્વાસને જોવાનો અને બહાર આવતા એક-એક શ્વાસને જોવો અને જાણવો (To see and observe).
  • મનનો સ્વભાવ એવો હોય છે કે શ્વાસ પર મન ટકે કે તરત જ કાળ, સ્થળ, વ્યક્તિ એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ, આ જગ્યા કે પેલી જગ્યાના વિચારોમાં ખોવાઈ જાય છે. આથી કૂદકા મારતા મર્કટ મનને સ્થિરતાથી, ધૈર્યથી અને સભાન પ્રયત્ન પૂર્વક રોકવાનું છે.
  • આ માટે જાગૃત ચિત્તની યોગાવસ્થા (Alert and attentive mind), શાંત (Calm) અને સમતાયુક્ત (Equanimous mind) અવસ્થા પ્રયત્નપૂર્વક જાળવવી જરૂરી છે. શ્વાસની પાંખ ઉપર ઉડી આવતા વિકરારો કે વૃત્તિથી સાવધાન રહેવું જરૂરી છે.
  • શ્વાસ હરપળ આપણી સાથે છે, માટે તેની સાધના કયારેય કરી શકાય.
  • શ્વાસ જીવનનો મુખ્ય આધાર (Vital force) હોવાથી શ્વાસ પરનું ધ્યાન સૌથી મહત્ત્વનું છે.
૪. સદ્ વિચાર ધ્યાન
  • કોઈ સદ્વિચારને પકડીને તેના પર સાતત્યપૂર્વક ધ્યાન કરવું. જેમ કે: "આખા વિશ્વનું મંગલ થાઓ" કે "સૌનું કલ્યાણ થાઓ". આવા એક જ વિચારને દ્રઢ કરતા જવું.
  • વિચારોને શાંત ચિત્તે, સ્વસ્થ ચિત્તે, સમતાભર્યા ચિત્તે માત્ર જુઓ - મૂલવો નહીં - માત્ર જુઓ અને જાણો. વિચારોનું સ્વરૂપ તેનો આદિ, મધ્ય અને અંત જુઓ (સાક્ષીભાવ).
  • વિચારોને નિર્લેપ ભાવે જોવાથી એ સમજાશે કે વિચારો જ આપણા દુઃખનું કારણ બને છે. તે સાવ ખાલી અને નિરર્થક હોય છે. મોટાભાગના વિચારો તો વિરોધાભાસી હોય છે. વિચારો મન અને મગજને થકવી નાંખે છે. તેમાં રાગ-દ્વેષ ન રાખતાં તેની માયાજાળમાંથી નીકળી જવાનું શીખી જવાય.
૫. વિપશ્યના સાધના 

પોતાના મનની રોગી અવસ્થા મનની કાળજીથી દૂર કરવી.
  • શ્વાસ પ્રેક્ષા (આનાપાન સતિ) : શ્વાસોશ્વાસ કરનું ઘ્યાન.
  • શરીર પ્રેક્ષા: શરીરમાં પ્રત્યેક ક્ષણે પ્રગટ થતી ઠંડી-ગરમ, સ્નિગ્ધ-રૂક્ષ, મીઠી-પીડાકારક, ઘન-પ્રવાહી સંવેદનાઓને સાક્ષીભાવે જોવું - પણ તેમાં લોપાવું નહીં. રાગદ્વેષ કે મમતાભાવ કરવાનો નથી. શરીરની સંવેદનાઓ ક્ષણિક છે. અને ક્ષણે-ક્ષણે બદલાય છે. રાગ-દ્વેષ જતાં રહે, હર્ષ-શોક જતા રહે અને વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં દુઃખોનો સર્વનાશ થાય છે.
  • વિચાર પ્રેક્ષા: વિચારો ઉપર પ્રભુત્વ મેળવવાથી વિચારો આપણને કનડતા બંધ થાય છે.
આમ, વિપશ્યના એટલે વિશેષ રૂપે, અંતર્મુખ થઈને, સાક્ષીભાવે પોતાનું નિરીક્ષણ કરવું.

૬. પ્રેક્ષા ધ્યાન (Contemplation)

સહજ ભાવે જોવું - નિરીક્ષણ, પણ કોઈ રીતે મૂલ્યાંકન ન કરવું. જોનારને જોવો.
  • શુભ વિચારો કરવા
  • ધર્મના વિચારો કરવા - ધર્મ ઘ્યાન.
  • કલ્યાણના વિચારો કરવા.
  • ગુમાવેલી વસ્તુનો શોક ન કરવો.
  • પ્રિયના વિયોગ કે અપ્રિય ચીજોનો સામનો કરવાથી થતા દુ:ખના આર્ત ઘ્યાનમા ન રહેવું.
  • કોઈને લીધે દુ:ખ થયું હોય તો કે નુકશાન થતું હોય તો દ્વેષ ન કરવો.
ધ્યાનના ફાયદાઓ
  1. શારીરિક - મનોદૈહિક (Psychosomatic) રોગો અને જીવનશૈલીના વિકારોથી થતા રોગો (Lifestyle diseases) માં ધ્યાન મહત્ત્વનું કામ કરે છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, સંધિવાત, એલર્જીના રોગો, કમર-ગરદનના દુઃખાવા, પેટની ગરબડો, એસિડિટી, હૃદયરોગ, લકવા, પક્ષઘાત, અનિદ્રા, દમ, વ્યસનો, હતાશા, ચિંતા, ક્રોધ, વર્તણૂંકની સમસ્યા, તનાવ (સ્ટ્રેસ) આ બધા રોગોમાં ધ્યાન-યોગકરલાથી વત્તે-ઓછે અંશે ફાયદો થાય છે.
  2. ધ્યાનથી બુદ્ધિ, મેધા, સ્મૃતિ અને પ્રજ્ઞાનો વિકાસ થાય છે. વ્યકિત-વ્યકિતઓ વચ્ચે સંવાદ સધાય છે. કુટુંબમાં મનમેળ સ્થપાય છે. આખી માનવજાત ધ્યાન કરે તો વિશ્વશાંતિ સ્થપાય. બુદ્ધિ, વિવેકબુદ્ધિ, નિર્ણયશકિત, વાક્‌પટુતા પ્રખર બને છે.
  3. ધ્યાનની સાધનામાં આગળ વધનારને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનું વ્યક્તિત્વ ચુંબકીય અને શાંતિપૂર્ણ બને છે.
  4. ધ્યાન કરવાથી ધીમે ધીમે કષાયો મનુષ્યનાં ઈચ્છા, વિચારો, વૃત્તિઓ, કષાયો (= ક્રોધ, અભિમાન, માયા, લોભ) નો નાશ થાય છે. દેહ છતાં દેહાતીત અવસ્થામાં આવી જાય છે.  મનમાંથી અ-મન થવું, સમાધિ અવસ્થા પ્રાપ્ત થવી અને છેવટે નિર્વાણ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
સુખપ્રાપ્તિની ચાવીઓ

૧. સંબંધો (Relations):
  • સંબંધો એ જીવનનું હૃદય છે. માનવી પોતાના જીવનમાં સંબંધોને લીધે ઉષ્મા પામે છે અને અનેક મુશ્કેલીઓના આઘાતો જીરવી શકે છે.
  • પતિ-પત્નીના સંબંધો વિશ્વાસ અને પ્રેમના પાયા પર રચાયેલી ઈમારત છે. પવિત્રતા-પારદર્શકતા-સાહજિકતા અને સંવાદિતા સાથે સહન કરવાની અને જતું કરવાની કળા જરૂરી છે. પરસ્પર પ્રત્યે પ્રેમની સાધના જીવનને આનંદિત અને સુખી બનાવે છે.
  • બાળકોને તમારો સમય આપો - સંસ્કાર અને યોગ્ય શિક્ષણ આપો. તેમને કળા-સાહિત્ય-સંગીતમાં રસ લેતા કરો. પણ પૈસાની રેલમછેલ બતાવી બગાડો નહીં.
  • પોતાના માતાપિતા અને સાસુ-સસરાનું સન્માન કરો. તેમની જરૂરિયાતો પૂરી કરો અને તેમની સાથે પૂરતો સમય ગાળો.
  • મિત્રો જીવનની મૂડી છે. નિઃસ્વાર્થ મિત્રો સાથે આપણે નિર્દોષ આનંદમાં પૂરતો સમય કાઢવાથી જીવન આનંદિત બની જાય છે.
  • એવી જ રીતે ધંધા-વ્યવસાયના માણસો અને અડોશી-પડોશી સાથે હળીમળીને પ્રેમથી તેમનું દિલ જીતવું જોઈએ.
૨. સારી રીતભાત - વર્તણૂક - Etiquette:
  • દરેક વ્યક્તિને સુમધુર સ્મિત આપવું : સારા વાકયોથી અભિવાદન કરવું. જેમ કે-સુપ્રભાત-શુભરાત્રિ-સ્વાગતમ્‌ - મને તમારે માટે ખૂબ લાગણી છે - આભાર - ક્ષમા કરશો - મારી ભૂલ થઈ ગઈ.
  • ખૂબ હસો : હૃદયના ઊંડાણથી હસો. સાચા દિલથી હસો. પોતાની ભૂલ પર હસો. હા, બીજાની ભૂલ કે નબળાઈ પર નહીં.
  • નામથી પ્રેમથી સંબોધન કરો.
  • બીજાની વાત સાંભળતા શીખો - મૃદુભાષી - મિતભાષી બનો. બીજામાં સાચો રસ લો - બીજાની સારી વતની સાચા દિલથી પ્રશંસા કરો.
  • જરૂર ન હોય ત્યાં માત્ર સાંભળો, મૌન રહો.
૩. શોખ (Hobbies) કેળવો - સર્જનાત્મક (Creative) બનો:
  • પોતાના શોખ અને સર્જનાત્મકતા જીવનને અર્થસભર બનાવશે અને જીવનનો અનેરો આનંદ આપશે. આપની રૂચિ અનુસાર વાંચન, લેખન, સંગીત સાંભળવું, નૃત્ય, બાગકામ, ફોટોગ્રાફી, રમતગમત, નાટયકળા - જે ગમે તે શોખ કેળવો. તે તમને સંતોષ, આનંદ, પ્રસિદ્ધિ અને પૈસા અપાવશે. હા, સાધના જીવંત રાખો-ચાલુ રાખો.
  • મિત્રો, સગા-સંબંધીઓ, આડોશી-પાડોશીઓ સાથે હળતા-મળતા રહો ઉત્સવ સાથે ઉજવો.
  • વ્યસનો (તમાકુ, દારૂ, ડ્રગ્સ, ધુમ્રપાન, જુગાર)થી સર્વદા દૂર રહો.
૪. સમય સંચાલન (Time Management):

સમયનું આયોજન આગવી કુશળતા છે, તે સિદ્ધ કરવી જ રહી. ધ્યાન રાખો-ફાલતુ વાતો, ગપસપ-નિંદા કે નકામી ચીજોમાં સમય ન વેળફો.

કારણ વગર, અણગમતા, ગમે તેવા લોકોને તમારી જીંદગીમાં ન પ્રવેશવા દો. હા સમય પાલન-દિવસનું, અઠવાડિયાનું, મહિનાનું અને જીવનના વર્ષોનુ આયોજન ચોક્કસપણે કરો.

૫. નેતૃત્વ (Leadership):

નેતાગીરી શીખવી મરજિયાત છે, પણ તેનાથી પણ જીવન સમૃદ્ધ અને હેતુસભર બને છે. તેનો પ્રભાવ અને શકિતઓ મહાન હોય છે.

આમ, બધી જ રીતો અજમાવી નિજાનંદ માટે સક્રિય રીતે પ્રયત્નશીલ રહીએ.

આ બધી વાતનો સાર કહીએ તો:
  • સ્વાસ્થ્ય જાળવો.
  • સ્મિત કરો - દિલથી હસો.
  • સારી રીતભાત કેળવો.
  • સ્પર્ધાભાવથી દૂર રહો.
  • ક્ષમા કરો.
  • સર્જનાત્મક બનો - શોખ કેળવો.
  • સંબંધોની જાળવણી માટે પ્રયત્નશીલ રહો.
હા, આ જ સાચા સુખના ઉપાયો છે.




સુખોપનિષદ
  • Book Title: Sukhopanishad
  • Author: Dr. Sudhir V. Shah
  • Book reviewed by: Dr Bharat Desai, Bilimora on 7-May-2026
  • Pages: 232 pages
  • ISBN-10: 9351755959
  • ISBN-13: 978-9351755951

The widespread use of digital devices like smartphones, computers, and televisions has become an essential part of daily life across all age groups. Communication, education, work, and recreation demand their compulsory use.

Prolonged screen exposure is linked to a cluster of visual symptoms known as Digital Eye Strain (DES). Let us understand the issues one by one.

Light emitted from smartphones
  1. Causes constriction of pupil → miosis → leading to convergence → difficulty in reading. 
  2. Blue spectrum of smartphones decreases melatonin production, a hormone controlling sleep-wake cycles → sleep disturbances → insomnia + mental fatigue → dry eyes + tactile hallucinations. 
  3. Refractive change → myopia due to exposure to light from smartphones and reduced outdoor activity time. 
  4. IOP – Smartphone use demands ocular adjustments for near vision → increased demand for accommodation and vergence → increased IOP.  IOP rise is faster in eyes with anterior chamber depth less than 2.32 mm and in persons above 48 years of age. 
  5. Effects on ocular surface:
    • Tear blink rate is 21 per minute. It reduces to 3 to 7 per minute with increased incomplete blinks.
    • Tear film breakup time is reduced to less than 5 seconds.
    • Tear film evaporation increases.
All of the above leads to dry eye syndrome.

Symptoms
  1. Ocular surface disturbances: Dry eyes – irritation – burning – eye fatigue – sensitivity to bright light and headache.
  2. Accommodative stress: Blurred near vision – eyestrain – transient distant blur – difficulty in shifting focus between distances – double vision – neck and shoulder pain.

Management
  1. Ergonomic interventions: 
    • 20-20-20 Rule – Take a 20-second break to look at an object 20 feet away after every 20 minutes of screen use. 
    • Maintain screen distance at 30–40 cm and keep the device slightly below eye level to reduce ocular surface exposure and promote normal blinking. 
    • Reduce screen time to less than 4 hours a day. 
    • Reduce brightness at night and change to ‘Night Shift’ mode. 
    • Use software-controlled blue light reduction and spectacles with yellow chromophore coating on anterior and posterior surfaces of the lenses.
  2. Tear film integrity: 
    • Use preservative-free lubricating eye drops. 
    • Apply warm compresses on eyelids. 
    • Nutritional supplements: Antioxidants, omega-3 fatty acids, vitamins C & E, zinc, copper, beta-carotene; plant extracts: blueberry, curcumin.
  3. Conduct a thorough eye check-up for refractive error, binocular vision, IOP, and any discharge. Provide needful treatment. 
  4. Check duration of device use and type of device used. 
  5. Consider environmental factors like lighting, humidity, and posture during use.

Smartphones are here to stay—protect your eyes with smart habits today!

References:
Kusumesh R, Ambasta A, Venugopal A, Kumari R, Singh P.
Article ‘Visual impact of smartphones: A view of ocular changes and management approaches’ published in Indian J Ophthalmol 2025;73:1723-8.
૧૯૭૫માં મેં પહેલું મોતીયાનું ઓપરેશન કર્યા પછી ૨૦૨૫ સુધી પચાસ વર્ષ દિવસ-રાત આંખના સર્જન તરીકે સમાજસેવા કરી. ત્યાર પછી ૨૦૨૫માં સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી ત્યારે મારી કારકીર્દી વિષેનો હિસાબ લખવો મારા પોતાના સંતોષ માટે જરૂરી હોવાથી અહીં અહેવાલ આપું છું.

બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદનો આંખ વિભાગ “એમ. એન્ડ જે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓફથેલમોલોજી સંસ્થા સમગ્ર ભારતની અગ્રગણ્ય સંસ્થા હતી. ત્યાં ડૉ. આર. પી. ઢાંડા, ડૉ. વી. કાલેવર, ડૉ. નાગપાલ, ડૉ. નારંગ, ડૉ. ભીખુભાઇ પટેલ અને ડૉ. આર. એન. માથુર જેવા સંનિષ્ઠ અને સર્વશ્રેષ્ઠ નિષ્ણાતો આંખના શિક્ષકો તરીકે સેવા આપતા હતા. દર છ મહિને એક વિભાગ રેટિના, ઝામર, ત્રાંસી આંખ, કોર્નિયા જેવા વિભાગોમાં વારાફરતી કામ કરતાં વિદ્યાર્થી આંખનો ઉત્તમ નિષ્ણાંત તરીકે બહાર પડતો. વળી, ડૉ. આર. એન. માથુર જેવા સેવાને વરેલા - સાદગીવાળા અને ઉત્તમ માનવ વિદ્યાર્થીઓને માનવતાના પાઠો ભણાવતા.

૧૯૭૮માં બીલીમોરા ખાતે આંખની હોસ્પિટલ શરૂ કરી ત્યારે આંખના બધા જ રોગોની સેવા હું કરતો. મોતીયા, ઝામર, ત્રાંસી આંખ, નાસુર, પાંપણના રોગો અને આંખના કેન્સર સહિત દરેક ઓપરેશનો હું નજીવાદરે કરતો. વિસ્તારમાં એકમાત્ર આંખના ડૉકટર હોવાથી ખૂબ કામ રહેતું. મોટા ભાગની સારવાર થતી. ડૉકટર - દર્દીનો સંબંધ સન્માનનીય અને વિશ્વાસનો હોવાથી દર્દી ડૉકટરને ભગવાન માનતા - તો ડૉકટર તરીકે હું કમાવા કરતાં સેવાભાવના વધારે રાખતો.


તો ચાલો, નેત્રયજ્ઞોનો હિસાબ તપાસીએ.

લાયન્સ કલબ, બીલીમોરા - ચીખલી - ગણદેવી આયોજીત નેત્રયજ્ઞ

૧૯૭૮માં બીલીમોરા ખાતે મૈ આંખની હોસ્પિટલ શરૂ કરી. ત્યારે આખા ગુજરાતમાં ફકત ત્રણસો આંખના ડૉકટરો હતો, તેમાંથી પણ નવસારી પછી બીલીમોરા, વલસાડ, વાપી, ઉમરગામ, વાંસદા અને આહવા ખાતે પૂર્ણ સમયના આંખનું વ્યવસ્થિત ભણેલા ડૉકટરો બિલકુલ ન હતા. મેં અભ્યાસપૂર્ણ કયો ત્યારે શિક્ષક (Teacher / Academician) થવાની તીવ્ર ઇચ્છા હતી, પણ ગરીબોની સેવા કરવાની ભાવનાએ તેની ઉપર વિજય મેળવ્યો અને હું બીલીમોરા સ્થાયી થયો. સદ્નસીબે તે જ સમયે વલસાડ ખાતે કસ્તુરબા હોસ્પિટલમાં ડૉ.ભૂષણ શુકલ અને વાપી ખાતે ડૉ. ઉપેન્દ્ર રાવલે નેત્રરોગીઓની સેવા શરૂ કરી (હાલમાં આ જ વિસ્તારમાં પચાસથી વધુ નિષ્ણાતો છે, તે જાણખાતર). લગભગ પચાસ વર્ષ પહેલાં ડૉકટરોને ભગવાનનો દરજ્જો લોકો આપતા ઉપરાંત ડૉકટરો પણ કમાવા કરતાં વધારે લોકસેવાને પ્રાધાન્ય આપતા અને સાદું સંતોષી જીવન જીવતા.


રોટરી ક્લબો પોલિયો નાબુદી માટે વિશ્વમાં પ્રખ્યાત છે, એમ લાયન્સ કલબો નેત્રરોગોઓનાં અંધત્ત્વ નિવારણ માટે નેત્રયજ્ઞો માટે પ્રખ્યાત છે. બીલીમોરા લાયન્સ કલબના પ્રમુખ હરગોવિંદ ઈટવાલા અને ઝોન ચેરમેન ડૉ.ઈશ્વરચંદ્ર દેસાઇએ ખારા અબ્રામાના નિવાસ સ્થાને વાંસદાના નેત્રયજ્ઞમાં સેવા આપવા પ્રથમવાર આમંત્રણ આપ્યું અને ત્યાંથી મારી નેત્રયજ્ઞમાં સેવાની શરૂઆત થઇ. હકીકતમાં ૧૯૭૯ હું લાયન્સ કલબ, બીલીમોરામાં જોડાયો પણ ખરો.

બીલીમોરા ખાતે નેત્રયજ્ઞો

ત્યારે નેત્રયજ્ઞો હાઇસ્કુલ જેવા સ્થળે સાધારણ રીતે દીવાળી વેકેશન કે નાતાલ વેકેશનમાં યોજાતા. શનિવારે નિદાન કરી જરૂરી સારવાર - ચશ્મા આપી મોતીયા - ઝામર - વેલના ઓપરેશનો હાઇસ્કુલમાં અઠવાડિયું રાખીને કરવામાં આવતા. રહેવાની - ખાવા પીવાની તથા દવા વગેરેની વ્યવસ્થા હાઇસ્કુલના રૂમમાં ગાંદલા પાથરી અને રસોડું કરી કરવામાં આવતી. આપરેશન માટે એક રૂમ ચુનો લગાવી વ્યવસ્થિત સાફસૂફ કરીને જરૂરી લાઇટો મુકીને (અથવા મોટી બેટરી દ્વારા) તૈયાર કરવામાં આવતી. ઓપરેશનના ત્રણ ચાર સેટ રાખીને, પાણીમાં ઉકાળીને વારાફરતી ઉપયોગમાં લેવાતા. આપરેશન પહેલાં બી.પી. - ડાયાબિટીસ અને બીજા રોગોની તપાસ કરવામાં આવતી.


મારી સાથે ધર્મપત્ની ડૉ. ભાવના દેસાઇ સહાયક તરીકે સેવા આપતી. મારી હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ ઓપરેશન સમયે મદદરૂપ થતો. સહાયક નિષ્ણાત સર્જનો તરીકે કોઇવાર ડૉ.સુતરીયા (નવસારી) તો કોઇવાર ડૉ. એ.જે.ભટ્ટ (વલસાડ) જોડાતાં. લગભગ ૫૦-૬૦ દર્દીઓના ઓપરેશન થતાં.


બીલીમોરા ખાતે (૧) જવેર જીવણ હાઈસ્કૂલ, ફીડર રોડ, (૨) ટાટા હાઇસ્કુલ જવાહર રોડ, (૩) એલ. એમ. પી. હાઇસ્કુલ, મોરારજી માર્ગ, (૪) બીલી પાઠશાળા જેવા સ્થળોએ ઓપરેશન થતાં. કલબ દ્વારા બે વાર સરીખુરદ હાઇસ્કુલ અને ત્રણવાર અનાવલ વલ્લભ - રમુજીમંદિર ખાતે નેત્રયજ્ઞો યોજાયેલાં.

લગભગ દસ વર્ષ સુધી દર વર્ષે એકવાર નેત્રયજ્ઞ યોજાતો અને દર્દીઓ ત્યાં સુધી ઓપરેશન માટે રોકાતા. દાખલ દર્દીને આંતરે દિવસે ડ્રેસિંગ કરીને છેલ્લે અઠવાડિયાં પછી દવા - ચશ્મા વગેરે આપી રજા આપવામાં આવતી.

તે સમયે સીવીલ હોસ્પિટલો નવસારી - વલસાડ ખાતે અને વલસાડ આર. એન. સી. આંખની ધર્માદા હોસ્પિટલ ખાતે સારવારમાં લોકોને શ્રધ્ધા ન હોવાથી જતાં નહીં, પરંતુ પાછળથી કસ્તુરબા હોસ્પિટલ, વલસાડ, આર. એન. સી આંખની હોસ્પિટલ, વલસાડ ઉપરાંત નવસારી - વલસાડની સીવીલ હોસ્પિટલોમાં વ્યવસ્થિત ઓપરેશનો ભણેલા સેવાભાવી ડૉકટરો દ્વારા થવાનું શરૂ થતાં લોકો ત્યાં જવા લાગ્યા અને નેત્રયજ્ઞોની અનિવાર્યતા ન રહેતાં, નેત્રયજ્ઞો બંધ થયા.

લાયન્સ ક્લબ, ચીખલી, આયોજીત નેત્રયજ્ઞ

બધી કલબોમાં લાયન્સ કલબ, ચીખલીનું આયોજન સૌથી સુંદર રહેતું, કારણ તેમાં દરેક કાર્ય માટે કાયમી નિશ્ચિત સ્વયંસેવકો રહેતા. દા.ત.,

૧. મેડીકલ તપાસ અને કાળજી:
ડૉ. ધીરૂભાઇ દેસાઇ
નલીનીબેન દેસાઇ
અરવિંદ ગાંધી
દીલીપ મોદી

૨. દવા સાચવવી અને આપવી:
નવનીતભાઇ દેસાઇ
પ્રિ. ઈશ્વરભાઇ સી. દેસાઇ

૩. ભોજન વ્યવસ્થા:
જયંતિભાઇ એમ. દેસાઇ
સાદકયેરરના ખેડૂત કાલીદાસ પટેલ

૪. નેત્રયજ્ઞના આયોજકો તરીકે મને યાદ છે તે પ્રમુખો નવનીતલાલ કાપડીયા, રજનીકાન્ત એમ. ગાંધી, પ્રિ. ઈશ્વરભાઇ સી. દેસાઇ, દલીચંદ એફ. શાહ, સન્મુખલાલ જી. કાપડીયા, ડૉ. દીલીપભાઇ મોદી, ડૉ. અરવિંદભાઇ સી. ગાંધી.

ડી. એ. ઇટાલીયા હાઇસ્કુલ, ચીખલી ખાતે દર વર્ષે યોજાતા નેત્રયજ્ઞમાં શનિવારે આંખની તપાસ અને રવિવારે દર્દીના ઓપરેશનો યોજાતા.

જે તે વર્ષના ચીખલી લાયન્સ કલબના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને ખજાનચીશ્રી બદલાતા. તેઓ આયોજન અને તે પહેલાં પ્રચારમાં મદદગાર થતા. દાતાઓ રોકડ-સીધું સામાન કે બીજા સ્વરૂપે ખર્ચને પહોંચી વળતા મદદરૂપ થતા.

હું, ડૉ. ભાવના દેસાઇ (મારા ધર્મપત્ની) તેમજ મારી દેસાઇ આંખની હોસ્પિટલના સ્ટાફની મદદથી ઓપરેશન કરતો. અનુકૂળતા હોય તો વલસાડથી ડૉ. એ. જે. ભટ્ટ કે નવસારીથી ડૉ. કે. સી. સુતારિયા તેમની ટીમ સાથે ઓપરેશનમાં જોડાતા. ચીખલીના સ્વયંસેવકો (કાલીદાસ) પીયુષ દેસાઇ, પંકજ દેસાઇ, વીપીન દેસાઇ, હોમગાર્ડના ભૂપેન્દ્ર એ. દેસાઇ અને બીજા સેવાયજ્ઞમાં મદદરૂપ થતા.

આમ, અઠવાડિયું ચાલતો કાર્યક્રમ ૧૯૮૦ થી લગભગ દસ વર્ષ સુધી દર વર્ષે નિયમીત ચાલ્યો. પછી ચીખલીમાં કોટેજ હોસ્પિટલ અને રોટરી આંખની હોસ્પિટલ ચાલુ થતાં નેત્રયજ્ઞની જરૂરિયાત ન રહેતાં બંધ થયા.

લાયન્સ ક્લબ, ગણદેવી, આયોજીત નેત્રયજ્ઞ

લાયન્સ મેમ્બરો દર વર્ષે નેત્રયજ્ઞ અને મોતીયા ઓપરેશન કેમ્પનું આયોજન કરતા. તેઓ હાલની દમણીયા હોસ્પિટલની પાછળ આવેલ “વિવેકાનંદ હોલ” ખાતે કાયમ આયોજન કરતા- ભોજન અને રહેવાની સગવડની ગોઠવણ કરતા. પ્રાથમિક શાળા દેવધાના સેવાભાવી ખાદીધારી આચાર્ય પટેલ ભીખુભાઇ અને અમલસાડના દેસાઇ અહી, વર્ષો સુધી સેવા આપતા - તેઓ બન્ને દિવસ-રાત ચોવીસ કલાક ત્યાં રહી સેવા આપતા.

૧૯૭૯ થી લગભગ દસ વર્ષ સુધી આયોજનો દર વર્ષે થતાં રહ્યાં. કોઇ વાર સુરતથી ડૉ.ઉપેન્દ્ર કલાઇગર તો કોઇ વાર નવસારીથી ડૉ. કે. સી. સુતરિયા મારી સાથે ઓપરેશનમાં જોડાતા પણ મોટેભાગે હું એકલો જ મારા પત્ની ડૉ. ભાવના દેસાઇ અને મારી હોસ્પિટલના સ્ટાફની મદદથી ઓપરેશનો પાર પાડતો. દર્દીઓને અઠવાડિયું રાખતા - તે દરમ્યાન આંતરે દિવસે જઇ ડ્રેસિંગ કરી છેલ્લે દ્વિસે કાળજી રાખવાની સૂચનાઓ દવા ગોગલ્સ આપી વિદાય આપતા.

શનિવારે: લગભગ ૨૦૦ દર્દીઓને તપાસી જરૂરી ચશ્મા-ધવા મફત આપી ૫૦-૬૦ મોતીયાના દર્દીઓને ઓપરેશન માટે વિવેકાનંદ હોલ ખાતે દાખલ કરતા. દોઠ મહિના પછી ફરીથી ગણદેવી ખાતે વિવેકાનંદ હોલમાં બોલાવી. ચશ્મા વિતરણ કરતા.

ગણદેવીના નેત્રયજ્ઞો માટે દર્દીઓ વર્ષ સુધી રાહ જોઇ, ત્યાં જ ઓપરેશન કરાવતો - સંપૂણપણે મફત હોવાથી અને ઓપરેશન પછી કોઇ તકલીફ વગર સંપૂર્ણ દષ્ટિ મળવાથી દર્દીઓને કોઇ ફરિયાદ રહેતી નહીં.

નેત્રયજ્ઞમાં સક્રિય ગણદેવીના લાયનો: મધુસુદન વૈદ્ય, મુકુન્દભાઇ દેસાઇ,શ્રી હરિભાઇ દેસાઇ, શ્રી અક્ષયભાઇ દેસાઇ, ઠાકોરભાઇ જોષી, ડૉ. સુરેશભાઇ નાયક, ડૉ. રાજેષ વૈદ્ય, ડો.શરદભાઇ વૈદ્ય, મહેન્દ્ર ગાંધી, બચુભાઇ ઉર્ફે નરેન્દ્રભાઇ નાયક, જીતેન્દ્રભાઇ ચોકસી, વગેરે.

લાયન્સ કલબ કિલ્લાપારડી નેત્રયજ્ઞો

૧૯૮૨ થી ૧૯૮૫ના ત્રણ વર્ષો દરમ્યાન દર વર્ષે પારડી ખાતે ચૌહાણ પ્રાથમિક શાળામાં ત્રણ નેત્રયજ્ઞ કર્યા.

લા. પીરોજશા પારડીવાલા, લા. દશરથ વશી - નીલીમા વશી - લા. ડૉ. પ્રતાપ ઠોસર - ડૉ. રાજેશ્રી ઠોસર, ડૉ. પ્રભાતસિંહ ઠાકોર, ડૉ. ગીતા ઠાકોર, લા. ગીરધરલાલ રાણા, લા. નરીમાન વાઘ છીપાવાળા, ડૉ. કુલકર્ણી વગેરે લાયનમિત્રો ત્યારે સક્રિય હતા.

લા. દશરથ વશી મેડિકલ લાઇનના જાણકાર અને સેવાભાવી હોવા ઉપરાંત મારા હાઇસ્કુલના મિત્ર હોવાને નાતે નેત્રયજ્ઞ આયોજનમાં સક્રિય રહેતા. મુખ્ય નેત્રયજ્ઞના આગળના પાંચ રવિવારે રોહીણા, વાઘછીપા, પરીઆ જેવાં પાંચ સ્થળે નેત્રયજ્ઞો યોજી તેમને પારડી ઓપરેશન માટે આવવાની તારીખ આપતા.

ઉપરાંત શનિવારે કિલ્લાપારડી ખાતે નિદાનયજ્ઞ અને રવિવારે ઓપરેશનનું આયોજન કરતા. દર વર્ષે ૭૦-૧૦૦ જેટલાં ઓપરેશનો થતાં.

વ્યવસ્થિત પ્રચાર અને ખરેખર ઓપરેશનની જરૂરિયાત જ હોવાથી દર્દીઓ વ્યવસ્થાનો લાભ લેતા.

જીલ્લા અંધજન સહાય મંડળ અને દાતાઓને કારણે ખર્ચની વ્યવસ્થા થઇ જતી.

મે ૧૯૬૩-૭૦ના સાત વર્ષ બાલાખાડી, કિલ્લાપારડી રહીને અભ્યાસ કર્યો હોવાથી લગભગ બધા લાયનમિત્રો મારા પરિચિત હતા. ઉપરાંત નિસ્વાર્થ સેવાભાવના અને ઓપરેશનમાં નિપુણતા નેત્રયજ્ઞોને સફળતા બક્ષતા.

બીલીમોરાથી શનિ-રવિ-મંગળ-બુધ-શનિ એમ પાંચ વખત જઇ કામ કરવાનું તફલીફવાળું હોવા છતાં ઉત્સાહ અને સેવાભાવનાને કારણે કામકાજ સફળ અને સુંદર રહેતું. દર્દીને યોગ્ય ન્યાય મળી રહેતો.

લાયન્સ કલબ, ધરમપુર, આયોજીત નેત્રયજ્ઞ

૧૯૯૦ની આસપાસ સ્થપાયેલ નવી લાયન્સ કલબ, નેત્રયજ્ઞો યોજાતી હતી. તેઓ મને આમંત્રી ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં નેત્રરોગનું નિદાન - ચશ્મા વિતરણ અને ધ્વાની સારવાર કરતા. પરંતુ ઓપરેશન એસ. એમ. અને એસ. એમ. હાઇસ્કુલ ખાતે કરતા. લગભગ ૪૦-૫૦ ઓપરેશનો કરતા. મારા બે મિત્રો ડૉ. બાબુભાઇ સી. પટેલ અને ડૉ. વિક્રમસિંહ પરમાર. આ કલબમાં હોવાથી તેઓ બાકીની સંભાળ રાખતા. દર્દીઓને અઠવાડિયું રાખતા તે દરમ્યાન બે વખત જઇ હું ડ્રેસિંગ વગેરે કરી શનિવારે વિદાય આપતા. આમ લગભગ બે - ત્રણ વર્ષ નેત્રયજ્ઞો યોજાતા. - પછી ધરમપુર લાયન્સ કલબ બંધ થવાથી આ કાર્યકમ આગળ થઇ શકયો નહીં.

આહવા ડાંગમાં નેત્રયજ્ઞો

શામગહન, હડકાઇ ચોંધ, વઘઇ અને આહવા જેવા સ્થળે દર વર્ષે સુરતનું ટ્રસ્ટ આવીને સર્વરોગ નિદાનકેમ્પ કરતા. તેમાં હું નેત્રરોગ નિષ્ણાત તરીકે આંખના દર્દીઓને સારવાર આપતો. પાછળથી મારા સ્નેહીશ્રી સ્વરાજ આશ્રમના નિયામક શ્રી છોટુભાઇ નાયક અને શ્રી ઘેલુભાઇ નાયકના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલમાં આહવા ખાતે હું સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરતો. રેડકોસ સોસાયટી અને તેના પ્રમુખ મારા સહાધ્યાયી મિત્ર ડૉ. એ. જી. પટેલ અને મારા અમદાવાદના સહાધ્યાયીઓ જે આહવાના સિવિલ સર્જન બન્યા હતા, તેવા ડૉ. નીનામા, ડૉ. સિંઘવ અને ડૉ. રમેશ પટેના સહકારશ્રી ત્રણેક સર્વરોગ નિદાન અને ઓપરેશન શિબિર યોજાયા. આહવા ડાંગ જિલ્લાના જંગલખાતા દ્વારા અને રેડકોસ સોસાયટી દ્વારા આર્થિક સહકાર અને પ્રચારમાં મદદ મળતી.

આંખના ઓપરેશનમાં ડૉ. દર્શના નાયક અને ડૉ. હિરેન નાયક પણ મદદરૂપ થતા. આમ હું - ડૉ. ભાવના દેસાઇ (ધર્મપત્ની) અને બીજાની સહાયથી મોતીયાના ઓપરેશન પાર પાડતા. પછી ડ્રેસિંગ માટે ત્રણ વાર જવાનું રહેતું. આવા ત્રણ-ચારથી વધારે મોતીયાના ઓપરેશન કેમ્પ મેં આહવા ડાંગમાં વારંવાર યોજયા.



૨૦૦૦ - ૨૦૦૧

ગણદેવી - ચીખલી તાલુકા ખાતે નેત્રયજ્ઞો

લાયન્સ ક્લબ ઓફ બીલીમોરા (યુગ્મ) અને લાયન્સ કલબ, ગણદેવીના સંયુકત ઉપક્રમે જુન, ૨૦૦૦માં નડિયાદ ખાતે ડૉ. ભાવના - હું - ડૉ. વિજયભાઇ દેસાઇ અને દીલીપભાઇ મહેતા લાયન્સ ડીસ્ટ્રીકટ સ્કુલીંગ માટે ગયા હતા. પરત આવતાં ભરૂચ ગોલ્ડન બ્રીજના અંત ભાગે મારી ઝેન મારૂતિ કાર સામે આવતી જીપ સાથે ધડાકા સાથે અથડાઇ હતી. કારને જેમ તેમ ચલાવીને અંકલેશ્વર તરફ હું અને ડૉ. વિજયભાઇ દેસાઇ અંકલેશ્વર ફાટક આગળના ગાયત્રીમાતા મંદિર સુધી લાવ્યા હતા. બીલીમોરાથી અમને મદદરૂપ થવા - લેવા આવનારને ત્રણ ચાર કલાક લાગ્યા તે દરમ્યાન અમે ચારે ભયંકર અકસ્માતમાં કારને નુકસાન થવા છતાં અમે સૌ સુખરૂપ ઇજાવગરના બહાર આવ્યા. તેને ઇશ્વરકૃપા માની વર્ષ દરમ્યાન નેત્રયજ્ઞો દ્વારા ૧,૦૦૦ મોતીયાના ઓપરેશન કરવાનો સંકલ્પ કર્યો.

“સારા કામમાં સૌ સાથી” એમ અમારી કલબના પ્રમુખ ડૉ. વિજયભાઇ દેસાઇ સાથે ગણદેવી લાયન્સ કલબના પ્રમુખ લા. ગોપાળભાઇ ગોહિલની ટીમ પણ જોડાઇ. લા. દીલીપભાઇ મહેતા વસુધારા ડેરીમાં કામ કરતા હોવાથી આ વિસ્તારની સહકારી મંડળીઓ - ગણદેવા - દેગામ - અમલસાડ - ગણદેવી - ચીખલી ઉપરાંત બીગરી - બીલીમોરા એમ ઇસ સ્થળે દર શનિવારે ર થી ૪ નેત્રયજ્ઞ કરવાનું ઠરાવ્યું. બીલીમોરા જયોતિકેર હોસ્પિટલના સર્જન ડૉ. દર્શના નાયક (અમારી કલબના લાયન મેમ્બર) સાથે જોડાયા. સોમવારે બીલીમોરા ખાતે જયોતિકેર આંખની હોસ્પિટલ અને મારી દેસાઇ આંખની હોસ્પિટલ ખાતે મોતીયાના ઓપરેશન કરવાનું નક્કી કર્યું.

સિવિલ સર્જન, નવસારી, જીલ્લા આરોગ્ય અધિકારી વલસાડ અને અંધજન સહાય સમિતિની યોગ્ય મંજુરી મેળવી કાર્યક્રમ શરૂ કર્યો.

પહેલાં બીગરી, પછી બીલીમોરા એમ દરેક સ્થળે શનિવારે નિદાન અને સારવાર માટે નેત્રયજ્ઞો કર્યા. બીલીમોરા ખાતે સોમવારે બન્ને હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશન ડર્યા.

આમ, ત્રણ મહિના ચાલેલો બે કલબનો સંયુકત સેવાયજ્ઞ સુખરૂપ પાર પાડયો.

૨૦૦૯-૨૦૧૦

વૃધ્ધાશ્રમ ખાતે નેત્રયજ્ઞો

ડૉ. ભાવનાબેન દેસાઇ પ્રમુખ થતાં એમને દષ્ટિકોણથી પિડાતા વૃધ્ધોને સહાયરૂપ થવા ચાર વૃધ્ધાશ્રમો ખાતે નેતાયજ્ઞો ગોઠવ્યા.

હું અને લા. ડૉ. દર્શનાબેન નાયક દર શનિવારે વારાફરતી એક એમ ચારે વૃધ્ધાશ્રમોની મુલાકાતે ગયા.

દર્દીઓને તપાસી જરૂરી ચશ્મા અને દવાઓ અમે મફત પહોંચાડી અને મોતીયાના ઓપરેશનની જરૂતિયાતમંદ લોકોને ઓપરેશન મારી દેસાઇ આંખની હોસ્પિટલ, બીલીમોરા ખાતે કર્યો.

૧. મહાવીર વૃધ્ધાશ્રમ, બીલીમોરા
ર. સોલંકી વૃધ્ધાશ્રમ, ગણદેવી
૩. લા. રેખાબેન પરમાર અને લા. રમણભાઇ પરમારની ઈચ્છાથી મોચી સમાજ વૃધ્ધાશ્રમ, નવસારી
૪. વૃધ્ધાશ્રમ, અતુલ નજીક મગોદ.


નવસારીના નેત્રયજ્ઞમાં જતો વખતે ભયંકર વરસાદને કારણે સાલેજ આગળ રસ્તા ઉપર પાણી હોવાથી કાર બંધ થઇ ગઇ. છતાં અમે ઉત્સાહપૂર્વક નવસારી ગયા. આમ, નવતર પ્રયોગ દ્વારા અંધત્ત્વ નિવારણ માટે વૃધ્ધોને મદદરૂપ થયા.

નેત્રયજ્ઞ

ચીખલી તાલુકા મોતીયા નાબુદી અભિયાન

તા. ૧૩-૧૦-૧૯૯૬ના રોજ ૩૨ સભ્યો સાથે બીલીમોરા ખાતે લાયન્સ કલબ ઓફ બીલીમોરા (યુગ્મ)ની સ્થાપના સ્થાપક પ્રમુખ તરીકે મારા (ડૉ. ભરતચંદ્ર દેસાઇ) નેતૃત્વમાં શરૂ થઇ. લાયન્સ કલબો નેત્રયજ્ઞમાં દુનિયામાં પ્રખ્યાત હોવાથી અમે પણ એ બાબતે કાર્ય કરવાનું વિચાર્યું.

જીલ્લા અંધત્ત્વ નિવારણના પ્રમુખ અને કલેકટર કુ. એસ. અર્પણા, વલસાડ જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ચીખલી તાલુકા શિક્ષણ વિભાગ પાસે જરૂરી મંજૂરી મેળવી. “ચીખલી મોતીયા નાબુદી અભિયાન” નામનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ બનાવ્યો.

હું પોતે આંખના નિષ્ણાત તરીકે સેવા આપવા તૈયાર હોવાથી અને મારી હોસ્પિટલમાં ઓપરેશનની સગવડ પૂરી પાડવાની તત્પરતાને લીધે કામ ખૂબ જ સહેલું થઇ ગયું.



ચીખલી તાલુકા ખાતે મારા પડોશી અને વાડેલ શ્રી રમેશભાઇ રાવલ બીટ નિરિક્ષક તરીકે કાર્યરત હોવાથી શાળાઓમાં પ્રચારની જવાબદારી એમણે ઉપાડી. ત્યારપછી મારા બીજા મિત્ર વસુધારા ડેરીના મેનેજર (હાલમાં મેનેજીંગ ડિરેકટર) શ્રી નરેન્દ્ર દેસાઇએ દરેક દૂધ મંડળી ખાતે પ્રચારનું પોષ્ટર ચોટાડી. આખા વિસ્તારની દૂધ મંડળી અને તેના ગ્રાહકો મળી પ્રચારકાર્ય સરળ અને સફળ બનાવ્યું. આરોગ્ય અધિકારીશ્રીએ ચીખલી તાલુકાના બાર (૧૨) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે નેત્રયજ્ઞ (નિદાન પૂરતો) રાખવાની મંજૂરી આપી. આમ, લાયન્સ કલબે કરવા ધારેલ મહાનેત્રયજ્ઞનું આયોજન કલેકટરશ્રી, જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ચીખલી તાલુકા શિક્ષણાધિકારીશ્રી અને લાગતા વળગતા ગામના સરપંચ - પંચાયત સભ્યો અને હાઇસ્કુલના આચાર્યોની મદદથી નવી સ્થપાયે લાયન્સ કલબે ઉપાડયું.

દેસાઇ આંખની હોસ્પિટલ ખાતે દર સોમવારે સવારે ૧૧ થી ૧ મફત આંખની તપાસની જાહેરાત કરી.

દર અઠવાડિયે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ચીખલી તાલુકા) એમ ૧૨ ગુરૂવારે બાર જગ્યાએ નેત્રનિદાન દર ગુરૂવારે સવારે ૧૨ થી ર દરમ્યાન યોજયો.

તા. ૨૧-૧૧-૧૯૯૬ થી શરૂ થયેલ નેત્રયજ્ઞ તા. ૩૦-૦૧-૧૯૯૭ સુધી ચાલ્યો. તે સમયે આંખના ડૉકટરો ખૂબ જ ઓછા અને મફત આંખની હોસ્પિટલ ખાસ ન હોવાથી લોકોની જરૂર ખૂબ જ હતી. ગુરૂવારે કેમ્પમાં અને સોમવારે આંખની હોસ્પિટલ બીલીમોરા ખાતે નિદાન કરીને દર્દીઓને શુકવારે બોલાવી બીલીમોરા ખાતે ઓપરેશન કરતા. સારવાર - ભોજન - દવા - ચશ્મા સંપૂર્ણ મફત હોવાથી મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા.


દરેક આયોજન પહેલાં, પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, ગ્રામપંચાયત, દૂધમંડળી અને બસ સ્ટેન્ડ ઉપર પોષ્ટરો લાગી જતાં અને દરેક સંસ્થાનો સહકાર ખૂબ હોવાથી સેવાકાર્ય સફળપૂર્વક પાર પડાતું.

દર વખતે ૮૦ થી ૧૨૦ દર્દીઓની તપાસ, દવા અને ચશ્મા વિતરણ કરી લગભગ ૧૫ થી રપ દર્દીઓના મોતીયાના ઓપરેશન થતા.


લાયન્સ કલબ ઓફ બીલીમોરા (યુગ્મ)ની સ્થાપના વર્ષમાં નેત્રયજ્ઞો દ્રારા લગભગ ૨,૦૦૦ દર્દીઓની તેમના ઘરે જઇ સારવાર થઇ શકી.

ડૉ. આર. એન. માથુર સ્મૃતિ નેત્રયજ્ઞ - ધરમપુર

મારા ગુરૂજી અને પથદર્શક માથુર સાહેબ સેવામૂર્તિ હતા. પોતાની માતા અને માતૃભૂમિની સેવા કરવા, તેઓ અપરિણિત રહ્યા હતા. જામનગરના લોકો તેમને નેત્ર રોગોના ધર્દીઓની સેવા માટેના ભગવાન માનતા હતા. તેઓ વિષય નિષ્ણાત - દરેક ઓપરેશન અને આંખના રોગોને સર્વોચ્ચ જાણકાર હોવા ઉપરાંત નમ્રતા - સાદાઇ અને સેવાભાવનામાં અદ્વિતીય હોવાને કારણે દર્દીઓ ઉપરાંત સર્વ વિદ્યાર્થીઓમાં પૂજનીય હતા. આવા ડૉ. આર. એન. માથુર સાહેબના દેહવિલય સમયે મેં કંઇક સમાજસેવા ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં કરવાનું વિચાર્યું.

સારા સંકલ્પને ભગવાનની સહાય મળતી જ હોય છે. મને ધરમપુર તાલુકાને સેવાક્ષેત્ર બનાવનાર વાલોડના શ્રી ભીખુભાઇ વ્યાસ અને શ્રીમતી કોકીલાબેન વ્યાસ મળ્યા. તેઓ ધરમપુરના લોકોના સ્વવિકાસ અને સહાય અર્થે સમર્પિત હતા. લોકોના શ્રમ દ્વારા પાણીની ખેંચ દૂર કરવા ગામેગામ ચેકડેમ અને કૂવા ખોદાવવાનો કાર્યકમ તેઓ કરતા હતા. ઉપરાંત વિવિધ સ્થળોએ ગરીબ વિદ્યાર્થીઓ માટે આશ્રમશાળાઓ ચલાવતા હતા. જયાં આશ્રમમાં રહી વિદ્યાર્થીઓ અભ્યાસ ઉપરાંત આદર્શ જીવનના પાઠ ભણતા હતા. તેમની સાથે ચર્ચાવિચારણા કરી ડૉ. આર. એન. માથુરસાહેબની પૂણ્યયાદમાં છ મહિના માટે નેત્રયજ્ઞ (નિદાન - સારવાર અને ઓપરેશન) કરવાનું આયોજન કર્યું.

નેત્રયજ્ઞ (દર ગુરૂવારે)

૧. ધરમપુર - એમના તાલુકાના મુખ્યમથકે દર ગુરૂવારે બપોરે ૧ થી ર આંખની તપાસ કરવા માંડી.
૨. ધરમપુર તાલુકાના ચાર મથકો પિંડવળ - કપરાડા - તામછડી અને બિલપુડી જેવી ચાર આશ્રમશાળાઓ ખાતે મહિને એકવાર વારાફરતી ગુરૂવારે આંખની તપાસનું આયોજન કર્યું.
૩. આંખના ઓપરેશન બીલીમોરા ખાતે દર શનિવારે મારી “દેસાઇ આંખની હોસ્પિટલ”માં કરવાનું વિચાર્યું.

આશ્રમશાળાના શિક્ષકો - ગામના સેવાભાવી સ્વયંસેવકો અને શ્રી ભીખુભાઇ વ્યાસની સેવાસમિતિની મદદ મળતાં આ શકય બન્યું.

દર ગુરૂવારે બીલીમોરાથી નીકળી ધરમપુર જઇ પહેલાં ત્યાં ભેગા થયેલા દર્દીઓ બપોરે ૧ થી ૨ તપાસી સારવાર આપવાની હતી. ત્યાંથી વારાફરતી નક્કી કરેલા એક ગામે આશ્રમશાળામાં જઇ ભેગા થયેલા દર્દીઓની તપાસ કરી યોગ્ય સારવાર - ચશ્મા - માર્ગદર્શન આપવાનું હતું. તપાસ - નિદાન - ઘ્વા - ચશ્મા અને સારવાર માટે જરૂરી સામગ્રી હું જાતે લઇ જતો હતો.

નક્કી થયેલા મોતીયાના ઓપરેશનના દર્દીઓને લઇ આશ્રમશાળાનો શિક્ષક બીલીમોરા “દેસાઇ આંખની હોસ્પિટલ” શનિવારે આવતો હતો. ત્યાં રહેવાની અને ઓપરેશનની સગવડ હતી. જાતે લાવેલ શાકભાજી - દાળ - ચોખામાંથી રસોઇ શિક્ષક બનાવી તેમને હોસ્પિટલના રસોડે જમાડતા.

આ આયોજન લગભગ છ મહિના દર ગુરૂવારે બીલીમોરાથી ધરમપુર અને ત્યારપછી અંતરિયાળ ગામડે જઇ નિસ્વાર્થ સેવાભાવનાથી ચલાવ્યું.

મારા ગુરૂજી ડૉ. આર. એન. માથુરસાહેબને આ રીતે એક શિષ્ય તરીકે મે શ્રધ્ધાંજલિ આપવાનો પ્રયત્ન ધરમપુર તાલુકાના આદિવાસીઓને નવી દષ્ટિ પ્રદાન કરી.

નંદિમ્રામ, વાંકલ (ધરમપુર) નેત્રયજ્ઞો - ૧૯૯૦

એકવાર સૂફી સંત - ઓલીયા - નિર્દોષ ભગવાનના માણસ એવા લેખક શ્રી મકરંદ દવેને એમના આશ્રમ ખાતે મળવાનું થયું. એમના જેવા માણસ લાખોમાં એક હોય છે અને તેમને મળ્યા પછી સર્વમાનવપ્રેમ, સરળતા અને સાદગી ન શિખાઇ તો જ નવાઇ. તેઓ આશ્રમમાં દર્દીઓ માટે સારવારની સુવિધા ધરાવતા હતા. ત્યારે તેમના આમંત્રણથી ચાર - પાંચ વખત ગુરૂવારે ૧ થી ૩ નેત્રયજ્ઞો મે ડર્યા હતા.

ગ્રામ સેવા ટ્રસ્‍ટ, ખારેલ નેત્રરોગ નિષ્ણાત તરીકે સેવા

૧૯૯૪માં મારા સહાધ્યાયી અને મિત્ર ડૉ. અશ્વિન શાહ અને ડૉ. હર્ષા શાહે ખારેલની હોસ્પિટલને નવપલ્લવિત કરી નવેસરથી કારોબારીની રચના કરીને એમના સ્વપ્નની ગ્રામસેવા કરવા હોસ્પિટલ ચાલુ કરી. મૈ આંખના નિષ્ણાત તરીકે બુધવાર અને શુક્રવારે સેવા ચાલુ કરી. બન્ને દિવસે બપોરે ર થી ૪ આંખના દર્દીઓની સારવાર કરતો.

મારા ઉત્સાહના અનુરૂપ મારા તપાસના સાધનો અને ઓપરેશનના સાધનો હું બીલીમોરાની મારી આંખની હોસ્પિટલમાંથી લઇ જતો.


દર બુધવારે મોતીયાના ઓપરેશન કરી શુક્રવારે ડ્રેસિંગ કરી દર્દીને રજા આપતા. હોસ્પિટલમાંથી દવા - ચશ્મા વગેરે મફત આપતા.

બીલીમોરાની રોટરી કલબ અને બીજા દાતાઓની મદદથી દર બે 2ણ મહિને મફત મોતીયાના ઓપરેશન માટે નેમ્રયજ્ઞનું આયોજન કરતા. ઓપરેશનમાં બીજા આંખના સર્જન તરીકે ડૉ. દર્શના નાયક અને એનેસ્થેટીસ્ટ તરીકે ડૉ. હીરેન નાયક અથવા ડૉ. ભરત નાયક સેવા આપતા. દર વખતે ૫૦ થી ૬૦ દર્દીઓ ઓપરેશન કરાવતા.

મારા બીલીમોરાના અને અમલસાડના દર્દીઓ ઉપરાંત ખારેલ પંથકના લોકો આ સેવાનો લાભ ઉઠાવતા.

૧૯૯૪માં શરૂ થયેલ સીલસીલો પાંચ વર્ષ ચાલ્યો.

ચીખલી , રોટરી આઇ હોસ્પિટલ ખાતે સેવા

ઓગસ્ટ, ૨૦૦૪ થી જુન, ૨૦૧૫

ખારેલ ગ્રામસેવા ટ્રસ્ટમાં લગભગ પાંચ વર્ષ સેવા આપ પછી ધર્માદા આંખની હોસ્પિટલમાં સેવા કરવાની મહેચ્છા રોટરી આઇ હોસ્પિટલ, ચીખલી ખાતે પુરી કરી.

રોટરી કલબ દ્વારા નિર્મિત અને સંચાલિત આંખની હોસ્પિટલને સેવાભાવી ડૉકટરની જરૂર હતી તેવું ડૉ. કિરણભાઈ શાહ અને ધર્મેશ કાપડીયાએ મને જણાવી આમંત્રણ આપ્યું હતું. લગભગ નગણ્ય માનદ્વેતન નક્કી કરી. રોટેરીયન જયંતિભાઇ ઘેલાભાઇ પટેલ રોટરી આઇ હોસ્પિટલ, ચીખલી ખાતે સવારે બે કલાક અને સાંજે બે કલાક સેવા આપવાનું શરૂ કર્યું. ઓગસ્ટ, ૨૦૦૪ થી મારી વયમર્યાદા ૬૫ (પાંસઠ) વર્ષ થતાં જુન, ૨૦૧૫ સુધી સેવાઓ આપી.

આંખની તપાસ રૂ. ૧૫માં અને ઓપરેશન આશરે રૂ. ૧,૫૦૦માં (લેન્સ - ધ્વા - ઓપરેશન સહિત) કરતા હતા.

વર્ષ દરમ્યાન દાન મળતાં ઓછામાં ઓછા ચાર - પાંચ નેત્રયજ્ઞો કરી મફત તપાસ અને મફત ઓપરેશનનું આયોજન પણ કરતા હતા.

ઓટો - રિફેકટોમીટર, માઇકોસ્કોપ, ફેકો અને લેસર જેવા સાધનોથી સજ્જ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવાની સારી મોકળાશ રહેતી.

બીલીમોરા - ચીખલી રસ્તો ખાડાથી સંપૂર્ણ રીતે ખરાબ થયો હતો. જે જાતે કાર ચલાવવા ત્રાસદાયક હતો. ઉપરાંત ચીખલી જવાને કારણે બીલીમોરાની મારી પ્રેકટિસને પણ ધક્કો લાગતો હતો - નુકસાન થતું હતું. પણ ગરીબોની સેવા કરવાની ધૂનને કારણે આ નેત્રસેવા લગભગ ૧૦ - ૧૧ વર્ષ કરી શક્યો હતો.

ભણસાલી ટ્રસ્‍ટ આયોજીત બોધિગયા, બિહાર નેત્રયજ્ઞ

મારા મિત્ર ડૉ. સુનિલ ઠક્કરની પુત્રીના લગ્નમાં અમે ડીસા (૨૦૦૦) ગયા હતા. ત્યાં ડૉ. કિશોર અસ્નાનીએ બોધિગયામાં ચાલતા નેત્રયજ્ઞમાં જોડાવા. મને આમંત્રણ આપ્યું અને અચાનક સેવાની નવી દિશા મળી.

પાલનપુરમાં ગાંધી - લિંકન જનરલ હોસ્પિટલ ચલાવતા ભણસાલી ભાઇઓ મુંબઇ હીરાબજારમાં પુષ્કળ અર્થાપાર્જન કરતા હતા, તેથી સમાજસેવા કરવાની અદમ્ય ઇચ્છા તેઓ રાખતા અને તેમણે બિહારના અતિગરીબ લોકોને નેત્રરોગ મોતીયાના ઓપરેશન દ્વારા અંધાપામાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપ્યું હતું.

ડીસાના ડૉ. અસ્નાનીને તેમના આંખના સર્જન મિત્રો સાથે બિહારના બોધિગયા ખાતે નેત્રયજ્ઞનું આયોજન કરવાનું સોંપ્યું.

કેમ્પના ત્રણ મહિના પહેલાં તેઓ જીપ - માઇક અને સ્ટાફના સભ્યોને મોકલી ગામેગામ આ નેત્રયજ્ઞનો પ્રચાર કરવા મોકલતા હતા અને ત્યાર પછી મોતીયાનું નિદાન કરી શકે એવા સ્વયંસેવકો દ્વારા ગામડે ગામડે તેમને મોકલી મોતીયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને બોધિગયા ઓપરેશન માટે આવવાની તારીખનો કાર્ડ આપતા.




કારતક સુદ છઠનો તહેવાર બિહારમાં છઠ પૂજા તરીકે ભક્તિભાવથી ઉજવાય છે - તે દિવસથી દોઢ મહિના સુધી આ નેત્રયજ્ઞ કરવામાં આવે છે. વિશાળ મેદાનમાં તંબુઓ દ્વારા ઓપરેશન થીયેટર, ડ્રેસિંગ માટેની જગ્યા અને દર્દીની રહેવાની પથારી ઉપરાંત રસોડું ઉભું કરવામાં આવતું.

ઓપરેશનમાં જોડાવા માંગતા ડૉકટરોને ડૉકટરના નિવાસેથી દિલ્હી અને દિલ્હીથી ગયા સુધી રાજધાની એક્ષપ્રેસની ટિકિટ રિઝર્વ કરાવી અપાતી. પોતાની અનુકૂળતા મુજબ ડૉકટરો ૧૦ - ૧૫ કે ૨૦ દિવસ રહી ઓપરેશન કરતા. એક રૂમમાં ત્રણ ડૉકટરોને હોટેલના રૂમમાં નિવાસ કરાવાતો. પરત વતન પહોંચવાની સગવડ કરાતી.

ડીસાની આજુબાજુના આંખની હોસ્પિટલના સ્ટાફને અને નર્સને - ડૉકટરને મદદરૂપ થવા રોકવામાં આવતા. પરચૂરણ કામ માટે પી. ટી. સી. કોલેજ કે બીજી કોઇ કોલેજના ૧૦૦ - ૨૦૦ વિદ્યાર્થીઓને મહિના માટે લાવી રખાતા. સફાઇ કામદારો અને ગાંધીવાદી સ્વયંસેવકો પણ સફાઇકામમાં જોડાતા.

સવારે પાંચ વાગ્યે જાગીને છ વાગ્યા સુધીમાં ચા - નાસ્તો પતાવી દરેક ઓપરેશનમાં જોડાવાનું રહેતું. બપોરનું ભોજન ઓપરેશનના સ્થળે પીરસાતું. સાંજનું ભોજન રસોડામાં થતું. રાત્રિના આઠ સુધી કાર્યકમ ચાલતો.

સવારથી રાત્રિ સુધીમાં દરેક ડૉકટર સરેરાશ ૧૦૦ ઓપરેશન કરતા. આમ, ૧૫ ડૉકટરો ૧,૫૦૦ જેટલાં ઓપરેશન કરતા અને દોઢ મહિના ચાલતા નેત્રયજ્ઞમાં ૫૦ - ૬૦,૦૦૦ ઓપરેશન દર વર્ષ થતાં.


મે પહેલીવાર ૧૦ દિવસમાં ૫૦૦, બીજે વર્ષે ૨૦-૨ર દિવસ રોકાઇ ૧,૫૦૦ - આમ ૨૦૦૦ થી ૨૦૦૫ સુધીમાં, પાંચ વર્ષમાં લગભગ ૫,૦૦૦ ઓપરેશનો બિહારના ગરીબ લોકોને દષ્ટિ પ્રદાન કરવાના હેતુથી કર્યા.

ડૉકટરો અને બાકીના બધા મળી ૫૦૦ - ૬૦૦ વ્યક્તિઓ સેવાભાવનાથી ગુજરાતના અમદાવાદ - ડીસા - વડોદરા - સુરત જેવા સ્થળેથી બોધિગયા આવી સેવાની સુવાસ ફેલાવી વતન પરત થતા.

ભણસાલી ટ્રસ્ટની સેવાભાવના જેટલી બિરદાવીએ એટલી ઓછી.

ઉપસંહાર
છેલ્લાં પચાસ વર્ષના આંખના નિષ્ણાત તરીકેના જીવનના હિસાબ - ટૂંક ઇતિહાસને મેં મારા સંતોષ ખાતર શબ્દદેહ આપ્યો છે.

મને ખબર છે કે ગરીબી શું છે કારણ કે બાળપણમાં મેં કારમી ગરીબી જાતે અનુભવી છે. ત્યારે ભણતરનો ઉપયોગ સમાજસેવા માટે કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

અત્યારે જીવનના ૭૬માં વર્ષે મને સંતોષ લાગે છે - જીવન સાર્થક ગયું છે, ત્યારે છેલ્લાં વર્ષો આનંદથી પસાર કરવાનો નમ્ર ઉદ્દેશ સાથે હું સંપૂર્ણપણે સેવા નિવૃત થઇ વરિષ્ઠ નાગરિક જીવન પરિવાર - સ્વજનો અને સહદયી મિત્રો સાથે વિતાવું છું.

પૈસા કમાવા ભણતર નહી, ગણતર જરૂરી છે.
મારી જીવનયાત્રા (આત્મકથા) - ગોવિંદ ધોળકિયા

Diamonds are forever. So are morals. 
From nothing to everything.. a divine journey. 

૭૫ વર્ષ વિતાવી ચુકેલ ગોવિંદ ધોળકિયાની આત્મકથાનું પુસ્તક વાંચ્યા પછી વ્યક્તિપરિચય માટે પુસ્તક પરિચય લખવાનું મન થાય એ સ્વાભાવિક છે, ત્યારે પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કંઠા થાય એટલી જ મર્યાદિત માહિતી આપવું યોગ્ય છે.

વર્તમાન મા-બાપો બાળકના અભ્યાસ માટે ખૂબ ખર્ચ અને ખૂબ ફિકર રાખતા હોય ત્યારે આ પુસ્તક તેમને માર્ગદર્શક બની શકશે. પૈસા કમાવા માટે ફકત ભણતર નથી ચાલતું તેટલું જાણશો, તો ગોવિંદ ધોળકિયા (સ્વભાવને કારણે ગોવિંદભગત કહેવાતા)નું પુસ્તક સફળ ગણાશે. છઠ્ઠા ધોરણમાં નાપાસ થઇ ભણવાનું માંડી વાળનાર વિદ્યાર્થી “ઓનરરી ડૉકટર”ની પદવી શી રીત મેળવે કે પછી તાલીમાર્થી તરીકે છ મહિના કોઇ પણ જાતનું વળતર વગર, ત્યારપછી પ્રથમ મહિને રૂ. ૧૦૩ કમાઇ અને આજે ૬,૦૦૦ લોકોને રોજીરોટી આપવા છતાં અબજોપતિ શી રીતે બની શકે તે જાણવા ૩૬૮ પાનાનું પુસ્તક વિગતે વાંચવું જ રહ્યું.

પુસ્તકનો સાર છેલ્લે કહેવાને બદલે હું પહેલાં જ કહીશ. એમના જીવનના ત્રણ સિદ્ધાંતો શાંતિથી સમજવા અને જીવનમાં ઉતારવા અનિવાર્ય છે તે હું પહેલા કહીશ.

જીવનમૂલ્ય ત્રિવેણી મૂળભૂત સિદ્ધાંતો 

૧. માનવીની સર્વપ્રવૃત્તિઓમાં પ્રામાણિકતા અને નૈતિકતા હોવા જોઇએ.
૨. કોઇ અદ્રશ્ય શક્તિ કે ભગવાન બધું સંચાલન કરે છે.
૩. જીવનના કેન્દ્રમાં પોતાનો પરિવાર હોવો જ જોઇએ. “જેના અન્ન ભેગાં, એનાં મન પણ ભેગાં”.

I am nothing, but I can do anything. 

જીંદગીમાં ખોટું કર્યા વગર પણ ધનવાન થઈ શકાય છે.

करिष्ये वचनं तव : આપની આજ્ઞાનું પાલન કરીશ.
मामेकं शरणं वज : મારા એકલાના શરણે આવ. (ભગવદ્ગીતાજ્ઞાન)

કૌટુંબિક વિગતો

બાપદાદા ધોળકાથી નીકળ્યા હોવાથી ધોળકિયા કહેવાયા.

દાદા: કાનજીદાદા
પિતા: લાલજીદાદા
માતા: સંતોકબા
જન્મ: તા. ૦૧-૧૧-૧૯૪૯, ગામ : દૂધાળા જી. અમરેલી
પત્ની: ચંપાબહેન લગ્ન : તા. ૦૩-૦૭-૧૯૭૧ નાની વાવડી ખાતે
સાત ભાઇ બહેનો (અનુક્રમે ઉમર પ્રમાણે): ભીમજીભાઇ, નાગજીભાઇ (રિયલ એસ્ટેટ ડેવલપર), શાંતાબહેન, પરબતભાઇ (ડાયમંડ ટ્રેડિંગ), ગોવિંદભાઇ (પોતે), દેવકુંવરબેન અને અરજણભાઇ
બાળકો: મીનાક્ષી (જન્મ ૧૯૭૮), શ્રેયાંશ (જન્મ ૧૯૮૭), શ્વેતા (જન્મ ૧૯૮૩), પૌત્ર ઇશ (જન્મ ૨૦૧૩)

બાળપણ 

દૂધાળા ગામમાં કારમી ગરીબીમાં મોટા થયા.

ભોજનમાં ફકત રોટલા મળતા (બાજરાના કે જુવારના).

દર અઠવાડિયે કે પંદર ધ્વિસે સ્નાન.

શાળામાં અક્ષર સારા ન હોવાથી નાપાસ થયા, ત્યારે મા પાસે પાસ થયા છે એવું પ્રથમવાર જુઠું બોલ્યા. ત્યારથી સાચું જ બોલવાની પ્રતિજ્ઞા લીધી.

પ્રથમ આવકનો પ્રયત્ન : લાઠી જતાં ઘેલાભાઇ રાજપુતની શાકભાજીની ગાંસડી ઉચકીને છ આના કમાવા કોશિશ કરી, પણ કામ ન મળ્યું.

પછી જન્માષ્ટમીના મેળામાં ત્રણ રૂપિયાના કાકડી, ફુગ્ગા અને પપૂડાં ખરીદી દૂધાળા ચોકમાં રામજી મંદિરે ગોવિંદો (આપણા ગોવિંદભાઇ) વેપાર કરવા બેઠા. સાડા ત્રણ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો.

બાળપણની છોડેલી કુટેવો

ધ્રુમપાન: બાળપણમાં બીડીના ઠુંઠા વીણીને પીવાનું શરૂ કર્યું. પાંચ-સાત વખત બીડી પીધા, પછી ધ્રુમપાન કાયમ માટે છોડયું.

જુગાર: જન્માષ્ટમીના દિવસે રમાતો જુગાર રમી એકાદ કલાકમાં ત્રણ રૂપિયા જીત્યા. ત્યારપછી જુગાર ન રમવાની પ્રતિજ્ઞા લીધી.

ખોટી રીતે પૈસા ન કમાવાની માન્યતા અને વિશ્વાસ દઢ થયાં.

ખેતરમાં સાપ પસાર થતાં દેખાયો, ગાય કે વાછરડાંને ડંખ ન મારે તેટલા ખાતર સાપને પાવડો માર્યો, ત્યાં જ સાપ ક્ષણમાં જ મૃત્યુ પામ્યો. ત્યારથી કોઇ પણ જાતની હિંસા ન થાય તેની સતત કાળજી રાખી. 

લાઠીમાં ચૌદેક વર્ષનો છોકરો પોતાની પાસેના પાંચ પૈસા પડાવવા દબડાવવા લાગ્યો. સામનો કરી પૈસા બચાવ્યા. ત્યારે મન, વચન અને કર્મથી નિર્ભયતાના પાઠ ભણ્યા. 

આમ, બાળપણની ગરીબી વચ્ચે નીતિમત્તા, અહિંસા અને નિર્ભયતાના પાઠ ભણ્યા. વેપાર શીખ્યા.

મારો વાંચનનો શોખને કારણે મેં ઘણી આત્મકથાઓ વાંચી છે. આ પુસ્તકમાં બે વસ્તુઓ નવીન અને અનુકરણીય છે - જે બીજે કયાંય નથી. જીવનકથાના દસે પ્રકરણોના અગત્યના મુદાનો સાર અંતમાં છે અને બીજું ત્રણ પરિશિષ્ટોમાં જીવનતવારીખ હદ્યસ્થ સૂત્રો અને ૭૨16 કંપનીની નીતિના સિદ્ધાંતો. આ બાબતો કદાચ પહેલાં વાંચીશું, તો દરેક પાઠ વિગતવાર સમજવામાં અનુકૂળતા રહેશે.

વ્યાવસાયિક ઘટનાક્રમ

તા. ૦૨-૦૪-૧૯૬૪ સુરત આવીને છ મહિના વગર પૈસે હીરા ઘસવાનું કામ ગોરધનદાસ ખરસલિયાના કારખાને શીખ્યા. પછી પ્રથમ મહિને રૂ. ૧૦૩ કમાણીથી જીવનની શરૂઆત કરી. તા. ૦૨-૦૮-૧૯૭૦ વીરજીભાઇ અને ભગવાનભાઇ સાથે નાગોરીવાડ, સુરતમાં શ્રી રામકૃષ્ણ (SRK) નામે ઓફિસ શરૂ કરી. એપ્રિલ, ૧૯૭૦માં પ્રથમવાર મુંબઇ ઓફિસ શરૂ કરી અને રૂ. ૯૨૦ના રફ હીરા ખરીધ્યા. ત્યારથી ૧૯૭૫ની પાર્ટનરશીપ વિભાજીત થઇ અને ત્રણ કંપનીઓ બની. ૧૯૯૭માં ૧૭૦૦ રત્નક્લાકારો કામ કરી શકે અને ટ્રેનિંગ આપવા શ્રી રામકૃષ્ણ કોમ્પલેક્ષ અને SRK Institute of Diamond ની સ્થાપના કરી. ૧૯૬૪-૨૦૧૪ પચાસ વર્ષ નિમિત્તે ઉજવણી. ત્યાંથી આગળ વધતાં તે હોંગકોંગ, એન્ટવર્પ, ન્યુયોર્ક, કેનેડા, રશિયા સાઉથ અફ્રીકા જેવા ઘણા બધા દેશોમાં હીરા ઉદ્યોગ આગળ વધાર્યો. છેલ્લે ૬,૦૦૦ રત્નકલાકારોને વ્યવસાય આપી પોતે અબજોપતિ બન્યા. કંપની ૧.૮ અબજ અમેરિકન ડોલર (USD 1.8 Billion) કમાણી કરતી થઈ. હીરા ઉદ્યોગમાં ગોવિંદભાઇ નિષ્ક્રિયતાને ભગાવી દિવસમાં ૧૪ કલાક કામ કરી ખૂબ મહેનત, આપલગન, સતત આગળ વધવાની ધગશ અને માણસ પારખવાની કળાથી સફળતાને વર્યા.

સફળતા માટે તેમના સૂત્રો:

૧. સફળતા મારે લીધે હોવાનું માનશો નહી. : કોઇ પણ કાર્ય સંપન્ન થવા પાછળ ઘણા પરિબળો હોય છે. 

૨. જે કંઇ કાર્ય કરો તેમાં શરીર, મન હદય એમ ત્રણેનો વિનિયોગ કરવો જરૂરી છે.

૩. જવા દેવાની વૃત્તિ રાખો.

૪. ભગવાન અને ભાગ્યમાં શ્રધ્ધા રાખી સતત કાર્યરત રહો.

પ. જે લોકોની જરૂર હોય ત્યારે તેવા લોકોને મેળવવાનું અને અલગ કરવાનું ઉપરવાળો જ ગોઠવે છે.


“ઉર્ધ્ધગમન” Ascend: ટેકનોલોજી અપગ્રેડ કરી, કમ્પ્યુટર-આધારિત વ્યવસ્થાપન પદ્ધતિ ઉભી કરી, ફેકટરીના વિસ્તરણ માટે આધુનિક મકાન બનાવ્યું.

એવોર્ડ

એમને મળેલા ઘણા બધા એવોર્ડમાં સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મળેલ “સૂર્યપૂર રત્ન એવોર્ડ” અને ઇન્ડસ્‌ યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા અપાયેલ “માનદ્‌ ડૉકટર” (D.Phil) ની પદવી મુખ્ય ગણાય.

પરિવાર

એમનું સૂત્ર છે, ભવિષ્યની પેઢીનું નિમાર્ણ કરો. હિરણ્યગર્ભ બનાવો.

પહેલાં રપ વર્ષ ભગવાનભાઇ અને વીરજીભાઇ સાથે ભાગીદારી કરી. ૧૯૯૫માં છૂટાં પડતાં SRKના માળખાનું નવીનકરણ કર્યું.

પ્રથમ રાહુલભાઇ, જયંતિભાઇ, દિનેશભાઇ અને અરજણભાઇને સાથે લીધા. નાગજીભાઇને રિયલ એસ્ટેટ ડેવલપર અને પરબતભાઇ ડાયમંડ ટ્રેડિંગમાં લગાડયા.

ત્યાર પછીની પેઢીમાં શ્રેયાંસ, અક્ષય, નિરવ, અર્પિત અને નીરવને લીધા. તેઓ તાલીમબધ્ધ, કેળવાયેલ અને નવી ટેકનોલોજીના જાણકાર છે. નવી પેઢીના કેવીન, ઉત્કર્ષ, દર્શિલ, ધુવલ, રાજ તેજ, ધુવ અને ક્રિસ ઉગતા સિતારાઓ છે.

આમ, પરિવારને કેન્દ્રમાં અને સાથી બનાવીને પેઢીનો વિકાસ કર્યો છે. પરિવારના છ પેઢીના ૧૫૦૦ સભ્યો સૌ સાથે દર નવરાત્રિએ ભેગા નિયમિત મળે છે.

સમાજસેવા

કમાવું જેટલું ભારી છે તેનાથી વધારે ભારી સમાજને દાનમાં પરત કરવું છે. એમની સફળતાનું રહસ્ય સમાજસેવા જ છે, એમ સ્વીકારવું રહ્યું.
  • ૧૯૭૫માં પ્રથમદાન રૂ. ૫૧,૦૦૦ પિતાના નામે દામ કર્યું અને “લાલજીભાઇ કાનજીભાઇ પટેલ વાડી”ની સ્થાપના કરી.
  • સાત મિત્રો ભેગા મળી “સોરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ” સ્થાપ્યું.
  • “સૌરાષ્ટ્ર પટેલ સમાજ ટ્રસ્‍ટ” બનાવી ૧,૦૦૦ જોડીના સમુહલગ્ન સાદાઇથી કર્યા. પોતાના પરિવારસભ્યને જોડી દાખલો બેસાડયો.
  • દીકરી મીનાક્ષી કમળામાંથી સાજી થવાની ખુશીમાં - દૂધાળા રામજીમંદિર જિર્ણોધ્ધાર, “પડદા પ્રથા”માંથી બહેનોની મુક્તિ કરાવી.
  • જરૂરિયાત મંદોને આર્થિક મદદ માટે ટ્રસટ બનાવ્યું.
  • ૧૯૮૩ - દીકરી શ્વેતાના જન્મની ખુશાલીમાં દર અઠવાડિયે શનિવારે સત્સંગ માટે સ્વાધ્યાય પરિવાર સ્થાપ્યો.
  • ૧૯૭૭ - દૂધાળા ખાતે દૂધેશ્વેર મહાદેવ મંદિરની સ્થાપના.
  • ૧૯૮૯ - કતારગામમાં વી.એન.ગોધાણી કન્યા વિદ્યાલય એજ કન્યાશાળામાં તબીબી સહાય માટે નંદુબા મેડિકલ સેન્ટરની સ્થાપના.
  • દુકાળ સમયે જોથાણ ખાતે “પ્રભુહદય જીવદયા ટ્રસ્ટ” સ્થાપી સૌરાષ્ટ્રથી ૨,૦૦૦ પશુઓ લાવી રાખ્યાં.
  • સૌરાષ્ટ્રની દરેક (૫૦) ગૌશાળાને રૂ. ૧ લાખ દાનમાં આપ્યા.
  • ૧૯૯૩ - Welcome Cleartiy સ્થાપી. ૨૫૦ સ્વચ્છતા સૈનિકો દ્વારા સુરતની સફાઇ.
  • ૨૦૦૮ - સાર્વજનિક એજ્યુ-સોસાયટીમાં કોલેજ સ્થાપી, નામ “શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટયુટ ઓફ કોમ્પ્યુટર એજયુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ”.
  • સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્‍ટ મારફતે પાણી બચાવવા ૧,૨૫,૦૦૦ ચેકડેમ બનાવ્યા.
  • ૨૦૧૪ - સૌરાષ્ટ્રના લોકોના પ્રવાસ માટે વિમાનો ખરીદી “વેન્ચુરા એરકનેકટ એરલાઇન્સ” શરૂ કરી.
  • ૨૦૧૪ - પચાસ વર્ષની ઉજવણી વખતે 52 અઠવાડિયામાં દર અઠવાડિયે એક નવી સેવા પ્રવૃત્તિ કરી.
  • ૨૦૧૭ - ગરીબ, રખડતાં, અભાવગ્રસ્ત બાળકો માટે “મોબાઇલ સ્કુલ” ચલાવી.
  • ૨૦૧૭ - ડાંગના ૩૦૦ ગામમાં, પી.પી.સ્વામી સાથે “ગ્રામ્યમંદિરો” બાંધ્યા.
  • ૨૦૧૭ - રૂ. ૫૦૦ કરોડના ખર્ચે ૫૫૦ ખાટલાવાળી અદ્યતન Kiran Hospital સ્થાપી. લોકોએ ચેરમેન બનાવ્યા.
આ યાદી સંપૂર્ણ નથી. ઘણું રહી ગયું છે, જેમ કે,

૨૦૦૧ - કચ્છ ભૂકંપમાં બે ગામ દત્તક લીધાં.
ગરીબોને મદદ કરવા સુરત રીલીફ સેન્ટર શરૂ કર્યા.
આદિવાસી ક્ષેત્રોમાં વનવાસી મેડિકલ કેમ્પ શરૂ કર્યા.
માલેગાંવ (ડાંગ) સંતોકબા સ્કુલ શરૂ કરી.
સુરત ટ્રાફિક માટે CCTV કેમેરા પ્રોજેકટ લોકાર્પણ.

વિશ્વભરના મહાનુભાવોને સમાજસેવા માટે બિરદાવવા “સંતોકબા માનવરત્ન એવોર્ડ” શરૂ કર્યા. સમાજસેવાને વરેલાને દર વર્ષે આમંત્રી જાહેર સમારંભમાં સન્માન અને એક કરોડ રૂ. પુરસ્કાર આપ્યો.

૨૦૨૧ - પુસ્તક અયોધ્યા રામમંદિરને રૂ. ૧૧ કરોડનું અનુદાન.

ચાલો, પુસ્તક પરિચયના અંતમાં એમના સુવિચારો જાણીએ.
૧. આપણું ધાર્યું થાય તે ભગવાનની કૃપા, આપણું ધાર્યું ન થાય તે ભગવાનની ઇચ્છા. 
૨. સફળતાનું સૂત્ર - જે કરી શકતા હો, તે વધારે સારી રીતે કરો. 
૩. નિજાનંદ માટે હંમેશા કોઇને મદદ કરતા તત્પર રહો. 
૪. આ જગતને સુધારવાની ભાંજગડમાં પડશો નહિ, પોતે જ સુધરો. 
પ. “ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે” વાળી સર્વ-સ્વીકારની ભાવના અને અન્યોને માન-સન્માન આપશો, તો જીવન સંપુર્ણ સફળ થશે.

ચાલો, તીક્ષ્ણ ધંધાકીય આવડતવાળા, નિરાભિમાની, સફળ અને સેવાભાવી “ગોવિંદભગત”ને વંદન કરીએ.


Diamonds are Forever, So are Morals
  • Book Title: Diamonds are Forever, So are Morals - Autobiography of Govind Dholakia
  • Author: Arun Tiwari, Kamlesh Yagnik
  • Book reviewed by: Dr Bharat Desai, Bilimora on 16-Mar-2026
  • Pages: 380 pages
  • ISBN-10: 0670095729
  • ISBN-13: 978-0670095728
Imagine staring at a computer screen during a high-stakes deadline, your heart racing as stress builds - unbeknownst to you, this invisible tension is quietly raising pressure in your eyes, potentially fuelling glaucoma’s silent advance. Science now reveals how mind and body are locked in a delicate dance, where psychological states profoundly influence biological processes, and vice versa.

The Mind-Body Link in Glaucoma

Psychological stress can trigger two key hormonal pathways:
  • HPA Axis: Stress prompts the hypothalamus to release CRH (corticotropin-releasing hormone). CRH stimulates the pituitary gland to release ACTH (adrenocorticotropic hormone), which in turn prompts the adrenal glands to release cortisol. Elevated cortisol levels can increase intraocular pressure (IOP).
  • SAM Axis: Stress activates the sympathetic nervous system, stimulating the adrenal medulla to release adrenaline and noradrenaline. This elevates IOP and causes vasoconstriction in retinal and optic nerve vessels, leading to visual damage.
Thus, stress acts as both a cause and contributing factor for glaucoma. As glaucomatous optic neuropathy worsens, it sparks fear of blindness, which exacerbates stress and further elevates cortisol—creating a vicious cycle of damage.

Ageing itself also contributes to optic nerve damage and blindness. No medicine can fully cure these issues.


Why Mind-Body Therapies Matter

Repetitive or chronic stressors overwhelm the body’s coping mechanisms, leading to allostatic overload. This can trigger mental health issues, diabetes, hypertension, and more. Mind-body therapies are essential to counter stress.
  1. Pranayama (Slow, Controlled Breathing)
    • 3-6-5 Technique: Take 6 breaths per minute for 5 minutes, 3 times a day. This practice reduces IOP effectively.
  2. Mindful Meditation Focused on Breath: Meditation trains attention and awareness to foster emotional calm, clarity, and well-being. Use breath awareness or mantra recitation.
    • Find a quiet place.
    • Sit comfortably with a straight back, close your eyes, and focus on the tip of your nose or between your eyebrows.
    • Observe your natural breath while inhaling and exhaling slowly.
    • Start with 5–10 minutes, building to 30–45 minutes.
Regular practice lowers IOP and improves health-related quality of life.

Break the vicious cycle today - start with just 5 minutes of pranayama or meditation, and reclaim control over your eye health through the power of your mind.

Reference: Dada T. The emerging science of psycho-neuro-endocrinology-immunology and glaucoma management. Indian J Ophthalmol. 2025;73:1705-1710.
ડુંગરી (તા. પારડી વાયા: ઉદવાડા) ગામે દયાળજી (ચુનીભાઈ) નાગરજી દેસાઈ પરિવાર તા. ૫-૬ અને ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના ત્રણ દિવસ (શુક્ર-શનિ-રવિ) ભેગો થયો હતો. ૨૦૧૩થી લગભગ દર વર્ષે અનુકૂળતા મુજબ ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આ પરિવારના સદસ્યો "કુમુદ ફાર્મ" ખાતે નિયમિત ભેગા મળી સ્નેહસંમેલન કરે છે. આ રીતનું તેમનું આ તેરમુ સમૂહજીવન હતું.

દયાળજી (ચુનીભાઈ) નાગરજી પરિવારના લગભગ ૮૦ જેટલા સદસ્યો છે. તેઓની પાંચ પેઢીના લગભગ ૬૦-૬૫ સભ્યો દર વર્ષે આવે છે. તે માટે તેઓ અમેરિકા - દક્ષિણ આફ્રિકા જેવા પરદેશથી ઉપરાંત ભારતમાં મુંબઈ - પુના - અમદાવાદ - સુરત - બીલીમોરા - વાપી જેવાં શહેરોમાંથી અહીં નિયમિતપણે આવે છે.

તેઓને રહેવા માટે કાયમી ધોરણે તેમણે તંબુઓ (Tents) વસાવ્યા છે. ઉપરાંત કુમુદફાર્મની વાડીમાં ડો. હિરેનભાઈ દેસાઈનો બંગલો પણ વાપરે છે. અહીં ૮૫ વર્ષથી માંડીને ૩-૪ વર્ષના બાળકો સહિત બધા જ આવે છે. આ વર્ષે લગભગ ૫૫ વ્યક્તિઓ હાજર હતા. ભાઈઓ અને બહેનો તેમના સમગ્ર પરિવાર સાથે હોંશે હોંશે ભાગ લે છે. ત્રણ-ચાર વેવાઈઓ પણ આ વખતે જોડાયા હતા.

ભોજન વ્યવસ્થા: મુકેશભાઈ - મેહુલભાઈ - નીતિનભાઈ - ડો. હિરેન તથા ચારુબેન સાથે મળીને આ વહીવટ સંભાળે છે. ત્રણ દિવસ અનાવિલ સ્વાદના દાળ-ભાત-લાપસી-ભજીયા ઉપરાંત ખાતા ધરાઈ જવાય એટલી વાનગીઓ પીરસે છે. નાળિયેર પાણી, કુલ્ફી, ઉબાડિયું - પોંક - પાણીપુરી - ભેળ - સેવપુરી - બિરયાની - લસણિયું ચવાણું - ચણા દાળ ઉપરાંત ગાજરનો હલવો જેવી અસંખ્ય વાનગીઓ આવતી જ રહેતી હોય તો ખાવામાં ભૂલ ન પડે તો જ નવાઈ!

રમતગમત: યુવાવર્ગ ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, સાપસીડી, કબડ્ડી, પાના જેવી રમતો આખો દિવસ થાક્યા વગર રમતા હોય છે. તે માટે ગ્રાઉન્ડ – નેટ – બોલ – સ્ટમ્પ – બધી જ કાર્યવાહી અને વ્યવસ્થા ડૉ. હિરેનભાઈનો સ્ટાફ અગાઉથી જ કરી રાખતો હોય છે.

મનોરંજન: ત્રણ દિવસમાં મનોરંજનની વ્યવસ્થા દેવાંગભાઈ અને જિજ્ઞા સંભાળે છે. બોલાવેલા પ્રખ્યાત કલાકારો દ્વારા અને કુટુંબના સભ્યો દ્વારા રજૂઆત ખૂબ આનંદદાયક હોય છે. કોઈવાર ઘેરૈયા – તો કોઈવાર ઘોડેસવારી – અંતાક્ષરી – દેવાંગભાઈ દ્વારા સંગીતખુરશી જેવી વિવિધ રમતો અનુકૂળતા મુજબ ગોઠવાતી હોય છે.



ત્રણ દિવસમાં કુટુંબભાવના – પરસ્પરનો ગાઢ સંપર્ક – મિત્રતા અને પ્રેમભાવ અવશ્ય થતો જ હોય છે. વર્તમાન સમયમાં આવી કુટુંબભાવના જોવી – અનુભવવી એ એક નસીબની વાત છે. પછી છૂટા પડવું વિશાદપ્રેરક જ હોય શકે. અનાવિલ સમાજમાં એકતા – ભ્રાતૃભાવ – અન્યોઅન્ય માટે સન્માન ફક્ત અહીં જ જોવા મળે છે. જે કદાચ અપવાદરૂપ છતાં નમુનેદાર અને અનુકરણીય છે. 

આપણે કંઈ પ્રેરણા લઈશું?

ડો. ભરત દેસાઈ, બીલીમોરા.
તા.: ૦૮-૧૨-૨૦૨૫



સીનિયર સિટિઝન ક્લબ બીલીમોરા દ્વારા દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના વિદાય થતા પ્રમુખ ડો. ભરતચંદ્ર દેસાઈનું સન્માન 



૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ 
સીનિયર સિટિઝન ક્લબ બીલીમોરા
ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ 

૧. રક્તદાન

દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્મર સુધી કોઈ પણ તંદુરસ્ત વ્યક્તી આપી શકે છે. રક્તદાતાની હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીઝ તથા હીમોગ્લોબીન ઉપરાંત એઈડ્ઝ, હીપેટાઈટીસ બી અને સી તથા અન્ય જાતીય સંક્રામક રોગો માટે તપાસ કરવામાં આવે છે, પછી જ દાતાનું લોહી લેવામાં આવે છે, જેથી લોહી મેળવનાર વ્યક્તીના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું ન થાય. આથી દાન કરનારને લોહી આપ્યા પછી પોતાને કોઈ મુશ્કેલી અથવા રોગ થશે તેની જરાયે ચીંતા કરવાની જરુર નથી. દર ત્રણ મહીને જરા પણ ડર્યા વીના રક્તદાતા પોતાનું લોહી આપી શકે છે. દરેક તંદુરસ્ત વ્યક્તીએ આ દાન અચુક જ કરવું જોઈએ અને કોઈની જીંદગી બચાવ્યાનો સંતોષ લેવો જોઈએ. આપણે ત્યાં 100થી વધુ વખત ‘રક્તદાન’ કરનાર અનેક લોકો છે જે ખુબ જ તંદુરસ્ત જીવન જીવે છે; આથી ‘રક્તદાન’ કરનારાએ ડરવાની જરુર નથી.



૨. અંગદાન

હવે તો વીજ્ઞાને એક વ્યક્તીના શરીરનાં અંગો, બીજી વ્યક્તીના શરીરમાં પ્રત્યારોપણ કરવાની અને એવા દર્દીઓને નવી જીંદગી આપવાની શોધ કરી છે. દરેક જણ એ જાણે છે કે મૃત્યુ પામ્યા બાદ નશ્વરદેહ લાંબો સમય રાખી શકાતો નથી. કુટુંબીજનોએ એમના કૌટુંબીક રીવાજ પ્રમાણે મૃતદેહનો અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર/દફનવીધી કરે છે. ત્યારબાદ આશ્વાસન રુપે મળતી રાખ(અસ્થી)ને ગંગા નદી કે અન્ય નદીમાં પધરાવવામાં આવે છે. મરણ પછી વ્યક્તીનું શું થાય છે એની હજી સુધી આપણને ખબર નથી. આત્માનું હોવું વીવાદાસ્પદ છે, વીજ્ઞાન દ્વારા એની કોઈ સાબીતી મળી નથી; પરન્તુ વીજ્ઞાનની નવી શોધોએ મૃત વ્યક્તીનાં શરીરનાં વીવીધ અંગોને અન્ય વ્યક્તી કે જેને આ અંગો/અવયવોની જરુર છે તેમના શરીરમાં પ્રત્યારોપણ કરીને એ દર્દીને નવું જીવન આપવાની સંભાવના ઉભી કરી છે.

અંગદાન ત્રણ રીતે થઈ શકે છે:

૧. જીવીત વ્યક્તી: જેવી રીતે જીવીત વ્યક્તી ‘રક્તદાન’ કરી શકે છે તેવી જ રીતે કોઈ વ્યક્તી પોતાની એક કીડની (મુત્રપીંડ), લીવર (યકૃત)નો ભાગ, સ્વાદુપીંડ (પેન્ક્રીયાસ)નો ભાગ તેના નજીકના સગાંને દાનમાં આપી શકે છે. તંદુરસ્ત વ્યક્તી આ અવયવનું દાન કર્યા બાદ તંદુરસ્ત જીવન જીવી શકે છે અને દાન લેનારને નવું જીવન મળે છે. બન્ને એક જ કીડનીથી જીવી શકે છે. મનુષ્યના શરીરમાં યકૃત જ એક એવો અવયવ છે જે ફરીથી આપેલ ભાગને નવો ઉત્પન્ન કરી શકે છે. 70 વર્ષના આયુષ્ય સુધી ‘અંગદાન’ દાન કરી શકે છે; પરન્તુ તે દાતાને કૅન્સર, ચેપી રોગો જેવા કે, ઝેરી કમળો, એઈડ્સ જેવા રોગો ન હોવા જોઈએ. 

૨. બ્રેઈનડેડ વ્યક્તી: ઘણીવાર વાહનનાં અકસ્માત કે હાઈ બ્લડપ્રેશરને લીધે મગજમાં હેમરેજ થાય છે, જેને લીધે વ્યક્તીનું મગજ કામ કરતું બંધ થાય છે. આવી વ્યક્તીની ખુબ ઝીણવટથી તબીબ તપાસ કર્યા બાદ મગજના રોગોના નીષ્ણાત તબીબ એને બ્રેઈનડેડ હોવાનો રીપોર્ટ આપે છે. જો વ્યક્તી બ્રેઈનડેડ હોય તો ફરી જીંદગી જીવી શકે નહીં, ક્યાં તો એનું મૃત્યુ થઈ જાય અથવા અન્ય પર પરાવલંબી થઈને એને જીવવું પડે. જો કારની બેટરી ઉતરી ગઈ હોય તો ધક્કા મારીને કાર ચાલુ કરી શકાય; પરન્તુ કાયમ માટે કાર ચાલુ રાખવી હોય તો નવી બેટરી નાખવી જ પડે. એ જ રીતે જે વ્યક્તીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તેના મગજનો મરી ચુકેલો ભાગ બદલી નાખવો પડે, પણ આવું શક્ય નથી. મગજ વગર શરીરનાં કોઈ પણ અંગો કે અવયવ કામ કરી શકતાં નથી, આથી આવી વ્યક્તી ફરીથી તંદુરસ્ત થઈને હરતીફરતી થાય એવી શક્યતા રહેતી નથી. આ સંજોગોમાં જો દર્દીનાં નજીકનાં સગાં તરફથી ‘અંગદાન’ કરવાની સંમતી મળે તો તેના શરીરમાં કાર્યરત અવયવોને કૃત્રીમ તબીબી સાધનો દ્વારા તબીબો થોડા કલાક માટે હૉસ્પીટલમાં તેનાં અંગોને સજીવ રાખી શકે છે. આ સમય દરમીયાન આ અંગોને કાઢી લઈને બીજા જરુરીયાતવાળા દર્દીમાં તાત્કાલીક પ્રત્યારોપણ કરવામાં આવે છે. દર્દીના શરીરમાંથી જીવીત અને કાર્યરત અંગ કાઢી લઈને એને બીજા દર્દીના શરીરમાં નાખવાની આખી શસ્ત્રક્રીયા ખુબ જ ગણતરીના કલાક (4થી 8 કલાક)માં પુર્ણ કરી દેવામાં આવે છે. આ માટે પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર, વાહન, વીમાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે, હાલમાં બ્રેઈનડેડ વ્યક્તી નીચેનાં અંગો/અવયવોનું દાન કરી શકે છે.

ક્રમ

દાન કરી શકાય તેવા અંગોના નામ

કેટલા કલાકમાં

અંગ આપી  શકાય

અંગદાન કરનાર વ્યક્તીની  વય

બ્રેઈનડેડ વ્યક્તી :

1.

હૃદય અને ફેફસાં

4થી 6 કલાક

40થી 50 વર્ષ સુધી

2.

યકૃત

6થી 12 કલાક

70 વર્ષ સુધી

3.

મુત્રપીંડો

30 કલાક

70 વર્ષ સુધી

4.

આંતરડાં

6 કલાક

40થી 50 વર્ષ સુધી

5.

સ્વાદુપીંડ

6 કલાક

70 વર્ષ સુધી

મૃત વ્યક્તી :



1.

ચક્ષુદાન, અસ્થીમજ્જાદાન (હાડકાં)

4થી 6 કલાક

100 વર્ષ સુધી

2.

ચામડી

6 કલાક

100 વર્ષ સુધી




આ દાન કોણ ન કરી શકે?

કૅન્સર, ચેપી રોગો જેવા કે એઈડ્સ (AIDS), ઝેરી કમળો (હીપેટાઈટીસ એ અને બી)થી પીડીત દર્દીઓ અંગદાન ન કરી શકે. ભારત દેશમાં અત્યારે દોઢથી બે લાખ કીડની, લીવર, તેમ જ ચક્ષુદાનની જરુરીયાત છે, જો આવાં દાન કરવામાં આવે તો અન્ય વ્યક્તીને નવું જીવન મળે તથા દર્દીના આપ્તજનોને પોતાના સ્નેહી મૃત વ્યક્તી બીજાના શરીર દ્વારા જીવતો જોવાનો સંતોષ મળી શકે.

સુરતમાં ‘Donate Life’ સંસ્થા કાર્યરત છે. https://www.donatelife.org.in/ વેબસાઈટ પર સઘળી માહીતી ઉપલબ્ધ છે. પોતાના મરણ પછી ‘અંગદાન’ કરવાની ઈચ્છા હોય તો અંગદાનનો ‘સંકલ્પ પત્ર’ ભરી, તેની નોંધણી કરાવીને પોતાની સાથે કાયમ રાખવો જરુરી છે. જેથી આકસ્મીક મૃત્યુ બાદ ‘અંગદાન’ માટે જરુરી કાર્યવાહી તાત્કાલીક કરી શકાય. વધુ માહીતી અને Donor Card માટે https://sotto.nic.in/StateHome.aspx વેબસાઈટ પર નોંધણી કરી ને Donor Card મેળવી શકાય છે.

3. દેહદાન

દરેક સજીવનું મૃત્યુ નીશ્ચીત છે, એ જ રીતે દરેક મનુષ્ય પણ મૃત્યુ પામે છે, એનો સમય, સ્થળ કે કારણ અગાઉથી જાણ થતી નથી; પરન્તુ નશ્વરદેહ લાંબો સમય રાખી શકાતો નથી. ફક્ત થોડા સમય માટે મોર્ગ (શબઘર)માં તેને રાખી શકાય છે. આપ્તજનોને એને માટે ભાવનાત્મક અનુરાગ કે લગાવ રહે છે. વધુ સમય જો રાખવામાં આવે તો મૃતશરીરમાં સડો લાગુ પડીને તે દુઃર્ગંધ મારવા લાગે છે અને રોગ પણ ફેલાવી શકે છે. દરેક ધર્મમાં, શાસ્ત્રોમાં આત્મા અને પુનર્જન્મ વીષેની ખુબ માન્યતાઓ છે; પરન્તુ આ નશ્વરદેહનો સત્વરે અંતીમસંસ્કાર અથવા ભુમીસંસ્કાર/દફનવીધી કરવો જ પડે છે અને ફક્ત એનાં અસ્થી કે રાખ ભેગાં કરીને એને ગંગા નદી કે અન્ય નદીમાં પધરાવી દઈ સંતોષ માનવામાં આવે છે.

જો મેડીકલ કૉલેજમાં અભ્યાસ કરતા વીધાર્થીઓ માટે આ નશ્વરદેહનું દાન કરવામાં આવે તો ભવીષ્યમાં ડૉક્ટર થનારને શરીરરચના સીધી નજર સમક્ષ અંગવીચ્છેદ કરીને જોવા મળે છે, જે એના ભવીષ્યમાં સર્જન બનવા માટે ખુબ ઉપયોગી છે. આ નશ્વરદેહને મેડીકલ કૉલેજના ઍનેટોમી વીભાગમાં રાસાયણીક પ્રકીયા કરી લાંબો સમય રાખવામાં આવે છે. અભ્યાસ બાદ બાકી રહેલાં અંગો/અવયવોની મૃત વ્યક્તીના ધાર્મીક રીવાજ મુજબ વીધીસર અંતીમ ક્રીયા કરવામાં આવે છે. ‘દેહદાન’ કોઈ પણ વ્યક્તી એની ઈચ્છા મુજબ કરી શકે છે અને એના મૃતશરીરના વૈજ્ઞાનીક ઉપયોગ વડે પુણ્યનું કામ કર્યાનો સંતોષ આપ્તજનો મેળવી શકે છે. આ ઈચ્છા ધરાવનાર વ્યક્તીએ પોતાની હયાતીમાં પોતાના વસીયતમાં અને એને માટેનું ‘સંકલ્પ પત્ર’ ભરીને નજીકની મેડીકલ કૉલેજમાં નોંધણી કરાવવી જોઈએ. અને મેડીકલ કૉલેજમાં નોંધણી કર્યાની પહોંચ પણ આપવામાં આવે છે. 

‘દેહદાન’ અંગે નીયમો:
  1. સૌથી નજીકના સગાં પતી/પત્ની/મા/બાપ/ભાઈ/બહેન/પુત્ર/પુત્રવધુ/પુત્રીજમાઈ/પૌત્ર/ પૌત્રી તરફથી આ વીભાગને મૃત દેહદાન (ડેડબોડી ડોનેશન) આપવા માટેની લેખીત અરજી કરવી. અરજી પત્ર દેહદાન સમયે એનાટોમી વીભાગમાંથી મળશે. આ અરજીમાં બે સાક્ષીની સહી પણ કરાવવી. 
  2. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો કે જે પોતાના કટુંબીજનો સાથે સંબંધ ધરાવતા ન હોય તેમણે પણ પોતાના સગાંઓને જાણ કરવાની રહેશે. તમારા સગાંવહાલાંઓને તમારી દેહદાન અંગેની ઈચ્છાની જાણ હોવી જ જોઈએ. 
  3. બહારથી ડેડબોડી આવવાની હોય તો લાગુ પડતાં પોલીસ સ્ટેશનનું ‘નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ’ (‘ના વાંધા પ્રમાણપત્ર’) સાથે રાખવું જેથી અત્રે બોડી પહોચાડવામાં રસ્તે કોઈ તકલીફ ન પડે. 
  4. મૃત્યુ થયા પછી વહેલામાં વેહલી તકે મેડીકલ કૉલેજમાં જાણ કરવી. (એનાટોમી વીભાગનો રુબરુ અથવા ફોનથી સંપર્ક કરવો.) જેથી ડેડબોડી જાળવણી કરવા અંગેની તૈયારી કરી શકાય. 
  5. એનાટોમી વીભાગનો સમય સવારે 9.00થી સાંજે 5.00 (રીસેશ સમય બપોરે 1.00થી બપોરે 2.00 કલાક) સુધીનો છે. શનીવારે સવારે 9.00થી બપોરે 1.00 સુધીનો છે. 
  6. સાંજે અથવા રાત્રે મૃત્યુ થાય તો સવારે 9.00 સુધીમાં લાવી શકાય. સવારમાં અથવા બપોરે મૃત્યુ થાય તો સાંજે 5.00 વાગ્યા સુધીમાં લાવી શકાય. શનીવારે બપોરે 1.00 વાગ્યા સુધી બોડી લાવી શકાય. 
  7. મૃત વ્યક્તીના ‘દેહદાન’ માટે સંમતી આપવાનો અધીકાર ધરાવતા મૃતકના નજીકના સગાં દુર કે ભારતની બહાર રહેતા હોય અને તે વ્યક્તી દેહદાન વખતે હાજર રહેવાની ઇચ્છા રાખે, તો ત્યાં સુધી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજ (મોર્જ)માં રાખવાનો રહેશે. તે નજીકના સગાંના આગમન પછી તાત્કાલીક મેડીકલ કોલેજમાં મૃતદેહને સુપ્રત કરી ‘દેહદાન’ કરી શકાય 
  8. શનીવારે બપોર પછી અથવા રવીવારે અથવા રજાના દીવસે બોડી પહોચાડવાની હોય તો નીચે જણાવેલ નંબર ઉપર ફોન દ્વારા સંપર્ક સાધી બોડી લાવવા અંગેની જાણ કરવી. 
  9. જે બોડી અને એનાટોમી વીભાગમાં દાન માટે લાવવામાં આવે તે બોડીનું મૃત્યુના એક અઠવાડીયાના સમયગાળામાં કોઈ ઑપેરેશન થયેલ હોય તો તે ડેડબોડી સ્વીકારવામાં આવશે નહીં. 
  10. એનાટોમી વીભાગ તરફથી દેહદાન મળ્યા અંગેનું પ્રમાણપત્ર નજીકના સગાંને આપવામાં આવશે. 
  11. મરનારનું મૃત્યુ થયાની નોંધ મ્યુનીસીપલ કોર્પોરેશન/નગરપાલીકા/ગ્રામપંચાયતમાં ‘દેહદાન’ કરનારના સગાંએ જાતે કરાવવાની રહેશે. 
  12. સાથે લાવવાના સર્ટીફીકેટ્સનું લીસ્ટ (તમામ ફરજીયાત) : 
    • કુદરતી મૃત્યુ થયા અંગેનું મેડીકલ સર્ટીફીકેટ (ઓછામાં ઓછા એમ.બી.બી.એસ. ડૉક્ટરનું) – મેડીકલ સર્ટીફીકેટમાં મરનાર વ્યક્તીની ઉમ્મર, આખુ નામ, સરનામું, મૃત્યુનું કારણ, મૃત્યુની તારીખ અને ચોક્કસ સમય, વ્યક્તીની ઓળખ વગેરે દર્શાવવું જોઈએ. મેડીકલ સર્ટીફીકેટ ડૉક્ટરના લેટરપેડ ઉપર સહી સીક્કા સહીતનું જરુરી છે. 
    • મૃત્યુ પામનારના પાસપોર્ટ સાઈઝના બે ફોટા. 
    • મૃત્યુ પામનારના ઓળખપત્રની ઝેરોક્ષ કોપી. 
    • મૃત્યુ પામનારની સાથે આાવનાર તેના સૌથી નજીકના સગાંના ઓળખપત્રની કોપી. 
    • બે સાક્ષીઓના ઓળખપત્રની કોપી 
  13. દેહદાન કર્યાં બાદ સ્વજનોને ડેડબોડી જોવા દેવામાં આવશે નહીં. 
  14. મેડીકલ કૉલેજમાં ડેડબોડી પહોચાડવાની વાહનવ્યવસ્થા મૃતકનાં સગાંઓએ જાતે કરવાની રહેશે. 

નીચે જણાવ્યા પ્રમાણેની ડેડબોડી સ્વીકારી શકાશે નહીં: 
  1. મૃત્યુ થયાના ચોક્કસ સમયના 6 કલાક પછીની ડેડબોડી (જે તે દીવસના તાપમાન મુજબ). 
  2. પોસ્ટમોર્ટમ કે ઑપરેશન કરેલી ડેડબોડી. 
  3. ઍક્સીડન્ટમાં મૃત્યુ થયેલ હોય એવી ડેડબોડી. 
  4. વધારે વજનવાળી ડેડબોડી (ફેટી). 
  5. ચેપી રોગ, ટીબી, ન્યુમોનીયા. લોહીમાં ચેપ (સેપ્ટીસેમીયા) અથવા એઈડ્સ રોગવાળી ડેડબોડી. 
  6. ચાંદા પડી ગયેલા હોય એવી ડેડબોડી. (બેડસોર્સ, ડાયાબીટીક અલ્સર, ગેંગરીન) 
  7. શંકાસ્પદ મૃત્યુવાળી ડેડબોડી. 
  8. કુદરતી મૃત્યુ થયા અંગેના મેડીકલ સર્ટીફીકેટ વગરની ડેડબોડી. 
  9. કૌટુંબીક વીવાદાસ્પદ ડેડબોડી. 
  10. દુર્ગંધ મારતી ડેડબોડી. 
  11. કેન્સરથી મૃત્યુ પામેલ વ્યક્તીની ડેડબોડી. 
  12. મૃત્યુ પછી અંગદાન કરેલ હોય એવી ડેડબોડી. 
  13. ડૉક્ટરએ એન્ટીકોએગ્યુલન્ટ આપેલ ડેડબોડી. 
  14. કોરોના ચેપવાળી ડેડબોડી. 

Mandatory documents: (મેડીકલ કૉલેજમાં ડેડબોડી લઈ જાઓ ત્યારે)
  • Death certificate. (Original) 
  • Photo ID. (Deceased) 
  • Two passport sized photographs. (Deceased) 
  • Photo ID of Donor. 
  • Photo ID of two witnesses. 

મૃત્યુ બાદ નશ્વરદેહ પણ ઉપયોગમાં આવી શકે તે માટે દરેક તંદુરસ્ત વ્યક્તીએ ‘અંગદાન’ની માફક ‘દેહદાન’ માટે પણ સંકલ્પ કરવો જોઈએ.

‘દેહદાન’ માટે સ્થાનીક મેડીકલ કૉલેજનો સમ્પર્ક : 

૧. નવસારી મેડીકલ કૉલેજ, નવસારી
ફોન નંબર : (02637) 299633
eMail: dean.navsari.mc@gmail.com અને dean@gmersnavsari.com

૨. વલસાડ મેડીકલ કૉલેજ, વલસાડ
ફોન નંબર : (02632) 255566, 252844, 251744
eMail: gmersmcvalsad@gmail.com

૩. ‘SMIMER’ સુરત મ્યુનીસીપલ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ ઍડ્યુકેશન એન્ડ રીસર્ચ, સુરત
ફોન નંબર : (0261) 2368040, 2368041, 2368042, 2368043, 2368044
eMail: deansmimer@gmail.com

લેખક–સમ્પર્ક: ડૉ. અશ્વીન શાહ, સ્થાપક તથા મેનજીંગ ટ્રસ્ટી, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ – 396 430 તા. ગણદેવી જી. નવસારી (ગુજરાત) ફોન : +91-2634-246248 અને +91-2634-246362  ઈમેલ: gstkharel@yahoo.com અને gram_seva@yahoo.com વેબસાઈટ : www.gramsevatrust.org



તા.ક. : આ લેખ પ્રગટ થયા પછી લેખકમીત્ર ડૉ. અશ્વવીનભાઈ તરફથી લખેલ અંગ્રેજી કૉમેન્ટ/પુરક માહીતીનો આ ભાવાનવાદ છે
. 
Newer Posts Older Posts Home

POPULAR THIS WEEK

  • મહાજનપદો
    ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકી...
  • સીમંત - સીમંતોન્નયન સંસ્કાર
    હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું ...
  • ચાલો, જાણીએ દક્ષિણ ગુજરાતના અનાવિલોને
    અનાવિલ સમાજનો પરિચય વાપીથી તાપી અથવા કહોકે ઉંમરગામથી કોસંબા સુધી વિસ્તરેલા અનાવિલો, હકીકતમાં વિશ્વના દરેક ખૂણે પથરાયેલા છે. અપરિણિત રહેવ...
  • પવિત્ર કુરાન - સારાંશ
    દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્ત...
  • મહાભારત
    આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિ...
  • ભગવદ્દ ગીતા
    બધા કહે છે ભગવદ્દ ગીતાથી મારૂ જીવન ધન્ય બન્યું છે. મારા પ્રશ્નોનાં ઉત્તર મળે છે. અવારનવાર તે વાંચવાથી માનસિક શાંતિ-આનંદ અને શંકાનું સમાધાન થ...
  • નેત્રયજ્ઞો અને હું
    ૧૯૭૫માં મેં પહેલું મોતીયાનું ઓપરેશન કર્યા પછી ૨૦૨૫ સુધી પચાસ વર્ષ દિવસ-રાત આંખના સર્જન તરીકે સમાજસેવા કરી. ત્યાર પછી ૨૦૨૫માં સંપૂર્ણપણે નિવૃ...
  • Anavils - An Endangered Community
    After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around t...
  • મોરારજી દેસાઈ
    ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ આપણી વચ્ચે જીવ્યા અને મર્યા. તેમને માટે આપણને સૌને ગર્વ છે. કારણ તેઓ ગુજરાતી હતા. આપણી જેમ અ...
  • વસિયતનામું (Will)
    વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને ક...

Categories

addiction 7 ahmedabad 3 anavil 19 art 2 bangalore 2 behavior 8 biography 14 birthday 1 blindness 3 blogging 3 body 4 book 35 buddhism 4 camera 2 career 4 cataract 1 change 1 charity 1 childhood 3 children 25 china 1 christianity 5 city 4 cleanliness 1 commitment 1 communication 4 community 4 computer 4 conflict 1 courtesy 2 crime 1 culture 15 cyber world 3 daughters 6 death 16 dedication 1 devotion 1 diet 1 doctor 8 education 10 emotions 8 english 1 environment 1 ethics 1 exercise 3 expectations 3 eye 10 eye-bank 3 eye-care 9 eye-donation 5 facebook 12 family 42 Featured 1 festival 1 fiction 3 finance 4 fitness 6 food 2 formality 2 friendship 17 gadgets 3 God 6 gujarat 23 habit 7 happiness 4 hatred 1 health 15 help 1 hinduism 29 history 25 hospital 1 hospitality 1 human-eye 5 humanity 2 husband 1 india 36 inheritance 2 inspirational 1 internet 3 islam 5 jainism 1 japan 2 jealousy 1 karma 3 kashmir 1 language 2 law 3 legal 3 library 1 life 53 lifestyle 8 literature 4 loneliness 1 love 10 luck 2 manners 4 marriage 19 medical 7 meditation 6 mental 1 mind 23 money 10 mother 6 movie 1 mumbai 1 mythology 2 nationalism 2 nature 3 nostalgia 1 novel 2 old-age 21 opinion 3 pakistan 9 parents 27 Parsi 1 partition 1 parvati 1 patient 2 people 73 philosophy 1 photography 2 politics 6 power 3 prejudice 1 privacy 2 professionalism 4 pune 1 reading 3 relations 22 religion 33 respect 2 retirement 2 review 30 rituals 7 safety 3 school 1 security 2 service 3 shiva 4 sleep 1 social media 19 society 51 speech 11 spiritual 13 stress 5 success 1 taoism 2 technology 5 television 1 terrorism 1 testament 1 tradition 1 travel 17 twitter 2 unique 1 video 8 wedding 5 wife 4 will 1 women 6 work 5 writing 1 yoga 4 youth 3 ગુજરાતી 77
Powered by Blogger

ABOUT THE AUTHOR

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length.

ABOUT THE BLOG

When I started writing on my blog, I used to ask myself if I should write at all. If yes, why? I would like to share my views on this topic with you.
I write for myself. This may sound egoistic, but it is self-explanatory as well. Because I want freedom from my thought cycle, I get mental catharsis by just writing out whatever it is. While having some serious events with myself, say the death of my mother first and then father, writing down makes a record of my emotions at a given time which I’m never going to repeat.
I do write for my daughter Vaishali, son Rahul and their friends. I want to tell my experiences and let them know about me. I have done this in Life At 60 article series – it is my mini-autobiography, telling all about me. Article on Marriage, Parents in old-age homes, etc. are other such articles.

SUBSCRIBE & FOLLOW

Copyright © Dr. Bharat Desai's Blog. Designed by OddThemes