શિવ – શંકર – ભોલેનાથ તરીકે ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ. ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.