Skip to main content

Posts

Showing posts from July, 2019

મારું વસિયતનામું - My Medical Will

માંદગીમાં સારવાર અને મરણ વખતની ક્રિયાઓને લાગતું વસિયતનામું  મારી સાંઠ વર્ષની ઉંમરે મે મારી આત્મકથા લખેલી તેમાં મારી માંદગીની સારવાર અને મૃત્યુ પછીની વિધિઓ મારા પત્ની અને બાળકો જેમ કરશે તે મને મંજુર રહેશે-એવું વિધાન મે કર્યું હતું. હા, તે વાત હું હજીપણ એમની એમ જ સ્વીકારું જ છું પરંતુ, હવે દસ વર્ષ પછીના મારા વિચારોનો ખ્યાલ આવે એટલા પૂરતું આ પત્ર લખું છું.  મારી શારીરિક તકલીફોનો ઈલાજ કઈ રીતે કરાવવું તે બાબતે કમસેકમ મારા પોતાને લગતા કેટલાક ખ્યાલો મે નક્કી કર્યા છે, તેનું વિગતવાર વર્ણન હું કરીશ. જો બેભાન ન હોઉ અથવા કહો કે માનસિક રીતે નિર્ણયશક્તિ ગુમાવી ન ચુક્યો હોઉ તો, મારી ઉંમરને લગતી કોઈપણ માંદગીની કેવી-કેટલી અને ક્યાં સારવાર કરાવવી તેનો નિર્ણય હું લઈશ. પણ હું બોલીને કે બીજીરીતે કહી ન શકું એમ બને તો માર્ગદર્શક બને એ રીતે સારવારની વાતો કહીશ.  બેભાન અવસ્થા સાધારણ રીતે થતી નિદાન પ્રક્રિયાઓ દ્વારા રોગ સારવાર યોગ્ય છે કે કેમ તે જાણ્યા પછી-જો સારવારથી સારા થવાની ઓછી શક્યતાઓ હોય તો સારવાર નહીં લેવી ઘરે ફક્ત સ્નાન-ઝાડા-પેશાબ-ચોખ્ખાઈ વિગેરે કાળજી લેવી અથવા લેવડ...

ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.